લગ્ન પછી પણ દરેક નવવધૂ સુંદર દેખાવા ઈચ્છે છે. તેને પોતાના પતિ માટે અથવા ઘરે આવતા સગાંસંબંધીની નજરમાં સુંદર દેખાવું ગમે છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ઘરે મેકઅપ કેવી રીતે કરવો કે તમે સુંદર દેખાઓ. હકીકતમાં તેના માટે ખૂબ વધારે મેકઅપની જરૂર નથી હોતી, પરંતુ મેકઅપની કેટલીક વસ્તુની હંમેશાં જરૂર પડે છે. સાસરીમાં આવ્યા પછી નવવધૂ ફટાફટ કેવી રીતે પોતાનો મેકઅપ કરે અને સુંદર દેખાય તેના માટે બ્યૂટિ નિષ્ણાત ભારતી તનેજા નીચે મુજબની ટિપ્સ જણાવી રહ્યા છે :

મેકઅપ કરતા પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે સુંદર દેખાવાનું પહેલું સ્ટેપ છે પોતાની સ્કિનનું ધ્યાન રાખવું. જેા સ્કિન હેલ્ધિ હશે તો મેકઅપ વધારે સારો દેખાશે. તેથી મેકઅપ કરતા પહેલાં સ્કિનને સારી રીતે પ્રિપેર કવી જરૂરી બની જાય છે.
રાત્રે ઊંઘતાં પહેલાં ભૂલ્યા વિના ફેસને સાફ કરો અને ત્યાર પછી તેની પર મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ અથવા નરિશિંગ ક્રીમ કે પછી ઓઈલ લગાવીને ઊંઘો. તમારી સ્કિન ખૂબ ડ્રાય હોય તો તમે નરિશિંગ ક્રીમ અથવા ઓઈલ લગાવી શકો છો અને જેા ઓઈલી હોય તો નરિશિંગ મોઈશ્ચરાઈઝર લગાવી શકો છો.
સવારમાં મેકઅપ લગાવતા પહેલાં સ્કિનને પ્રિપેર કરો. તે માટે પહેલા સ્કિનને ક્લીન કરો અને પછી તેની પર ટોનર સ્પ્રે કરો. ટોનરને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રિજમાં રાખો જ્યારે પણ તમે સ્કિનને ટોન કરવા ઈચ્છો ત્યારે બોટલને ફ્રિજમાંથી કાઢો અને ફેસ પર સ્પ્રે કરો. હવે તેને સુકાવા દો, જેથી ફેસ બરાબર ટોન થઈ જાય. પછી મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવો, પરંતુ એવી ક્રીમ લો જેમાં એસપીએફ એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર રહેલા હોય.
તમારી મેકઅપ કિટમાં કેટલીક વસ્તુ એવી હોવી જેાઈએ, જે તમારી પાસે હંમેશાં કિટમાં ઉપલબ્ધ રહે. ઉદાહરણ તરીકે તેમાં ગોલ્ડ ઓઈલ રાખો.
મેકઅપ કરતા પહેલાં ૨-૩ ટીપાં ગોલ્ડ ઓઈલને હાથમાં લઈને ઘસો અને પછી તેને ફેસ પર સમાન રીતે લગાવો. તેને ૫-૧૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યાર પછી પ્રાઈમર બેઝના ૨-૩ ટીપાં હાથમાં લઈને પૂરા ફેસ પર લગાવો. હવે તમારો ફેસ મેકઅપ માટે તૈયાર છે.
જ્યારે તમે પાર્લરમાં મેકઅપ કરાવો છો ત્યારે ઘણી બધી વસ્તુ યૂઝ થતી હોય છે. ત્યાં તમને બેઝ અને ત્યાર પછી પાઉડર લગાવવામાં આવે છે. જે તમારે ઘરે સરળતાથી ફટાફટ મેકઅપ કરવો હોય તો તમે ટૂ વે કેક ખરીદી લો. તે પાઉડર અને ફાઉન્ડેશનનું એક મિશ્રણ હોય છે. તેને લગાવ્યા પછી તમારે પાઉડર લગાવવાની જરૂર નથી. તેની અંદર એક સ્પંષ્ટ હોય છે જેને ભીનું કરીને નિચોવી લો અને ત્યાર પછી ફેસ પર સારી રીતે લગાવો. તે લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને તમારે કંઈ વધારે કરવું પણ નહીં પડે. આ પ્રયોગ કરીને પણ તમે ફટાફટ તૈયાર થઈ શકો છો.
જેા તમારી આંખો નીચે ડાર્ક સર્કલ્સ અથવા ડાઘધબ્બા હોય તો તમારે કંસીલર લગાવવાની જરૂર પડશે. કંસીલર લગાવ્યા પછી ટૂ વે કેક લગાવો.
