વાર્તા – દેવેન્દ્ર સિંહ.

થોડાદિવસ પહેલાં નોકરિયાત મહિલાઓ પરનો એક સર્વે વાંચ્યા પછી અચાનક અર્ચનાના મગજમાં વિચારો આવવા લાગ્યા. તેને લાગ્યું કે તેની એમબીએની ડિગ્રી પણ તેણે કોરસપોન્ડન્સ કોર્સથી લીધી હતી અને ફાઈલમાં કંઈક કરી બતાવવા તે ઉત્સુક છે. આ સર્વે વાંચ્યા પછી તે ઘણા દિવસ સુધી વિચારોમાં ખોવાયેલી રહી.
૧-૨ દિવસ મેં કોઈ નોંધ લીધી નહીં. અમારા લગ્નને હજી ચાર વર્ષ જ થયા હતા. હું એમ પણ તેની સાથે થોડો ઓછો વાદવિવાદ કરતો હતો, કારણ કે તેનું ઊંચી જાતિનું કહેવું ઘણી વાર અમારા પ્રેમ લગ્નમાં ઝઘડાનો મુદ્દો બની ગયું હતું. ત્રીજા દિવસે મારાથી રહેવાયું નહીં અને હું તેના શાંત ખોવાયેલા રહેવાનું કારણ પૂછી બેઠો.
તે જાણે રાહ જેાઈને બેઠી હતી, તરત ગુસ્સે થઈ ગઈ, ‘‘જુઓ પ્રેમ, મેં એમબીએ પાસ કર્યું છે, તેમ છતાં ૨ વર્ષથી ઘરે બેસીને કોઈ ખાસ કામ નથી કર્યું. ઘણી વાર થાય છે કે બીએની ડિગ્રીને પણ આગમાં સળગાવી નાખું… સારી નોકરી પર આઈએએસવાળા કબજેા જમાવીને બેઠા છે.’’
મેં જવાબ આપ્યો, ‘‘જરૂર કર, પરંતુ પહેલા થોડું તારું કમ્પ્યૂટર જ્ઞાન સુધારી લે. આજકાલ તું વોટ્સએપ ફોરવર્ડ કરીને અને યૂટ્યૂબ જેાઈજેાઈને બધું ભૂલી ગઈ છે. આમ પણ નોકરી કોઈને કોઈ મળી જશે, પરંતુ એ કહે કે તારો ઈમેલ ભલા બીજું કોઈ વાંચી શકે છે. એટલે કે જ્યાં તારો ઈમેલ જશે ત્યાં તારે પણ જવું પડશે, કારણ કે ઓટો કેરેક્ટર પછી પણ શું ગેરન્ટી છે કે તું જાતે પણ તારું લખેલું કંઈ સમજી શકે.’’
એક રાજસ્થાની કહેવત છે, ‘આલા બચે ન આપ સૂં અને સુખા બચે ન કોઈ બાપ સૂં’ એટલે કે પોતાનું લખેલું જ્યારે ભીનું થઈ ગયું હોય તો તમે પોતે પણ નથી વાંચી શકતા અને જેા તે સુકાઈ જાય તો કોઈનો બાપ પણ તેને નથી વાંચી શકતો. તારા ઈમેલની ભાષા જ એવી હોય છે કે તારો કોઈ પણ ઓફિસમાં કેવી રીતે નિભાવ થઈ શકશે?’
સાંભળીને અર્ચના ગુસ્સામાં જતી રહી. તે કંઈ જ ન બોલી, કારણ કે પોતાની ઈગ્લિશ ભાષાની કમજેારીથી તે પોતે પણ ખૂબ દુખી હતી.
પરંતુ તે ખૂબ દઢનિશ્ચયી હતી, તેથી દિવસરાત કંઈક કરીને બતાવવાનું વિચારતી રહી. એક દિવસે સાંજે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેણે એક લાંબું લિસ્ટ મારા હાથમાં પકડાવી દીધું. મેં પ્રશ્નાર્થવાચક નજરે તેની તરફ જેાતા લિસ્ટ પકડી લીધું.
