બાળકના જન્મની સાથે મહિલાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ભલે ને તેનો વિચારવાનો દષ્ટિકોણ હોય કે પછી વાત અપીયરેન્સની હોય, ફિઝિકલ, મોટાભાગની મહિલાઓ પોસ્ટ ડિલિવરી વજન વધતા પરેશાન રહે છે. આ સ્થૂળતાથી આપણી સુંદર સેલિબ્રિટી પણ બચી નથી શકતી, પણ સવાલ એ છે કે પોસ્ટ ડિલિવરી સેલિબ્રિટી ઓછા સમયમાં પહેલાં જેવી સુંદરતા મેળવી લે છે.
પણ કેવી રીતે? તમારા આ પ્રશ્નનો જવાબ આજે આપણને મળશે કે કેવી રીતે કરીનાથી લઈને અનુષ્કા શર્મા, શિલ્પા શેટ્ટી, સોનમ કપૂર, આલિયા ભટ્ટ કેવી રીતે ફેટ લોસ કરવામાં સફળ થઈ.

કરીનાને ઘરનો ખોરાક લેવો પસંદ છે
૨૦ ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ કરીનાએ તૈમૂર અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ માં બીજા દીકરા ઝેહને જન્મ આપ્યો. આ બંનેની જર્નીમાં કરીનાએ પોતાના અપીયરેન્સને લઈને લોકોને પ્રભાવિત કર્યા છે. કરીનાએ પ્રથમ પ્રેગ્નન્સી દરમિયાન ઘણું વજન વધારી દીધું હતું, તેમ છતાં કરીનાએ પોતાના મનોબળને તૂટવા ન દીધું અને ૧૮ મહિનામાં પોતાની બોડીને રિકવર કર્યું. કરીનાનું માનવું છે કે સાદો અને સ્વચ્છ ખોરાક, એક્સર્સાઈઝ અને વોકિંગથી વજન ઓછું કરી શકાય છે, પરંતુ તેમાં કોઈ ઉતાવળ ન કરવી. તમે ધીરેધીરે વજનને નિયંત્રણ કરો. આ ગાળા દરમિયાન મહિલાઓ ઓછા કાર્બોહાઈડ્રેટનું સેવન કરવા લાગે છે, જેથી વજન જલદી ઓછું થાય, પરંતુ કરીનાએ ધીરેધીરે પોતાના ડાયટમાં પોષણયુક્ત ભોજન ઉમેરીને વજન ઘટાડ્યું. કરીના પોતાની ફિટનેસનો શ્રેય ખાણીપીણીની ટેવને આપે છે. સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋતુજ દિવેકર કરીના સાથે લાંબા સમયથી જેાડાયેલી છે. તે જણાવે છે કે કરીનાએ માત્ર ઘરનો ખોરાક અને સિઝનલ ફળશાકભાજીથી હેલ્ધિ પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી વજનને નિયંત્રિત કર્યું છે.

પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી સમયે કરીનાએ દાળ હોય કે ભાત બધી વસ્તુમાં ઘીનો વઘાર કર્યો છે. તે બંને બાળકોના ખોરાકમાં પણ દેશી ઘીનો ઉપયોગ કરે છે. કરીનાને એક્સપોર્ટેડ ફળ અને શાકથી વધારે મોસમી ફળો, દહીંભાત, જુવાર, મકાઈ, ઘઉંના લોટની રોટલી, દૂધી, કારેલા, દાળ વગેરે ખૂબ ભાવે છે. કરીના પરોઠાંથી પણ પરેજ નથી કરતી, બસ તેનું કહેવું છે કે તમે જે ખાઈ રહ્યા છો તેનું પ્રમાણ નિયંત્રિત કરો. ઋતુજના કહેવા મુજબ સૌપ્રથમ વિચારો કે તમને ભૂખ કેટલી છે અને પ્લેટમાં શું પીરસવા માંગો છો. ત્યાર પછી ડિશમાં તેનાથી અડધું ભોજન લો અને વધારે સમય લઈને ધીરેધીરે ચાવીને ખાઓ. માની લો કે તમે ૫ મિનિટમાં ખાઓ છો તો ૧૦ મિનિટમાં પૂરું કરો.
કરીનાને પાવર યોગા અને હોટ યોગા પણ ખૂબ પસંદ છે. તેની સાથે તે વર્કિંગને પોતાના માટે જરૂરી માને છે.

