વાર્તા – કરુણા કુમારી.

પ્રેમિકા સંગીતા સાથે તેના ફ્લેટમાં કલાકો વિતાવવા છતાં નીરજ ઉદાસ હતો. તેને મોજમસ્તી કરવામાં રસ નથી, ન ખાણીપીણીમાં.
‘‘જે વીતી ગયું છે તેના વિશે વિચારીને મગજ બગાડવામાં નાસમજી છે, સ્વીટ હાર્ટ. આજે હું તારા ફેસ પર સ્મિત જેાવા તરસી ગઈ છું.’’ નીરજના વાળમાં પ્રેમથી હાથ ફેરવતા સંગીતાએ ફરિયાદ કરી.
‘‘તે મૂરખ છોકરીએ કોઈ વાત વિના નોકરીમાંથી રાજીનામું આપીને મગજ બગાડ્યું છે. અરે, ૭૫ હજારની નોકરી જિદ્દમાં છોડવામાં શું સમજદારી?’’ નીરજ પત્ની અનુરાધા વિશે બોલતા એક વાર ફરીથી ગુસ્સે થયો.
નીરજ અને અનુરાધાના પ્રેમ લગ્ન હતા. તે તેને લખનૌમાં કાકાની મોટી દીકરીના લગ્નમાં મળ્યો હતો. અનુરાધા તેની પિતરાઈ બહેનની ખાસ ફ્રેન્ડ હતી. ભણવામાં હોશિયાર, સુંદર અને બિલકુલ સિંપલ. લગ્નમાં પણ તે બિલકુલ સામાન્ય કપડાંમાં આવી હતી, પણ તમામ ફ્રેન્ડ્સ તેનું માનસન્માન કરતા હતા, કારણ કે તે જ બધાને દર વર્ષે ભણાવીને એક્ઝામમાં પાસ કરાવતી હતી. તેને એમબીએમાં સરળતાથી એડમિશન મળી ગયું હતું, પણ તેની રહેણીકરણી બિલકુલ બદલાઈ નહોતી.
નીરજના માતાપિતાને તે ખૂબ ગમતી હતી. નીરજ પર તો પ્રેમિકા સંગીતાનું ભૂત સવાર હતું, પણ કેટલીય વાર કહેવા છતાં તે લગ્ન કરવા તૈયાર નહોતી. જ્યારે સંગીતાને અનુરાધા વિશે ખબર પડી તો તેણે તરત નીરજને તેની સાથે લગ્ન કરવા કહ્યું અને સમજવ્યો કે સીધીસાદી પત્ની હશે તો બંને જીવનને પ્રેમ રસમાં વિતાવીશે.
અનુરાધા લગ્ન કરીને દિલ્લી આવી ગઈ. નીરજના માતાપિતા લખનૌમાં રહેતા હતા. અનુરાધાને સારી નોકરી મળી ગઈ અને તેમને એક દીકરો પણ જન્મ્યો. તેને સંગીતા વિશે ખબર પડી હતી, પણ ૧-૨ વાર બોલીને ચુપ રહી. તેનો પગાર દર મહિને નીરજ લેતો હતો.
‘‘જેકે આશ્ચર્યની વાત છે કે તારી સીધીસાદી પત્નીએ મહત્ત્વનો નિર્ણય તારી સલાહ વિના લીધો.’’
‘‘તે મૂરખના મગજમાં ભૂસું ભરાયું છે.’’
‘‘મને લાગે છે કે થોડા દિવસ ઘરમાં રહેવાનો તેનો શોખ પૂરો થશે ત્યારે તે કંટાળીને ફરીથી નોકરી કરશે.’’
‘‘હવે તેણે મારી સામે ક્યારેય નોકરી કરવાનું નામ પણ લીધું તો હું તેનું માથું ફોડી દઈશ. હવે તેણે આજીવન ઘરમાં જ રહેવું પડશે.’’
‘‘જ્યારે તેં વિચારી જ લીધું છે, તો આટલો ગુસ્સો કેમ કરે છે? મારી શું ભૂલ છે જેા તું અઠવાડિયામાં ૧ વાર મળતો પ્રેમ કરવાનો આ સમય વેડફી રહ્યો છે?’’
