આપણા દેશમાં ૫૦ ટકા વ્યવસાચી માઓને માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં બાળકોની સંભાળ લેવા માટે નોકરી છોડવી પડે છે. અશોકા યુનિવર્સિટીના ‘જેનપેક્ટ સેન્ટર ફોર વુમન્સ લીડરશિપ’ એ ‘પ્રિડિકેમેંટ ઓફ રિટર્નિંગ મધર્સ’ નામથી એક રિપોર્ટ બહાર પાડ્યો કે જે વ્યવસાયી મધર્સના પડકારો પર અભ્યાસના આધારે તૈયાર કરવામાં?આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મમ્મી બન્યા પછી માત્ર ૨૭ ટકા મહિલાઓ જ પોતાની કારકિર્દીને આગળ ધપાવે છે. મા બનતા જ ૭૩ ટકા મહિલાઓ જેાબ કરવાનું છોડે છે. પ્રોફેશનલ સોશિયલ સાઈટ લિંક્ડઈને તાજેતરમાં એક રિપોર્ટ પબ્લિશ કર્યો જે પ્રમાણે ભારતમાં ૧૦માંથી ૭ મહિલાઓ નોકરી છોડવાનું વિચારે છે. લિંક્ડઈનના રિપોર્ટ મુજબ નોકરી છોડવાનું કારણ પક્ષપાત, પગારમાં કપાત અને કામમાં ફ્લેક્સિબિલિટીની કમી છે. આ રિપોર્ટ માટે લગભગ ૨,૨૬૬ મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી. તેમાં મહિલાઓના કામકાજ અને તેને સંબંધિત પડકારો પર ફોકસ કરવામાં?આવ્યું. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું કે કોરોના મહામારીએ મહિલાઓના કામ ગંભીર અસર કરી છે. આ મહામારી પછી હવે દેશમાં લગભગ ૧૦ થી ૭ મહિલાઓ એટલે કે લગભગ ૮૩્રુ મહિલાઓ ઓફિસમાં વધારે ફ્લેક્સિબલી કામ કરવાનું પસંદ કરે છે.

મહિલાઓ નોકરી કેમ નથી કરી શકતી
ફ્લેક્સિબિલિટીની કમીના કારણે મહિલાઓ નોકરી છોડે છે. સર્વે પ્રમાણે ૭૦ ટકા મહિલાઓ પહેલાં જ નોકરી છોડી ચૂકી છે કે છોડવા વિશે વિચારે છે. તેની સાથે એ પ્રકારની નોકરીની ઓફર્સ પણ રિજેક્ટ કરે છે જ્યાં તેમને કામ કરવાના ફ્લેક્સિબલ અવર્સ નથી મળતા. સર્વેમાં ૫ માંથી ૩ મહિલાઓએ એ માન્યું છે કે વર્કપ્લેસ પર ફ્લેક્સિબિલિટીથી પર્સનલ લાઈફ અને કામ વચ્ચે બેલેન્સ બનાવવામાં સરળતા રહે છે. તેનાથી મહિલાઓને કરિયરમાં આગળ વધવામાં મદદ મળે છે. તેની સાથે તેમની મેન્ટલ હેલ્થ માટે પણ જરૂરી છે. જેટકા આ સુવિધા નથી મળતી તો પરિવારની જવાબદારીના લીધે તેમના માટે જેાબ કંટિન્યૂ કરવી મુશ્કેલ થાય છે.

પડકારોથી ભરેલી જિંદગી
એક મહિલાએ પોતાના જીવનમાં જન્મથી લઈને ઘડપણ સુધી અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ તો વ્યવસાયી મધર્સ માટે આ પડકારો વધારે મુશ્કેલ થાય છે. તેમને ઘરમાં બાળકો અને વડીલોની સંભાળની સાથે પતિ અને ઘરનાં બીજા લોકો સાથે પણ સંબંધ અને ઓફિસ વચ્ચે તાલમેલ બેસાડવો પડે છે.

