વાર્તા – ગરિમા પંકજ

‘‘ના પપ્પા, તમે એવું ન કરી શકો. તમેે મને પ્રોમિસ કર્યું હતું કે તમે મેઘાના પપ્પાની જેમ મને હર્ટ કરવા માટે નવી મમ્મી લઈને નહીં આવો.’’ પ્રજ્ઞાએ નારાજ અવાજમાં કહ્યું.
‘‘બેટા, હું જાણું છું કે મેઘાની નવી મમ્મી સારી નહોતી પણ તારી નવી મમ્મી ખૂબ સારી છે. તને એટલો પ્રેમ કરશે જેટલો તારી પોતાની મમ્મી પણ નહીં કરતી હોય.’’ પ્રવીણે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘‘હું આ વાત કેવી રીતે માની લઉં ડેડ? તમામ સાવકી મા એકસરખી જ હોય છે.’’
‘‘ચુપ કર પ્રજ્ઞા આવું ન બોલાય ખબર નહીં કોણે તારા મગજમાં આવી વાતો ભરી છે.’’ પ્રવીણે ગુસ્સામાં કહ્યું.
‘‘બીજી વાતો છોડો પપ્પા, તમારી ઉંમરને તો જુઓ. મારી ફ્રેન્ડ્સ શું કહેશે જ્યારે તેમને ખબર પડશે કે મારા પપ્પા વરરાજા બની રહ્યા છે. કેટલી મજાક ઉડાવશે તે મારી.’’
પ્રવીણ હજી પોતાની દીકરીઓ પ્રજ્ઞાને સમજાવવાનો પ્રયાસ કરી જ રહ્યા હતા કે ત્યાં સુધીમાં શ્વેતા પણ પોતાની મમ્મી પર વિફરી, ‘‘મમ્મી, તમે પપ્પાથી છૂટાછેડા લીધા, મને તેમનાથી દૂર કરી દીધા પણ મેં કંઈ નથી કહ્યું કારણ કે હું તમને દુખી નથી જેાઈ શકતી. પણ આજે તમે મારી સામે કોઈ અજાણ્યાને લાવીને ઊભા કરી દીધા પણ મેં કંઈ ન કહ્યું કારણ કે હું તમને દુ:ખી નહોતી જેાઈ શકતી. આજે તમે મારી સામે કોઈ અજાણ્યાને લાવીને ઊભો કરી દીધો અને કહી રહ્યા છો કે તે તારા પપ્પા છે. મમ્મી, તમારી આ વાત હું ન માની શકું. કહી દો તેમને કે હું ક્યારેય તેમને પપ્પાનો દરજ્જેા નહીં આપી શકું.’’ કહેતાં કહેતાં શ્વેતા રડવા લાગી તો અમૃતાએ તેને આગોશમાં સમેટતા કહ્યું.
શ્વેતાનાં આંસુ લૂછતાં અમૃતાએ કહ્યું, ‘‘ના બેટા, એમ ન રડ. સારું, તું જેમ કહીશ એવું જ કરીશ.’’

કેટલીય વાર સુધી આ પ્રકારે ઈમોશનલ સીન ચાલતા રહ્યા. પ્રવીણ અને અમૃતા આ પરિસ્થિતિને ઉદાસ નજરથી જેાઈ અને પોતપોતની દીકરીને સંભાળવા લાગ્યા. બંને છોકરીઓ આ વાત પર ગુસ્સે થઈ હતી તેમનાં પેરન્ટ્સ બીજા લગ્ન કરવા ઈચ્છે છે. ૩૮ વર્ષની અમૃતા અને ૪૨ વર્ષના પ્રવીણના તેમના એક કોમન ફ્રેન્ડે મુલાકાત કરાવી હતી. બંનેએ છૂટાછેડા લીધા હતા અને બંને પાસે ૧૩-૧૪ વર્ષની ૧-૧ દીકરી હતી. પ્રવીણની દીકરી પ્રજ્ઞા ૮મા ધોરણમાં ભણતી હતી જ્યારે અમૃતાની દીકરી શ્વેતા ૯મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અમૃતા અને પ્રવીણને પરસ્પર મળ્યે લગભગ ૬ મહિના થઈ ગયા હતા.