તે બોલી, ‘‘સાંભળો પ્રેમ, મને મારી પસંદનું કામ મળી ગયું છે. આડોશપાડોશમાંથી એક વોટ્સએપ મેસેજ મળ્યો છે કે રૂમની સાથે વરંડા અને છત પર શાકભાજી ઉગાડવાનું કામ ખૂબ ચાલી રહ્યું છે. હવે હું પણ તેના ઓનલાઈન તથા ઓફલાઈન ક્લાસિસ શરૂ કરીશ. દરેકને ક્યાં જાણકારી હોય છે કે કિચન ગાર્ડન કેવી રીતે શરૂ કરી શકાય છે. હું સારીસારી સાઈટ વાંચીવાંચીને તેના કરતા પણ સારી અને વધારે શાકભાજી ઉગાડવાની રીત શોધી લઈશ. આખરે મેં પણ એમબીએ પાસ કર્યું છે ને. મારા ગ્રાહકો એ લોકો હશે જેમણે માત્ર બીએ કર્યું છે, પરંતુ પહેલા વર્ષે મારે જાતે કિચન ગાર્ડન બનાવવો પડશે, જેથી હું તેના વીડિયો અને ફોટો તૈયાર કરી શકું.’’
મેં ખુરશી પર આરામથી બેસીને તેણે આપેલું લિસ્ટ વાંચવું શરૂ કર્યું. લિસ્ટમાં લગભગ ૧૫ પ્રકારના બીજા, ૨ પ્રકારનું ખાતર, વાડો બનાવવા માટે કાંટાળા તાર અને ઘરેલુ ખેતીવાડી પર કૃષિ પંડિત માંગેરામ ગુર્જરનું પુસ્તક સામેલ હતા. મેં વિચાર્યું કે માંગેરામનું પુસ્તક કોઈની પાસેથી માંગી શકાશે, પરંતુ બીજી વસ્તુમાં પૈસા લાગશે. પછી વિચાર કર્યો કે જેા હું શ્રીમતીની આ યોજનાનો વિરોધ કરીશ તો ઘર બંધ અથવા બીજું કંઈ પણ થઈ શકે છે. પછી પોતાની ભલાઈ તેમાં સમજી અને લિસ્ટમાં લખેલી વસ્તુને તે જ દિવસે ઓનલાઈન ઓર્ડર કરી દીધી.

૪-૫ દિવસમાં થોડોથોડો કરીને સામાન ઘરે આવી ગયો. સામાન જેાઈને અર્ચના ખૂબ ખુશ થઈ ગઈ. પૂછવાનું તે ભૂલી ગઈ કે આ બધા પર કેટલો ખર્ચ થયો છે. મને થોડું ખોટું જરૂર લાગ્યું કે અહીં અડધા મહિનાની સેલરી ખર્ચાઈ ગઈ છે અને આને જરા પણ ચિંતા નથી. આખરે હારીને મેં તેને જણાવ્યું કે કિચન ગાર્ડનના તેના આ શોખમાં મારા રૂપિયા ૧૯,૮૭૫ ખર્ચાઈ ગયા છે, પરંતુ મારું એમ કહેવું હતું કે તે હવે સપનાની રંગીન દુનિયામાં પહોંચી ગઈ હતી.
ગર્વભેર પોતાની ગરદન ટટ્ટાર કરતા તેણે કહ્યું, ‘‘હે જી, તમે ચિંતા કરશો નહીં. આ ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ ૨-૪ મહિનામાં ભરપાઈ થઈ જશે. જ્યારે તમે ઘરમાં ઉગેલા તાજા શાકભાજી ખાશો તો મને પણ આશીર્વાદ આપ્યા કરશો. ઘરમાં શાકભાજી ઉગાડવાથી ઘરખર્ચમાં પણ સારો એવો ઘટાડો થશે. આ રિલાયંસવાળા આજકાલ ખૂબ વધારે પૈસા લેવા લાગ્યા છે. ઓર્ગેનિકના નામે લૂંટ મચાવી દીધી છે. હવે જ્યારે હું ક્લાસિસ શરૂ કરીશ ત્યારે પૈસા વરસશે.’’