વર્કપ્લેસ પર પડકારો
૨૧મી સદીમાં મહિલાઓ દરેક કાર્યક્ષેત્રમાં એક્ટિવ છે. પછી ભલે ને તે ફાઈનાન્સ સેક્ટર હોય, એરફોર્સ હોય કે કોઈ અન્ય ક્ષેત્ર પુરુષો સાથે તે ખભાથી ખભો મિલાવીને કામ કરે છે?અને સફળતા પણ મેળવે છે, પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સંપૂર્ણપણે બંધનમુક્ત છે અને તેમને પુરુષોની સમકક્ષ જ સમાન તક પણ મળે છે.

કામની વચ્ચે તાલમેલ બેસાડવો
એક મોટી પ્રસિદ્ધ કહેવત છે કે મહિલા ઈચ્છે તો ઘર વસાવી પણ દે અને ઈચ્છે તો ઉજાડી પણ દે. આ કહેવતથી ભલે ને સામાન્ય રીતે મહિલાઓની શક્તિની પ્રશંસા થતી લાગે પણ હકીકતમાં આ મહિલાઓની કાબેલિયત અને મહત્ત્વને માત્ર પરિવાર વસાવવા સુધી સીમિત કરે. કોઈપણ મહિલાની સફળતા ત્યારે સિદ્ધ થશે, જયારે તે પોતાના પરિવારને બરાબર સંભાળે.
ઉછેર પર સવાલ : એક મહિલા સૌથી પહેલાં એક મા હોય છે. જેના લીધે તે દરેક પ્રકારના પડકારોનો સામનો કરે છે. તેમ છતાં તેના ઉછેર પર પ્રશ્નાર્થ ઊભા થાય છે. જેા તે ક્યાંક ચૂકી જાય તો તેને દરેક રીતે ખોટી સાબિત કરવામાં આવે છે. હંમેશાંથી ઉછેર સંબંધિત તમામ પ્રશ્નો મહિલાઓને જ પૂછવામાં આવે છે. સમય ભલે ને બદલાયો હોય પણ હજી આપણે પિતૃસત્તાવાળા સમાજમાં રહીએ છીએ જ્યાં હંમેશાં મહિલાઓને પુરુષોથી નિમ્ન આંકવામાં આવે છે અને તેમની પર ડબલ જવાબદારી લાદવામાં આવે છે. આપણે સમજવું પડશે કે ઘર વસાવવા અને બાળકો પેદાં કરવામાં મહિલા અને પુરુષ બંનેની સમાન ભાગીદારી છે. બાળકોના ઉછેરની જવાબદારી પણ બંનેની હોવી જેાઈએ ન માત્ર મમ્મીની. તેથી હવેથી જ્યારે પણ વાત ઉછેરની આવે તો માત્ર મહિલાઓને જ નહીં, પુરુષોને પણ પ્રશ્નો પુછાવા જેાઈએ. સમાનતા માટે પુરુષોની ભૂમિકાને નક્કી કરવી પણ ખૂબ જરૂરી છે ત્યારે મહિલાઓના જીવનના પડકારોમાં કમી આવશે.

મહિલાઓ સાથે હિંસા
આજે મહિલાઓ એક તરફ સફળતાના નવાનવા પડાવ સર કરી રહી છે તો ત્યાં બીજી બાજુ કેટલીય મહિલાઓ જઘન્ય હિંસા અને અપરાધનો શિકાર પણ થઈ રહી છે. તેમને મારવાપીટવામાં આવે છે, તેમનું અપહરણ કરવામાં આવે છે, તેમની સાથે બળાત્કાર કરવામાં આવે છે, તેમને સળગાવી દેવામાં આવે છે કે પછી તેમની હત્યા કરી દેવામાં આવે છે. ભારત આજે પણ મહિલાઓ માટે દુનિયામાં સૌથી સલામત જગ્યામાંથી એક છે. દરરોજ મહિલાઓ વિરુદ્ધ હિંસાના સમાચાર આવે છે. ઘણીવાર મહિલાઓ સાથે ઘરેલુ હિંસા પણ થાય છે જેને ઘણીવાર તે પોતાની નીયતિ માની લે છે. મહિલાઓની સલામતી માટે તમામ કાયદા ખાસ ઘરેલુ હિંસા કાયદો ૨૦૦૫ હોવા છતાં દેશમાં દર ૩ મહિલાઓમાંથી ૧ મહિલા ઘરેલુ હિંસાનો શિકાર થઈ રહી છે. ૨૦૨૨માં રાષ્ટ્રીય મહિલા આયોગે ઘરેલુ હિંસાના ૬,૯૦૦ કેસ નોંધ્યા. વડીલોને જેાઈને પરિવારનો દીકરો પોતાની બહેન કે પત્ની પર હાથ ઉઠાવવાને પોતાનો અધિકાર માને છે અને તેના મગજમાં આ વિચાર મજબૂત હોય છે કે મહિલાઓ તેનાથી નિમ્ન છે.

