મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષયક ઘણા બધા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, જેા તેમને પુરુષોની સરખામણીમાં કેટલીક પરિસ્થિતિ અને બીમારીના વિકસિત થવાના હાઈ રિસ્કમાં મૂકી દે છે. તેથી મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી જરૂરી બની જાય છે. આ બીમારીમાંની એક છે ઓવેેરિયન કેન્સર, જ્યાં શરૂઆતમાં ઓળખ થવાથી રોગના નિદાન અને સફળ ઉપચારની સંભાવના રહે છે.

કેરળના કાર્કિનોસ હેલ્થ કેરના સ્ત્રીરોગ ઓંકોલોજિસ્ટ ડો. અવસ્થી નાથ કહે છે કે સ્ત્રીરોગ સંબંધિત કેન્સરથી પીડિત મહિલાઓમાં ઓવેરિયન કેન્સર મૃત્યુનું સૌથી મુખ્ય કારણ હોય છે અને તે મહિલાઓમાં ઘણું ખરું મૃત્યુનું ૫ મું સૌથી મોટું કારણ છે. ભારતમાં ઓવેરિયન કેન્સરના દર્દી વર્ષ ૨૦૨૦માં ૪૩,૮૮૬ મળ્યા હતા, જે વર્ષ ૨૦૨૫ માં વધીને ૪૯,૬૪૪ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ બની જાય છે કે ઓવેરિયન કેન્સરની જલદી જાણકારી મેળવી લેવામાં આવે.

કારણ કયા છે
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સર મહિલાના અંડાશયમાં પેદા થાય છે. ઓવરીઝ, ઈંડા અન હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર હોય છે. અંડાશયના વિભિન્ન ભાગમાં કેન્સરની કોશિકાઓ વિકસિત થઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય પ્રકાર એપિથેલિયલ ઓવેરિયન કેન્સર છે, જે અંડાશયના બાહ્ય પડમાં બને છે. જેાકે ઓવેરિયન કેન્સરના સચોટ કારણ હજી સુધી સંપૂર્ણપણે સમજમાં નથી આવ્યા. માનવામાં આવે છે કે તે આનુવંશિક અને પર્યાવરણીય કારકોનું મિક્સ પરિણામ છે. કેટલાક જાણી શકાયેલા રિસ્ક ફેક્ટર્સમાં ૫૦ વર્ષ કરતા વધારે ઉંમરની મહિલાઓમાં સામેલ હોય છે. ખાસ કરીને મેનોપોઝ પછી. ઓવરી અથવા સ્તન કેન્સરની ફેમિલી હિસ્ટ્રી, આનુવંશિક પરિવર્તન, મેનોપોઝ પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપિનો લાંબા સમય સુધી ઉપયોગ અને એવી મહિલાઓ જે ક્યારેય ગર્ભવતી થઈ ન હોય કે પછી જેમને ગર્ભવતી થવામાં મુશ્કેલી થઈ હોય વગેરે ઘણા બધા કારણો સામેલ છે. જીવનશૈલીમાં પરિવર્તન જેમ કે ધૂમ્રપાન, સ્થૂળતા, આહાર અને પર્યાવરણીય એજન્ટો જેવા કીટનાશકોના સંપર્કમાં આવવાથી પણ ઓવેરિયન કેન્સરનું જેાખમ વધી શકે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....