‘‘તેં તારા પરિવાર સામે મને પૂછ્યા વિના જાહેર કરી દીધું કે ડાયવોર્સ લઈ રહ્યો છે.’’ તનુએ ગુસ્સામાં લગભગ ચીસ પાડતા રોહનને સવાલ કર્યો. તે ઓફિસથી હજી આવ્યો જ હતો. તનુએ બોલવાનું શરૂ કર્યું, ‘‘જવાબ કેમ નથી આપી રહ્યો. મારાથી છુટકારો જેાઈએ તો મને કહેવું હતું ને. તારા ઘરે ફોન કેમ કર્યો?’’
રોહને બેગ ટેબલ પર મૂકી અને ઝઘડાથી બચવા માટે વોશરૂમમાં ઘૂસી ગયો.
તનુ, હજી પણ બડબડ કરી રહી હતી, ‘‘મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી જે લગ્ન માટે હા પાડી. ૨ વર્ષ લિવ ઈનમાં હતી તો પગ પકડવા તૈયાર હતો અને હવે જુઓ વાતનો જવાબ આપ્યા વિના વોશરૂમમાં જતો રહ્યો.’’
થોડી વાર સુધી રોહન ન આવ્યો તો તનુ પણ અંદર રૂમમાં જતી રહી અને દરવાજેા બંધ કરી લીધો. રોહન બહાર આવ્યો તો ન ચા બની હતી ન ભોજન. તેણે કિચનમાં જઈને જાતે જ ચા બનાવી અને તનુના રૂમનો દરવાજેા ખખડાવ્યો. થોડી વાર ઊભો રહ્યો? પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. તેણે ચા બહાર લોબીમાં ટેબલ પર મૂકી દીધી અને લેપટોપ ખોલીને કામ કરવા લાગ્યો.
‘‘હું પોલીસમાં તારી ફરિયાદ કરીશ.’’ તારી જેમ ઘરવાળાની કાનભંભેરણી નહીં કરું… હિંમત હોવી જેાઈએ લડવાની પણ.’’ તનુ બહાર આવી. સતત બોલી રહી હતી.
રોહનનું માથું દુખતું હતું, પણ તનુ આજે જ બધા નિર્ણય કરવા તત્પર હતી. તે લોબીમાંથી ઊઠ્યો. ચા કપમાં જ છોડી દીધી. વોશરૂમમાં જઈને બંધ થઈ ગયો, થોડી વાર જમીન પર બેસી રહ્યો, પછી શાવર ઓન કરી દીધું. તેને કંઈ સૂઝતું નહોતું તે ક્ષણને કોસી રહ્યો હતો જ્યારે તેણે તનુ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

બીજી બાજુ તનુ પહેલા બોલી રહી હતી, પછી રડવા લાગી. અંદરોઅંદર ડરતી હતી કે ક્યાંક કંઈ ખોટું ન કરી બેસે. થોડી વાર આમતેમ ફરતી રહી. પછી આલબમ લઈને બેસી ગઈ. તેણે અનુભવ્યું હતું કે હવે તેના લગ્ન નહીં બચે બસ યાદો જ રહેશે. રોહનના ફોનની રિંગ વાગી, પણ તે બહાર ન આવ્યો. શાવરના અવાજમાં કદાચ તેને સંભળાયું જ નહોતું. ૩ વર્ષ પહેલાંનો ફોટો હતો જ્યારે પહેલી વાર બંનેના માતાપિતાએ આ બેમેળ લગ્ન માટે સહમતી આપી હતી.
‘‘કદાચ તે લોકોએ ના પાડી હોત તો અમે લોકો સારા મિત્ર બનીને રહેતા. લગ્ન જ ના કરતા.’’ તેના મનમાં ભાવના હતી અને આંસુ વહેતા હતા. કેટલાય મહિનાથી આ બધું ચાલી રહ્યું હતું. તનુ અને રોહન એકબીજા સાથે વાત નહોતા કરતા માત્ર ઝઘડો જ કરતા હતા. સ્વયંને સાચા સિદ્ધ કરવાની કોશિશ કરતા. રોહન ઓફિસથી આવે ત્યારે તનુ તેની કોઈ ભૂલ બતાવવા તૈયાર રહેતી. રોહન પણ ક્યારેય ઝઘડો પતાવવાની કોશિશ નથી કરતો, તેથી જીવન ગૂંચવાઈ ગયું હતું.