નોકરી સાથે જેાડાયેલા પડકારો
યોગ્યતા હોવા છતાં નોકરીથી અંતર : ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, પરંતુ દેશના કાર્યબળમાં મહિલાઓની સંખ્યા એટલી નથી જેટલી હોવી જેાઈએ. મહિલાઓ કામ તો કરવા ઈચ્છે છે પણ તેમની સામે એક નવા અનેક પડકારો છે. તેના લીધે ઘણીવાર તેમની યોગ્યતાનો ઉપયોગ નથી થઈ શકતો. ‘સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી’ના નવા આંકડા પ્રમાણે કેટલાય એવા પ્રોફેશન એવા છે જેમાં મહિલાઓની ભાગીદારી નામમાત્ર છે. આ જ કારણ છે કે યોગ્યતા હોવા છતાં માત્ર ૯્રુ મહિલાઓ પાસે કામ છે અથવા તો તે કામની શોધમાં છે. પ્રેગ્નન્સી, બાળકોનો જન્મ, બાળકોની સંભાળ, વૃદ્ધોની સંભાળ, પારિવારિક સમર્થનની કમી?અને ઓફિસનું વાતાવરણ જેવી અનેક વાતો છે જે મહિલાઓને બહારનો રસ્તો બતાવે છે અને મોટા રોલ નિભાવતા રોકે છે.
પ્રેગ્નન્સી : પ્રેગ્નન્સી એક મહિલાના જીવનનો અતિ મહત્ત્વનો ભાગ હોય છે. આ ગાળામાં ન ઈચ્છવા છતાં તેની કરિયરને અસર થાય છે. તે આ સમયે દરેક પ્રકારના કામ નથી કરી શકતી. તેને અનેક પ્રકારની સાવચેતીઓ રાખવાની હોય છે અને અનેક શારીરિક સમસ્યાઓ પણ સહન કરવી પડે છે. જ્યારે તે ડિલિવરી લીવ પર જાય છે ત્યારે તેની પાછળ ઓફિસમાં ઘણીવાર ઘણું બધું બદલાઈ ગયું હોય છે. તેની પ્રગતિની તક સમેટાઈ શકે છે?અને શક્ય છે કે તેના જુનિયરને આગળ વધવાની તક મળી ગઈ હોય. બાળક જયારે થોડાક મહિનાનું થાય છે તે સમયે બાળકને સંભાળવાની સાથે ઓફિસ સંભાળવી એક ટફ જેાબ હોય છે. બાળકની ચિંતા તેને કામમાં મન લાગવા નથી દેતી.

પ્રેગ્નન્સી પછી શારીરિક સમસ્યાઓ
એક સ્ટડી પ્રમાણે ૨્રુ મહિલાઓ બાળકનાં જન્મનાં ૨ વર્ષ સુધી પણ ગંભીર પીઠ દર્દમાંથી પસાર થાય છે. ત્યાં ૩૮્રુ મહિલાઓ પ્રેગ્નેન્સીનાં ૧૦થી ૧૨ વર્ષ પછી પણ યુરિન લીકેજ સહન કરે છે. માત્ર એટલું જ નહીં ઘણીવાર મહિલાઓ બોડી શેમિંગ પણ સહન કરે છે. બાળક થયા પછી વજન કંટ્રોલ કરવું સરળ નથી હોતું. તેમને ઓફિસમાં પ્રેઝન્ટેબલ દેખાવું જરૂરી છે કે પછી મોડલિંગ, એક્ટિંગ જેવા કામ જ્યાં સુંદરતા અને ફિગર જાળવી રાખવા તેમનો પહેલો પડકાર હોય છે.