બંનેએ એકબીજા સાથે એન્જેાય કર્યું હતું. બંનેને અહેસાસ થયો હતો કે જાણે તેમના જીવનમાં જે કમી છે તે પૂરી થઈ ગઈ છે. જ્યારે પોતાના સંબંધને લઈને તે ગંભીર થઈ ગયા તો તેમણે નક્કી કર્યું કે તે એકબીજાને પોતપોતાની દીકરીની મુલાકાત કરાવશે પણ તેમને ક્યાં ખબર હતી કે બંને છોકરીઓનો પ્રતિભાવ આવો આવશે.
કોઈ રીતે જમવાનું આટોપીને બંને પોતપોતાની દીકરીને લઈને ઘરે પાછા આવ્યા. બંનેના ચહેરા પર ચિંતાના ભાવ હતા. પોતાના સંબંધને લઈને તેમના મનમાં શંકા થવા લાગી હતી કારણ કે દીકરીઓની મંજૂરી વિના તેમનો આ સંબંધ અધૂરો જ રહેવાનો હતો.
રાતના ૧૧ વાગી રહ્યા હતા. શ્વેતા ઊંઘી ગઈ હતી, પણ અમૃતા પડખા ફરી રહી હતી. આજે તેની આંખમાંથી ઊંઘ રિસાઈ ગઈ હતી. કેટલી તડપ હતી તેના મનમાં. કેટલી મજબૂરીમાં તેણે પોતાના પતિને છોડ્યો હતો. આ વાત દીકરીને કેવી રીતે સમજાવે. દીકરી તો હજી પણ પપ્પાની ખૂબ ક્લોઝ હતી.

કુમાર સાથે અમૃતાએ લવ કમ અરેંજ્ડ મેરિજ કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ ઘણો સમય ડેટિંગ કર્યા પછી લગ્નનો નિર્ણય લીધો હતો. તેને કુમાર ખૂબ મેચ્યોર અને સમજદાર લાગતા હતા. લગ્ન પછી તેની જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ હતી. કુમાર તેને ખૂબ પ્રેમ કરતા હતા. અમૃતાના ખોળે જલદી શ્વેતા આવી ગઈ. બધું સરસ ચાલી રહ્યું હતું. આ ગાળામાં કુમારને બિઝનેસમાં ખૂબ મોટું નુકસાન થયું. તેણે સ્થિતિ સુધારવાના ઘણા પ્રયાસ કર્યા પણ બધું બગડતું જઈ રહ્યું હતું. કુમાર ખૂબ પરેશાન રહેવા લાગ્યો હતો.
એક દિવસે કુમાર ઘરે આવ્યો તો ખૂબ ખુશ હતો. અમૃતાને આગોશમાં લેતા બોલ્યો, ‘‘યાર અમૃતા, હવે બધું ઠીક થઈ જશે… આપણા સારા દિવસો આવવાના છે.’’
શ્વેતાએ કહ્યું, ‘‘એવું તે શું થયું? તેને એવી તે કઈ નાગમણિ મળી ગઈ?’’
‘‘નાગમણિ જ સમજ. મને મારા મિત્રે એક બાબાની મુલાકાત કરાવી છે. ઘણા પહોંચેલા સ્વામી છે. બસ થોડીક ભસ્મ આપીને બધી પીડા દૂર કરી છે. મને પણ ભસ્મ મળી ગઈ છે. આ જુઓ, આ આપણી ઓફિસના કૂંડાની માટીમાં નાખવાની છે. પછી બધું ઠીક થઈ જશે.’’
‘‘આટલો શિક્ષિત થઈને તું આ પ્રકારની વાતોનો વિશ્વાસ કરે છે? ભલા ભભૂત કૂંડાની માટીમાં નાખવાથી તારો બિઝનેસ કેવી રીતે સુધરી જશે?’’ અમૃતાએ આશ્ચર્યથી કહ્યું.
‘‘જેા અમૃતા, સ્વામીની શક્તિ પર શંકા કરવાની ભૂલ ન કર… મારી તેમની સાથે મુલાકાત મારા મિત્રે કરાવી છે. ઘણા સિદ્ધ પુરુષ છે. ખબર છે તને મારા મિત્રની પત્ની કંસીવ નહોતી કરી શકતી. બાબાના આશીર્વાદથી તેના ગર્ભમાં જેાડકાં બાળકો આવી ગયાં. વિચાર, કેટલી શક્તિ છે તેમના આશીર્વાદમાં.’’