આલબમ જેાતાંજેાતાં તનુ સોફા પર ઊંઘી ગઈ. રોહન ક્યારે વોશરૂમની બહાર આવ્યો તેને ખબર જ ન રહી.

રોહન સવારે જલદી ઊઠીને ઓફિસ જવા નીકળી ગયો. તનુ ઊંઘીને ઊઠી ત્યારે તે ઘરમાં નહોતો. કામવાળી પણ આવી ગઈ હતી. કિચનમાં વાસણ ધોતી હતી. તનુને જેાઈને તેણે પૂ્છ્યું, ‘‘શું મેડમ આજે નાસ્તો પણ નથી બનાવ્યો. તબિયત સારી નથી કે શું? ભાઈનું ટિફિન પણ અહીં જ મૂક્યું છે?’’
તનુ કિચનમાં આવી. તેણે ચા બનાવવા માટે ગેસ ઓન કર્યો, ‘‘મારી તબિયત થોડી સારી નથી. રોહનને આજે જલદી જવાનું હતું, તેથી ઓફિસમાં જ નાસ્તો કરશે. તારે ચા પીવી છે તો બોલ.’’
‘‘ના મેડમ, નાસ્તો કરીને આવી છું. મારો પતિ સવારે ટિફિન લઈને જાય છે, મજૂરી કરવા. મને પણ સવારે જ ખાવાની ટેવ છે.’’ કામવાળીએ કામ કરતાંકરતાં જવાબ આપ્યો.
પણ તનુના દિલમાં કંઈક ખટક્યું. રોહન રોજ જાતે ચાનાસ્તો બનાવીને જાય છે. તેના માટે પણ બનાવીને મૂકી જાય છે. તે કોઈક દિવસ જ ઊઠે છે, નહીં તો ઊંઘતી રહે છે. રોહને ક્યારેય કંઈ ન કહ્યું. જ્યારે બંને લિવ ઈનમાં રહેતા હતા ત્યારે પણ રોહન જ સવારે જલદી ઊઠતો હતો. તનુ પણ ઓફિસ જતી હતી, તે તૈયાર થઈને નીકળી જતી હતી. તેનું ટિફિન પણ રોહન જ ભરતો હતો.
રોહન સાથે લગ્ન કરવાના નિર્ણયનું મોટું કારણ એ પણ હતું. પહેલા દિવસથી રોહનને જણાવ્યું, ‘‘તેને જમવાનું બનાવતા નથી આવડતું અને તેને તેમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી.’’
‘‘જમવાનું બનાવીશું તો હોટલ અને રેસ્ટોરન્ટવાળા શું કરશે? તેમને પણ કમાવાનું છે, તેથી ખાવાનું ન બનાવીને તું કેટલાક લોકોને રોજગાર મળવામાં મદદ કરી રહી છે.’’ રોહને હસીને કહ્યું હતું તો તનુ પણ હસતી હતી.
જમાઈના વિચારો સાંભળીને મમ્મી પણ ખૂબ ખુશ હતી. તેમણે પણ લગ્નને મંજૂરી આપી દીધી હતી.
‘‘જે મારી મંજૂરી માટે ૩ વર્ષ લગ્ન ટાળી શકે છે તેનાથી સારો છોકરો મારી છોકરીને નહોતો જ મળવાનો.’’ પપ્પાએ પણ ખુશીખુશી સહમતી આપી દીધી હતી.