સંગીતાની આંખમાં નીરજે જેાતા ચિડ અને ગુસ્સો ભુલાવીને સંગીતાને નજીક ખેંચી લીધી.
પ્રેમિકાના સુડોળ અંગોની માદક સુગંધનો અહેસાસ તરત જ તેના રોમરોમને ઉત્તેજિત કરવા લાગ્યા. પ્રેમની બાબતમાં સંગીતા તેની દરેક જરૂરિયાત, પસંદ અને ઈચ્છા પૂરી કરતી હતી. ૧ કલાક સુધી તેના મગજમાં પત્ની અનુરાધાના કોઈ જ વિચાર ન આવ્યા.
તે લગભગ ૧૦ વાગે ઘરે પહોંચ્યો. પત્ની પર નજર જતા તે ફરી ગુસ્સે થઈ ગયો.
‘‘આજે પૂરો દિવસ ઘરમાં રહીને કેવું લાગ્યું જરા હું પણ સાંભળું કે ઘરે બેસવાના પહેલા દિવસે કયા મહાન કાર્યક્રમ પતાવ્યા?’’ નીરજના લહેકામાં સ્પષ્ટ દેખાતું હતું કે તે અનુરાધા સાથે ઝઘડો કરવાના મૂડમાં છે.
અનુરાધાએ બેદરકારીથી જવાબ આપ્યો, ‘‘નાનાનાના કામમાંથી નવરાશ મળે તો કોઈ મહાન કાર્ય કરવાનું વિચારું ને. એક વાત તો સમજઈ ગઈ.’’
‘‘કઈ?’’
‘‘પહેલા તું મારી ઓફિસથી ઘરે આવવાની રાહ જેાતો હતો અને આજે તે જ કામ મારે કરવું પડ્યું. તેમાં કોઈ શંકા નથી કે રાહ જેાતી વખતે સમયની ઝડપ ધીમી થઈ જાય છે. ક્યાં રોકાઈ ગયા હતા?’’
‘‘પહેલા જ દિવસથી કોઈ મૂરખ ગૃહિણીની જેમ પૂછપરછ શરૂ કરી દીધી.’’ નીરજ કટાક્ષ કરતા બોલ્યો.
‘‘તમે છુપાવવા માંગો છો, તો છુપાવો.’’ પગ પછાડતા અનુરાધા કિચનમાં ગઈ.
ગુસ્સામાં નીરજે ખાવાની ના પીડી દીધી. તેને ભૂખ પણ નહોતી, કારણ કે તેણે સંગીતા સાથે પિઝા ખાધા હતા.
અનુરાધા કંઈ જ બોલ્યા વિના ૬ વર્ષના દીકરા રોહિત સાથે ઊંઘવા ગઈ. નીરજે મોબાઈલ જેાયો અને સોફા પર થાકીને ઊંઘી ગયો.
મોબાઈલ કે ટીવીમાં આવતા કોઈ પણ કાર્યક્રમ જેાવામાં તેને રસ નહોતો. ચિંતા અને બેચેનીના લીધે અડધી રાતે તે ઊંઘ્યો.
બીજા દિવસે રવિવારની રજા હતી. તે જ દિવસથી નીરજની સમસ્યા અને મુસીબતની શરૂઆત થઈ.
અનુરાધાએ સ્વાદિષ્ટ કોબીજ અને બટાકાના ભજિયાનો નાસ્તો કરાવ્યો. રોહિત સાથે રમતા તે ખુશ દેખાતી હતી. નીરજની નારાજગી તેના ઉત્સાહને ઓછો કરવામાં નિષ્ફળ રહી હતી.
સવારે ૧૧ વાગ્યાની આસપાસ અનુરાધાએ તેને મહિનાના સામાનનું લાંબું લિસ્ટ પકડાવી દીધું.
‘‘આ હું શું કરું?’’ નીરજે ચિડાઈને પૂછ્યું.