‘‘પ્લીઝ કુમાર, એવી અંધશ્રદ્ધાભરી વાતો મારી સામે ન કર.’’
‘‘બસ એક વાર તું તેમને મળી લે તો પછી જેાજે કેવી રીતે તું પણ તેમની શિષ્યા બની જઈશ.’’ કુમારે અમૃતાને સમજાવતા કહ્યું.

કુમારે કેટલું કહ્યું પછી અમૃતાને સ્વામી પાસે જવું પડ્યું. શહેરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર એક વિશાળ ક્ષેત્રમાં સ્વામીનો આશ્રમ હતો. આશ્રમ ક્યાં એક રીતે બંગલો જ હતો. એક વિશાળ હોલમાં એક ખૂણામાં નગ્ન તન માત્ર ધોતી પહેરીને સ્વામી બેઠા હતા. સામે હજારો અધીર ભક્તોની ભીડ એકીટશે તેમને જેાઈ રહી હતી. સ્વામી વિશે આ વાત પ્રસિદ્ધ હતી કે આંખો બંધ કરીને તે કોઈના પણ અતીત, વર્તમાન અને ભવિષ્ય જણાવે છે.
કેટલાય જાણીતા પૈસાદાર ભક્તોની કૃપાથી તેમની ઝૂંપડી બંગલામાં ફેરવાઈ ગઈ હતી. સ્વામીનો વિશાળ રૂમ કહો કે બેડરૂમ, એકથી એક ચડિયાતી લક્ઝરી આઈટમ્સથી સજ્જ હતો. સ્વામી રાત્રે ૯ વાગ્યાથી જ સવારે ૯ વાગ્યા સુધીનો સમય ત્યાં વિતાવતા હતા. તેમની સેવા માટે નાની વયની કેટલીય શિષ્યાઓ હાજર હતી.
અમૃતા અને કુમાર જઈને આગળની લાઈનમાં બેસી ગયા. કુમારે આગળ બેસવા માટે કાયદેસર તગડી ફી આપી હતી. ૧૦-૧૫ મિનિટ પછી જ સ્વામીએ આંખો ખોલી. તેમની નજર પહેલાં કુમાર પર?અને પછી બાજુમાં બેઠી અમૃતા પર પડી અને પછી થોડી વાર સુધી તેના ચહેરા પર જ ટકી રહી. અમૃતાને જેાઈને તેમની આંખમાં ચમક આવી ગઈ.
અમૃતાને વિચિત્ર લાગ્યું પણ સ્વામીએ તરત કુમાર સામે જેાઈને કહ્યું, ‘‘કેમ છે ભક્ત કુમાર?’’
‘‘સ્વામી, હું મજામાં છું. બસ તમારી સાથે મારી પત્ની અમૃતાની મુલાકાત માટે લાવ્યો હતો.’’
‘‘આવો, દેવી અમૃતા મારી નજીક આવીને બેસો.’’
અમૃતા સ્વામીની નજીક ગઈ. સ્વામીએ તેનો હાથ જેાવા માટે કાંડું પકડ્યું અને પોતાની તરફ ખેંચી લીધો. અમૃતાને આ ન ગમ્યું.

સ્વામી એ જે રીતે તેનો હાથ પકડ્યો હતો અને જે આંખોથી અમૃતાને જેાઈ રહ્યો હતો તે તેના માટે સહજ નહોતું.
‘‘અદ્ભુત ભક્ત કુમાર, તમારી પત્ની જેટલી દેખાવે સુંદર છે એટલી જ સુંદર તેની કિસ્મત પણ છે. તેના લીધે તમે જિંદગીમાં ખૂબ પ્રગતિ કરશો… કેટલાક લોકોના ચહેરા પર જ લખ્યું હોય છે કે બસ તે જેમની સાથે હશે તેમની જિંદગીમાં બધું જ સારું થશે.’’