આમ તો તમારી મેકઅપ કિટમાં બ્લશર હશે, પરંતુ જ્યારે તમારી પાસે તૈયાર થવા માટે સમય ઓછો હોય અથવા બ્લશર ન હોય તો તમે ફટાફટ તૈયાર થવા માટે તમારી લિપસ્ટિકનો પ્રયોગ કરી શકો છો. માત્ર થોડીક લિપસ્ટિકને આંગળી પર લઈને મર્જ કરો અને ત્યાર પછી તેનો બ્લશરની જેમ પ્રયોગ કરો. તે લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને તમારો અલગથી બ્રશથી બ્લશર લગાવવાનો સમય બચી જશે.
ઉત્તમ તો એ જ રહેશે કે લગ્ન પહેલાં તમે આઈલેશ એક્સટેંશન કરાવો, જેથી લગ્ન પછી તમને મસકારા લગાવવાની જરૂર ન પડે. લગ્ન પછી જરૂરી હોય છે કે તમારી આંખો લગભગ ૧ મહિના સુધી અત્યંત સુંદર દેખાય. આઈલેશિસ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જેા આઈલેશિસ એક્સટેંશન નહીં કરાવી હોય તો તમે તમારી પાસે એવા મસકારા રાખો જે તમને વોલ્યૂમ પણ આપે અને તમારી લેશિસને લેંથ પણ આપે. મસકારાને આઈલેશિસના રૂટથી લઈને બહાર લઈ જતા અને કર્લ કરતા લગાવશો તો તમારી લેશિસ ખૂબ સુંદર બનશે.
જેા તમારી આઈલેશિસ ખૂબ લાઈટ હોય તો આ સમસ્યા માટે એક વાર મસકારા લગાવ્યા પછી લૂઝ પાઉડરને આંગળી પર લઈને તેને લેશિસની ઉપરનીચે લગાવો. તેને થોડી વાર રહેવા દઈને મસકારાનો ડબલકોટ કરો. પછી જુઓ કે તમારી આઈલેશિસ કેટલી થિક, લોંગ અને સુંદર દેખાશે.
આંખના મેકઅપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ આઈશેડો પણ હોય છે. બ્રશ પર થોડો આઈશેડો લઈને આંખ પર લગાવીને મર્જ કરો. આઈબ્રોઝની બરાબર નીચે હાઈલાઈટર લગાવો.
જેા આંખોને ડિપ દર્શાવવા ઈચ્છતા હોય તો ક્રીઝ લાઈનની ઉપર ડાર્ક અથવા લાઈટ બ્રાઉન કલર લગાવીને તેને સ્મજ કરો. આમ કરવાથી તમારી આંખો મોટી અને સુંદર દેખાશે.
સરળતાથી આઈલાઈનર લગાવવા માટે આઈલાઈનર પેન ખરીદો. તેનાથી તમે સરળતાથી આઈલાઈનર લગાવી શકશો. તેની નિબ ખૂબ સ્પોંજી હોય છે.
કાજલ ખરીદતી વખતે ધ્યાન રાખો કે કાજલ સ્મજ પ્રૂફ હોવું જેાઈએ, જેથી તમારે વારંવાર તેના માટે મહેનત ન કરવી પડે.
તમે થોડી સ્ટીકર બિંદી પણ ખરીદી શકો છો. આ આર્ટિસ્ટિક બિંદી દરેક પ્રકારની ડિઝાઈનમાં મળે છે, જેને તમે સરળતાથી લગાવી શકો છો.
આંખો પછી લિપ મેકઅપ કરો. લિપસ્ટિક લગાવતા પહેલાં લિપ પેન્સિલથી લિપને શેપ આપો. જેા પેન્સિલ બરાબર કામ ન કરતી હોય તો લિપ પેન્સિલની ઉપર થોડીક ક્રીમ લગાવો, આમ કરવાથી તે ખૂબ સ્મૂથલી ચાલવા લાગશે. હવે લિપ લાઈન બનાવ્યા પછી બ્રશની મદદથી લિપસ્ટિક લગાવો. બજારમાં લિક્વિડ લિપસ્ટિક પણ મળે છે, જેને તમે વધારે સરળતાથી લગાવી શકો છો.
લિપસ્ટિકને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તમે મેટ લિપસ્ટિક લગાવી શકો છો.
આ જ રીતે મેકઅપને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે મેકઅપ સીલરનો પ્રયોગ કરો. સીલરને ફેસ પર સ્પ્રે કરવાથી મેકઅપ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને તમે પૂરો દિવસ સુંદર દેખાશો.
અંતે કોઈ સારું પર્ફ્યૂમ લગાવો અને સુંદર દેખાઓ.