‘‘બજારમાં જઈને ખરીદી લાવો, સાહેબ.’’ અનુરાધઆએ સ્મિત કરતા જવાબ આપ્યો.
‘‘મેં આ કામ પહેલાં ક્યારેય નથી કર્યું, તો હવે શું કરું?’’
‘‘હું ઘરનું કામ સંભાળીશ તો બહારના કામની જવાબદારી હવે તમારી રહેશે ને.’’
‘‘આ બધું મારાથી નહીં થાય.’’
‘‘ઘરમાં સામાન વિના ખાવાનું કેવી રીતે બનાવું, મને સમજાવો.’’ કહીને અનુરાધા રોહિત સાથે લૂડો રમવા લાગી.
‘‘હું જ જાઉં છું.’’ નીરજ ઊભો થયો, ‘‘સામાન લાવવા પૈસા આપ.’’
‘‘હવે મારી પાસે ક્યાંથી પૈસા આવશે?’’
‘‘કેમ? તને પગાર તો મળ્યો છે ને?’’
‘‘મળ્યો છે અને મેં ૮ વર્ષ સતત જે નોકરી કરી છે તેના છેલ્લા પગારને મેં મારા અને રોહિતના જરૂરી કામ માટે બચાવીને રાખવાનો નિર્ણય લીધો છે.’’
‘‘આ વખતે ખર્ચા તમે જ ઉઠાવો.’’
‘‘સોરી ડિયર.’’
‘‘ગો ટૂ હેલ.’’ નીરજ ગુસ્સે થયો અને ફરશ પર પગ પછાડતા બજાર જવા ઘરેથી નીકળ્યો.

બીજા શનિવારની સાંજે જ્યારે તે સંગીતાને મળ્યો, તે સમય સુધી તેની ચિંતા જરૂર કરતા વધી ગઈ હતી.
તે બંને એક મોંઘી હોટલમાં ડિનર કરતા હતા, પરંતુ નીરજ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવાના બદલે પત્નીની બૂરાઈ કરવામાં વધારે એનર્જી બગાડી રહ્યો હતો.
‘‘કાર અને ફલેટના હપતા… ઘરનો સામાન, છાપાનો ખર્ચ, રોહિતની ફી, વીજળી-પાણીનું બિલ, આ બધા ખર્ચ મારે ઉપાડવા પડે છે, સંગીતા. તે પાગલે મારો પગાર ઉડાવી દીધો છે.’’ આ વાત યાદ કરીને નીરજ ગુસ્સે થઈ રહ્યો હતો.
‘‘હવે આ ટોપિક બદલ, યાર.’’ ચિકન ખાતી સંગીતાને ખાવાના આનંદમાં પડતી ખલેલ નહોતી ગમતી.
‘‘હું ખૂબ પરેશાન છું અને મને એટલો ગુસ્સો આવે છે… એટલો ગુસ્સો આવે છે કે…’’
તેને ટોકતા સંગીતાએ મોં બગાડીને કહ્યું, ‘‘તું અનુરાધાથી એટલો દુખી અને પરેશાન છે, તો તેને છૂટાછેડા કેમ નથી આપતો?’’
‘‘છૂટાછેડા?’’ નીરજ ચોંકી ગયો.
‘‘હા, છૂટાછેડા. આપણે બંને ડિવોર્સી પ્રેમી પછી લગ્ન કરીને સાથે રહીશું, ડાર્લિંગ. વિચારજે મારી સલાહ તને ગમશે, સ્વીટહાર્ટ.’’
‘‘રોહિત ન હોત તો હું અનુરાધાને છૂટાછેડા આપી દેત. હું તને જીવથી વધારે પ્રેમ કરું છું.’’
‘‘પોતાના આ જીવની ખુશી અને મનની સુખશાંતિ તરફ ધ્યાન આપ, જાનેમન. તારે સમજવું જેાઈએ કે પત્નીની વાત દરેક સમયે કરીને તું કેમ વાતાવરણને બગાડી રહ્યો છે.’’ સંગીતાએ ફરિયાદ કરી.