જે અંદાજમાં અને જે રીતે સ્વામી અમૃતા તરફ જેાતા આ બધી વાતો કહી રહ્યા હતા તે બધી વાતો અમૃતાને નહોતી ગમી રહી. તેને સ્વામીની અંદર એક ઘૃણાસ્પદ પ્રાણી દેખાતું હતું. તે જલદીથી હાથ છોડાવીને ઊભી થઈ ગઈ.
કુમારે તેને ઘૂરીને જેાઈ અને ફરીથી બેસવાનું કહ્યું. આ વખતે સ્વામીએ તેને ચહેરો ઉપરની તરફ કરવા કહ્યું. પછી તેણે તેના ગળામાં પાછળની તરફ હાથ મૂક્યો. અમૃતાને વિચિત્ર અહેસાસ થયો.
સ્વામીએ તેની ગરદનની નીચેનાં હાડકાં પર હાથ ફેરવતાં કહ્યું, ‘‘ઉંમરના છઠ્ઠા દાયકામાં દેવી અમૃતાના જીવનમાં રાજયોગ છે. ભક્ત કુમાર તમારી પત્ની તમને દરેક સુખ આપશે… ધન્ય છે આ દેવી.’’ કહીને સ્વામીએ હાથ હટાવ્યો?અને આંખો બંધ કરીને કોઈ મંત્ર વાંચવાનો દેખાડો કરવા લાગ્યો.
કુમાર આ જ રીતે જિદ્દ કરીને અમૃતાને ૩-૪ વાર સ્વામી પાસે લઈ ગયો. દરેક વખતે સ્વામીની નજર અને વાતો અમૃતાને આમંત્રણ આપતી લાગતી. એક વાર તો સિદ્ધિના નામે અમૃતાને રૂમમાં બોલાવીને સ્વામીએ તેની સાથે છેડતી પણ કરી. અમૃતા માટે હવે આ બધું સહન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને તે સ્વામીને નફરત કરવા લાગી હતી.
કુમાર પર તે સ્વામીનો વધારે જ રંગ ચડવા લાગ્યો હતો. તે સ્વામીનો પાકો શિષ્ય બની ગયો હતો. દર મહિને હજારો રૂપિયા તેને ભેટ ચડાવીને આવતો, દરેક કામ પહેલાં તેની આજ્ઞા લેતો?અને અમૃતા પાસે પણ એ જ અપેક્ષા રાખતો. અમૃતા અને કુમાર વચ્ચે સ્વામીને લઈને ઘણીવાર ઝઘડો થવા લાગ્યો. પછી એક દિવસે જ્યારે અમૃતાની ધીરજનો બંધ તૂટી ગયો તો તે બધું છોડીને પોતાની દીકરીને લઈને પિયર આવી ગઈ. ખૂબ જલદીથી પરસ્પરની સહમતીથી તેમની વચ્ચે છુટાછેડા પણ થઈ ગયા.

આ વાતને ૪ વર્ષથી પણ વધારે થઈ ગયા હતા. તે આટલા સમયથી એકલવાયું જીવન જીવી રહી હતી. દીકરીની ખુશીમાં પોતાની ખુશી શોધતી દીકરીની જવાબદારીને દિલથી નિભાવતી પણ પહેલીવાર પ્રવીણને મળીને તેણે પોતાના વિશે વિચારવા ઈચ્છ્યું હતું. પ્રવીણ સાથે સ્વયંને સંપૂર્ણ અનુભવી હતી. તેણે પણ જીવનમાં કંઈક નવાં સપનાં જેાવાના શરૂ કર્યાં હતાં, પણ દીકરીએ એક ક્ષણમાં તેના સપનાની પાંખો કાપી નાખી.
દીકરીની વર્તણૂકથી અમૃતાને આઘાત જરૂર લાગ્યો હતો પણ તેને તકલીફ આપીને પોતાની ખુશીઓ મેળવવા નહોતી ઈચ્છતી. દીકરીના માથાને પંપાળતા તેના મનમાં વિચાર આવ્યો, ‘‘સારું, મારી દીકરી તારા માટે હું કંઈપણ કરી શકું છું. તને પ્રવીણ પપ્પાની જેમ પસંદ નથી તો ભલે. આપણે બંને આપણી જિંદગીમાં ખુશ રહીશું.’’
