વાર્તા – પૂનમ અહમદ.

નૈના, માહા અને દલજીત ત્રણેય શેતાન છોકરીની આંખમાં હસતાંહસતાં પાણી આવી ગયું હતું. થોડા સમય પહેલાં ત્રણેય ચુપચાપ પોતપોતાના લેપટોપ પર બિઝી હતી. ત્રણેય મુંબઈના વાશી એરિયાની એક સોસાયટીમાં ટૂ બેડરૂમ શેર કરતી હતી. ત્રણેય એક જ ઓફિસમાં કામ કરતી હતી અને બસથી ઓફિસ આવજા કરતી હતી, પરંતુ હવે મોટાભાગ ઘર પરથી કામ કરતી હતી. ત્રણેય ખૂબ બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ ટાઈપની છોકરી હતી. ‘વીરે દી વેડિંગ’ મૂવીની છોકરી જેવી. ખૂબ સમજદાર હતી, તેથી કોઈ તેમને મૂરખ બનાવી શકે તેમ નહોતું.
તેમના બોસ અનિલ પણ ત્યાં રહેતા હતા. તેમણે આ ત્રણેયને આ ફ્લેટ અપાવ્યો હતો. તેઓ થોડા રોમેન્ટિક હતા. તેમણે વિચાર્યું હતું કે આ ત્રણેય સુંદરીઓ તેમની અંડરમાં કામ કરે છે અને તેમનું ઘર પણ નજીકમાં થશે તો થોડું ઘણું ફ્લર્ટિંગ કરતો રહીશ. વાસ્તવમાં અનિલ દરેક છોકરીને પ્રેમ કરી શકે છે. દરેક છોકરીને ખાતરી અપાવી શકે છે કે તે જ દુનિયાની સૌથી સુંદર છોકરી છે. કોઈ પણ છોકરી સાથે તેમની વાત કરવાની જે રીત હોય છે, તેને જેાઈને એમ લાગે છે કે જાણે તેમણે ડાયલોગ મારવાની ક્યાંક ટ્રેનિંગ લીધી ન હોય.
ઘણા બધા લોકોને આ વાત પર અનિલ પર ગુસ્સો આવી જતો હતો કે તેઓ આ સોસાયટીના સેક્રેટરી છે અને પોતાની જવાબદારીને જરા પણ સમજતા નથી. અહીતહીં પોતે ગંદકી ફેલાવતા રહે છે. ક્યારેક સિગારેટના ઠૂંઠા રોડ પર ફેંકીને ચાલ્યા જશે, ક્યારેક આમતેમ થૂંકશે અને તેમને એમ લાગતું હોય છે કે તેઓ બધાને ખૂબ ગમે છે.
જાણો છો અનિલની સૌથી મોટી વિશેષતા કઈ છે? તેઓ ફ્લર્ટ કરે છે અને સામેની છોકરીને જાણ નથી થતી કે તેની સાથે ફ્લર્ટિંગ થઈ રહ્યું છે. એક તો તેઓ ઉંમરમાં મોટા છે. વળી ઓફિસમાં સીનિયર છે. કોઈ પણ છોકરી સાથે તેઓ વાત કરે છે ત્યારે એટલી ગ્રેસફુલી કરે છે કે હોશિયારમાં હોશિયાર છોકરી પણ પકડી નથી શકતી કે અનિલ તેની સાથે ફ્લર્ટ કરી રહ્યા છે. જરા પણ આડીઅવળી વાતો તેઓ કરતા નથી.
‘‘આજે તમારે વધારે કામ નથી ને? જેા મોડું થાય તો મારી કારમાં આવજેા. આપણે એક જ સોસાયટીમાં જવાનું છે. મારું કહેવું છે કે રોજ મારી સાથે આવજા કરી શકો છો.’’
‘‘હું આજે જે કંઈ છું તે મારી વાઈફના સપોર્ટથી છે. મારી વાઈફ ખૂબ સારી છે.’’
‘‘આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. આ કલર તમને ખૂબ સૂટ કરે છે… વગેરેવગેરે.’’
‘‘આ ઓફિસ નથી, એક ફેમિલી છે. તમને જેાબમાં કોઈ પ્રોબ્લેમ હોય તો સંકોચ વિના મને કહી શકો છો.’’