‘‘યાર, હું તને મારા દિલની વાત નહીં કરું, તો કોને કરીશ?’’ નીરજ ચિડાઈ ગયો.
‘‘તારા દિલમાં મારા માટે પ્રેમભરી વાત છે ને?’’ સંગીતા બોલી.
‘‘અરે, તને હું મારા જીવથી વધારે પ્રેમ કરું છું, ડાર્લિંગ.’’ નીરજ બોલ્યો.
‘‘મારા પ્રત્યેના પ્રેમની વાત કર્યા કર, પ્લીઝ.’’
‘‘ઓકે… ઓકે…’’ ગુસ્સાને કાબૂમાં રાખવાની કોશિશ કરતા નીરજ ફરીથી ચુપ થઈને ખાવાનું ખાવા લાગ્યો.
પછી સંગીતાના ફ્લેટ પર પહોંચ્યા પછી બંને પ્રેમમાં તરબોળ જરૂર થયા, પરંતુ આ વખતે બંનેને જેાશ અને ઉત્સાહની ઊણપ અનુભવાઈ. વિદાય લેતી વખતે નીરજ ખૂબ બેચેન અને તાણમાં હતો, જ્યારે સંગીતાના મનમાં નારાજગી તથા અસંતોષ હતા.
મહિનાના બીજા અઠવાડિયે નીરજનું આર્થિક સંકટ વધારે ઘેરું થયું.

અનુરાધાના મામાની દીકરીના લગ્નનું કાર્ડ આવી ગયું. લગભગ ૨ અઠવાડિયા પછી થનારા લગ્નમાં સામેલ થવા માટે અનુરાધા અઠવાડિયા માટે મામાના ઘરે જવા ઈચ્છતી હતી. લગ્નની તૈયારી કરવા તેણે નીરજ પાસે રૂપિયા ૩૦ હજારની માગણી કરી.
બીજા અઠવાડિયે સંગીતાનો જન્મદિવસ હતો. ગત બર્થ-ડે નીરજે તેને લેધરનો કોટ અપાવ્યો હતો અને આ વખતે તેણે તેની પ્રેમિકાને નવો મોબાઈલ અપાવવાનું વચન ખૂબ પહેલા આપી દીધું હતું. લગભગ ૩૦-૩૫ હજારનો ખર્ચ તેને ઉઠાવવાનો હતો.
અનુરાધાના પગારના લીધે તેને આવા ફાલતુ ખર્ચા માટે ક્યારેય બેંકની જમા રકમમાંથી કંઈ ઉપાડવું પડતું નહોતું. આમ પણ છેલ્લા બે વર્ષથી તેના એકાઉન્ટમાં વધારે રૂપિયા બચતા નહોતા, કારણ કે સંગીતા પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા તેણે ઘણા નકામા ખર્ચ કર્યા હતા.
હવે માત્ર ૧ મહિના માટે અનુરાધાનો પગાર ન મળ્યો અને આટલા ઓછા સમયમાં આવી પડેલા આ બે ખર્ચા લઈને તેનું મગજ સનકી ગયું હતું.
જેાકે સંગીતાને તેણે કંઈ ન કહ્યું, પરંતુ અનુરાધાને ખર્ચ ઓછો કરવા સમજાવવામાં તેણે ખૂબ દલિલ કરી.
‘‘તમે હંમેશાં છાતી ઠોકીને ગર્વભેર કહેતા હતા કે માત્ર પોતાના પગારના બળ પર તમે પૂરો ખર્ચ આરામથી ઉઠાવી શકો છો. મેં નોકરી કરવા સંબંધિત પરેશાની પણ ઉઠાવી, પરંતુ ક્યારેય તમારા મોંથી બે સારા શબ્દ ક્યારેય સાંભળ્યા નથી, પરંતુ અપમાનિત જરૂર થઈ છે. હવે મેં નોકરી છોડી દીધી છે અને રોહિત તથા મારા બધા ખર્ચ તમારે ઉઠાવવા પડશે.’’ અનુરાધાએ સખત લહેકામાં પોતાની વાત કહીને મૌન ધારણ કરી લીધું.
