કેટલીય વાર આપણે હસીમજાકમાં પોતાની શાલીનતા ભૂલી જઈએ છીએ અને સહજતાથી કંઈક ખોટું બોલી નાખીએ છીએ અને જેની સાથે આપણે મજાક કરીએ છીએ તેને ગમતું નથી અને તે આપણાથી રિસાઈ જાય છે. તેનાથી આપણા સંબંધમાં તિરાડ પડી જાય છે. તેથી મજાક હંમેશાં શાલીનતા અને સારી વાણીથી કરવામાં આવે તો જ સારું છે. કેટલીય વાર જેાયું છે કે જે શબ્દો આપણે વારંવાર બોલીએ છીએ તે જ આપણા મોં પર આવી જાય છે પછી ભલે ને તે સારા હોય કે ખરાબ, તેથી શબ્દોનું ધ્યાન રાખો. પછી ભલે ને તે મજાકમાં જ કેમ ન બોલાયા હોય, કારણ કે આપણા મોંમાંથી નીકળેલો ૧-૧ શબ્દ આપણા ચારિત્ર્ય અને વ્યવહારનો પરિચય આપે છે. જેા આપણે કોઈ ખોટો શબ્દ બોલીએ છીએ તો લોકોના દિલમાં ઘૃણાને પાત્ર બનીએ છીએ અને જેા આપણે સારા શબ્દો અને પ્રેમથી વાત કરીએ છીએ તો બધાનું દિલ જીતી લઈએ છીએ. તેથી કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે શબ્દોનું ધ્યાન રાખો.

જ્યારે ટીકા કરો
આપણે કોઈની કરવી કરવી હોય તો પ્રયત્ન કરો કે કટુ શબ્દોનો ઉપયોગ ન કરો. ટીકા આપણે સકારાત્મક પણ કરી શકીએ છીએ. તેના માટે કેટલાક ઉપાય નીચે આપ્યા છે :
રવિ પાર્ટીમાં દારૂ પીને આવ્યો હતો અને બધા સાથે લડાઈઝઘડો કરતો હતો. એટલામાં તેના મિત્ર તેને ખરુંખોટું કહેવા લાગ્યા, પરંતુ મિત્રો ટીકા કરતી વખતે ભૂલી ગયા કે અહીં બધા પોતાના પરિવાર સાથે આવ્યા છે. શું રવિ સાથે આવો વ્યવહાર યોગ્ય છે? આ સમયે તમે ટીકા કરતી વખતે પોતાના શબ્દોનું ધ્યાન રાખો, તેને પ્રેમથી સમજવવાની કોશિશ કરો કે તેના લીધે પાર્ટીની મજા બગડી ગઈ, કારણ કે આજે બધા મિત્રો પરિવાર સાથે મોજમસ્તી કરવા ઈચ્છતા હતા, પરંતુ તેના લીધે આ શક્ય ન બન્યું.
તેને ભવિષ્યમાં કોઈ પણ પાર્ટીમાં દારૂ પીધા વિના આવવાનું કહો, જેથી તે પણ મિત્રો સાથે પાર્ટી એન્જેય કરી શકે અને યાદગાર ક્ષણ વિતાવી શકે. આ રીતે તેની માનસિકતા સકારાત્મક થશે અને બીજી વાર તે પાર્ટીમાં આવો વ્યવહાર નહીં કરે. આ રીતે ટીકા સકારાત્મક પણ કરી શકો છો.