ઘરે જ મેકઅપની બીજી કેટલીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ
ચીકબોનને હાઈલાઈટ કરવા માટે બ્લશર એપ્લાય કરો. બ્લશરને ચીકબોનથી કાન તરફ લઈ જતા એપ્લાય કરો. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે બ્લશર અને લિપસ્ટિકના શેડ્સ એકસમાન હોય.
જેા તમે આઈ મેકઅપને હાઈલાઈટ કરવા ઈચ્છો છો તો લિપ મેકઅપ લાઈટ રાખો એટલે કે પિંક, પીચ જેવા લાઈટ શેડની લિપસ્ટિક લગાવો. જેા તમે આઈ મેકઅપ લાઈટ રાખી રહ્યા છો તો રેડ, ઓરેન્જ, મરૂન જેવા બ્રાઈટ કલરની લિપસ્ટિક લગાવો.
સ્મોકી આઈમેકઅપ કરવા ઈચ્છો છો તો ડાર્ક ગ્રે આઈશેડો આંખની ઉપરની આઈલિડ પર લગાવીને બરાબર સ્મજ કરો. વધારે સ્મોકી લુક માટે ગ્રે આઈશેડોની ઉપર બ્લેક આઈશેડો લગાવો અને બંનેને બ્લેન્ડ કરો.

આ હેર સ્ટાઈલિંગ ટૂલ્સ રાખો
આપણા ઓવરઓલ લુક માટે ડ્રેસ અને જ્વેલરીની સાથે હેરસ્ટાઈલ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. સુંદર રીતે સજાવેલા અને કોમ્બ કરેલા વાળ નવવધૂને વધારે આકર્ષક બનાવે છે. વાળને અલગઅલગ રીતે સ્ટાઈલ કરવા માટે ઘણા બધા પ્રકારના હેરસ્ટાઈલિંગ ટૂલ્સની જરૂર પડે છે. પછી ભલે ને વાળને કર્લી કરવા હોય, સ્ટ્રેટ કરવા હોય કે તેને વેવી લુક આપવો હોય, હેર સ્ટાઈલિંગ ટૂલ્સની મદદથી તમે ઘરે વાળને મનગમતો સ્ટાઈલિંગ લુક આપી શકો છો.

હેર સ્ટ્રેટનર
હેર સ્ટ્રેટનરની મદદથી તમે તમારા વાળને સ્ટ્રેટ લુક આપી શકો છો, સાથે વેવી લુક માટે પણ હેર સ્ટ્રેટનર ખૂબ મદદરૂપ સાબિત થાય છે. માત્ર તમારે ધ્યાન રાખવાનું છે કે ક્યારેય ભીના વાળમાં હેર સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરવો. જ્યારે તમે હેર સ્ટ્રેટનરનો વાળ પર યૂઝ કરો, ત્યારે હંમેશાં તેને ટાઈટ રાખો. આમ કરવાથી વાળને સ્ટ્રેટ કરવામાં મદદ રહેશે અને તેને નેચરલ ફિનિશ આપશે.