નીરજ ગુસ્સામાં બૂમો પાડત રહ્યો, પરંતુ અનુરાધાએ તેની સાથે કોઈ વાદવિવાદ કે ઝઘડો ન કર્યો. આખરે હારીને નીરજે તેને રૂપિયા આપ્યા જરૂર, પરંતુ આવું કરીને તેણે પોતાના સુખશાંતિ ગુમાવી દીધા.
આજે પહેલી વાર સંગીતાને કિંમતી ભેટ આપવાનું નીરજને ખૂંચવા લાગ્યું. જેાકે પોતાની પ્રેમિકાને તે સીધેસીધું કંઈ કહી ન શક્યો, પરંતુ આર્થિક મુશ્કેલી તેનો મૂડ ખરાબ કરવા લાગી.
તે સંગીતા સામે પોતાની મુશ્કેલીનું દુખ વ્યક્ત કરતો રહેતો. હવે તેમની વચ્ચે રોમેન્ટિક વાર્તાલાપના બદલે વધતી મોંઘવારીને લઈને ચર્ચા વધારે થવા લાગી હતી. અનુરાધાની દરેક માગણી અને દરેક સમયે રૂપિયા ખર્ચવા પર નીરજ ગુસ્સે થતો હતો.
‘‘બધું સારું થઈ શકે છે, નીરજ. મારા માનવા મુજબ તું જરૂર કરતા વધારે પરેશાન થઈ રહ્યો છે. દરેક સમયે ખર્ચાના રોદણા રડીને તું પોતાનો અને મારો મૂડ ખરાબ કરવાનું બંધ કરી દે, યાર.’’ ધીરજનો ઘડો ભરાઈ જવાથી એક રાત્રે સંગીતાએ ચિડાઈને નીરજને આ શબ્દો સંભળાવી દીધા.
મારી સમસ્યાને ન મારી પત્ની સમજી રહી છે કે ન તું.’’ નીરજે તરત નારાજગી વ્યક્ત કરી.
‘‘તારી પત્નીની મને જાણ નથી, પરંતુ મારા જન્મદિવસ પર તું મને મોબાઈલ અપાવીશ નહીં. જે આ ખર્ચને બચાવીને તારા ચહેરા પર ખુશી આવતી હોય તો સોદો ખોટો નથી.’’
નીરજને લાગ્યું કે સંગીતા તેના પર કટાક્ષ કરી રહી છે. પછી તેણે ચિડાઈને જવાબ આપ્યો, ‘‘જેા હું ખરેખર તને ગિફ્ટ નહીં આપું તો તારા ચહેરા પરનું હાસ્ય જરૂર ગાયબ થશે, મેડમ.’’
‘‘સાંભળ, નીરજ.’’ સંગીતા ઊંચા અવાજમાં બોલી, ‘‘હું તારી પાસેથી રૂપિયા પડાવવા માટે તારી સાથે નથી જેાડાઈ. જેા આપણા વચ્ચે પ્રેમનો સંબંધ ન હોત તો તારા કરતા સો ગણા મોટા કોઈ શેઠને સરળતાથી મેં ફસાવી લીધા હોત.’’
‘‘આઈએમ સોરી, ડિયર.’’ સંગીતાની નારાજગી અને ગુસ્સાથી ડરીને નીરજે માફી માંગી લેવું યોગ્ય સમજ્યું.

અનુરાધાની ગેરહાજરીમાં નીરજે રોજ સંગીતાના ફ્લેટ પર જવાનો કાર્યક્રમ બનાવી લીધો હતો. બીજા દિવસે તેણે સંગીતાને એક નવો મોબાઈલ ફોન ખરીદીને આપી દીધો, ત્યારે તે પણ ખુશીની મારી ખીલી ઊઠી હતી…

એ વાત જુદી છે કે સંગીતાનો મૂડ એ ગુસ્સાભર્યો રહ્યો. નીરજે તેને આલિંગનમાં લેતા પ્રેમ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને મજા આવી રહી નહોતી.