જ્યારે બાળક સાથે વાત કરો છો
માતાપિતા દ્વારા બાળકો સાથે કરવામાં આવેલી વાતચીતની અસર પણ તેમની પર થાય છે. કેટલાય માતાપિતા તેમને ઠપકો આપતી વખતે અપશબ્દો અને ગાળોનો ઉપયોગ કરે છે. બાળક પણ એ જ શીખે છે, તેની માનસિકતા પર ઊંડી અસર થાય છે. કેટલીય વાર જ્યારે બાળકોને ગુસ્સો આવે છે ત્યારે તે પણ આ જ શબ્દોનો ઉપયોગ કરે છે. ત્યારે માતાપિતાને તેમનો આ વ્યવહાર ગમતો નથી. તેની અસર આપણા અસ્તિત્વ પર પણ થાય છે. તેથી માતાપિતા ઘરેથી લઈને બહાર સુધી કંઈ પણ કહેવામાં સાવચેતી રાખો, કારણ કે વારંવાર અપશબ્દોનો ઉપયોગ આપણી ટેવમાં સામેલ થાય છે અને પછી આ શબ્દો આપણા મોઢેથી જાતે નીકળી જાય છે.
થોડા દિવસ પહેલાંની વાત છે. તે દિવસે અમારી પાડોશમાં રહેતો ૪ વર્ષનો રોહન તેના માતાપિતાથી નારાજ થઈને અમારા ઘરે આવ્યો. તેને પૂછતા તેણે વાત જણાવતાં કેટલીય વાર ગાળ અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. કદાચ તે શબ્દોનો અર્થ નહોતો જાણતો. તે શબ્દ તેની રોજની બોલચાલમાં સામેલ થઈ ગયા હતા. તેથી તેણે બોલતા પહેલાં બિલકુલ ન વિચાર્યું. તેથી આપણે બાળક સામે આ પ્રકારના શબ્દો ન બોલવા જેાઈએ.

અપમાનજનક ભાષાનો ઉપયોગ
પેરન્ટ્સ ઘણી વાર વાતવાતમાં કે પછી ફોન પર કોઈ વ્યક્તિ માટે ખોટી ભાષાનો ઉપયોગ કરે છે. તેમને લાગે છે કે બાળકોએ સાંભળ્યું નહીં હોય અથવા આપણે કેટલીય વાર ધ્યાન નથી આપતા કે આજુબાજુ બાળકો છે અને તેઓ કંઈ પણ કહે છે. બાળકો પેરન્ટ્સની દરેક વાત ધ્યાનથી સાંભળે છે. તેથી જેા ઘરમાં નાના બાળકો છે તો સવચેતીથી વાત કરો. બાળકો સામે કોઈના માટે અપશબ્દ અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરો.

ખોટ શોધવી
ઘરેથી મહેમાન ગયા પછી ઘણી વાર પરિવારના સભ્ય તે વ્યક્તિને લઈને વાત કરતા તેની કમી શોધવા લાગે છે. બાળકો આ બધું જુએ છે અને તે પણ તે વ્યક્તિ વિશે એવી જ ધારણા બાંધી લે છે. બાળકોના મન પર આ વાતની ઊંડી અસર થાય છે અને તે પણ મોટા થઈને લોકોમાં કમી શોધવા લાગે છે. કેટલીય વાર ઘરના સભ્યો એકબીજાની પીઠ પાછળ બૂરાઈ કરતા દેખાય છે. તેથી માતાપિતા બાળકો સામે કોઈની પીઠ પાછળ તેની ખોટ ન શોધે અને તેની બૂરાઈ ન કરે.

સમજીવિચારીને બોલવાના ફાયદા
સમાજમાં એક સારી વ્યક્તિ તરીકે ઓળખાય છે.
આવા લોકોના પ્રશંસકોની સંખ્યા વધારે હોય છે.
તેમના સારા શબ્દો અથવા વાણી લોકોના દિલમાં વસે છે.
સારી વાણીવાળી વ્યક્તિ જ્યાં પણ જાય છે સન્માન જ મેળવે છે.
આવા લોકોની વાત સાંભળીને લોકો બોર નથી થતા.
તેમની વાત સાંભળવા માટે લોકો આતુર રહે છે.

એકબીજાનું અપમાન કરવું
દરેક ઘરમાં અને દરેક પતિપત્ની વચ્ચે ઝઘડા અને નારાજગી સામાન્ય વાત છે. એવામાં એકબીજાનું અપમાન કરવું અથવા નીચા દેખાડવું યોગ્ય નથી. જ્યારે બાળક આ બધું જુએ છે ત્યારે તે તેના આધારે તમારું માનસન્માન કરે છે. તેથી તમે બાળક પાસેથી જે માનસન્માન ઈચ્છો છો તેવું સન્માન બીજાને આપો. કોઈ વાત પર નારાજગી હોય તો તેને બંધ રૂમમાં ઉકેલો ન કે બાળકોની સામે. તે ઉપરાંત અન્ય સભ્યોએ પણ બાળકો સામે એકબીજા સાથે સારી રીતે વાતચીત કરવી. તેથી બાળકોમાં પરિવાર પ્રત્યે પ્રેમ વધે અને તે બધાનું સન્માન કરે છે.