ન્યૂ સેલિબ્રિટી મોમ આલિયા બધાની ફેવરિટ
પ્રેગ્નન્સી દરમિયાન ક્યૂટ બેબીબંપ ફ્લોંટ કરવું હોય કે પોસ્ટ પ્રેગ્નન્સી એરિયલ યોગા કરીને વેટ લોસ, દરેક લુકમાં આલિયા લોકોને ખૂબ પસંદ આવે છે. ૬ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ એક્ટ્રેસે દીકરી રાહા કપૂરને જન્મ આપ્યો અને ખૂબ ઓછા સમયમાં તે એરિયલ યોગા અને ડાયટથી પહેલાં જેવી ફિટ દેખાવા લાગી. તમને આશ્ચર્ય થશે, પણ કરીનાની જેમ આલિયાને પણ ઘરનો ખોરાક ખૂબ ભાવે છે. બીટ-દહીંનું રાયતું તેનું ફેવરિટ છે. જેને તે પોતાના ડાયટમાં સામેલ કરવાનું ભૂલતી નથી. આલિયા ઘરના બનેલા શાકરોટલી, દાળભાત ખાવાનું ખૂબ પસંદ કરે છે અને તેને પણ ભોજનમાં ઘીનો વઘાર ખૂબ ભાવે છે. આલિયા રોજ એક જેવો ખોરાક ન ખાતા પોતાના ખોરાકમાં વેરાઈટી લાવવાનું નથી ભૂલતી અને ક્યારેય કોઈ મીલ સ્કિપ નથી કરતી. બસ કંટ્રોલ પોર્શન અને ઘરના બનેલા સિંપલ ખોરાકથી તેણે વજન ઓછું કર્યું છે. જેાકે સ્નેક્સ ક્રેવિંગને ઓછું કરવા માટે અનુષ્કા લીંબુ પાણીમાં કેસર નાખીને પીએ છે. વર્કઆઉટ પછી આલિયા પેક્ડ જ્યૂસના બદલે ફ્રેશ કાઢેલો શેરડીનો જ્યૂસ પીવાનું પસંદ કરે છે. રોજ બ્રેકફાસ્ટમાં પણ આલિયા કોઈ ને કોઈ વેજિટેબલ જ્યૂસ સામેલ કરે છે. બોડીને હાઈડ્રેટ રાખવા માટે તે રોજ ઓછામાં ઓછા ૨-૩ લિટર પાણી પીએ છે.

૧ મહિનામાં ફેટ ટૂ ફિટ થઈ ગઈ હતી અનુષ્કા
અભિનેત્રી અનુષ્કા શર્માએ પ્રેગ્નન્સી દરમિયાન મુશ્કેલ યોગાભ્યાસની તસવીર શેર કરી લોકોને ચકિત કરી દીધા હતા, પરંતુ તેનાથી પણ વધારે લોકો અનુષ્કાની પોસ્ટ પ્રેગ્નન્સી વેટ લોસ જર્ની જેાઈને આશ્ચર્યચકિત થયા. તેણે માત્ર ૧ મહિનામાં પહેલાં જેવી કાયા મેળવી લીધી હતી. તેની ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે સારી ઊંઘ કોઈની પણ વેટ લોસ જર્નીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
મા બન્યા પછી ભરપૂર ઊંઘ લેવી કોઈ સપનાં જેવું લાગે છે, પરંતુ તમારું બાળક જેવું ઊંઘે, તમે પણ તેની સાથે ઊંઘી જાઓ. તે તમારી સ્કિન, માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે અને તેનાથી તમે રિકવર પણ જલદી થશો તથા એનર્જી પણ મળશે. તે ઉપરાંત બાળકને યોગ્ય પોશ્ચરમાં પકડવું, ફીડિંગ કરાવતી વખતે કમરની પાછળ તકિયો લગાવવો, જેથી બેકપેન ન થાય, તેની સલાહ અનુષ્કાની ન્યૂટ્રિશનિસ્ટ આપે છે. પ્રેગ્નન્સી ફેટ ઘટાડવા માટે અનુષ્કા શર્માએ સંતુલન વધારતી એક્સર્સાઈઝનો સહારો લીધો. તેના માટે મેડિટેશન અને ડીપ બ્રીધિંગ એક્સર્સાઈઝ પણ મદદરૂપ સાબિત થશે. તેથી પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી રાહત મેળવવામાં મદદ મળે છે.

આલિયા પણ ન્યૂ મોમ્સ તરીકે ઘણી ફિટ
આજકાલ તો આલિયા ભટ્ટ ઘણી ફિટ અને ફાઈન મોમ દેખાઈ રહી છે. આલિયાએ રાહાના જન્મ પછી ખૂબ ઓછા મહિનામાં પોતાની જાતને પહેલા જેવી સુંદર અને ફિટ બનાવી લીધી. અનેક જાહેર પ્રોગ્રામમાં આલિયા પોતાની સુંદરતાને ફ્લોંટ કરતી જેાવા મળી રહી છે.

શિલ્પા ન્યૂ મોમ્સ માટે પ્રેરણા છે
શિલ્પા શેટ્ટીનું નામ આવતા જ આપણી સામે ફિટ અભિનેત્રીની છબિ બની જાય છે, પરંતુ મધરહૂડની જર્નીમાં શિલ્પા પણ સ્થૂળતાનો શિકાર થઈ છે. તે મુજબ તેના દીકરાના જન્મ પછી એટલી સ્થૂળ થઈ ગઈ હતી કે તેને કોઈ કપડાં આવતા નહોતા અને તેને ઘરની બહાર નીકળવામાં શરમ આવતી હતી. તેણે દીકરા વિયાનના જન્મ પછી ૩૨ કિલો વજન વધારી લીધું હતું, પરંતુ માત્ર ૪ મહિનામાં મહેનત અને હેલ્ધિ ખાણીપીણીથી તેને પહેલાં જેવી બોડી શેપમાં લાવી દીધી.
– સોનિયા રાણા ડબાસ.

વધુ વાંચવા કિલક કરો....