જેાકે હું શ્રીમતીના ઉત્સાહ સાથે પૂરી રીતે સહમત નહોતો, તેમ છતાં તેમને ખુશ રાખવા માટે કહ્યું, ‘‘હા, આમ પણ ઘરના કેમિકલ ફ્રી શાકભાજી હોય છે પણ લાભદાયી.’’
તેમનો કિચન ગાર્ડન બનાવવાનો, શાકભાજી ઉગાડવાનો ઉત્સાહ બેવડો થઈ ગયો. બાદમાં તેઓ ક્લાસિસ શરૂ કરશે અને કોચિંગવાળા સરથી વધારે કમાઈને બતાવશે.
મારા માનવા મુજબ તે દિવસે શ્રીમતીને પૂરી રાત ઊંઘ ન આવી. તેઓ સોફા પર પડ્યાપડ્યા કમ્પ્યૂટર ખોલીને યોજના બનાવતા રહ્યા કે કેવી રીતે કાલે સવારથી કિચન ગાર્ડન સાથે જેાડાશે અને વોટ્સએપ મોકલનારીથી વધારે અને સારી શાકભાજી ઉગાડીને બધા ગ્રૂપમાં પોતાના એમબીએ ભણેલાગણેલા હોવાનો સિક્કો જમાવી દેશે.
બીજા દિવસે બપોરથી તેઓ ઘરની છત પર છોડવાના કૂંડા મૂકવામાં વ્યસ્ત થઈ ગયા. ઘરે ૧૮ ફૂટ પહોળી અને ૨૨ ફૂટ લાંબી છત હતી. થોડી વાર તેઓ મને પણ પકડીને લઈ ગયા અને રાત્રે ૯ વાગ્યા સુધી પહેલા મારી પાસે પોલિથીનની શીટ લગાવડાવી અને પછી બોક્સમાં આવેલું ઓર્ગેનિક ફર્ટિલાઈઝર મિક્સ કરાવડાવ્યું. આ સમયે હું પરસેવાથી તરબોળ થઈ ગયો. ખાવાનું હજી બન્યું નહોતું, તેથી મેં સ્વિગી અને ઝોમેટો બંનેમાંથી બર્ગર પિઝા મંગાવી લીધા, કારણ કે ભૂખ થોડી વધારે લાગી હતી. અર્ચનાને જ્યારે જાણ થઈ કે મેં ઓનલાઈન આટલું બધું ડિનર મંગાવી લીધું છે ત્યારે તેના ચહેરા પર એવા ભાવ આવી ગયા, જાણે મારા કામ બદલ તે મારી ખૂબ આભારી ન હોય.
બીજા દિવસે સવારે ૫ વાગે ઊઠીને અર્ચના સાથે મળીને કામ કરતા રીંગણ, દૂધી, તુરિયા, ટીંડોળા, કારેલા, કોળું, ટામેટા વગેરે મળીને લગભગ ૧૫ વસ્તુના બીજા લગાવી દીધા અને ખાતર નાખી દીધું. પછી પાણીની ડોલ ભરીભરીને મારા ખભા અને કમર દુખવા લાગ્યા હતા, તેમ છતાં હું તેમના ઉત્સાહને ઓછો થવા દેવા માંગતો નહોતો. તેની સાથેસાથે આ બધા કામનો વીડિયો બની રહ્યો હતો અને અર્ચના સ્ક્રિપ્ટ અનુસાર બોલી રહી હતી.
કામ સમાપ્ત કરવાની જાહેરાત તેમણે ૯ વાગે કરી ત્યારે હું થાકીને બિલકુલ ઢીલો થઈ ગયો હતો, પરંતુ અર્ચનાના ચહેરા પર થાકના કોઈ નિશાન દેખાઈ રહ્યા નહોતા. પછી શ્રીમતીએ મને ગરમાગરમ ચા પિવડાવી ત્યારે જઈને મને હોશ આવ્યા. એટલામાં ઘંટડી રણકી. દરવાજેા ખોલ્યો ત્યારે પાડોશમાં રહેતા રમેશભાઈ હતા. તેઓ પૂછવા લાગ્યા કે બધું ઠીક છે ને. સવારથી અર્ચનાના જેારજેારથી અવાજ આવી રહ્યા હતા, તેથી વિચાર્યું કે ક્યાંક કોઈ પરેશાની તો નથી ને.