સમાન વેતન
મોટાભાગે મહિલાઓને પુરુષોની સરખામણીમાં ઓછી સેલરી આપવામાં?આવે છે. એક મહિલાએ કામની પ્રકૃતિ પર પણ ધ્યાન આપવું પડે છે. જેા બાળક નાના હોય તો તેણે એવું કામ જ શોધવું પડે છે જેને તે સહેલાઈથી નિભાવી શકે અને સાંજ થયા પછી ઘરે પહોંચી શકે. આ કારણથી પણ ઘણીવાર તેણે પગાર સાથે સમજૂતી કરવી પડે છે.

યૌન ઉત્પીડન
કામના સ્થળે યૌન ઉત્પીડન હજી પણ એક સમસ્યા છે. જે કોઈ મહિલા સાથે કંઈક એવું થાય છે તો તે તેની માહિતી મેનેજમેંટને આપે છે. મેનેજમેન્ટ તેની તપાસ પણ કરે છે. પરંતુ કેટલીય જગ્યાએ મેનેજમેન્ટ અથવા ઊંચી પોઝિશનના લોકો આ વાતોને દબાવી દે છે અને મહિલાને નોકરીની તકથી હાથ ધોવા પડે છે.

શ્રમબળમાં મહિલાઓની સહભાગિતા ઓછી
વિશ્વ બેંકના તાજા આંકડા પ્રમાણે મહિલાઓએ ૨૦૨૧માં ભારતના કાર્યબળનો ૨૩ ટકાથી ઓછું પ્રતિનિધિત્વ કર્યું જે ૨૦૦૫માં લગભગ ૨૭ ટકા હતું. તેની સરખામણીમાં બાંગ્લાદેશમાં ૩૨ ટકા અને શ્રીલંકામાં ૨૪.૫ ટકા છે. સારું શિક્ષણ, સારી હેલ્થ અને મહિલાઓના હિતમાં બનેલા કાયદા છતાં એક તૃતિયાંશથી પણ ઓછી ભારતીય મહિલાઓ કામ કરી રહી છે અથવા સક્રિય રીતે કામની શોધ કરી રહી છે. આ કમીના અનેક કારણ હોઈ શકે છે જેમ કે લગ્ન, બાળકોની સંભાળ અને સલામતી સાથે જેાડાયેલી ચિંતાઓ અને આવ-જાની સમસ્યાઓ વગેરે. તે જણાવે છે, ‘‘મારા માટે ૬થી ૮ વાગ્યા સુધીનો સમય ખૂબ કિંમતી છે. આ જ તે સમય હોય છે જ્યારે હું મારા પરિવાર સાથે બેસીને કેટલીક વાતો કરું છું. તેના લીધે હું સમય પર ઘરે આવી જતી હતી અને ક્યારેક મેનેજમેન્ટની ફેવરિટ ન બની શકી.’’
મેકિંજી કંસલ્ટિંગ ફર્મનો ૨૦૧૮ના રિપોર્ટ પ્રમાણે મેનેજમેન્ટ સ્તરે એવું કોઈ પરિવર્તન કરી શકાય છે જે આ સમસ્યાઓને સુધારી શકે છે જેમ કે લૈંગિક આધારે પ્રશિક્ષણ, સામાજિક સુરક્ષા, બાળકની સંભાળ માટે ફ્લેક્સિબલ કામના કલાકો અને કાર્યસ્થળ સુધી પહોંચવા માટે સલામત અને સુલભ પરિવહનની સુવિધા જરૂરી છે. આ સુવિધાઓ વ્યવસાયી મહિલાઓની સંખ્યાને વધારી શકે છે અને દેશની જીડીપીમાં ૨૦૨૫ સુધી અબજેા ડોલર જેાડી શકે છે.