આ બાજુ પ્રજ્ઞાના પિતા પ્રવીણ પણ પોતાની દીકરીના પ્રતિભાવથી ખૂબ દુખી હતા. પ્રવીણના પણ તેની પત્ની સપનાથી ડિવોર્સ થઈ ગયા હતા. પ્રવીણ અને સપનાના અરેંજ્ડ મેરેજ થયા હતા. લગ્નની શરૂઆતમાં તો બધું ઠીક હતું પણ પછી ધીમેધીમે બંને વચ્ચે અણબનાવ વધતા ગયા. સપના ક્યારેય પ્રવીણને દિલથી સ્વીકારી શકી નહોતી. આ ગાળામાં પોતાની ઓફિસનાં સીનિયર શ્રીકાંત સાથે તેનો સંબંધ જેાડાયો અને તેણે છૂટાછેડા લઈને શ્રીકાંત સાથે લગ્ન કરી લીધાં.
પ્રવીણે પોતાની દીકરી પ્રજ્ઞા સાથે જિંદગીને નવી રીતે જીવવાની શરૂ કરી. તે પ્રજ્ઞાને જ પોતાની જિંદગીની સૌથી મોટી પૂંજી માનતા હતા, પરંતુ આજે જે રીતે પ્રજ્ઞાએ અમૃતા વિશે જાણીને રૂક્ષ પ્રતિભાવ આપ્યો તે પ્રવીણને ખૂબ ખરાબ લાગ્યું. તે આ બાબતમાં કોઈની સાથે વાત પણ નહોતો કરી શકતો. પ્રજ્ઞા પોતાની મા સપનાથી ખૂબ ક્લોઝ હતી. ભલે ને તે રહેતી પિતા સાથે હતી પણ દરેક વાત મા સાથે ફોન કે વોટ્સએપ દ્વારા શેર જરૂર કરતી હતી. આજે પણ ઘરે આવતા જ તેણે મા ને વોટ્સએપ કોલ કર્યો. તેના ચહેરા પર ગુસ્સો અને આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા.
સપનાએ તરત પૂછ્યું, ‘‘શું વાત છે પીહુ નારાજ દેખાય છે?’’
‘‘તમને હકીકત ખબર પડશે તો તમને પણ પપ્પા પર ગુસ્સો આવી જશે.’’
‘‘પપ્પા બીજા લગ્ન કરી રહ્યા છે. તે મારા માટે નવી મમ્મી લઈને આવશે. હવે તમે જ કહો મા શું આ ગુસ્સાની વાત નથી? તેમને મારી બિલકુલ પણ ચિંતા નથી. બધા જાણે છે નવી મા કેવી હોય છે અને પછી જરૂર જ શું છે બીજા લગ્ન કરવાની? હું તો છું જ ને તેમની સાથે?’’
‘‘ના બેટા એવું ન કહેવાય. જરૂરી નથી કે દરેક નવી મા ખરાબ જ હોય. હું તો તારી પોતાની મા હતી તેમ છતાં તારી સાથે ન રહી શકી. બની શકે છે નવી મા તને મારાથી પણ વધારે પ્રેમ આપે. એમ પણ મારી દીકરી સમજદાર થઈ ગઈ છે. કોઈપણ સમસ્યા આવે તો મને જણાવી શકે છે પણ જેા પહેલાંથી એમ વિચારીને ન બેસ કે તે ખરાબ જ હશે.’’
‘‘પણ મમ્મા તમે એવું કહી રહ્યા છો? મને લાગતું હતું તમે મને પ્રેમ કરો છો પણ ના ન તમે ન પપ્પા કોઈ મને પ્રેમ નથી કરતા, તમે પણ પ્રેમ કરતા તો મારાથી દૂર થોડા જતા.’’

પ્રજ્ઞા એ ઉદાસ સ્વરે કહ્યું, ‘‘બેટા એવી વાતો વિચારતી પણ નહીં. હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારા સારા ભાવિ માટે જ હું તને ત્યાં છોડીને આવી હતી. તારા પપ્પા તને મારાથી પણ વધારે પ્રેમ કરે છે. બેટા આજે હું જણાવું છું કે મને તારા પપ્પાને છૂટાછેડા કેમ આપવા પડ્યા હતા, હું તારાથી દૂર કેમ આવી હતી?’’