હવે વિચારો, આવી વાત પર શું ઓબ્જેક્શન હોઈ શકે છે. વાસ્તવમાં અનિલને છોકરીઓ સાથે વાત કરવાનો, તેમને જેાક્સ અને મેસેજ ફોરવર્ડ કરવાનો ખૂબ શોખ છે. જેાકે હજી સુધી ત્રણેય છોકરીમાંથી કોઈએ પણ એકબીજા સાથે અનિલ વિશે કઈ જ એમ વિચારીને કહ્યું નહોતું કે જવા દો, બોસ છે. કદાચ મને સ્પેશિયલ સમજે છે,તેથી મને થોડું વધારે મહત્ત્વ આપે છે અને તેથી થોડી સ્પેશિયલ નજરથી મને જુએ છે અને તેમાં ખોટું પણ શું છે. કોઈ નુકસાન તો નથી પહોંચાડી રહ્યા ને. હવે આ ત્રણેય છોકરીઓ ખૂબ ખરાબ રીતે હસી રહી છે ને, તે એટલા માટે કે હજી થોડી વાર પહેલાં પોતાના ફોનમાં અનિલનો મેસેજ દલજીત બોલી પડી હતી, ‘‘યાર, અનિલ કોરોના પોઝિટિવ થઈ ગયા છે અને હોસ્પિટલમાં એડમિટ છે. તેમના બાળકો વિદેશમાં છે અને તેમની વાઈફ બિચારી એકલી છે.’’
નૈના અને માહાના હાથમાં પોતપોતાના ફોન હતા, પછી બંનેએ એકસાથે કહ્યું, ‘‘શું તને પણ મેસેજ મોકલ્યો છે? મને પણ મોકલ્યો અને સાથે સેડ ઈમોજી પણ. ખરું ને?’’
નૈના હસી, ‘‘લાગે છે બધાને ફોરવર્ડ કરી દીધું છે અને હું સમજતી હતી કે તે મને વધારે અટેન્શન આપે છે. અરે સાંભળો, સાચેસાચું કહેજેા કે તમને પણ અનિલ મેસેજ મોકલતા રહે છે કે શું?’’
સાંભળીને બંને જેારજેારથી હસી, ‘‘લો ભાઈ, આ બધાને પ્રેમ વહેંચી રહ્યા છે અને આપણે સમજી રહ્યા છે કે માત્ર પોતે સ્પેશિયલ છીએ.’’
ત્રણેય પોતપોતાના મેસેજ એકબીજાને બતાવવા લાગી અને હવે તેઓ પોતાનું હસવું રોકી શકે તેમ નહોતું.
માહાએ કહ્યું, ‘‘જુઓ, એક આઈડિયા છે.’’
‘‘શું? બોલોબોલો.’’
‘‘આપણા બધા સાથે ફ્લર્ટ કરે છે અનિલ તો પછી આપણે પણ તેમની આ આદતને છોડાવવાની કોશિશ કરવી જેાઈએ.’’
દલજીતે કહ્યું, ‘‘અરે, છોડ ને યાર, આપણે શું લેવાદેવા તેમની સાથે. મને મારા હેરીથી મતલબ છે. બસ તે મને અને હું તેને સાચો પ્રેમ કરીએ છીએ, આટલું પૂરતું છે.’’
માહાએ ટોણો માર્યો, ‘‘ફરીથી શરૂ કરી દીધું હેરી પુરાણ. એકબીજાને પ્રેમ કરવા માટે કોણ મનાઈ કરી રહ્યું છે. લોકડાઉન છે, ઘરમાં બેઠાબેઠા બોર થઈ રહ્યા છીએ, તો પછી અનિલ સાથે થોડી રમત શું રમી નથી શકતા?’’
દલજીતે ફરી કહ્યું, ‘‘અરે, હેરી સાંભળશે તો તેને ગમશે નહીં.’’ આ હેરી કોઈ અંગેજ… નાના, આ ત્રણેય છોકરીએ સારાભલા હરવિંદરને હેરી બનાવી દીધો હતો. તે દલજીતનો મંગેતર છે. જેાકે દલજીતને પણ તે ખૂબ ગમે છે. તે કહે છે, ‘‘મારો હેરી તો બિલકુલ સની દેઓલ જેવો દેખાય છે.’’
જેાકે એ વાત અલગ છે કે નૈના અને હા, આ વાત સાથે જરા પણ સહમત નથી.