વ્યવસાયી મહિલાઓ પર કોવિડની અસર
અજીમ પ્રેમજી યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેંટ’ના એક રિપોર્ટમાં જેાવા મળ્યું કે કોવિડ-૧૯ પછી પુરુષોની સરખામણીમાં મહિલાઓની નોકરી ગુમાવવાની શક્યતા વધારે હતી?અને કાર્યબળમાં પાછા ફરવાની શક્યતા ઓછી હતી.

બાળકને સમય ન આપવાનો વસવસો
આજકાલની મોંઘવારીની જિંદગીમાં દરરોજ એક નવા પડકારનો સામનો કરવા માટે પુરુષ સાથે સ્ત્રીને પણ ઘરગૃહસ્થી ચલાવવા માટે કામ કરવું પડે છે. કામકાજનાં ચક્કરમાં મહિલા પોતાનાં બાળકોને પૂરો સમય નથી આપી શકતી, જેના લીધે બાળકો એકલતા અને ખાલીપો અનુભવે છે.
એક બાળકને બસ પોતાનાં માતાપિતા સાથે સમય વિતાવવો અને તેમનો પ્રેમ મેળવવો હોય છે. જરૂરિયાતના સમયે માતાપિતાનો સાથ ન મળવાના લીધે બાળકોમાં અનેક પ્રકારની સંકુચિતતા આવે છે. તે ચીડિયાપણું, તામસી અને ઉદ્દંડ પણ થવા લાગે છે. આ વાતને લઈને મમ્મીના દિલમાં ગિલ્ટની લાગણી રહે છે. તે ન પૂરા મનથી ઓફિસનું કામ કરી શકે છે અને ન ઘરમાં સારો સમય આપી શકે છે.

ન્યૂ મધર્સના પડકારો
મા બનવું કોઈપણ મહિલા માટે જિંદગીની સૌથી મોટી ગિફ્ટ હોઈ શકે છે. તેની સાથે મા બનતા જ દરેક મહિલા ઉપર એક મોટી જવાબદારી પણ આવી જાય છે. ન્યૂ મધર્સ સામે અનેક પડકારો પણ આવે છે. અનુભવની કમી અને મનમાં અજાણ્યો ડર, મૂંઝવણ અને યોગ્ય સપોર્ટ ન મળવાના લીધે આ પડકારો વધારે ગંભીર બની શકે છે.

થાક અને ઊંઘની કમી
મા એ ઊંઘનું બલિદાન આપવું પડે છે. બાળકનાં ઊંઘવાજાગવાના રોજિંદા ક્રમ પ્રમાણે માતાએ પણ જાગવું અને ઊંઘવું પડે છે. તેનાથી તેમની ઊંઘ પૂરી નથી થતી. ત્યાં કેટલીય મહિલાઓ જેમને દિવસમાં ઊંઘવાની ટેવ નથી હોતી કે ઘરનાં કામોમાં મદદ કરવાની હોય છે પછી ઓફિસ જવાનું હોય છે તેમના માટે ઊંઘનો અભાવ એક મોટી સમસ્યા બનીને સામે આવે છે.

સારી મા બનવાનો પસ્તાવો
નવી મધર્સને સતત પોતાની આસપાસના લોકો પાસેથી સલાહ, ટિપ્સ અને ફરિયાદો સાંભળવા મળતી રહે છે જેથી તેમની પર સતત સ્વયંને સારી મધર સાબિત કરવાનું દબાણ વધતું જ જાય છે. તેનાથી તેમના મનમાં ગિલ્ટ અને જિંદગીમાં તાણ વધતી જાય છે જે મધર અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં નથી આવતી. મધર બનવું સરળ નથી હોતું. એક મધરે પોતાના સુંદર ફિગર, આકર્ષણ અને સ્વાસ્થ્યને દાવ પર લગાવીને બાળકને જન્મ આપવાનો હોય છે. પોતાના વધતા વજન, સ્કિન પર દેખાતા સ્ટ્રેચ માર્ક્સ અને હેર ફોલ જેવી સમસ્યાથી ન્યૂ મધર્સને ઘણીવાર તાણ, દુખ, ઉદાસી અને નિરાશા થઈ શકે છે. તેમને પોતાના શરીરને જેાઈને દુખ થઈ શકે છે અને ઘણીવાર મહિલાઓ પોતાના શરીરને નફરત કરવા લાગે છે.

