થોડા સમય પહેલાં ભોપાલની એક સોસાયટીના ફ્લેટમાં એસીથી લાગેલી આગના લીધે પૂરો ફ્લેટ બળીને રાખ થઈ ગયો. આગ દિવસે લાગી જેથી ફ્લેટની શેઠાણી બચી ગઈ. આગ એટલી ભયંકર હતી કે તેની પર ફાયર બ્રિગેડ પણ ૨ કલાક મહેનત કર્યા પછી કાબૂ કરી શકી. ગત વર્ષે ૩૧ જુલાઈએ ચેન્નઈના ફ્લેટમાં રાતે એસી બ્લાસ્ટ થઈ ગયું અને એક યુવક પોતાનો જીવ ગુમાવી બેઠો. નોઈડાના એક ફ્લેટમાં પણ એસી ફાટવાથી પૂરો ફ્લેટ નષ્ટ થઈ ગયો. ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમીના પ્રકોપથી બચવા માટે બધા ઘરમાં એસી ચલાવે છે. આજકાલ શહેરોમાં ફ્લેટમાં કેટલાય એસી લાગેલા હોય છે. એક ફ્લેટની આગ પૂરી બિલ્ડિંગની બરબાદીનું કારણ બની શકે છે. તેથી ઘરમાં એસી ચલાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો.

નિયમિત સ્વચ્છતા અને સર્વિસિંગ
ગરમીની સીઝન શરૂ થતા પહેલાં એસી પ્રોફેશનલ પાસે સર્વિસિંગ અને ડીપ ક્લિનિંગ જરૂર કરાવો, જેથી એસીની ખામીને ઠીક કરી શકે. ધ્યાન રહે કે એસીના પાણી અને આઉટડોર યુનિટમાંથી હવા નીકળવાની વ્યવસ્થા યોગ્ય હોવી જેાઈએ.

વાયરિંગનું નિયમિત ચેકિંગ
ઘરના વાયરિંગનું નિયમિત ચેકિંગ કરાવો. એસીમાં આગ માત્ર ૨ કારણસર લાગે છે – લાઈનમાં થતા શોર્ટ સર્કિટ અને એસીની સાફસફાઈના અભાવમાં એસીમાંથી હવાનું આવાગમન ન થવાથી.

એમસીબી બોક્સને દુરસ્ત રાખો
ઘરના કોઈ પણ ખૂણામાં લોડ વધવો કે પછી વીજળીની કોઈ ગરબડ થવા સંબંધિત એમસીબી ડાઉન થવું અત્યંત જરૂરી છે. જેા એવું ન થાય તો એમસીબી બોક્સની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. એમસીબી ટ્રિપ થયા પછી ઘરમાં વીજ પ્રવાહ થંભી જાય છે, જેથી આગ પર કાબૂ સરળતાથી મેળવી શકો છો.

લોડ ચેક કરાવો
આજકાલ એક ઘરમાં ૩-૪ એસી હોય છે. એવામાં અનેક વાર ઘરમાં એક જ ફેસનું વાયરિંગ હોય છે જેા વધારે એસીનો ભાર વેઠવામાં સક્ષમ નથી હોતા, જેથી વધારે લોડ પડતા કોઈ પણ સમયે દુર્ઘટનાની શંકા રહે છે. તેથી તમે નવો ફ્લેટ અથવા ઘર ખરીદ્યું છે તો ઈલેક્ટ્રિશિયન પાસે લોડ ક્ષમતા ચેક કરાવો.

એસીને બ્રેક આપો
એસીને ૫-૬ કલાકના અંતરે બ્રેક આપવો જરૂરી હોય છે, જેથી તેનું કંડેસર અને મોટર વધારે ગરમ ન થાય.

ઈંસ્ટોલેશન પ્રોફેશનલ પાસે જ કરાવો
સામાન્ય રીતે એસી ખરીદતી વખતે કંપની પોતાના પ્રોફેશનલને મોકલીને એસીનું ઈંસ્ટોલેશન કરાવડાવે છે, પરંતુ કેટલીય વાર ટ્રાન્સફર થવા કે પછી એસી શિફ્ટ કરવા પર પણ ઈંસ્ટોલેશન કરાવવું પડે છે. એવામાં નાનામોટા મેકેનિકના બદલે કંપનીના પ્રોફેશનલની મદદ લો, કારણ કે ખોટું ઈંસ્ટોલેશન અથવા અયોગ્ય ગેસ ભરાઈ જવો પણ દુર્ઘટનાનું કારણ બને છે.
– પ્રતિભા અગ્નિહોત્રી.

વધુ વાંચવા કિલક કરો....