તેમને સમજવ્યું કે અમે છત પર કિચન ગાર્ડન બનાવી રહ્યા હતા અને અર્ચના રેકોર્ડિંગ કરતી વખતે થોડું વધારે જેારથી બોલી રહી હતી. હવે આ ૪ માળના ફ્લેટમાં ભલે ને કોઈ પાડોશી એકબીજાને જેાઈ ન શકે કે ન મળે, પરંતુ અવાજ બહાર સંભળાતા હોય છે.
રમેશભાઈએ કહ્યું, ‘‘અર્ચના, કિચન ગાર્ડનમાં પાણી પણ વધારે વપરાશે ને.’’
સાંભળીને અર્ચનાને થોડો અહેસાસ થયો કે નક્કી ક્યાંક કોઈ ગરબડ જરૂર છે.
રમેશે આગળ કહ્યું, ‘‘ફ્લેટની પાણીની ટાંકી પણ વારંવાર ખાલી થશે.’’
અર્ચનાએ સ્પષ્ટતા કરી, ‘‘એટલી જલદી નહીં થાય, પરંતુ થોડું વધારે વપરાશે.’’
રમેશભાઈ અને સુષમા બંને બોલ્યા, ‘‘ક્યાંક એવું ન થાય કે અમે બાથરૂમમાં હોઈએ અને ટાંકીનું પાણી ખાલી થઈ જાય.’’
અર્ચનાની કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ.
રમેશભાઈએ કહ્યું, ‘‘જેાઈ લેજેા, જેા જરૂર પડે તો બીજી એક ટેન્ક લગાવી દેજેા અને બજારમાંથી ટેન્કર મંગાવીને તેને ભરાવી લેજેા. જેા કોર્પોરેશનનું ફિલ્ટર પાણી છોડવામાં નાખીશ તો અંડરગ્રાઉન્ડ ટેન્ક પણ ખાલી થશે અને ઓવરહેડ ટેન્ક પણ. આખરે અહીં બધા સાથે રહેવું હોય તો પ્રેમભાવનું ધ્યાન રાખવું પડશે.’’ કહીને તેઓ ચાલ્યા ગયા.
હજી આ તો શરૂઆત હતી અને ટેન્કની સમસ્યા આવી. પછી અર્ચનાએ ઘણી બધી સાઈટ ફંફોસી, પરંતુ કોઈએ આ પ્રોબ્લેમ પર કંઈ લખ્યું નહોતું. હવે અમે બંનેએ વિચારી લીધું કે જેાયું જશે, જ્યારે સમસ્યા આવશે ત્યારે જેાઈશું, પરંતુ અર્ચનાના ચહેરાના ભાવ જેઈને સમજી શકાય તેમ હતું કે આ સમસ્યા થોડી ગંભીર જરૂર છે. પાડોશી ભલે ને ક્યારેય એકબીજાને મળે નહીં, પરંતુ તેમની સાથે દુશ્મની ન નિભાવાય.

શરૂઆતમાં અર્ચના રડમશ થવા લાગી, કારણ કે આ બધી વાત કોઈ પણ સાઈટ પર લખેલી નહોતી. શ્રીમતીને અંદાજ નહોતો કે આવું પણ થાય છે…

૭ મા દિવસે ટેન્કમાં પાણી અચાનક પૂરું થયું. નીચેના ત્રણેય ફ્લોરના લોકો ભેગા થયા. અમારા ડ્રોઈંગરૂમમાં ૮-૯ માણસ ક્યારેય જેાવા નહોતા મળતા, તે હવે જ્યારે આવ્યા ત્યારે બસ ફરિયાદ પર ફરિયાદ સંભળાવા લાગી.