જ્યારે મિત્રો અથવા ઓફિસમાં વાત કરો
આજે રવિ કેટલાય દિવસ પછી બાળપણના મિત્ર શ્યામને મળવા તેની ઓફિસ ગયો અને પોતાના તે જ અંદાજમાં મળ્યો જેમ તે બાળપણમાં મળતો હતો. ખભા પર હાથ મૂકીને વાત કરવી, વાતચીતમાં મજાક કરવી, મોટેમોટેથી હસવું, ટેબલ પર મૂકેલા સામાનને હાથ લગાવવો, ફોન પર ઊંચા અવાજથી વાત કરવી વગેરે. આ બધું શ્યામ અને તેની આજુબાજુના સહકર્મીઓને બિલકુલ નહોતું ગમ્યું, પરંતુ શ્યામ પાસે કોઈ ઉપાય નહોતો. છેવટે તે તેના બાળપણના મિત્રને કેવી રીતે બધાની સામે કંઈ કહી શકતો હતો. આ વાત મિત્રો સાથે થતી વાતચીતમાં પણ લાગુ થાય છે.

મહેણાંટોણાંથી બચો
કેટલીય વાર આપણે મજાકના બહાને મિત્રોને પોતાના મનમાં દબાયેલી કડવાશ કહેવાની કોશિશ કરીએ છીએ અને પોતાની કડવાશને જાહેરમાં ઉજાગર કરીએ છીએ અને જેા સામેવાળાને ખોટું લાગે તો કહીએ છે કે હું મજાકમાં બોલ્યો હતો. કેટલીય વાર એવું થાય છે કે પાર્ટી અથવા લગ્નપ્રસંગના કાર્યક્રમમાં આપણે પ્રોફેશનલ લાઈફમાં આગળ નીકળી ગયેલા મિત્રોને જેાઈને કેટલીય વાર મનમાં ઈર્ષા અને કડવાશના ભાવ આવે છે અને ત્યારે આપણે તેમની સાથે ફની અને કૂલ માહોલ બનાવવા માટે મહેણાં મારીને મજાકમસ્તી કરીએ છીએ. જેમ કે ભાઈ ખૂબખૂબ અભિનંદન. સાંભળ્યું છે તારું તો પ્રમોશન થઈ ગયું છે, મોટી ગાડી લઈ લીધી છે તો તું આજકાલ બહુ મોટો માણસ બની ગયો છે. ફોન ઉપાડવાનો પણ સમય નથી, હા હવે મારો ફોન કેમ ઉઠાવીશ વગેરેવગેરે કહીને મિત્રો સામે મજાક કરવા લાગે છે. આવું કરવાથી હંમેશાં દૂર રહો, કારણ કે શક્ય છે કે આ વાતથી નારાજ થઈને ક્યાંક સંબંધ બગડી જાય.

સ્વભાવ, સ્થળ અને સમયનું ધ્યાન રાખો
હકીકતમાં, સમય અને જરૂરિયાતનું ધ્યાન રાખીને કહેલી વાતથી આપણું મહત્ત્વ જાતે વધી જાય છે. બોલવાની કલા અને વ્યવહારકુશળતા વિના પ્રતિભા કામ નથી લાગતી. શબ્દોથી આપણો દષ્ટિકોણ દેખાય છે. કેટલીય વાર સમજ્યાવિચાર્યા વિના બોલેલી વાત સામેવાળાને ખરાબ લાગે છે. શક્ય છે જ્યાં સુધી તમને તમારી ભૂલનો અહેસાસ થાય છે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મોઢેથી નીકળેલી વાત, આંખમાંથી નીકળેલા આંસુ અને બાણમાંથી નીકળેલું તીર ક્યારેય પાછું નથી આવતું, તેથી હંમેશાં સમજીવિચારીને બોલો.
– શોભા કટારે.

વધુ વાંચવા કિલક કરો....