સામગ્રી
૨ બીટ મીડિયમ આકારના
૧૫૦ ગ્રામ બટાકા બાફેલા
૨ બ્રેડ પીસ
૨ મોટી ચમચી આરારૂટ પાઉડર
૨ મોટી ચમચી વેસણ
કટલેટ તળવા માટે રિફાઈન્ડ તેલ
મીઠું સ્વાદ મુજબ.
સામગ્રી પૂરણની
૧૦-૧૨ કાજુના ટુકડા
૧/૪ કપ તલ
૨ મોટી ચમચી બદામની કતરણ
૨ નાની ચમચી કાજુ પાઉડર
૧૦-૧૨ કિસમિસ
૧/૨ નાની ચમચી કાળાં મરી પાઉડર
૧૦૦ ગ્રામ પનીર
કોથમીર સમારેલી.
રીત
બીટને ૧ સીટી વગાડીને બાફી લો. ઠંડું કરીને છીણ પાડો. તેમાં મેશ કરેલા બટાકા અને બ્રેડ ક્રંબ્સ કરીને મિક્સ કરો. આરારૂટ પાઉડર, વેસણ અને મીઠું નાખો. પૂરણની સામગ્રી માટે કાજુ ટુકડા અને તલ સિવાય છીણેલા પનીરમાં અન્ય વસ્તુ મિક્સ કરો. થોડુંથોડું મિશ્રણ લઈને વચ્ચે પનીરનું પૂરણ ભરીને બંધ કરી કટલેટનો આકાર આપો. તલમાં લપેટો અને વચ્ચે એક કાજુનો ટુકડો લગાવો. ધીમા ગેસ પર ગરમ તેલમાં ક્રિસ્પી ફ્રાય કરીને ચટણી અને સોસ સાથે સર્વ કરો.