નીચે રહેતી નીરા કહેવા લાગી, ‘‘મને લાગે છે કે મારા ફ્લેટની દીવાલમાં ડેંપનેસ આવી છે. શું સવારે પાણીનું પ્રેશર ઓછું હતું?’’
સૌથી નીચે રહેતા સુરેન્દ્ર બોલ્યા, ‘‘આજે પૂરા કોમ્પ્લેક્સમાં ધૂળ વધી ગઈ છે. બહારની લોન પર પણ પૂરો સમય ડસ્ટ દેખાય છે.’’

બીજા દિવસથી અમારા બંનેની દિનચર્યા બદલાઈ ગઈ. સવારે ઊઠીને અર્ચના જલદી ખાવાનું બનાવીને મને ઓફિસ રવાના કરતી અને કિચન ગાર્ડનમાં પહોંચી જતી. પછી દિવસભર તે ત્યાં રહેતી. ક્યારેક એક કૂંડામાં માટી ઉપરનીચે કરતી તો ક્યારેક કૂંડાને વ્યવસ્થિત કરતી. રોજ સાંજે ઓફિસથી પરત ફરતા જમવાનું હું જ બનાવતો, કારણ કે તે થાકી ગયેલી જેાવા મળતી.
તેના કિચન ગાર્ડનનો આંખે દેખ્યો અહેવાલ સાંભળવા મારે તેનું રેકોર્ડિંગ સાંભળવું પડતું. દરરોજ છોડવાના ફોટા પોસ્ટ કરતી રહેતી. દરેક ગ્રૂપમાં ફોટા પોસ્ટ કરતાંકરતાં ૧૧-૧૨ વાગી જતા. હું તેને સ્પર્શતો ત્યારે તે મારો હાથ હડસેલી દેતી. પછી શ્રીમતી કિચન ગાર્ડનમાં લઈ જતા અને મનભરીને ગાર્ડનની પ્રશંસા કરાવતા અને ખૂબ ગર્વ કરતા રોજરોજ પોતાના છોડવાને વધતા જેાઈને તેમને ખૂબ ખુશી થતી.
રૂપિયા ખર્ચીને મેં એક અલગ ટેન્ક બનાવડાવી. તેમાં દર ચોથાપાંચમા દિવસે બહારથી મોટું ટેન્કર પાણી લાવતું અને પંપથી પાઈપ લગાવીને ભરતો. જ્યારે પાણીનું ડ્રાઈવ વેમાં ઊભું રહેતું ત્યારે ૧-૨ અવાજ આવતા કે આજુબાજુ ઢોળાયેલું પાણી કોણ સાફ કરશે.
શરૂઆતમાં અર્ચના રડમશ થઈ ગઈ. જેાકે આ બધી વાતો કોઈ પણ સાઈટ પર લખેલી નહોતી. તેમને અંદાજ નહોતો કે આવું બધું પણ થાય છે. તેમ છતાં બધાની નારાજગીને નજરઅંદાજ કરતા કામમાં જેાડાયેલી રહી.
જ્યારે લગભગ બધા છોડ ૨-૨ ફૂટ ઊંચા થઈ ગયા ત્યારે શ્રીમતી ખૂબ ખુશ થઈ ગયા. આ ખુશીમાં શ્રીમતીએ મને એક ૫ સ્ટાર હોટલમાં ખાવાનું પણ ખવડાવ્યું. જેાકે તેનું બિલ મેં જ ચૂકવ્યું હતું. હું પણ ખૂબ ખુશ હતો. આમ પણ આજકાલ શ્રીમતી અર્ચના પોતાના આ કિચન ગાર્ડનમાં વ્યસ્ત રહેતી હતી અને મને બહાર ફરવા જવા માટે વારંવાર કહીને પરેશાન કરતી નહોતી.