‘‘મમ્મા હું જાણવા ઈચ્છું છું મેં પહેલાં જ્યારે પણ પૂછ્યું તમે ટાળી જતા હતા. હું જાણવા ઈચ્છું છું કે તમે અલગ કેમ થયા. તમે અમને છોડીને કેમ જતા રહ્યા. નક્કી પપ્પાએ તમને પરેશાન કર્યા હશે ને.’’
‘‘બેટા એવું બિલકુલ નથી. તારા પપ્પાની કોઈ ભૂલ નથી, તેમ છતાં મને આ નિર્ણય લેવો પડ્યો. હકીકતમાં, હું શ્રીકાંત નામના એક છોકરાને પ્રેમ કરતી હતી ને આ પ્રેમ કોલેજના સમયથી શરૂ થયો હતો. તે સમયે પરિસ્થિતિઓ એવી ઊભી થઈ કે અમે અલગ થઈ ગયા અને મારા લગ્ન તારા પપ્પા સાથે થયા. દીકરા તારા પપ્પાએ મને ક્યારેય તકલીફ નથી આપી.
તેમણે મને ખૂબ પ્રેમ આપ્યો પણ અજાણતામાં મેં જ તેમને તકલીફ આપી. હું તેમને ક્યારેય દિલથી અપનાવી ન શકી કારણ કે મારા દિલમાં હંમેશાંથી શ્રીકાંત હતા.
તારા પપ્પા સાથે રહીને પણ હું તેમની સાથે નહોતી. હું આ રીતે તેમને અધૂરા જીવતા નહોતી જેાવા ઈચ્છતી પણ પોતાના દિલ આગળ વિવશ હતી.

‘‘આ ગાળામાં શ્રીકાંત મારી જ ઓફિસમાં મારો સીનિયર બનીને આવી ગયો. હું સ્વયંને ન રોકી શકી. અમારો સંબંધ ગાઢ થતો ગયો. એક અકસ્માતમાં શ્રીકાંતની પત્નીનું?અવસાન થયું હતું. અમે બંનેએ ફરીથી એક થવાનો નિર્ણય લીધો અને મને તારા પપ્પાથી છુટાછેડા લેવા પડ્યા. ત્યારે તારા પપ્પાએ પોતાની ઝોળી ફેલાવીને મારી પાસે તને માંગી લીધી હતી. સાચું કહી રહી છું ખૂબ પ્રેમ કરે છે તે તને.
‘‘તેમના શબ્દ આજે પણ મારા કાનમાં ગૂંજે છે કે સપના તું મને છોડીને જઈ રહી છે તો તને રોકીશ નહીં કારણ કે તારી ખુશી શ્રીકાંત સાથે જ છે પણ મને મારી ખુશી, મારી જિંદગી, મારી આ બાળકી આપીને જ. આજીવન તારું અહેસાન માનીશ. તેના વિના હું બિલકુલ જીવી નહીં શકું.
‘‘તે સમયે તારા પપ્પાની આંખોમાં તારા માટે જે પ્રેમ અને મમતા હતી તેને આજે પણ નથી ભૂલી. મેં પ્રવીણની જિંદગી અધૂરી છોડી દીધી હતી પણ તને તેમના હાથમાં સોંપીને મને લાગ્યું હતું જાણે મેં તેમને અને તને નવી જિંદગી આપી છે. તેના બદલામાં મેં મારી મમતાનું ગળું રૂંધી દીધું?અને મારા ભાગનો પશ્ચાત્તાપ કરી લીધો. હું આવી ગઈ પણ પૂરા એ વિશ્વાસ સાથે કે પ્રવીણ સાથે તું ખૂબ ખુશ રહીશ. તે તારા માટે કંઈપણ કરશે. તારામાં તેમનો જીવ વસે છે. પ્રવીણ ખૂબ સમજદાર છે. દિલ સાથે દિમાગથી પણ વિચારે છે અને મને પૂરી આશા છે કે તેમણે જેને પણ તારી નવી મમ્મી રૂપેં પસંદ કરી છે તે ખૂબ સારી હશે?અને પ્રવીણ જેવી જ સમજદાર હશે. ખરેખર પ્રજ્ઞા પોતાના પપ્પા અને તેમની પસંદ પર પૂરો વિશ્વાસ રાખ. તે પણ વિચાર કે તારા સાસરે ગયા પછી તે કેટલા એકલા થઈ જશે. ત્યારે કોણ રાખશે તેમનું ધ્યાન એટલે તેમને આ લગ્ન કરી લેવા દે બેટા.’’ સપનાએ દીકરીને સમજાવતા કહ્યું હતું. આજે મમ્મીનાં મોંથી છૂટાછેડાનું સાચું કારણ જાણીને પ્રજ્ઞાનું દિલ ભરાઈ આવ્યું હતું. આજ સુધી તેને એ જ લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક ભૂલ તેના પપ્પાની જ હશે જે મમ્મીને આ ઘર છોડીને જવું પડ્યું પણ હવે તે મોટી થઈ ગઈ હતી અને ઘણી સમજદાર થઈ ગઈ હતી. મમ્મીની વાતો સાંભળીને તેનું દિલ પોતાના પપ્પા માટે પ્રેમથી ભરાઈ આવ્યું હતું.