હંમેશાંની જેમ દલજીતને પણ બંને શેતાન છોકરીએ આ હસીમજાકમાં સામેલ કરી લીધો. હવે આટલા દિવસથી ઘરમાં બંધ હતા, કામ પણ કેટલું કરે. કેટલા બોરિંગ શો જુએ. આજકાલ ત્રણેય પર કોરિયન રોઝ જેવાનું ભૂત સવાર હતું. હા હવે ખૂબ મજાનું પ્લાનિંગ થયું. હવે અનિલ જેવા ચાલુ માણસ સાથે થોડી મજાકમસ્તી પણ કરી શકાય છે ને. આ શું. સીધાસાદા બનીને શું માત્ર અનિલ પોતાનો ટાઈમપાસ ખાસ કરી શકે છે?
અનિલની પત્ની મીતા પણ એટલી સીધીસાદી ક્યારેય નથી લાગી, જેટલી અનિલ તેને જણાવે છે. ખૂબ ટાઈટ રાખે છે તેમને. તેના ચહેરા પરથી રુઆબ ટપકે છે. બધાના ફ્લેટમાં ઈન્ટરકોમ છે, તેથી માહાએ મીતાને ઈન્ટરકોમ પર ફોન કર્યો.
ખબરઅંતર પૂછ્યા, પછી કહ્યું, ‘‘અનિલનો મેસેજ આવ્યો હતો, તેઓ હોસ્પિટલમાં છે, તેમ છતાં મારું કેટલું ધ્યાન રાખે છે. સર ખૂબ સારા છે, આટલી બીમારીમાં પણ બીજાની કેટલી ચિંતા કરે છે તેઓ.’’ અંતે ખૂબ સારી શુભેચ્છા આપીને માહાએ ફોન મૂકી દીધો.
જેાકે મીતાને આ શુભેચ્છા ખાસ પસંદ ન આવી. મનમાં થયું કે પોતે પતિને અત્યારે ફોન કરે અને કહે કે તમે હોસ્પિટલમાં છો અને પહેલા પોતાના કોરોનાને સંભાળો, પછી બીજાની ચિંતા કરજેા, પરંતુ આ સમયે પોતાના પતિને કઈ કહેવું પત્નીધર્મની વિરુદ્ધ થશે. પહેલા તેમને ઘરે આવી જવા દો, પછી જેાઈ લઈશ, એમ વિચારીને પોતાના દિલને સમજાવી લીધું. ત્રણેય છોકરી નિયમિત અનિલના ખબરઅંતર પૂછતી રહેતી હતી અને તેમના આવેલા મેસેજ એકબીજાને બતાવીને પોતાનો સારો એવો સમય પસાર કરી લેતી હતી. બીજી તરફ અનિલ પણ પોતાના રુંધાયેલા શ્વાસ સાથે ફ્લર્ટિંગની આ તક છોડવા ઈચ્છી રહ્યા નહોતા.
તેઓ વિચારી રહ્યા હતા કે ત્રણેય છોકરી કેટલી મૂરખ છે. હું આ ત્રણેયને નહીં. ઓળખીતી દરેક છોકરીને આવા મેસેજ કરી રહ્યો છું અને મૂરખ છોકરી પોતાને ખાસ સમજી રહી છે. ક્યારેક અનિલના ફેસબુક ફ્રેન્ડ્સનું લિસ્ટ જેાશો તો તેમાં લગભગ ૫ હજાર મિત્ર હશે તેમના અને તેમાં ૪ હજાર માત્ર મહિલાઓ હશે. ભારે રોમેન્ટિક વ્યક્તિ છે તેઓ. ઓફિસની બધી છોકરી, તેમની સાહેલી, સાહેલીઓની સાહેલી, બધાના ફોટો અને કોમેન્ટ જેાતા તેઓ એવી રીતે લપકીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દે છે કે સામેની છોકરીની સમજમાં પહેલા આવતું નથી કે રિકવેસ્ટ મોકલનાર આ કોણ છે. પછી બીમારી કોમન ફ્રેન્ડને જેાઈને તેમની રિકવેસ્ટને એકસેપ્ટ કરી લે છે. વિચારતી હોય છે કે જવા દો ને, કોઈ ઉંમરલાયક સીનિયર છે, શું નુકસાન કરશે. બસ, અહીં ભૂલ કરી બેસે છે આ ભોળી છોકરીઓ. પછી તેમની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ સૌપ્રથમ અનિલની આવવી શરૂ થઈ જાય છે. બીજી એક ખાસ વાત એ છે કે જેટલી સુંદર છોકરી, એટલી જ મોટી કોમેન્ટ લખે છે તેઓ. તેમની પત્ની મીતાને સોશિયલ મીડિયામાં એટલો ઈન્ટરેસ્ટ તો છે નહીં. તેથી તેને જાણ નથી થતી કે તેનો પતિ શું કરી રહ્યો છે. અનિલના બાળકો પિતાની આ એક્ટિવિટીને ટાઈમપાસ સમજીને ઈગ્નોર કરી દે છે.