ત્યાર પછી તનુ રોહનને લઈને નિશ્ચિંત થઈ ગઈ હતી, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી વિપરીત હતી. રોહને વાત કરવાની બંધ કરી દીધી હતી. તેની બહેનના ફોન પરથી તેને ખબર પડી હતી કે તે હવે તનુ સાથે રહેવા નથી ઈચ્છતો. તનુ સાંભળીને ગુસ્સે થઈ ગઈ હતી. તેની બહેન પાસેથી આ વાત જાણવા મળતા તેને વધારે દુખ થયું હતું.
‘‘તનુ, મેં ડિલિવરી પછી ફરીથી ઓફિસ જેાઈન કરી છે. તેં કોઈ પ્રગતિ કરી કે તારા શાનદાર ફ્લેટની બાલ્કનીમાં જ ગૂંચવાઈ ગઈ છે?’’ ગરિમા ઓફિસથી જ ફોન કરતી હતી.
તનુ વિચારવા લાગી કે આજે અચાનક ગરિમાએ ફોન કેમ કર્યો અને તેણે આ પ્રશ્ન કેમ પૂછ્યો. શું ગરિમા તેના અને રોહનના બગડતા સંબંધ વિશે જાણી ગઈ છે?
‘‘કોઈ તો જવાબ આપો મેડમ? ઓફિસથી ફોન કરી રહી છું. વધારે વાત નહીં કરી શકું. ઓફિસ આવતા જ તારી યાદ આવી, એટલે તને ફોન કર્યો.’’ ગરિમાના અવાજમાં નારાજગી હતી.
‘‘એવી તો કોઈ વાત નથી. તને ખબર છે ઘરમાં રહીને રૂટિન બદલાઈ ગયું છે. હજી ઊંઘીને ઊઠી છું.’’ તનુએ આળસભર્યા અંદાજમાં જવાબ આપ્યો.
‘‘તો પાછી જેાઈન કરી લે. તે જે તારી જગ્યાએ આવી હતી. તેના પણ લગ્ન થઈ ગયા છે. તારી સીટ ખાલી છે. મારી સામે જ છે. સાચું કહું છું. ફરીથી આવી જા. તને મિસ કરી રહી છું યાર.’’
‘‘હાલ કંઈ વિચાર્યું નથી. કાલે લંચ બ્રેકમાં તને આવીને મળું છું. કેફેટેરિયામાં. તારી પસંદના ટેબલ પર.’’ તનુએ કહ્યું તો ગરિમાનો ઉત્સાહ તેના શબ્દોમાં છલકાયો.
‘‘સાચે? હું વેટ કરીશ. બહુ વાત કરવી છે યાર. એક વર્ષથી મળ્યા નથી. ચાલ ફોન મૂકું છું. કોઈ ખબરીએ બોસને જણાવી દીધું લાગે છે. બોસનો જ ફોન આવે છે.’’

ગરિમા સાથે વાત કરીને તનુ પરેશાન થઈ ગઈ. બસ એક ખુશી હતી કે ચાલો કોઈ તો છે જેની સાથે વાત કરીને મનનો બોજ હળવો થઈ જાય છે. પછી તે બાથરૂમમાં જતી રહી.
બીજા દિવસે ગરિમાને મળીને વાત કરી તેણે એક નિર્ણય લીધો અને ઘરે આવીને રોહનને ફોન કર્યો. ફોન નહોતો લાગતો. એક વાર તો ધબકારા વધી ગયા કે ક્યાંક કોઈ ગરબડ તો નથી થઈ ગઈ. ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો. પછી અચાનક ખબર નહીં શું સૂઝ્્યું કે તેની બહેનને ફોન કરી દીધો, ‘‘ઘર છોડીને જઈ રહી છું. તમે લોકો એ જ ઈચ્છતા હતા ને. તમારા ભાઈને જણાવી દેજેા. હું વાત કરીને મારો મૂડ બગાડવા નહોતી ઈચ્છતી.’’ કહેતા જ ફોન ઓફ કરી દીધો.
