સામગ્રી :
૨ કપ મમરા
૧/૨ કપ તળેલી સિંગ

વઘાર માટે :
૧ મોટી ચમચી તેલ
એક ચપટી હિંગ
૧/૨ નાની ચમચી રાઈ
૨ સૂકા લાલ મરચાં
મીઠો લીમડો
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક પેનમાં તેલ ગરમ કરીને ગેસને મધ્યમ કરો. તેમાં હિંગ, રાઈ અને સૂકા લાલ મરચાં નાખીને વઘાર કરો. તેમાં લીમડો, હળદર પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરો. પેનમાં મમરા અને સિંગ નાખીને મિક્સ કરો. ઠંડું થયા પછી સર્વ કરો અથવા એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો.

વધુ વાંચવા કિલક કરો....