બ્લો ડ્રાયર
આમ તો મહિલાઓ સામાન્ય રીતે ડ્રાયરનો ઉપયોગ પોતાના વાળને સૂકવવા માટે કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ વાળની ઘણી બધી રીતે સ્ટાઈલ બનાવવા માટે પણ કરી શકો છો. તેની મદદથી તમે તમારા વાળને સુંદર શેપ આપી શકો છો. આજકાલ માર્કેટમાં હોટ એન્ડ કૂલના કોમ્બિનેશન વાળા હેર ડ્રાયર આવી રહ્યા છે. આ પ્રકારના કૂલ હેર ડ્રાયરમાં ઈએમડી ટેક્નિક હોય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારા વાળ પર યોગ્ય રીતે ગરમી આપવામાં આવે, જેનાથી તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. બ્લો ડ્રાયરનો ઉપયોગ હંમેશાં પોતાના વાળના રૂટ્સથી શરૂ કરો અને ધીરેધીરે ઉપરની તરફ આગળ વધો. સૌપ્રથમ રાઉન્ડ બ્રશ કરીને વાળના અંત સુધી રોલ કરો, સાથે બ્લો ડ્રાયરને તે એરિયા પર ફોકસ કરીને વારંવાર એપ્લાય કરો. રૂટ્સથી એન્ડ સુધી પ્રત્યેક સ્ટેન્ડને અલગ કરતા પોતાની આંગળીઓનો પ્રયોગ કરો. આમ કરવાથી તમે તમારા વાળને વધારે વોલ્યૂમ પણ આપી શકશો.

કર્લિંગ આયર્ન
કર્લિંગ આયર્નની મદદથી તમે વાળને કર્લ કરીને સ્ટાઈલ કરી શકો છો, તેમાં તમને અલગઅલગ સાઈઝના ટોંગ પણ મળશે જેની મદદથી તમે વાળમાં ઘણા બધા પ્રકારના કર્લ લુક બનાવી શકો છો. વળી તેનો ઉપયોગ કરવો પણ સરળ હોય છે. તેના માટે તમારા વાળને નાનાનાના સેક્શનમાં વહેંચી લો અને ત્યાર પછી રોડમાં લપેટીને થોડી વાર થોભો અને ત્યાર પછી ખોલી દો. વાળને કર્લ કરવા માટે હેરની મિડ લેંથથી શરૂ કરો, પરંતુ રૂટ્સની ખૂબ નજીકથી નહીં. કર્લિંગ આયર્નની મદદથી તમારા વાળ ખૂબ બાઉન્સી કર્લવાળા દેખાશે.
પરંતુ ધ્યાન રાખો કે તેનો ઉપયોગ વાળના મૂળમાં ન કરો. તેને વાળમાં લગાવતા પહેલાં સૌપ્રથમ તેના ટેમ્પરેચરને ચેક કરો. જેા ટેમ્પરેચર ઓછું રહેશે તો કર્લ ખૂબ જલદી ખૂલી જશે, જ્યારે ઉષ્ણતામાન વધારે હશે તો વાળ બળવાનો ડર પણ રહે છે.

હેર સ્પ્રે
જેા તમે ઈચ્છો છો કે જે હેરસ્ટાઈલ તમે બનાવી છે તે લાંબા સમય સુધી ખરાબ ન થાય તો તમારે હેર સ્પ્રેનો ઉપયોગ જરૂર કરવો જેાઈએ. તેના ઉપયોગ વિના કોઈ પણ હેરસ્ટાઈલ જલદી ખરાબ થઈ જાય છે, પરંતુ જેા તમે વાળને સ્ટાઈલ કરતી વખતે હેર સ્પ્રેનો ઉપયોગ કરશો તો તમારા વાળ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને તમારે વારંવાર પરેશાન પણ નહીં થવું પડે.

પ્રોફેશનલ બ્રેડ્સ ટૂલ્સ
વાળને અલગઅલગ ડિઝાઈનમાં બનાવવા માટે બ્રેડ્સ ટૂલ્સનો પણ ખૂબ મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. તેમાં તમને ઓવલા હેર પફ અપ મેકર, ડોનર મેજિક બન, સેટ ટોપ્સી ટેલ, પોનીટેલ હોલ્ડર વગેરે મળશે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....