તે જ પહેલાંવાળો કંપનીનો ફ્લેટ, તે જ ઓફિસ અને તે રૂટિન ફરીથી શરૂ થયું. હા રોજ ઓફિસેથી પાછા આવીને એક મેસેજની રાહ જેાતી. કોઈ ફોન આવશે પણ રાત થતાંથતાં બધું નિરાશામાં ફેરવાઈ જતું અને મનપસંદ ગીત સાંભળીને તનુ ઊંઘી જતી. કોઈ મેસેજ, ફોન, ચિઠ્ઠી ન આવ્યા. મહિનો પછી વર્ષ વીતી ગયું. મમ્મીપપ્પાનો પણ તનુએ સંપર્ક ન કર્યો. જ્યારે રોહન સાથે મુલાકાત નહોતી થઈ. કંપનીની કેટલીય જવાબદારી પોતાના ખભા પર લઈને પહેલાંની જેમ પોતાના કામમાં બિઝી થઈ ગઈ.
કંપનીની ૨૫ મી વર્ષગાંઠ ઊજવી રહી હતી. જેારશોરથી તૈયારી ચાલી રહી હતી. ગરિમાનું બાળક નાનું હતું. તેથી તનુ જ ફંક્શનને ઓર્ગેનાઈઝ કરવામાં લાગી હતી. જૂના કર્મચારીઓમાં સૌથી વધારે પ્રતિભાશાળી તનુ અને ગરિમા જ હતા. આખો દિવસ ઓફિસમાં કામ કરતા. સાંજે વીડિયોકોલ કરીને પ્રોગ્રામની તૈયારી વિશે વાત થતી.

બોસની કેબિનમાંથી બહાર નીકળીને તનુએ રાહતનો શ્વાસ લીધો. ગરિમાને બોસે શું કહીને બીજી ઓફિસ જવા માટે મનાવી લીધી, તનુ સમજી નહોતી શકી…

છેવટે તે દિવસ આવી ગયો જ્યારે તનુને એક વાર ફરીથી પોતાની લાયકાત સાબિત કરવાની તક મળવાની હતી. મુખ્ય અતિથિના સ્વાગતથી લઈને તેમના જવા સુધી તનુએ એક ક્ષણ માટે સ્વયંને કંપનીથી અલગ ન થવા દીધી. મનમાં ડર હતો કે ક્યાંક કોઈ ભૂલ ન થાય. બધું અપેક્ષા પ્રમાણે થઈ રહ્યું હતું. કંપનીમાં તનુની જેારદાર વાપસી થઈ, રિલેશનશિપ મેનેજર તરીકે. પગાર વધી ગયો અને કંપનીના સ્ટાફ ક્વાર્ટ્સમાં જ તનુને રહેવાની જગ્યા મળી ગઈ.
જિંદગી એક વાર ફરીથી દોડવા લાગી. બસ દિલમાં એક દુખ હતું કે રોહને પૂછ્યું પણ નહીં કે હું ક્યાં છું. કઈ હાલતમાં છું. શું આ બંધનને લોકો જન્મોજન્મનો સંબંધ કહે છે? આવા કેટલાય પ્રશ્ન સવારે આંખ ખૂલવાની સાથે ઊભા થાય છે અને રાત્રે ઊંઘ્યા પછી સપનામાં આવે છે. તનુ હવે ભૂતકાળમાં પાછી જેાવા નહોતી ઈચ્છતી. આટલી મહેનતથી જે કંઈ મેળવ્યું હતું તેને સાચવીને રાખવા ઈચ્છતી હતી.
‘‘શું મારી વાત તનુ સાથે થઈ રહી છે?’’ સવારે ઓફિસ પહોંચી તો ફોન પર એક સભ્ય મહિલાનો અવાજ સંભળાયો.
‘‘હા હું જ બોલી રહી છું. બોલો તમારી શું મદદ કરી શકું છું?’’ તનુએ પણ ધીરેથી જવાબ આપ્યો.
‘‘મેડમ, એક્ચ્યુલી અમારી એક સ્ટાર્ટઅપ કંપની છે. શહેરની તમામ ઈન્ડસ્ટ્રીને અમે કાલે સાંજે અમારી પ્રોડક્ટ લોંચ પર ઈન્વાઈટ કરી છે. તમારી કંપની પણ અમારી પ્રોડક્ટ લોંચ પર આવશે તો અમને મોટિવેશન મળશે.’’

