તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો, જેથી સ્વયંને રિલેક્સ કરી શકો, પરંતુ અસમંજસમાં છો કે ટૂર પ્લાન જાતે કરશો કે પછી ટૂર પેકેજ લેશો. જેાકે બંને વસ્તુ સારી છે, પરંતુ તમારા માટે બંનેમાંથી કોઈ પણ ઓપ્શન ઓપ્ટ કરતાં પહેલાં આ જણવું ખૂબ જરૂરી છે કે તમે કયા પ્રસંગે, ક્યારે, કોની સાથે, કેવી રીતે ફરવા જવાનો પ્લાન બનાવવાનું વિચારી રહ્યા છો.
એવામાં અમે તમને કેટલીક સિચ્યુએશનથી વાકેફ કરાવીએ છીએ, તે પ્રમાણે તમે ટૂર પ્લાન કરતી વખતે જાતે ડુ ઈટ યોરસેલ્ફ ટૂર પ્લાન કરી શકો છો કે પછી તમે તે ટૂર માટે પૂરું પેકેજ લઈ શકો છો, તો આવો જાણીએ ક્યારે, કયો ઓપ્શન વધારે બેસ્ટ રહેશે.

હનીમૂન ટૂર
લગ્ન અને ત્યાર પછી હનીમૂનમાં ફરવા જવાનો પ્લાન બનાવવો દરેક પાર્ટનર માટે ડિફરન્ટ અને એક્સાઈટિંગ સમય હોય છે, કારણ કે આ સમય ફરીથી પાછો નથી આવતો અને આ સમયે એકબીજા સાથે વિતાવેલી ક્ષણ આજીવન યાદ રહે છે. એવામાં તમે હનીમૂન ટૂરને રિલેક્સ અને ટેન્શન ફ્રી થઈને વિતાવવા માંગો છો, તો તમારા માટે ટૂર પેકેજ લેવું વધારે સારું છે. તેમાં પિકઅપથી લઈને ડ્રોપિંગ, ડેસ્ટિનેશન સુધી પહોંચવું, લાવવું, તમે જે જગ્યા જવાનો પ્લાન બનાવ્યો છે, તે જગ્યાને સારી રીતે એક્સ્પ્લોર કરાવવું, રહેવું, ખાણીપીણી બધું સામેલ હોય છે, જેથી તમારે કોઈ વસ્તુનું ટેન્શન લેવાની જરૂર નથી પડતી અને તમે તમારા પાર્ટનર સાથે ટ્રિપ એન્જેાય કરી શકો છો, નહીં તો આવા સમયમાં તમે જાતે ટૂર બુક કરશો તો બધી વસ્તુ થશે, પણ તેના માટે તમારે મહેનત અને ડેસ્ટિનેશન પર પહોંચીને સર્ચ કરવું પડશે અને કેટલીય વાર ઉતાવળ કે પછી તમારા પાર્ટનરને કોઈ પ્રકારની સમસ્યા ન થાય, આ ચક્કરમાં તમે ત્યાં જઈને મોંઘી હોટલ, દરેક વસ્તુ મોંઘીમોંઘી બુક કરો છો, જે સમય બરબાદ કરવાની સાથેસાથે તમારા પોકેટ પર પણ ભારે પડે છે. તેથી આ સમય માટે બેસ્ટ છે ટૂર પેકેજ બુક કરાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ટૂર પેકેજ હંમેશાં વિશ્વસનીય સાઈટ પરથી જ પ્લાન કરો, કારણ કે તેમાં પ્રી પેમેન્ટ જ થાય છે.

જેાયેલી જગ્યા ફરીથી જેાવા ન જાઓ
માની લો જેમ કે તમે મનાલી એક વાર ફ્રેન્ડ્સ સાથે ફરવા ગયા છો, પણ તમે ફેમિલી સાથે ફરીથી તે જ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે આ સિચ્યુએશનમાં જાતે એટલે ડુ ઈટ યોરસેલ્ફ ટૂર પ્લાન કરી શકો છો, કારણ કે આ વખતે તમારા માટે જગ્યા અજાણ નથી, જેથી તમને અંદાજ છે કે તમે કેવી રીતે ત્યાં પહોંચશો. ક્યાં રોકાવું સારો ઓપ્શન રહેશે, જ્યાં મજાથી રિલેક્સ કરી શકો અને પોકેટ ફ્રેન્ડલી પણ હોય. તેની સાથે તમને ખબર છે કે ત્યાં એડવેંચર કરવા માટે તમારે ડાયરેક્ટ વાત કરવાની છે કે પછી એજન્ટના માધ્યમથી. તમારે ત્યાં ફરવા માટે ક્યાંથી બુકિંગ કરાવવું સારો ઓપ્શન રહેશે. જ્યારે તમને તે બધી બાબતનો આઈડિયા છે તો તમારા માટે જાતે ટૂર પ્લાન કરવું જ વધારે સારું છે. આ રીતે તમે સારી રીતે એન્જેાય કરી શકો છો અને સાથે તમારું બજેટ પણ કંટ્રોલમાં રહે છે.