કિચન ગાર્ડન હવે ૨ મહિના જૂનો થઈ ગયો હતો. અર્ચનાએ તેના ૨૦-૨૫ વીડિયો બનાવી લીધા હતા, પરંતુ કોઈકમાં સાઉન્ડ ક્વોલિટી ખરાબ હતી તો કોઈકમાં શાકભાજીના નામે માત્ર ફુદીનો ખાવા મળતો હતો. તે મને આશ્વાસન આપતી રહેતી કે બસ હવે થોડા સમયમાં શાકભાજી ઉગવાના છે.

એક દિવસ સવારે ઊઠતા શ્રીમતીએ જેાયું તો એક છોડ પર ફૂલ આવી ગયા હતા. તે લગભગ દોડતી ખુશીની મારી બૂમો પાડતી મારી પાસે આવી અને મારો હાથ પકડીને ખેંચતા ઉપર કિચન ગાર્ડનમાં લઈ ગઈ. મને ફૂલ બતાવીને તે ખુશીથી તાળીઓ પાડતા નાના બાળકની જેમ નાચવા લાગી. જાણે કે તેણે હિમાલયનું કોઈ ઊંચું શિખર સર કરી લીધું હોય.
થોડા દિવસ પછી ફૂલ ખરી પડ્યા અને શાકભાજી ઊગી નહીં. આ સમયગાળામાં પાડોશીની નારાજગી ખૂબ વધી રહી હતી.
થોડા દિવસ સુધી અર્ચના ખૂબ બેચેન હતી, પરંતુ ઘણી બધી સાઈટ વાંચીને પણ તેને સમજાતું નહોતું કે હવે આ સ્થિતિમાં કરવું શું? ફરી એક વાર તેને લાગ્યું કે પોતાની એમબીએની ડિગ્રી કોઈ કામની નથી.
એક દિવસે એક એક્સપર્ટને બોલાવ્યો. તેણે એક લાંબી સૂચિ અને વર્ષના કોન્ટ્રાક્ટનું ફોર્મ પણ આપ્યું.
બીજે દિવસે સવારે અર્ચના અર્ચના ખૂબ ઉદાસ હતી. તેણે કહ્યું, ‘‘આ કિચન ગાર્ડનનો આઈડિયા મારી મૂર્ખામી હતો. યૂટ્યૂબ અથવા ઓનલાઈન પર મોટીમોટી વાતો સાંભળીને આપણે પણ કોણ જાણે કેવા ગાંડા થઈ જતા હોઈએ છીએ. તેમાં અસલી કમાણી કન્સલ્ટન્સીને થાય છે, જેા કંઈ જ કર્યા વિના કમાણી કરતા હોય છે.’’
જેાકે હું આ સમયે બીજું કંઈ વિચારી રહ્યો હતો. ડરતાંડરતાં શ્રીમતીએ બીજા થોડા હજાર રૂપિયા ખર્ચી નાખ્યા અને ૩-૪ મહિના ભરપૂર મહેનત કરી તેમ છતાં હાથમાં આવ્યો ચહેરાનો કાળો રંગ અને ૧૦-૨૦ રૂપિયાનો ફુદીનો બસ. આવા કિચન ગાર્ડનથી દૂર રહેવું સારું. વળી, યૂટ્યૂબ એક્સપર્ટ પણ ક્યાં બતાવતા હોય છે કે પાણી કેટલું વપરાશે અને ક્યાં જશે વળી ભેજ થશે તો શું થશે.
અર્ચના બોલી,?‘‘હા હવે મારી મજાક ઉડાવવાનો પૂરો હક છે, બસ એક વાત સાબિત થઈ ગઈ છે કે તમારા જેવો હસબન્ડ મળવો સરળ નથી, જેણે મારા માટે આટલી બધી મહેનત કરી, ખર્ચ કર્યો અને સહન પણ કર્યું.’’ કહેતા તે મને વહાલથી પકડીને પથારીમાં લઈ ગઈ અને અમે કદાચ હનીમૂન પછી પહેલી વાર એવી તૃપ્તિથી ઊંઘ્યા કે સવારે ઊઠવાની ઈચ્છા જ નહોતી થઈ રહી.

વધુ વાંચવા કિલક કરો....