જે પપ્પાથી તે ગઈકાલથી આટલી નારાજ હતી આજે તે જ પપ્પા પર તેને પ્રેમ આવતો હતો. કાલથી તેણે પ્રવીણ સાથે વાત પણ નહોતી કરી અને પ્રવીણ પણ રૂમમાં એકલો ગુમસૂમ બેઠો હતો જાણે જાણવા ઈચ્છતો હોય કે તેને જિંદગીમાં ક્યારેય પૂરો પ્રેમ કેમ ન મળી શક્યો. મમ્મીની વાતો સાંભળીને મનોમન પ્રજ્ઞાએ એક નિર્ણય લઈ લીધો. તેણે નક્કી કરી લીધું કે તે પોતાના પપ્પાની ખુશીની વચ્ચે નહીં આવે.
ઘરે પાછા આવીને અમૃતા અને શ્વેતા વચ્ચે?પણ?એક વણકહી શાંતિ ફેલાયેલી હતી. શ્વેતા આ વાત સ્વીકાર કરવા તૈયાર નહોતી કે તેની મમ્મી કોઈ અજાણ્યા પુરુષને સામે લાવીને કહે કે હવેથી આ તારા પપ્પા છે. તે ન પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી અને ન મિત્રો સાથે. સ્કૂલમાં લંચ સમયે તે સાહેલીઓને છોડીને ગુમસૂમ એક ખૂણામાં બેઠી હતી. તેને આ રીતે બેસેલી જેાઈને તેનો મિત્ર પીયૂષ તેની પાસે આવીને બેસી ગયો. તે શ્વેતાની ઉદાસીનું કારણ પૂછી રહ્યો હતો કે ત્યારે પીયૂષના પપ્પા મળવા આવ્યા. આવતા જ તેમણે પુત્રને ગળે લગાવ્યો અને ચોકલેટ હેમ્પર્સ અને કેક આપતા બધા મિત્રોને વહેંચતા કહ્યું.

પીયૂષની ખુશી તેના ચહેરા પર છલકતી હતી. આજે તેનો બર્થડે હતો પણ તેના પપ્પા પોતાની બીમાર માને જેાવા ગયા હતા તેના લીધે પીયૂષ આજે બર્થડે નહોતો ઊજવી રહ્યો. હવે તેના ચહેરા પર રોનક પાછી આવી હતી. પપ્પાના ગયા પછી તેણે હસીને શ્વેતાને ચોકલેટ આપી. શ્વેતાએ ચોકલેટ લઈ લીધી પણ તેના ચહેરાની ઉદાસી ન ગઈ.
‘‘બોલ ને શ્વેતા શું થયું. તું આટલી ઉદાસ કેમ છે?’’ પીયૂષે પૂછ્યું.
‘‘કંઈ નહીં યાર.’’
‘‘બોલ ને હું મિત્ર છું ને તારો.’’
‘‘યાર, તારા પપ્પા તને કેટલો પ્રેમ કરે છે.’’
‘‘બધા પપ્પા પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તારા પપ્પા પણ તો કરે છે. હા, એ વાત અલગ છે કે તે દૂર છે.’’
‘‘યાર, પોતાના પપ્પા એ પોતાના જ હોય છે ને. મેં સાંભળ્યું છે કે સાવકા પપ્પા જીવવું હરામ કરી દે છે. આ વેદિકાને જેાઈ લે ને.’’ શ્વેતાએ કહ્યું.