બીજા દિવસે આનાકાની કરતી દલજીતના ખભા પર બંદૂક મૂકીને માહા અને નૈનાએ દલજીતને સ્ક્રિપ્ટ લખીને આપી અને જણાવ્યું કે શું બોલવાનું છે, ત્યારે દલજીતે મીતાને ફોન કર્યો અને કહ્યું, ‘‘મેડમ, હવે કેવું છે સરને? તેમના બીમાર પડવાથી અમે પરેશાન થઈ ગયા છીએ. આવતાજતા પૂછી લેતા હતા કે માર્કેટમાંથી કઈ જેાઈતું નથી ને. આ લોકડાઉનમાં તેમણે અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. બસ હવે જલદી ઠીક થઈને આવી જાય તો અમને પણ થોડો આરામ મળી જાય. હાલમાં માત્ર મેસેજ પર તેમની સાથે વાત થઈ રહી છે અને હા, તમને સારું છે ને?’’
મીતાને મનમાં થયું કે હોસ્પિટલ જઈને પતિ પાસેથી ફોન છીનવી લે. તેઓ પોતાના પતિની રગેરગથી પરિચિત હતા, પરંતુ અનિલ પણ હોશિયાર અને ચાલાક હતા. તેમણે સીધેસીધી કોઈ હરકત કરી નહોતી કે કોઈ તેમના ચારિત્ર્ય પર શંકા કરે. તેઓ ખુલ્લેઆમ પોતાની પત્નીના વખાણ કરતા ફરતા હતા. ઘણી વાર તેઓ એટલા વખાણ કરી દેતા કે મીતા પણ આશ્ચર્યમાં પડી જતી હતી કે શું તે ખરેખર સર્વગુણસંપન્ન પત્ની છે.

બીજા દિવસે નૈનાનો નંબર હતો. તેણે મીતાને સીધું પૂછી લીધું, ‘‘અરે મેડમ, સરને કેવું છે? ઠીક છે ને? સવારથી તેમનો કોઈ મેસેજ નથી આવ્યો, તેથી ચિંતા થઈ રહી છે. અત્યાર સુધીમાં તેમના ગુડમોર્નિંગના ખૂબ સારા મેસેજ આવી જતા હતા.’’
‘‘સારું છે, ખૂબ સારું છે તેમને. થોડા દિવસમાં ઘરે આવી જશે.’’
‘‘જાણીને ખુશી થઈ… પરંતુ તેમના મેસેજની એટલી આદત પડી ગઈ છે કે શું કહું. પૂરો દિવસ ટચમાં રહે છે. હું અહીં એકલી પડી ગઈ છું. આટલા બિઝી હોવા છતાં તેઓ સતત ખબરઅંતર પૂછતા રહે છે, તેના લીધે ખૂબ સારું લાગે છે.’’
જેાકે હવે અનિલ પોતાના ઘરે આવી ગયા છે. તેમને નબળાઈ છે અને પત્ની મીતા તેમની સારસંભાળ લઈ રહી છે. ખૂબ સારી રીતે તેમનો ક્લાસ લઈ રહી છે. અહીં વાત પતિની હતી. પતિને એક સામાન્ય મહિલા સુધારવાની તાકાત ધરાવતી હોય છે, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે. બીજી તરફ ત્રણેય શેતાન છોકરી એકબીજાને પૂછતી રહે છે, ‘‘શું આપણા બોસનો કોઈ મેસેજ આવ્યો છે? જવાબ દરેક સમયે ‘ના’ માં હોય છે, પછી ત્રણેય ખડખડાટ હસી પડે છે.

વધુ વાંચવા કિલક કરો....