મારા અંડરઆર્મ્સમાંથી દુર્ગંધ આવે છે અને આ દુર્ગંધ કેટલીય વાર બધાની સામે શરમિંદા કરે છે. શું તેનું કારણ જરૂરિયાત કરતા વધારે પરસેવો છે? શું તમે આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે ઉપાય જણાવી શકો છો?
હકીકતમાં દુર્ગંધિત અંડરઆર્મ્સ ભલે એક સામાન્ય સમસ્યા હોય, પણ આ તમારા આત્મવિશ્વાસને ઘટાડે છે. ભલે ડિયોડ્રેન્ટ અથવા રોલઓન ગરમીમાં દુર્ગંધિત અંડરઆર્મ્સ માટે એક ત્વરિત સમાધાન છે, પણ તેની અસર પૂરી થતા જ આ સમસ્યા ફરીથી થવા લાગે છે. જ્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે ત્યારે આપણી સ્કિનની સપાટી પર રહેતા બેક્ટેરિયા પ્રોટીનને તોડે છે અને કેટલાક ખાસ યૌગિક એસિડ નીકળે છે, જેથી શરીરના કેટલાક ભાગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ એક એવી સમસ્યા છે, જે સરળતાથી ઘરેલુ ઉપાયથી દૂર કરી શકાય છે.
તમે ભલે આ સમસ્યાથી કેટલાય વર્ષોથી પરેશાન છો, પરંતુ આ ઉપાયથી તમે થોડા દિવસમાં અંડરઆર્મ્સમાંથી દુર્ગંધની સમસ્યા દૂર કરી શકો છો. અંડરઆર્મ્સની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા અસરકારક રીતે કામ કરે છે. તેના માટે ૨ મોટી ચમચી બેકિંગ સોડા લો અને તેમાં ૧ ચમચી લીંબુનો રસ મિલાવો. બંને સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને અંડરઆર્મ્સ પર ૧૦ મિનિટ સુધી સર્ક્યુલેશન મોશનમાં ફેરવતા મસાજ કરો. તેને અંડરઆર્મ્સ પર થોડી વાર માટે લગાવી રાખો અને સુકાઈ જતા પાણીથી ધોઈ લો તે ઉપરાંત ૧ કપ એપલ સાઈડર વિનેગરમાં ૧/૨ કપ પાણી નાખો. તેને એક સ્પ્રે બોટલમાં ભરીને રોજ રાતે ઊંઘતા પહેલાં અંડરઆર્મ્સ પર લગાવો. સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા ૧૫ દિવસ સુધી નિયમિત કરો. આ રીતે અંડરઆર્મ્સની દુર્ગંધ દૂર થશે.

મારી ઉંમર ૩૫ વર્ષ છે અને મારા વાળ બહુ ખરે છે. કોઈ ઉપાય જણાવો?
હેર લોસના કેટલાય ફેક્ટર છે, જેમાં મેન ફેક્ટર તમારા ડાયટ સાથે જેાડાયેલ છે. તમે ડાયટમાં કઈ વસ્તુ સામેલ કરો છો તેની પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. વાળ માટે સૌથી વધારે પ્રોટીનની જરૂર હોય છે. તમારા શરીરમાં પ્રોટીનની ઊણપ છે તો તમારા ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ડેરી પ્રોડક્ટ અને દાળને સામેલ કરો. હેલ્ધિ હેર માટે બદામ, ફ્લાવર, મશરૂમ, ઈંડામાં મળતું બાયોટિન એક જરૂરી વિટામિન છે. વાળને ખરતા અટકાવવા માટે આ વિટામિનને ડાયટમાં સામેલ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. શેકેલા ચણા, વટાણા, રાજમા, છોલે અને કાજુને ડેલી ડાયટમાં સામેલ કરી તમે વાળ માટે પણ ફાયદાકારક આયર્ન પ્રાપ્ત કરી શકો છો. આ આયર્નની ઊણપથી વાળ ખરવા અને નિસ્તેજ થવાની સમસ્યા વધી જાય છે. વિટામિન એ અને સી એવા વિટામિન છે જે વાળના ગ્રોથ અને શાઈનિંગ માટે અસરકારક છે. તેથી તમારે વિટામિન એ માટે ગાજર, શક્કરિયા, કોળું, પાલક, દૂધ અને દહીંને ડાયટમાં સામેલ કરવાની જરૂર છે. બીજી બાજુ વિટામિન સી માટે આમળા, લીંબુ, જમરૂખ અને સ્ટ્રોબેરીને સામેલ કરો.
તમે ચેક કરો કે તમારા વાળમાં ડેન્ડ્રફ તો નથી. જેા છે તો તેને દૂર કરવા માટે વાળમાં એન્ટિડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરો અને જ્યારે પણ શેમ્પૂ કરો, કાંસકો, તકિયાના કવર અને ટુવાલને ધુઓ અને કોઈ એન્ટિસેપ્ટિક લોશનમાં નાખી રાખો. તડકામાં સૂકવો અને પછી ઉપયોગ કરો.
વાળનો ગ્રોથ વધારવા માટે ૧ ચમચી એલોવેરા જેલમાં ૧ નાની ચમચી વિનેગર, ૧/૨ ચમચી રેડ ઓનિયન સીડ ઓઈલ મિક્સ કરો. આ ત્રણેને મિક્સ કરી વાળના રૂટ્સ પર લગાવો. ૧/૨ કલાક રાહ જુઓ અને ત્યાર પછી વાળ ધોઈ લો. વાળ ખરવાના બીજા ફેક્ટર્સમાં ટેન્શન પણ એક ફેક્ટર છે, જેથી તમારા વાળ તૂટવા લાગે છે, તેથી ટેન્શન ઓછું કરવા માટે નિયમિત મેડિટેશન કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....