‘‘એવું કંઈ નથી શ્વેતા. સાવકા પેરન્ટ્સ પણ પ્રેમ કરે છે. મારા પપ્પાને જ જેાઈ લે. મેં ક્યારેય કોઈને નથી કહ્યું પણ આજે તને કહી રહ્યો છું. કોઈ વિચારી પણ શકે છે કે તે મારા પોતાના પપ્પા નથી. તેમનો જીવ વસે છે મારામાં.’’
‘‘તો શું ખરેખર તે તારા સાવકા પપ્પા છે?’’ ચોંકતા શ્વેતાએ પૂછ્યું.
‘‘હા શ્વેતા પણ પોતાનાથી વધારે પ્રેમ કરે છે. તેથી કહું છું કે કોઈની પર સાવકાનો થપ્પો ન લગાવવો જેાઈએ. હવે હું જાઉં છું.’’ કહીને પીયૂષ જતો રહ્યો.

શ્વેતા મોડી રાત સુધી આ બાબતમાં વિચારતી રહી. ત્યારે તેણે જેાયું કે પ્રજ્ઞા સ્કૂલની બીજી બિલ્ડિંગમાં જઈ રહી છે. તે જલદીથી ઊઠી, ‘‘અરે પ્રજ્ઞા, તું આ સ્કૂલમાં ભણે છે?’’
‘‘હા અને તું પણ? ગુડ યાર.’’
‘‘આવ બેસ તારી સાથે વાત કરવી છે.’’ શ્વેતાએ તેને પોતાની પાસે બેસાડી અને પૂછ્યું, ‘‘પ્રજ્ઞા, તેં શું વિચાર્યું આપણાં પેરન્ટ્સનાં લગ્ન વિશે?’’
‘‘યાર મને લાગે છે આ લગ્ન થઈ જવા જેાઈએ. આપણો પરિવાર પણ પૂરો થઈ જશે અને આપણાં પેરન્ટ્સને પણ જીવનસાથી મળી જશે. આખરે આપણે હંમશાં તેમની સાથે તો નહીં રહી શકીએ.’’ પ્રજ્ઞાએ સમજાવતા કહ્યું.
‘‘તું સાચું કહી રહી છે, પણ શું તને નથી લાગતું કે સાવકા મમ્મીપપ્પાનું હોવું કેટલું વિચિત્ર છે?’’
‘‘યાર મેં પણ પહેલાં આવું જ વિચાર્યું હતું. પણ મારી મમ્મીએ જ સમજાવી કે એવું કંઈ નથી હોતું. ઘણીવાર દિલનાં સંબંધ જન્મનાં સંબંધથી મોટા નીકળે છે. આપણે તેમને એક તક તો આપવી જેાઈએ ને.’’ પ્રજ્ઞાએ કહ્યું.
પીયૂષની વાતોએ પહેલાં જ શ્વેતાની વિચારસરણીને એક દિશા આપી હતી. હવે પ્રજ્ઞાની વાતોએ તેની બાકી રહેલી શંકા પણ દૂર કરી દીધી.
શ્વેતા થોડી વાર પ્રજ્ઞા સામે જેાતા કંઈક વિચારતી રહી, પછી તેની સાથે હાથ મિલાવતા બોલી, ‘‘સારું આપણે એક હેપી ફેમિલી બનાવીશું. પ્રયાસ કરવામાં શું વાંધો છે. કદાચ તેનાથી આપણાં પેરન્ટ્સની અધૂરી જિંદગી પણ પૂરી થઈ જાય.’’
ખુશીથી પ્રજ્ઞાએ શ્વેતાને ગળે લગાવી લીધી. આજે બંને પોતપોતાનાં પેરન્ટ્સને સરપ્રાઈઝ આપવાનાં હતાં.
‘‘શ્વેતા મોડા સુધી આ બાબતમાં વિચારતી રહી. ત્યારે તેણે જેાયું કે પ્રજ્ઞા સ્કૂલની બીજી બિલ્ડિંગમાં જઈ રહી છે. તે જલદીથી ઊઠી…’’

વધુ વાંચવા કિલક કરો....