ન્યૂટ્રિશનની આપણી સ્કિનની હેલ્થ પર સીધી અસર થાય છે. એવામાં વિટામિન અને સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે તે સ્કિન માટે બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે અને ક્ષતિગ્રસ્ત સ્કિનને ઝડપથી હીલ કરવામાં મદદ કરે છે.
આવો, જાણીએ સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
‘એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ ના ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર અમિત બાંગયા જણાવે છે કે સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ આજકાલ ચર્ચામાં છે, પણ આ સપ્લિમેન્ટ તમારા ઓવરઓલ ડાયટ મુજબ અસર કરે છે. તે અલગથી એટલા અસરકારક નથી હોતા. તમારું ડાયટ બેલેન્સ્ડ છે, લાઈફસ્ટાઈલ હેલ્ધિ છે તો તે તમારી સ્કિનને સ્મૂથ કરવામાં મદદ કરે છે. પણ જેા ડાયટ યોગ્ય નથી, ઓવરઓલ હેલ્થ સારી નથી તો તેની કોઈ ખાસ ભૂમિકા નથી હોતી. કેટલીક મહિલાઓને તેનાથી સારું રિઝલ્ટ મળે છે, તો કેટલાકને ખાસ રિઝલ્ટ જેાવા નથી મળતું. તેનું રિઝલ્ટ તમારા ડાયટ, હેલ્થ, લાઈફસ્ટાઈલ, જેનેટિક કંપોઝિશન અને કઈ સપ્લિમેન્ટ તમે પસંદ કરી રહ્યા છો તેની પર નિર્ભર કરે છે.
સ્કિન બૂસ્ટિંગની સપ્લિમેન્ટ ક્યારેય જાતે ન લો, કારણ કે તે ક્યારે અને કઈ સપ્લિમેન્ટ લેવી અને કેટલા સમય સુધી લેવી તે ડોક્ટર જ જણાવી શકે છે કે પછી તમારે તેના માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જેાઈએ. સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ ઓઈલી, ડ્રાય, કોમ્બિનેશન સ્કિન માટે અલગઅલગ હોય છે અને એક ડર્મેટોલોજિસ્ટ જ તમારી સ્કિન ચેક કરીને જણાવી શકે છે કે તમારા માટે કઈ સપ્લિમેન્ટ બેસ્ટ છે.
આવો જાણીએ, કેટલીક જરૂરી સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
વિટામિન સી
તેનાથી સ્કિનને ઈલાસ્ટિસિટી મળે છે, સ્કિન યંગ દેખાય છે. કોલોજન અને ઈલાસ્ટિસિટી બંને પ્રોટીન ફાઈબર છે, જે સ્કિન સેલ્સને રીઝનરેટ કરવાની સાથેસાથે સ્કિનને ફર્મ અને ટાઈટ બનાવવાનું કામ કરે છે. કોલોજન એજિંગ પ્રોસેસને ધીમી કરીને સ્કિન પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૮૦ મિલીગ્રામ વિટામિન સીની જરૂર હોય છે.