કરિયર અને સોશિયલ લાઈફ
બાળકની સંભાળ અને અસ્તવ્યસ્ત દિનચર્યાની વચ્ચે મહિલાઓ મોટાભાગનો સમય ઘરમાં જ વિતાવે છે અને પોતાના મિત્રો, પરિવારજનો કે કલીંગ્સ સાથે તેમનું હળવામળવાનું અથવા વાતચીત પણ બંધ થઈ જાય છે. તેનાથી તેમની સોશિયલ લાઈફ સંપૂર્ણ રીતે ખતમ થવાનો ડર પણ તેમનામાં પેદા થઈ શકે છે અને તેમને ધીમેધીમે એકલા રહી જવાનો ડર સતાવે છે.

માનસિક સમસ્યાઓ
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એક એવી સ્થિતિ છે જેનો સામનો અનેક મહિલાઓને ચાઈલ્ડબર્થ પછી કરવો પડી શકે છે. બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી પસાર થવાની વાત સ્વીકારી ચૂકી છે. ત્યાં?અન્ય કેટલીય પ્રસિદ્ધ સેલિબ્રિટીએ પણ આ બાબતમાં ઘણીવાર ખૂલીને વાત કરી છે. બાળક થયા પછી ઘણીવાર પતિ પત્નીમાં અંતર વધી જાય છે. કોઈપણ કપલ માટે માતાપિતા બનવું કોઈ સપનાના સાચા થવા જેવું હોય છે. નાના બાળકના આવ્યા પછી કપલ્સની દુનિયા બદલાઈ જાય છે અને સાથે બદલાય છે હસબન્ડ અને વાઈફની વચ્ચેનો સંબંધ પણ. મહિલાનું સંપૂર્ણ ધ્યાન અને સમય બાળકને સંભાળવામાં જાય છે. થાક કે પોસ્ટ પ્રેગ્નન્સી હેલ્થ પ્રોબ્લેમ્સ પણ રહે છે. આ જ કારણથી તે પતિ સાથે સમય વિતાવવા અંગે વિચારી જ નથી શકતી. તેનાથી પતિપત્ની વચ્ચે રોમાન્સ ઓછો થઈ જાય છે. આ સ્થિતિમાં પતિ સાથે અંતર વધતું રોકવા અને બાળકને એકલા સંભાળવું ખૂબ મોટો પડકાર હોય છે. પુરુષ ઈચ્છે તો મહિલાએ પોતાનો સહયોગ આપીને અટેચમેંટ વધારી શકે છે.
કરીના કપૂર ખાને પોતાની બીજી પ્રેગ્નન્સી પછી એક પુસ્તક લોંચ કર્યું જેમાં તેમણે પ્રેગ્નન્સી અને મધરહુડ સાથે જેાડાયેલી કેટલીય મહત્ત્વની વાતો લખી. ‘કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સી બાઈબલ’ નામક આ અંકમાં સૈફે કહ્યું કે કરીના અને તેમના મોટા પુત્ર તૈમુર અલી ખાનના જન્મ પછી કરીના અને તેમનો સંબંધ પણ અચાનક બદલાઈ ગયો. હવે તે પહેલાંથી વધારે અટેચ્ડ અનુભવે છે. બાળકની સંભાળ જેવા મહત્ત્વનાં કામમાં જેા પતિ પત્નીને સપોર્ટ કરે તો મહિલા પોતાના માટે અને પતિ માટે સમય કાઢી શકે છે. માત્ર એટલું જ નહીં આ રીતે બંને એકસાથે વધારે સમય વિતાવશે અને બોંડિંગ પણ સ્ટ્રોંગ બનશે. મહિલા પોતાના માટે અને પતિ માટે સમય કાઢી શકે છે. આટલું જ નહીં આ રીતે બંને એકસાથે વધારે સમય વિતાવશે અને બોંડિંગ પણ સ્ટ્રોંગ બનશે.