તનુએ ધ્યાનથી તેની વાત સાંભળી અને બોસને પણ ઈન્ફોર્મ કર્યું. મનોમન તેને ગર્વ થઈ રહ્યો હતો પોતાની પોસ્ટ અને બેસ્ટ કંપનીમાં કામ કરવા પર. બોસે જતીન અને તનુ ૨ લોકોને જવાની પરવાનગી આપી.
પ્રોડક્ટ લોંચ થયા પછી સ્ટાર્ટઅપ કંપનીના સીઈઓનું ભાષણ પણ હતું. જતીને અચાનક કોઈ કામથી જવું પડ્યું તો તનુ જ રોકાઈ. કંપનીના પહેલા ફોન કોલથી લઈને ઈવેન્ટ મેનેજમેન્ટ સુધી તનુ ખૂબ પ્રભાવિત થઈ હતી.
આ જ કારણ હતું કે તેણે છેલ્લે સુધી રોકાવાનું મન બનાવી લીધું હતું. નામનું એનાઉન્સમેન્ટ થવાનું હતું, પણ સીઈઓનું સીધું ભાષણ શરૂ થયું.
જાણીતો અવાજ સાંભળીને તનુએ સામે જેાયું, ‘‘રોહન. આ રોહનની કંપની છે?’’
‘‘યસ મેમ, એક્ચ્યુઅલી રોહન સર જ અમારા સીઈઓ છે.’’ પાછળથી તે જ છોકરીનો અવાજ સંભળાયો, જેણે ફોન પર વાત કરી હતી.
‘‘ગ્રેટ.’’ તનુના મોંમાંથી નીકળી ગયું.
‘‘તનુ હું તારા ઘર બાજુ જઈ રહ્યો છું. ઈવેન્ટ પૂરી થઈ ગઈ હોય તો મારી સાથે ચાલ. પછી એકલા જવું પડશે.’’

જતીન ના ફોન પહેલાં તનુ જવા માટે ઊભી થઈ ગઈ હતી. તે રોહન સામે જવા નહોતી ઈચ્છતી, તેથી જતીન સાથે જ નીકળી ગઈ.
‘‘તનુ, કાલની ઈવેન્ટ કેવો રહી?’’ બોસે પૂછ્યું.
તનુએ પહેલાંથી વિચારેલો જવાબ આપ્યો, ‘‘સર, મેં તને રિપોર્ટ મેલ કરી દીધો છે.’’ સ્વયંને વ્યસ્ત બતાવવાની કોશિશ કરતા તનુ લેપટોપમાં ટેબ બદલવા લાગી.
‘‘રિપોર્ટ હું જેાઈ લઈશ, પરંતુ તારો વ્યક્તિગત અનુભવ કેવો રહ્યો?’’ બોસે ફરીથી પ્રશ્ન કર્યો.
‘‘સર સારો જ રહ્યો. એક સ્ટાર્ટએપ કંપની પાસેથી વધારે આશા ન રાખી શકાય.’’
બોસ ચોંકીને બોલ્યા, ‘‘મતલબ તને પ્રભાવિત ન કરી શકી તેમની કોશિશ.’’ બોસે ફરીથી બીજેા પ્રશ્ન પૂછ્યો.
‘‘એવી વાત નથી સર. સારું થાત કે પ્રોડક્ટ લોંચ થતી વખતે આ સેમિનાર થતો. આપણા માટે આકલન કરવું સરળ થઈ જતું.’’ તનુએ પોતાની વાત મૂકી.
બોસની આંખમાં કોણ જાણે કેમ ખુશીની ચમક હતી. તે સ્મિત કરતા કેબિનમાં ગયા. તનુને વિચિત્ર લાગ્યું, પણ ચુપ રહી. લગ્નની ઊથલપાથલે તેને શાંત ઓબ્ઝર્વર બનાવી દીધી હતી.
