સામગ્રી :
૧ નાની દૂધી
૧ કપ વેસણ
૧ મોટી ચમચી કાજુના ટુકડા
૧/૪ કપ સોજી
૧ મોટી ચમચી શેકેલી મગફળીનો ભૂકો
૧ નાની ચમચી ચાટમસાલો
૧ નાની ચમચી આદુંની છીણ
૧ નાની ચમચી ધાણા પાઉડર
૨ મોટી ચમચી કોથમીરની પેસ્ટ
દ્રાક્ષ
૧ લીલું મરચું
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.

રીત :
દૂધીને છીણી લો. તેમાં વેસણ, સોજી, આદું, લીલું મરચું અને અન્ય સામગ્રી (તેલ અને દ્રાક્ષ સિવાય) મિલાવીને પાણીથી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આ પેસ્ટ નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે તે ગૂંદેલા લોટ જેવું ન થાય. ઠંડું થતા આ મિશ્રણમાંથી ટેનિસ બોલ બનાવો અને તેને ૧-૨ કલાક માટે ફ્રિજમાં ઢાંકીને રાખો. પીરસો ત્યારે ફ્રિજમાંથી કાઢીને ગરમ તેલમાં ક્રિસ્પી તળો. દરેક બોલ પર ટૂથપિકની મદદથી દ્રાક્ષ સજાવો અને ચટણી સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....