જાતે પોતાની ઓળખ બનાવી
સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાર હેર એન્ડ બ્યૂટિ એકેડમીના ફાઉન્ડર આશ્મીન મુંજાલ સુંદરતાની દુનિયામાં એક પ્રસિદ્ધ નામ છે પણ ૨૫ વર્ષ પહેલાં તે પણ એક સામાન્ય મધ્યમવર્ગની ૧૨મું ધોરણ પાસ ગૃહિણીથી જેા ઘર, રસોઈ, સાફસફાઈ, પરિવાર અને દીકરીની સંભાળમાં પૂરો દિવસ લગાવતી હતી. ખર્ચ કરવા માટે તેમની પાસે વધારે પૈસા નહોતા રહેતા. તે જેાઈન્ટ ફેમિલીમાં રહેતા હતા અને સાસુસસરા દ્વારા તેમને અને તેમના પતિને પણ ખિસ્સા ખર્ચ મળતો હતો. લગ્નનાં થોડાંક વર્ષ પછી તેમણે પૂરી મહેનતથી પોતાની અલગ ઓળખ બનાવી અને એક લાંબી સફર કરી. તે જણાવે છે, ‘‘હું જ્યારે બી.કોમ. કરતી હતી તે સમયે મારું સપનું એરહોસ્ટેસ બનવાનું હતું. પરંતુ તે પૂરું થતાં પહેલાં જ મારા અરેન્જ મેરિજ થઈ ગયા. આ મારા પરિવારનો નિર્ણય હતો. લગ્ન પછી પણ મેં અભ્યાસ ચાલુ રાખ્યો. આ ગાળામાં એક બાળકીની મા બની ગઈ. મારાં લગ્ન એક રૂઢિચુસ્ત બિઝનેસ ફેમિલીમાં થયા. પરિવાર સારો હતો, પરંતુ અનેક પ્રકારના પ્રતિબંધ હતા. અમને પોકેટમની મળતા હતા. મારી દીકરીના પહેલાં જન્મદિવસ દરમિયાન હું તેના માટે એક સુંદર ડ્રેસ ખરીદવા ઈચ્છતી હતી, પણ મારી પાસે એટલા પૈસા નહોતા અને મને કોઈની પાસે પૈસા માંગવા ગમતા નથી. ત્યારે મેં વિચાર્યું કે મારે આર્થિક રીતે સ્વતંત્ર થવાની જરૂર છે. હું દીકરીને સારું શિક્ષણ આપવા ઈચ્છતી હતી.’’
‘‘મેં આ પડકારને સ્વીકાર્યો અને મારા ઘરમાં જ એક નાનકડા પાર્લરથી શરૂઆત કરી જેથી ક્યાંક આવ-જા કરવામાં મારો સમય બરબાદ ન થાય અને મારા પતિના પાછા ફરતાં પહેલાં હું મારી ઘરેલુ ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ જાઉ. મારા પરિવાર માટે આ એક મોટો આધાર હતો કે તેમની વહુ વાળંદ છે. મારા નજીકના સંબંધીઓ અને પાડોશીઓએ મારી પર ક્યારેય વિશ્વાસ ન બતાવ્યો. બધાએ વિચાર્યું કે આ બધું મહિનાઓ સુધી ચાલતું રહેશે, પરંતુ સમયની સાથે હું આગળ વધતી ગઈ. આજે મારી પાસે કેટલાય સલૂન અને એકેડમી છે જેને હું એકલી સંભાળું છું.’’
‘‘સત્ય તો એ છે કે એક મહિલા બધું ઘણું સહેલાઈથી સંભાળી લે છે. બાળક પેદા કરવાથી લઈને ઘર-બહાર અને સંબંધીઓને સંભાળવા તેને ખૂબ સારી રીતે આવડે છે. તે નક્કી કરી લે તો કોઈપણ મુકામ મેળવી શકે છે. જ્યાં સુધી વાત પડકારોની છે તો મહિલાઓએ પડકારોનો સામનો દરેક યુગમાં કરવો પડે છે. તેમને માત્ર પોતાની શક્તિનો અહેસાસ થવો જેાઈએ.’’

