સામગ્રી :
૧ કપ પૌંઆ
૧ મોટી ચમચી પીળું, લીલું બારીક સમારેલું કેપ્સિકમ
૧ નાની ડુંગળી બારીક સમારેલી
૧ નાનું ગાજર છીણેલું
૧ મોટી ચમચી કાચું નાળિયેર છીણેલું
૧ મોટી ચમચી તેલ
૧ મોટી ચમચી ઘટ્ટ દહીં
૧/૨ ચમચી રાઈ
મીઠો લીમડો
લીલા મરચાં સમારેલાં
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પૌંઆને પાણીથી ધોઈને ચાળણીમાં પાણી કાઢવા માટે મૂકો. પછી તેમાં તમામ કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કાચું નાળિયેર, ગાજર, દહીં અને મીઠું નાખો. બરાબર મિક્સ કરીને તેમાં નાનાનાના બોલ્સ બનાવો. પછી સ્ટીમરમાં ૧૦-૧૨ મિનિટ સ્ટીમ કરો. કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ નાખો. પછી મીઠો લીમડો લીલા મરચા નાખીને પૌંઆના બોલ નાખીને ફ્રાય કરીને લીલી ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....