એજ્યુકેશન લોનને દેશમાં અથવા વિદેશમાં શિક્ષણના ખર્ચને કવર કરવાની સૌથી સારી રીત માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી પ્રવૃત્તિને જેાતા કેટલીય બેંક દેશ અથવા વિદેશમાં શિક્ષણ માટે સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવે છે. તમારા બાળકના હાયર એજ્યુકેશન માટે પેરન્ટ્સ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. કેટલાક લોકો ફિક્સ્ડ ડિપોઝિટ તો કેટલાક યૂલિપનો સહારો લે છે. તેમ છતાં શિક્ષણ માટે રકમ ઓછી પડે છે તો એવામાં એજ્યુકેશન લોનથી મદદ મળી જાય છે. આ લોન જરૂરિયાત અને ઉપલબ્ધ રકમની વચ્ચેનો ખાડો પૂરે છે. એક સર્વે મુજબ ભારતમાં શિક્ષણનો અંદાજિત ખર્ચ વાર્ષિક ૧૫ ટકાના દરથી વધી રહ્યો છે. આ સમયે જેા શિક્ષણનો અંદાજિત ખર્ચ રૂપિયા ૨.૫ લાખ છે તો ૧૫ વર્ષ પછી એમબીએ કરવામાં રૂપિયા ૨૦ લાખ ખર્ચ થશે. જે પેરન્ટ્સ અત્યારથી ૧૫ વર્ષ સુધી દર મહિને રૂપિયા ૨૦૦૦ નું રોકાણ કરે છે અને તેની પર સરેરાશ રિટર્ન ૧૨ ટકા માની લો તો તે લગભગ રૂપિયા ૯.૫ લાખ એકત્રિત કરી શકશે.

એજ્યુકેશન લોનમાં શું કવર થાય છે
તેમાં કોર્સની બેઝિક ફી અને કોલેજના અન્ય ખર્ચ જેમ કે રહેવા, એક્ઝામ અને અન્ય ખર્ચ કવર થાય છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેન ઉધારકર્તા હોય છે. તેના પેરન્ટ્સ અથવા ભાઈબહેન કોબોરોઅર હોઈ શકે છે. ભારતમાં શિક્ષણ અથવા ઉચ્ચ શિક્ષણ માટે અથવા વિદેશ જનારા વિદ્યાર્થી લોન લઈ શકે છે. બંને જગ્યાએ અભ્યાસ માટે લોનની રકમ અલગ હોય છે અને આ બેંક પર નિર્ભર કરે છે.

લોન હેઠળ કયા પ્રકારના કોર્સ
લોન લઈને ફુલટાઈમ, પાર્ટટાઈમ અથવા વોકેશનલ કોર્સ કરી શકો છો. તે ઉપરાંત એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, હોટલ મેનેજમેન્ટ અને આર્કિટેક્ચર વગેરેમાં એજ્યુકેશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે લોન લઈ શકો છો.

યોગ્યતા અને ડોક્યુમેન્ટ જરૂરિયાત
લોન લેવા અરજી કરનાર ભારતીય નાગરિક હોવો જરૂરી છે. તેની સાથે ભારત અથવા વિદેશમાં કોઈ વૈદ્ય સંસ્થાથી માન્યતાપ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હોય ત્યારે લોન લેવા અરજી કરી શકો છો. અરજદાર ૧૨ મા ધોરણની પરીક્ષા પાસ કરી ચૂક્યો હોવો જરૂરી છે. કેટલીય બેંક જેાકે એડમિશન લેતા પહેલાં લોન આપી દે છે. રિઝર્વ બેંકના મતે એજ્યુકેશન લોન માટે ઉંમરની મહત્તમ મર્યાદા નથી, પરંતુ કેટલીય બેંકે મર્યાદા નક્કી કરી છે. બેંક તેના માટે જેાકે અરજદારથી સંસ્થાનો એડમિશન લેટર, ફી સ્ટ્રક્ચર, ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએટની માર્કશીટ માંગી શકે છે. તે ઉપરાંત કોએપ્લિકેંટની સેલરી સ્લિપ અથવા આયકર રિટર્નની ઝેરોક્ષ માંગી શકે છે.

લોનની ફાઈનાન્સિંગ
લોનની જરૂરિયાત પ્રમાણે બેંક ૧૦૦ ટકા સુધી ફાઈનાન્સ કરે છે. હાલ રૂપિયા ૪ લાખ સુધીની લોન માટે કોઈ માર્જિન મનીની જરૂર નથી. ભારતમાં અભ્યાસ કરવા માટે લોનની રકમના ૫ ટકા અને વિદેશમાં અભ્યાસ માટે ૧૫ ટકા માર્જિન મનીની જરૂર હોય છે. રૂપિયા ૭.૫ લાખથી વધારેની લોન માટે બેંક કંઈ ગિરવે મૂકવા માટે કહે છે. એક વાર લોન એપ્લિકેશન સ્વીકાર થઈ જાય બેંક સીધી કોલેજ અથવા યુનિવર્સિટીને ફી સ્ટ્રક્ચર પ્રમાણે પેમેન્ટ કરે છે.

વ્યાજદર
બેંક હાલમાં લોન પર એમસીએલઆર અને વધારે સ્પ્રેડ પ્રમાણે વ્યાજ વસૂલ કરે છે. એડિશનલ સ્પ્રેડ થોડા સમય પહેલા ૧.૩૫ ટકાથી લઈને ૩ ટકા સુધી હતું.

રીપેમેન્ટ
લોન વિદ્યાર્થી ચૂકવે છે. સામાન્ય રીતે કોર્સ પૂરો થવાના ૬ મહિના પછી રીપેમેન્ટ શરૂ થાય છે. કેટલીય વાર બેંક ૬ મહિનાનો સમય આપે છે. આ સમય જેાબ મેળવવાના ૬ મહિનાનો પણ હોઈ શકે છે અથવા કોર્સ પૂરો થયા પછી એક વર્ષનો હોઈ શકે છે. ૫ થી ૭ વર્ષમાં આ લોન ચૂકવવાની હોય છે. કેટલીય વાર બેંક તેને આગળ વધારે છે. કોર્સના સમયગાળા દરમિયાન લોન પર વ્યાજ સામાન્ય હોય છે અને ઈએમઆઈ તરીકે આ વ્યાજ ચૂકવવાનું હોય છે, જેથી કોર્સ પૂરો થયા પછી વિદ્યાર્થી પર વધારે બોજ ન પડે.

ઈન્કમટેક્સમાં છૂટ
આયકર કાયદાની કલમ ૮૦-ઈ હેઠળ લોનના વ્યાજ રૂપે ચૂકવેલી રકમ પર છૂટ મળે છે. આ છૂટ કોઈ વ્યક્તિએ જાતે, બાળકો અથવા માતાપિતા દ્વારા બાળકોના શિક્ષણ માટે લીધેલી લોનના ચૂકવેલા વ્યાજ પર મળે છે. લોનના કુલ વ્યાજને તમે યોગ્ય આવકમાંથી ઘટાડી શકો છો. આ છૂટ ૮ વર્ષ સુધી લઈ શકો છો.
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....