નીરજ જ્યારે વિદાય લઈને તેના ફ્લેટમાંથી નીકળ્યો, ત્યારે પહેલી વાર તે બબડી ઊઠ્યો, ‘‘આ મહિલાની જાત સાલી સ્વાર્થી હોય છે. તેમનું હસવુંબોલવું, તેમનો પ્રેમ, તેમની અદા, બધું રૂપિયા સાથે જેાડાયેલું હોય છે.’’
અનુરાધા જે દિવસે દીકરા રોહિતને લઈને પોતાના મામાના ઘરે ચાલી ગઈ, તેના ૨
દિવસ પછી સંગીતાનો જન્મદિવસ હતો. નીરજે લગ્નના માત્ર ૧ દિવસ પહેલાં ત્યાં પહોંચવાનો નિર્ણય કર્યો.
‘‘મારી ગેરહાજરીનો ખોટો લાભ ઉઠાવતા નહીં. મારી ઘણી બધી સાહેલીઓ મને તમારો રિપોર્ટ આપે છે.’’ અનુરાધાએ જતી વખતે હળવા હાસ્ય પાછળ છુપાઈને ચેતવણી નીરજને આપી દીધી.
‘‘મને ઈચ્છા થશે તે કરીશ.’’ નીરજ ચિડાઈ ગયો.
‘‘જેા એવું હોય તો ઠીક છે, મારું મન પિયરથી અહીં ઘરે પરત ફરવાનું જેા ન થયું, તો મારો આ નિર્ણય તમારે પણ સ્વીકારી લેવો પડશે, પતિદેવ.’’
અનુરાધાના અવાજ અને ચેતવણીની મજબૂતાઈ ઓળખીને તેની સાથે વાદવિવાદ કરવાનો ઈરાદો નીરજે છોડી દીધો. આમ પણ ખોટું કરનારની પાસે આંખમાં આંખ નાખીને કોઈની સાથે વાત કરવાની હિંમત નથી હોતી.
અનુરાધાની ગેરહાજરીમાં નીરજે રોજ સંગીતાના ફ્લેટ પર જવાનો કાર્યક્રમ બનાવી લીધો હતો. બીજા દિવસે તેણે સંગીતાને નવો ફોન અપાવી દીધો, ત્યારે તેનો મૂડ પણ ખુશીથી ખીલી ઊઠ્યો.

સંગીતા એ અચાનક ૩ દિવસ માટે મનાલી જવાની ઈચ્છા વ્યક્ત કરીને નીરજને આંચકો આપ્યો.
‘‘ના યાર, હવે બીજેા ખર્ચ કરવાની મારામાં હિંમત નથી.’’ નીરજે તરત મનાલી જવાનો ઈન્કાર કરી દીધો.
‘‘અરે ક્રેડિટ કાર્ડ છે ને તારી પાસે. થોડાક રૂપિયા હું પણ સાથે લઈ લઈશ. પ્લીઝ હા કહી દે ને.’’ સંગીતાએ તેને આલિંગનમાં લેતા પ્રેમથી વિનંતી કરી.
‘‘તારે મનાલી જવું હોય તો આ ટ્રિપનો પૂરો ખર્ચ તું ઉઠાવ. હું તને પાછળથી રૂપિયા પરત કરી આપી દઈશ.’’
‘‘અરે સ્વીટહાર્ટ, ક્રેડિટ કાર્ડ…’’
‘‘ક્રેડિટ કાર્ડ હું ઈમર્જન્સી માટે રાખું છું. એક વાર કાર્ડના ચક્કરમાં પડ્યો તો તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. હવે અનુરાધાની નોકરી નથી રહી.’’ નીરજ બોલ્યો.
‘‘અનુરાધાના નોકરી છોડવાના દુખડા રડવાનું શરૂ ન કર, પ્લીઝ.’’ સંગીતાએ નાટકીય અંદાજમાં હાથ જેાડી દીધા.
‘‘તું પણ મનાલી જવાની જિદ્દ છોડી દે.’’
‘‘ઠીક છે, હવે અહીં દિલ્લીની ગરમીમાં મરીશું.’’
