ભારતે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રથમ પગલું વર્ષ ૧૯૧૩ માં મૂક્યું હતું. પહેલી મૂક?અને બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ બની હતી - ‘રાજા હરિશચંદ્ર’ ભારતીય સિનેમાએ શરૂઆતથી પડદા પર ભારતીય નારીને ખૂબ ઉદાસ, કોમળ, રોકકળ કરનારી, પોતાના દુખને લઈને ઈશ્વર સામે માથું પટકનાર, ભક્તિભજનમાં ડૂબેલી, પૂજાપાઠમાં વ્યસ્ત, સાસુનો માર ખાતી, અપમાનિત થતી અને પતિની ઘરગૃહસ્થી અને બાળકોને સાચવતી મહિલા રૂપે બતાવવામાં આવી છે, જ્યારે તે દિવસોમાં પણ એવી ઘણી બધી મહિલાઓ હતી જે આઝાદીની લડાઈમાં પુરુષો કરતા પણ ૨ પગલાં આગળ વધીને કામ કરી રહી હતી.
રાણી લક્ષ્મીબાઈ, બેગમ હજરતમહલ, સાવિત્રીબાઈ ફુલે, કસ્તુરબા ગાંધી, દુર્ગાબાઈ દેશમુખ, સુચેતા કૃપલાણી, અરૂણા આશફ, સરોજિની નાયડુ તેમાં સામેલ હતા, તેમના સંઘર્ષમય જીવનને અને તેમની બહાદુરીને રંગીન પડદા પર દર્શાવવા જેાઈતા હતા, જેથી દેશ અને વીરાંગના વિશે જાણી શકે, પરંતુ તેવું ન થયું નહીં. બેગમ હજરતમહલ તો ૧૮૫૭ ની ક્રાંતિમાં ભાગ લેનારી પહેલી મહિલા હતી, જેમણે પૂરા અવધને અંગ્રેજેાથી મુક્ત કરાવી લીધું હતું, પરંતુ તેમની પર પણ આજદિન સુધી કોઈ ફિલ્મ નથી બની. રાણી લક્ષ્મીબાઈ પર પણ આઝાદીના ૭ દાયકા પછી જઈને એક ફિલ્મ બની - ‘મણિકર્ણિકા.’
મહિલાઓની સ્થિતિ દયનીય હતી
એ વાત ઠીક છે કે જ્યારે ફિલ્મો બનવાની શરૂ થઈ ત્યારે ભારતની મોટાભાગની પ્રજા ગરીબી, ભૂખમરો અને અત્યાચારનો શિકાર હતી. મહિલાઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી. સામાન્ય મહિલાઓનું જીવન રસોઈઘર, ખેતીવાડીમાં પૂરું થઈ જતું હતું. તે શાહુકાર અને જમીનદારના અત્યાચારનો શિકાર બનતી હતી. તે સમયની મોટાભાગની પારિવારિક ફિલ્મોમાં સામાન્ય મહિલાની આ જ સ્થિતિ દર્શાવવામાં આવતી હતી.
ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ થી નવી શરૂઆત
વર્ષ ૧૯૫૭ માં ‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં મહિલાની હિંમત, તેની મહેનત અને આક્રોશ દર્શાવવામાં આવ્યો હતો. ‘મધર ઈન્ડિયા’ ભારતીય સિનેમાની શરૂઆતની અને ક્લાસિક સમયગાળાની ફિલ્મ હતી. તે એ સમયે એક નવો માર્ગ બતાવનારી ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી નરગિસે એક ગરીબ મહિલા ખેડૂત રાધાનું પાત્ર ભજવ્યું હતું. રાધા પોતાના ૨ દીકરાને મોટા કરવા માટે પૂરી દુનિયા સામે લડવા તૈયાર થઈ જાય છે. આ સમયે ગામના લોકો તેને ન્યાય અને સત્યની દેવીની જેમ જુએ છે. ત્યાં સુધી કે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેતા તે પોતાના વિદ્રોહી દીકરાને ગોળી સુધ્ધા મારી દે છે. ‘મધર ઈન્ડિયા’ એ મહિલાઓની અબળા નારીની છબિને તોડીને અન્યાય અને અત્યાચારમ વિરુદ્ધના તેના વાચાળ રૂપને દર્શાવ્યું હતું. આ ફિલ્મ આજે પણ જેાનારના રુંવાડાં ઊભા કરી દે છે. જેાકે આ ફિલ્મમાં નરગિસને સફળ થતી દર્શાવવામાં આવી છે, પરંતુ અંતે એ જ દર્શાવવામાં આવ્યું છે કે મહિલાઓએ ગમે તે ભોગે વર્ણવ્યવસ્થાને મજબૂત રાખવી પડશે અને તેના માટે પોતાના દીકરાનો જીવ સુધ્ધાં લઈ લે તો મહાન છે.