બીજા દિવસે ગરિમાને કંપનીની નવી બ્રાંચમાં મોકલી દીધી. બોસે જતીનને પણ માર્કેટિંગ જેાવાનું કહ્યું. તનુ આશ્વસ્ત હતી કે તેનો વિભાગ પણ જલદીથી બદલાવાનો છે.’’
‘‘તનુ તું રિલેશનશિપ મેનેજર તરીકે સારું કામ કરી રહી છે. હું તારું કામ વધારી રહ્યો છું. તારી પોસ્ટ તે જ રહેશે અને તું આ જ ઓફિસમાં રહીશ.’’

બોસ ની કેબિનમાંથી નીકળીને તનુએ રાહતના શ્વાસ લીધા. ગરિમાને બોસે શું કહીને બીજી ઓફિસમાં જવાની ના પાડી, તનુ સમજી નહોતી શકી. તેનું બાળક પણ હજી નાનું હતું અને ગરિમા તો લાંબા સમયથી કંપનીમાં જ હતી. તેણે જેાબના લીધે આ શહેરમાં લગ્ન કર્યા હતા.
‘‘તનુ કાલે તારી પાસે આવી રહી છું ઓફિસ પછી. સાથે બેસીને કોફી પીધે ઘણા દિવસ થયા.’’
ગરિમાના ફોન પર તનુ ખુશ થઈ ગઈ. સાંજે બંને બેસીને કંપનીમાં આવેલા પરિવર્તન વિશે ચર્ચા કરતી હતી, ‘‘તેં બોસને કહ્યું નહીં કે બીજી ઓફિસ તારા ઘરથી દૂર છે અને બાળક પણ નાનું છે.’’
ગરિમા તનુના સવાલની જાણે રાહ જેાઈ રહી હતી. બોલી, ‘‘હા મને લાગ્યું હતું કે હવે બધું ઠીક છે. એક્ચ્યુઅલી તે ઓફિસ બોસના ભત્રીજાની છે. તેમને એક અનુભવી કર્મચારીની જરૂર હતી, જેની પર વિશ્વાસ કરી શકે. તને બોસ મોકલવા નથી ઈચ્છતા. તેથી મારે જવું પડ્યું.
આ સાંભળીને તનુ આશ્ચર્યચકિત હતી, ‘‘તું મને કહી શકતી હતી હું જતી રહેતી. મારે ક્યાં ઓફિસ પછી ઘર સંભાળવાનું છે કે બાળક સાચવવાનું છે.’’
ગરિમા વાતને પૂર્ણવિરામ આપતા બોલી, ‘‘થોડો સમય નીકળવા દે. મેનેજ નહીં થાય તો બોસ સાથે વાત કરીશ.’’
ગરિમા કંઈક વિચારી રહી હતી.
‘‘શું વાત છે? શું વિચારે છે?’’ તનુએ પૂછતા ગરિમા બોલી, ‘‘બોસ વિશે વિચારી રહી છું. બિચારાએ ઘરવાળાની મરજી વિરુદ્ધ લવ મેરેજ કર્યા. તેનો ભયંકર એક્સિડેન્ટ થયો અને ઘરવાળી છોડીને જતી રહી. બિચારાના માથા પર વાગ્યું હતું. હજી સુધી સારવાર થઈ રહી છે. આપણા જૂના બોસનો ભત્રીજેા છે તેને ફરીથી સેટલ કરવા માટે નવી ઓફિસ બનાવી છે. જૂના સ્ટાફને તેની સાથે રાખ્યો છે.’’
તનુને અચાનક ઝાટકો લાગ્યો. તેણે વિચાર્યું, ‘ના આ શક્ય નથી.’ ગરિમા કોફી પૂરી કરી ચૂકી હતી, ‘‘માથું દુખે છે.’’ તેના સવાલ પર તનુ એટલું જ બોલી, ‘‘ના, તારા નવા બોસ વિશે જાણીને દુખ થયું. મારા જીવન સાથે હળતું મળતું છે.’’