અચાનકથી બન્યો પ્લાન
તમે અચાનક ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સ્થિતિમાં તમે ફેમિલી સાથે જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ટૂર પેકેજ લેવું સારું રહેશે. તેથી તમારે દોડધામ નહીં કરવી પડે, સાથે તમને ટૂર પ્લાનર દરેક બાબત મેનેજ કરી આપશે, જેમાં લાવવા લઈ જવાની સાથે રહેવા, ખાણીપીણી, ત્યાંની દરેક જગ્યા બતાવવાની જવાબદારી સામેલ હોય છે.
તેથી તમે અચાનક બનેલી ટૂરને પણ ફેમિલી સાથે એન્જેાય કરી શકો છો, કારણ કે તમારે આ ટૂર પ્લાનિંગમાં કંઈ કરવાનું નથી, માત્ર પ્રી પેમેન્ટ કરવાનું છે. તમારા ટૂર પ્રોવાઈડર ટૂર સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા હાજર રહેશે. બીજી બાજુ તમે ફ્રેન્ડ્સ સાથે અચાનક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે તેના માટે જાતે ટૂર બુક કરી શકો છો, કારણ કે જ્યારે ફ્રેન્ડ્સ સાથે હોય છે ત્યારે વસ્તુ મેનેજ કરવામાં વધારે સમસ્યા નથી થતી, કારણ કે બધા મળીને રહેવાની વ્યવસ્થા, ખાણીપીણીની વ્યવસ્થા, ફરવા માટે જગ્યા સર્ચ કરીને ત્યાં પહોંચી જઈએ છીએ. ભલે ને થોડી સમસ્યા થાય, તો પણ મિત્રો સાથે આ બધું મેનેજ કરવું વધારે મુશ્કેલ નથી હોતું.

મલ્ટિપલ ડેસ્ટિનેશન ટૂર
તમારો ચંદીગઢ, સિમલા, મનાલી જવાનો પ્લાન છે અને એવામાં જેા તમે જાતે અલગઅલગ જગ્યાનું બુકિંગ કરશો, તો વધારે મોંઘું પડવાની સાથે તમને મેનેજ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડશે. એવામાં જેા તમે આ જગ્યાનું ટૂર પેકેજ લો છો તો એક વસ્તુ મેનેજ કરવામાં સરળતા રહેશે અને બીજું તમે સસ્તામાં મલ્ટિપલ ડેસ્ટિનેશન જેાઈ શકો છો. આ ટૂર પેકેજવાળા મલ્ટિપલ ડેસ્ટિનેશન પર વિઝિટ કરાવવા માટે ઓછા પૈસા લે છે, જ્યારે તમે અલગઅલગ આ જગ્યા પર ફરવાનો પ્લાન બનાવો છો તો હેક્ટિક થવાની સાથે ટૂર મોંઘી પડે છે. એવામાં મલ્ટિપલ ડેસ્ટિનેશન ટૂર કવર કરવા માટે તમે ટૂર પેકેજ લો, પરંતુ બજેટનો કોઈ ઈશ્યૂ નથી, તો તમે જાતે પણ ટૂર બુક કરી શકો છો, કારણ કે જાતે બુક કરવાનો ફાયદો એ છે કે તમે તેમાં તમારી રીતે ફન કરવાની સાથે જ્યાં રોકાવા માંગો છો, ખાણીપીણી, આ બધું પોતાની ઈચ્છા મુજબ કરીને મસ્તી કરો શકો છો.

સેફ્ટી એન્ડ કોમ્યુનિકેશન
માની લો કે તમે ઈન્ડિયાની બહાર ફરવાનો પ્લાન બનાવો છો તો તમે જાતે પ્લાન કરવાના બદલે ટૂર પેકેજ બુક કરો કોઈ સારી ઓર્ગેનાઈઝેશથી, કારણ કે તેનાથી જ્યારે તમે એકસાથે કેટલાય લોકો સાથે જશો તો વધારે મજા આવવાની સાથે સેફ્ટી માટે પણ સારું રહે છે, જ્યારે જાતે ટ્રિપ પ્લાન કરતા સેફ્ટી ઈશ્યૂ થવાની સાથે તમારે ગાઈડ વિના તે જગ્યાએ ફરવા માટે વધારે સતર્કતા રાખવી પડે છે, સાથે લોકોથી પણ વધારે સતર્ક રહેવું પડે છે. તેની સાથે તમારે ટૂર પેકેજ લેવાથી કોમ્યુનિકેશનમાં પણ વધારે સમસ્યાનો સામનો નહીં કરવો પડે, નહીં તો તમે ટૂરને એન્જેાય કરવાના બદલે ત્યાંની ભાષાને સમજવામાં ગૂંચવાઈ જશો, જે તમારી ટૂરને બગાડવાનું કામ કરે છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....