‘‘એવું તો શક્ય નથી કે મનાલીની ટ્રિપ ફાઈનાન્સ કરવા તું તૈયાર હોય. અરે શું એક વાર માટે તું ખર્ચ નથી કરી શકતી?’’
‘‘ખર્ચ હું કરી શકું છું, પણ શું પ્રેમિકાના પૈસે આનંદ માણવો તારી ખુમારીને સ્વીકાર્ય છે?’’
‘‘તેં આ પ્રશ્ન પૂછી જ લીધો છે, તો હવે બિલકુલ સ્વીકાર્ય નથી, કારણ કે તારી માનસિકતા હવે મને સમજાઈ ગઈ છે.’’
‘‘મારી માનસિકતા કેવી છે?’’ સંગીતાએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘‘એ જ કે આપણી મોજમસ્તી ત્યારે શક્ય છે જ્યારે મારું પર્સ નોટોથી ભરેલું હશે.’’
‘‘આવી વાત કરીને તું મારું અપમાન કરી રહ્યો છે, નીરજ. તું મારા ચારિત્ર્યને હલકું બનાવી રહ્યો છે.’’
‘‘હવે છોડ આ બધી ચર્ચા અને ચાલ કોઈ ફિલ્મ જેાવા જઈએ.’’ પરેશાન નીરજે વાર્તાલાપનો વિષય બદલવાની કોશિશ કરી.
‘‘સોરી, હવે હું તારી પાસે ૫૦૦-૬૦૦ રૂપિયાનો ખર્ચ પણ નહીં કરાવું. આમ પણ અચાનક મને માથામાં દુખાવો શરૂ થઈ ગયો છે.’’
‘‘તારા માથાના દુખાવા પાછળનું કારણ મારો મનાલી ન જવાનો નિર્ણય છે, તે વાતને હું સારી રીતે સમજી શકું છું.’’
‘‘નીરજ, તારું આવું ચીડિયલ રૂપ મેં પહેલા ક્યારેય જેાયું નથી.’’ સંગીતાએ ચિડાઈને
ફરિયાદ કરી.
‘‘મને પણ પહેલા ક્યારેય અહેસાસ નથી થયો કે મારા પ્રત્યેનો તારો પ્રેમ પર્સમાં ભરેલી નોટોની સંખ્યા સાથે જેાડાયેલો છે.’’ નીરજે કહ્યું.
‘‘નીરજ… તું તારી પત્નીની નોકરી જતી રહેવાથી ગભરાઈ ગયો છે… પાગલ થઈ ગયો છે.’’
‘‘અરે, તેણે નોકરી પણ તારા લીધે જ છોડી છે.’’
‘‘શું, મારા લીધે?’’ સંગીતાએ ચિડાઈને પૂછ્યું.
‘‘શું કારણ સ્પષ્ટ નથી? હું લાખ ઈન્કાર કરું, પણ તે આપણા પ્રેમ વિશે જાણે છે. બીજું એ કે કઈ મહિલાને ગમે કે તે કમાય અને તેનો પતિ તેની કમાણીની મદદથી પોતાની પ્રેમિકા સાથે જલસા કરે.’’
‘‘તો પછી બંધ કરી દે, મારી સાથે જલસા કરવાનું.’’ સંગીતાએ ગુસ્સામાં ઊંચા અવાજે કહ્યું.
‘‘શું તું મારી સાથે સંબંધ તોડવા તૈયાર છે?’’ નીરજે ચોંકીને ડર અને ચિંતા સાથે પૂછ્યું.
‘‘હું નહીં, પણ તું આ સંબંધ તોડવા ઈચ્છે છે, કારણ કે તને અનુરાધા કે મારા માટે નહીં, પરંતુ રૂપિયા માટે પ્રેમ છે. તારા જેવા લાલચુ માણસ રૂપિયાના લીધે કોઈ પણ સંબંધ તોડી કે જેાડી શકે છે.’’
‘‘શટઅપ.’’ સંગીતાની આવી કડવી વાતોએ નીરજને ખૂબ દુખી કરી દીધો.
