સામગ્રી :
૧૦૦ ગ્રામ નાળિયેર છીણ
ચપટી બેકિંગ પાઉડર
ચપટી સોડા
૫૦ ગ્રામ મેંદો
૪૦ ગ્રામ ખાંડ
૧૫ ગ્રામ ઓગળેલું માખણ
૧-૨ મોટી ચમચી દૂધ
૧ મોટી ચમચી નાળિયેર છીણ ગાર્નિશિંગ માટે
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક બાઉલમાં નાળિયેર છીણ લઈને તેમાં બેકિંગ પાઉડર, સોડા અને મીઠું મિક્સ કરો. તેમાં મેંદો, ખાંડ અને માખણ મિક્સ કરીને ત્યાં સુધી ફેરવતા રહો જ્યાં સુધી મિશ્રણ ચૂરા જેવું ન થઈ જાય. તેમાં દૂધ નાખીને નરમ લોટ ગૂંદીને લૂઆ બનાવો અને તેને ઓવનપ્રૂફ ટ્રેમાં મૂકીને સપાટ કરો. પહેલાંથી ગરમ ઓવનમાં ૧૫૦ સેન્ટિગ્રેડ પર ૧૦ મિનિટ બેક કરો. મેકરૂન બનીને તૈયાર છે. ઉપરથી નાળિયેર છીણ ભભરાવીને ક્રિસ્પી કરવા માટે ૨-૩ મિનિટ બેક કરો. ઠંડું કરીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....