સામગ્રી :
૧ કપ રાગીનો લોટ
૧/૨ કપ પાઉડર શુગર
૨ મોટી ચમચી પાણી
૩/૪ કપ ઘી
૧/૨ નાની ચમચી આદું પાઉડર (સૂંઠ)
૧/૨ નાની ચમચી એલચી પાઉડર
૧ મોટી ચમચી તલ.

રીત :
એક પેનમાં તલને ડ્રાય રોસ્ટ કરીને બાજુમાં મૂકો. તે જ પેનમાં રાગીના લોટને ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરો જ્યાં સુધી કે તેનો રંગ ન બદલાય. ત્યાર પછી ઘી અને રાગીનો લોટ નાખો અને મિક્સ કરીને ગેસ પરથી નીચે ઉતારો. એક અલગ પેનમાં બૂરું ખાંડને પાણી સાથે ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે તે ઓગળી ન જાય. હવે પહેલાંથી તૈયાર રાગીના લોટના મિશ્રણમાં તરત જ ચાસણી નાખો. સાથે તેમાં સૂંઠ, એલચી પાઉડર અને રોસ્ટેડ તલ નાખીને બરાબર મિક્સ કરો. હાથને ઘીથી ચીકણા કરીને મિશ્રણમાંથી લાડુ તૈયાર કરો. જેા મિશ્રણ વધારે ઠંડું થઈ જાય તો તેમાં હળવું ગરમ ઘી નાખી શકો છો. ચાંદીની વરખથી ગાર્નિશ કરી પીરસો.

વધુ વાંચવા કિલક કરો....