‘‘તું ગમે તે બોલે તે ઠીક અને જ્યારે હું સાચી વાત કહું તો ‘શટઅપ’ ની બૂમો પાડે છે, વાહ.’’ સંગીતા બોલી. નીરજે તેને થોડી ક્ષણ સુધી ગુસ્સામાં જેાઈ, પરંતુ તેના ગુસ્સાથી ન તો તે ડરી કે ન ગભરાઈ. તેના હાવભાવથી સ્પષ્ટ લાગતું હતું કે તેનો બળવો કરવાનો મૂડ છે.’’
‘‘હું જઈ રહ્યો છું.’?’નીરજે તરત ઊભા થતા ગુસ્સામાં કહ્યું.

સંગીતા ચુપ રહી. નીરજ ખૂબ ગુસ્સામાં હતો. અચાનક તેને અહેસાસ થયો કે અત્યાર સુધી સંગીતા તેની સાથે પ્રેમનું નાટક કરીને તેને મૂરખ બનાવી રહી છે. પછી તેણે ગુસ્સા ભરેલા મગજ પરથી પડદો હટાવ્યો ત્યારે સંગીતા પ્રત્યેનું તેના મનનું આકર્ષણ અને લગાવ દૂર થયા.
‘‘શું મને ૧ ગ્લાસ પાણી પિવડાવીશ.’’ નીરજની નારાજગી તેના અવાજમાં સ્પષ્ટપણે છલકતી હતી.
‘‘શ્યોર.’’ સંગીતા ઊઠીને કિચન તરફ ગઈ.
તેના રૂમમાંથી બહાર જતા નીરજે તેને ગિફ્ટમાં આપેલું ફોનનું બોક્સ ઉઠાવીને સ્ફૂર્તિથી ખોલ્યું અને ફોન લઈને ખિસ્સામાં મૂકી દીધો. પછી ફોન બંધ કરતાંકરતાં તે દરવાજા તરફ ચાલવા લાગ્યો. નીરજે ધીરેથી દરવાજાની સ્ટોપર ખોલી અને ઘરમાંથી બહાર નીકળી ગયો. સંગીતાના ફોનને લઈને તેને વિચિત્ર સંતોષ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે ચાલાક તથા લાલચુ સંગીતા પાસેથી આપેલી ગિફ્ટ પરત લઈને તેને તેણે બરાબર પાઠ ભણાવ્યો હતો.
આ ચાલાક અને લાલચુ મહિલા મારી સાથેનો સંબંધ તોડી નાખે તે પહેલાં હું તેનાથી દૂર થઈ જાઉં. આ મોંઘો ફોન મારી પત્ની અનુને આપીશ તો તે કેટલી ખુશ થશે. તે વિચારવા લાગ્યો, આ ગિફ્ટ આપીને તેને ફરીથી નોકરી શરૂ કરવા સમજાવવામાં પણ મદદ મળશે. એક લાલચુ મહિલાના બનાવટી પ્રેમ ખાતર પોતાના ઘરના સુખશાંતિ ગુમાવવાની મૂર્ખતા હવે પછી હું ક્યારેય નહીં કરું. તેણે મનોમન નક્કી કરી લીધું કે નોકરીમાંથી રજા લઈને હું કાલે જ અનુરાધા પાસે પહોંચી જઈશ. આ બધા વિચારો મનમાં લઈને નીરજ ફ્લેટ તરફ ઝડપથી ચાલવા લાગ્યો.
નીરજને એ વાતનું પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે સંગીતા સાથેના સંબંધ તોડવાનો નિર્ણય તેને આજે પરેશાન નહોતો કરી રહ્યો, પરંતુ સાથે એવું પણ લાગતું હતું કે આજે અચાનક તેનું મન હળવું અને ખુશ થઈ ગયું હતું. પત્ની અનુરાધા અને દીકરા રોહિતને મળવાની ખુશી તેની અંદર પળેપળે વધવા લાગી હતી.

વધુ વાંચવા કિલક કરો....