તમે પણ સમરમાં બીચ વેકેશનનો પ્લાન બનાવી રહ્યા છો અને સૌથી અલગ અંદાજમાં લુક કેરી કરવો છે તો તમારા મેકઅપને લઈને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આ સંદર્ભમાં બસ તમે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગુંજન અઘેરા પટેલની મેકઅપ ટિપ્સ ફોલો કરો :

ફાઉન્ડેશન સ્કિપ કરો
દરિયાકિનારે લાંબો સમય વિતાવવા માટે મેકઅપમાં ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો યોગ્ય વિકલ્પ નથી, કારણ કે સ્કિન પર ફાઉન્ડેશન લગાવીને બીચ પર ગયા પછી થોડી વારમાં ફેસ પર લાઈન્સ દેખાવા લાગે છે. ફાઉન્ડેશનના બદલે સ્કિનને નેચરલ ચમક આપવા માટે એક ટિંટેડ મોઈશ્ચરાઈઝર કે પછી બીબી ક્રીમનો ઓપ્શન બેસ્ટ છે. આ બંનેમાં એસપીએફના ગુણ હોય છે, જેથી તમને સૂર્યના કિરણોથી બેગણી સુરક્ષા મળે છે. તમે ફાઉન્ડેશન વિના નથી રહી શકતા તો તેનું પાતળું લેયર એપ્લાય કરી શકો છો.

એક્નેને બ્રોંઝર કરો
બીચ પર જતાં પહેલાં એક્નેને સારી રીતે બ્રોંઝ કરો, જેથી તમે તમારી બીચની તસવીર ક્લિક કરી શકો. જેાકે બ્રોંઝર નેચરલ રીતે તમારા લુકને સેટ રાખવામાં મદદ કરે છે. તેના વિના તમારો બીચ મેકઅપ પણ અધૂરો રહેશે. તમે મેટ અને એક્સ્ટ્રા મેટવાળા બ્રોંઝરનો વિકલ્પ પસંદ કરી શકો છો. તે વાતનું ધ્યાન રાખો કે બ્રોંઝર ક્રીમ બેઝ હોય. તેને ચીકબોંસ, હેરલાઈન્સ પાસે અને નોઝ ટિપ પર લગાવો. તેને ત્યારે એપ્લાય કરો જ્યારે તમને ફોટો સન કિસવાળો જેાઈએ.

બધું વોટરપ્રૂફ હોય
કંસીલર, મસકારા, આઈલાઈનર, બ્રો વોટરપ્રૂફ છે તો વધારે સારું રહેશે. તમે વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરશો તો ગરમી અને પરસેવામાં મેકઅપ વહેવાનું ટેન્શન નહીં રહે. તમે વોટરપ્રૂફ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો દરિયામાં પાણી સાથે મોજમસ્તી કરતાં પહેલાં તમારે વિચારવાની જરૂર નહીં પડે. પાણીમાં પણ તમારો મેકઅપ બગડશે નહીં અને તમે સુંદર દેખાશો. તમે નિશ્ચિંત થઈને સુંદર પળનો આનંદ લેશો, તેથી બીચમાં વેકેશન પર જતાં પહેલાં આ પ્રોડક્ટ પર ઈન્વેસ્ટ કરવું સમજદારી છે. સિલિકોન બેઝ મેકઅપ પ્રોડક્ટ વોટરપ્રૂફ મેકઅપમાં બેસ્ટ માનવામાં આવે છે.

હોઠને નેચરલ રાખો
ફુલ ઓન લિપસ્ટિક લગાવવાથી તમે તમારા પૂરા સન કિસ્ડ અને રેડિએન્ટ લુક સાથે રમત રમો છો. તેનાથી બચવા માટે લિપ સ્ટેન કે પછી લિપ બામની પસંદગી બીચમાં વેકેશન માટે બેસ્ટ રહે છે. આંગળીની મદદથી તેને હોઠ પર લગાવો, જેથી નેચરલ લુક મળશે.

બ્લોટિંગ પેપર સાથે રાખો
સમરમાં દરિયાકિનારે વારંવાર મેકઅપ સેટ કરવા માટે કોમ્પેક્ટ ન ખોલવું પડે અથવા વારંવાર ટચઅપ ન કરવું પડે. તેના માટે બ્લોટિંગ પેપરની મદદથી તમે એક્સ્ટ્રા ઓઈલ અને પરસેવાથી છુટકારો મેળવી શકો છો. સાથે તેનાથી તમારો મેકઅપ પણ ફેસ પરથી ઓગળશે નહીં.

સનસ્ક્રીન અને સનગ્લાસ
દરિયાકિનારે સ્કિન ટેનિંગ થવી સામાન્ય વાત છે. એવામાં તમે તમારી સાથે સનસ્ક્રીન જરૂર રાખો. જ્યારે તમે હોટલથી બીચ માટે જઈ રહ્યા છો ત્યારે ૨૦ મિનિટ પહેલાં ફેસ, ગરદન, પગ, હાથ પર સનસ્ક્રીન લગાવો. તેનાથી સૂર્યના યૂવી કિરણોથી સ્કિનના નુકસાન નહીં થાય. તડકામાં ૧ કલાક સમય વિતાવ્યા પછી ફરીથી સનસ્ક્રીન લગાવો. સેન્સિટિવ સ્કિન માટે ૪૦ એસપીએફ કે પછી તેનાથી વધારેનું સનસ્ક્રીન લગાવો.

મેકઅપ પ્રાઈમર પણ જરૂરી
મેકઅપને લોન્ગ ટાઈમ સ્ટે કરવા માટે સારા પ્રાઈમરની જરૂર હોય છે. સ્કિનને હાઈડ્રો ગ્રિપ અને ઓઈલ ફ્રી રાખવા માટે પ્રાઈમર મદદરૂપ થાય છે. આ મેકઅપમાં ૧૨ કલાક સુધી લોક રહે છે, જેથી સ્કિન હાઈડ્રેટ અને સ્મૂથ રહે છે અને તડકામાં મેકઅપ ડલ નહીં દેખાય. મેકઅપ પ્રાઈમરને ફેસ પર ઘસવાના બદલે થપથપાવીને લગાવો.

મેકઅપ સેટિંગ સ્પ્રે
બીચ પર જતાં પહેલાં મેકઅપ પછી સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો. મેકઅપ સેટિંગ સ્પ્રે ફેસને પરસેવાથી બચાવે છે અને સ્મજ પ્રૂફ રાખે છે. તે ઉપરાંત ઓઈલ કંટ્રોલ પણ કરે છે અને તમારા મેકઅપને લોંગ લાસ્ટિંગ બનાવે છે. બીચ પર વેકેશન એન્જેાય કરવા માટે જઈ રહ્યા છો તો મેકઅપ કરવાના અંતે તેનો ઉપયોગ કરો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....