ગરિમા જવા માટે ઊભી થઈ ગઈ. ચાલતાંચાલતાં બોલી, ‘‘યાર, મારા મોઢેથી અચાનક નીકળી ગયું. તારા વિશે વિચાર્યું જ નહીં…’’

તનુએ આંસુ લૂછતા કહ્યું, ‘‘હું તારા બોસ માટે પ્રાર્થના કરીશ જલદી ઠીક થઈ જશે.’’
ગરિમાના ગયા પછી તનુને એક જ પ્રશ્ન થઈ રહ્યો હતો કે તે દિવસે ક્યાંક રોહનનો પણ એક્સિડેન્ટ તો નહોતો થયો. ફોન સ્વિચ ઓફ હતો. ગુસ્સામાં બીજા દિવસે મેં નંબર બ્લોક કેમ કરી દીધો હતો.
તેને લાગ્યું કે કંઈક છૂટી ગયું હતું જેને તે પકડી નહોતી શકી. કંઈક ઘટી ગયું હતું જેને તે ઓળખી નહોતી શકી. એક વીડિયોએ તેની શંકાને સાચી સાબિત કરી દીધી.
ગરિમાએ નવી ઓફિસના દિવાળી સેલિબ્રેશનનો વીડિયો ફ્રેન્ડ્સ ગ્રૂપમાં શેર કર્યો. હાથમાં લાકડી લઈને લંગડાતા રોહનને ચાલતા જેાઈને તનુ ધ્રુસકેધ્રુસકે રડી. નફરતનો બરફ આંસુથી ઓળગી ગયો. બધો એટિટ્યૂડ બદલાઈ ગયો તે પ્રેમમાં, જે લગ્ન પહેલાં તનુ રોહનને કરતી હતી.
તનુ રોહનને ઓફિસમાં મળવા ગઈ, ‘‘મારી ભૂલ માટે મને માફ કરી દે રોહન. હું તને એટલી નફરત કરવા લાગી હતી કે આવું થઈ શકે છે વિચારી જ ન શકી.’’
‘‘મારી પણ ભૂલ છે તનુ. મેં પણ તારા ગયા પછી તારો સંપર્ક ન કર્યો. તે દિવસે એક્સિડન્ટ પછી હું બચી ગયો, પણ તને ફોન ન કર્યો.’’
‘‘તારો ફોન તો એક્સિડેન્ટમાં તૂટી ગયો હતો, પણ મેં તારો નંબર જ બ્લોક કરી દીધો હતો. ખબર નહીં મને શું થઈ ગયું હતું.’’ તનુ બધું કહેવા ઈચ્છતી હતી. બંને હાથમાં પોતાનું મોં છુપાવીને સામસામે બેઠા હતા.
‘‘હવે સમાધાન થઈ ગયું હોય તો અમને પણ થેંક્સ કહી દો.
છેલ્લા ૬ મહિનાથી અમે લોકો તમને બંનેને સામે લાવવા માટે નોકરી કરી રહ્યા હતા.’’ જતીન અને ગરિમા બોલ્યા.
‘‘ભાભી મેં પપ્પાને તમારી સાથે થયેલી વાત જણાવી તો તેમણે જ મને ચુપ રહેવાનું કહ્યું હતું.

તનુ એ પાછળ વળીને જેાયું તો રોહનની બહેન અને તનુના બોસ ઊભા હતા.
‘‘ઓહ સર, મને નહોતી ખબર કે તમે રોહનના અંકલ છો. મને માફ કરી દો.’’ તનુએ હાથ જેાડીને આંખ બંધ કરી દીધી.
‘‘દીકરી તારી કોઈ ભૂલ નહોતી. તે સમય જ એવો હતો કે તમે બંને એકબીજાને નુકસાન પહોંચાડી રહ્યા હતા.’’
તનુ અને રોહને એકબીજાની આંખમાં જેાયું, ‘‘કાશ, નફરત પ્રેમ પર હાવી ન થાય તો જીવન અલગ જ હોય.’’ આ અવાજ બંનેના દિલમાંથી આવ્યો હતો. •

વધુ વાંચવા કિલક કરો....