મહિલાઓ કેવી રીતે કરે પડકારોનો સામનો
મહિલાઓ ટેક સેવી બને : કાલની દબાયેલીડરેલી હાઉસવાઈફ આજની કોન્ફિડન્ટ હોમમેકર કે ઓફિસની બોસ બની ગઈ છે. આધુનિક ભારતીય સ્ત્રીના આ બદલાવનું એક કારણ એ છે કે પોતાના પડકારો માટે તેણે સ્વયંને ખૂબ સારી રીતે તૈયાર કરી છે. ઘરેલુ ઉપકરણોની સુવિધાએ સ્ત્રીઓના કામકાજની રીતને વ્યવસ્થિત અને સરળ બનાવી દીધી છે. પહેલાં ઘરની સફાઈ અને કુકિંગ માટે વધારે સમય આપવો પડતો હતો, પરંતુ હવે તેમનું આ કામ થોડા જ કલાકોમાં પૂરું થઈ જાય છે. કમ્પ્યૂટર અને ઈન્ટરનેટે જીવનને વધારે સરળ બનાવી દીધું છે. ભલે ને વીજળીનું બિલ ચૂકવવાનું હોય કે ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય આ બધાં કામ ઘરે બેઠા મિનિટોમાં કરી શકે છે. જરૂરી છે કે મહિલાઓ ટેક સેવી બને અને પોતાની જવાબદારીઓ કુશળતાથી અને ઓછા સમયમાં નિભાવતા શીખે. તેનાથી તેમની સફળતાના માર્ગ ખૂલશે.

પડકારોથી ગભરાશો નહીં
આ દુનિયામાં સફળ થવા માટે ઘણીવાર ણસે એક મુશ્કેલ રસ્તા પરથી પસાર થવું પડે છે ભલે ને તે સ્ત્રી હોય કે પુરુષ. તે વાત જુદી છે કે સ્ત્રીઓના જીવનમાં પડકારો વધારે મળે છે. કોઈપણ મહિલાએ પોતાની રુચિને સમજવી જેાઈએ અને પછી નક્કી કરે કે તે આગળ શું કરવા ઈચ્છે છે. તમારા પરિવારને સમજવો કે તમે શું અને કેમ કરવા ઈચ્છો છો અને પછી તેના મત પ્રમાણે પોતાનું લક્ષ મેળવવાની દિશામાં કામ કરો. એક વાર જ્યારે સ્ત્રી પોતાની સફળતાની યાત્રા શરૂ કરે છે તો પાછળ ફરીને નથી જેાતી ભલે ને રસ્તામાં કેટલાય પણ પડકાર કેમ ન આવે. આ પડકારો ક્યાંક ને ક્યાંક તમારા જીવનને સારું બનાવે છે. તમે તમારા પડકારો પાર કેવી રીતે કરો છો તે તમારી પર ડિપેન્ડ કરે છે.

સ્ત્રી પરસ્પરમાં સહયોગી બને
સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ આશ્મીન મુંજાલ કહે છે કે મહિલાઓ શક્તિ છે અને જેની પાસે શક્તિ છે તેની પાસે પડકારો પણ આવશે, જ્યારે મહિલાઓને એ જ ખબર નથી હોતી કે તે શક્તિ છે. તેના લીધે તે પિટાઈ જાય છે. જ્યારે તે પોતાની શક્તિ ઓળખી લેશે ત્યારે તે પડકારોનો ખૂબ સહેલાઈથી નિવેડો લાવી શકાય છે. એટલું જ નહીં પરંતુ જે દિવસે મહિલાઓ એક થઈ જશે અને એકબીજાને સપોર્ટ કરશે તે દિવસે તેમને પડકારોનો સામનો કરવા અને આગળ વધતા કોઈ નહીં રોકી શકે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....