શહેરોમાં આજે ‘પેટ્સ લવર્સ’ ની સંખ્યા ખૂબ વધી છે. તેમાં કૂતરા સાથે બિલાડી વગેરે અન્ય પેટ્સ પણ આવે છે. કૂતરાને લઈને ઘણી વાર પાડોશીઓ વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. ઘણી વાર લોકો શોખથી પેટ્સ પાળતા હોય છે, પછી શોખ પૂરો થતા જ તેને રખડતા છોડી દે છે. તેઓ નાના ડોગને રમકડાં જેવા સમજે છે, પરંતુ હવે આવું કરનાર સાવચેત થઈ જાઓ. હવે સરકાર પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનું કડકાઈપૂર્વક પાલન કરાવવા લાગી છે. પશુઓના અધિકારો માટે મેનકા ગાંધી મોટી લડાઈ લડ્યા છે.
તે જેાતા કોઈ પણ ભૂલ કરવી પશુ પાળનાર પર ભારે પડી શકે છે. સરકારી કર્મચારી રસ્તા પર રખડતા પશુ પર ભલે ને ધ્યાન ન રાખે, પરંતુ જેા પશુ પાળનાર પર કોઈ ફરિયાદ મળશે તો તે પોતાની મનમાની પર ઊતરશે.

લખનૌનો ચર્ચિત પિટબુલ કાંડ
પેટ્સ પાળનારમાં સૌથી વધારે સંખ્યા ડોગ પાળનારની હોય છે. ડોગ જ્યાં રહેતા હોય છે ત્યાં તેમના પાડોશી પરેશાન રહે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે હવે લોકો ખતરનાક પ્રકારના ડોગ પાળવા લાગ્યા છે, જેને જેાઈને લોકો ડરી જાય છે. તેમાં પણ ખાસ તો બાળકો ખૂૂબ ડરતા હોય છે. ઉપરાંત ઘણી વાર ડોગ ઘરની આસપાસ ગંદકી પણ કરતા હોય છે. આ સ્થિતિમાં ડોગ લવર જે કોઈ સોસાયટીમાં રહેતા હોય, ત્યાં આસપાસના લોકોની નજરમાં રહે છે. સોસાયટી અને એપાર્ટમેન્ટમાં પણ તેમના માટે અલગ નિયમો બની ગયા છે.
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના કેસરબાગ મહોલ્લામાં એક ઘરમાં પિટબુલ અને લેબ્રાડોર પ્રજાતિના ૨ ડોગ પાળવામાં આવ્યા હતા. અહીં ઘરમાં એક યુવાન છોકરો અમિત ત્રિપાઠી અને તેના ૮૨ વર્ષના વૃદ્ધ મા સુશીલા ત્રિપાઠી રહેતા હતા. મા ટીચરના પદ પરથી રિટાયર થયા હતા, જ્યારે તેમનો દીકરો અમિત જિમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. એક દિવસે ઘરમાં તેની વૃદ્ધ મા એકલી હતી. ખબર નહીં કઈ સ્થિતિમાં પિટબુલ પ્રજાતિના કૂતરાએ તેમની પર હુમલો કરી દીધો.
ત્યાર પછી તેમના શરીરમાંથી ખૂબ લોહી વહી ગયું અને તેમનો દીકરો આવે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. તે પોતાની માને લઈને હોસ્પિટલ ગયો અને ત્યાં તેને જાણ થઈ કે તેમનું મૃત્યુ થયું છે.
તક જેાઈને મહોલ્લાવાળાએ અમિતના કૂતરાઓને બહાર કઢાવવા માટે હોબાળો મચાવી દીધો અને તેના પિટબુલને માનવભક્ષી જાહેર કરી દીધો. પછી નગરનિગમના લોકો આવીને કૂતરાને લઈ ગયા. તેના વ્યવહારને તપાસ્યો. ૧૪ દિવસ પોતાની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રાખ્યો અને કૂતરામાં કોઈ ખરાબ લક્ષણ ન દેખાતા તેના માલિકને પરત સોંપી દીધો. જેાકે ત્યાર પછી પણ મહોલ્લાના લોકોને મુશ્કેલી રહી.
આવા કિસ્સા કોઈ એક જગ્યાના નથી. હવે લોકો એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા છે અને ત્યાં પણ ડોગ પાળતા હોય છે, સાથે બિલાડી જેવા બીજા પેટ્સ પણ પાળતા હોય છે. આવા પેટ્સ ઘણા બધા પ્રકારની મુશ્કેલી પેદા કરતા હોય છે. એક તો તેઓ ખૂબ અવાજ કરતા હોય છે અને ગંદકી પણ કરે છે. બીજું, અજાણ્યા લોકોને જેાઈને કરડતા અને ભસતા પણ હોય છે, જેથી આવતાજતા અજાણ્યા લોકોને ખૂબ ડર લાગતો હોય છે.
પહેલાંના સમયમાં લોકોના મોટામોટા ઘર રહેતા હતા. આ સ્થિતિમાં ડોગ અથવા બીજા પાલતુ પ્રાણી પાળવાથી બીજા લોકોને કોઈ મુશ્કેલી થતી નહોતી. જ્યારે હવે મહોલ્લા અને કોલોનીમાં નાના ઘર હોય છે. એપાર્ટમેન્ટમાં ખૂબ નજીકનજીક ઘર હોય છે. આ સ્થિતિમાં તમે પેટ્સ લવર હોય તો એવા પેટ્સ પાળો જેનાથી આસપાસના લોકોને પણ કોઈ મુશ્કેલી ન થાય.

પેટ્સ પાળવા બાબતે પણ કાયદા છે
ઘરમાં કૂતરાબિલાડી પાળતા પહેલાં નગરનિગમ દ્વારા લાગુ કાયદાનું પાલન કરવું પડે છે. પેટ્સને પાળતા પહેલાં તેમનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન એ જ સ્થિતિમાં થશે, જ્યારે તમારા પેટ્સ પાળવા પર પાડોશીને કોઈ આપત્તિ ન હોય. પેટ્સ પાળતા પહેલાં પાડોશીની મંજૂરી લેવી પડે છે.
શહેરોમાં મહદ્અંશે એનિમલ પ્રેમી વધારે હોય છે અને તેઓ વિવિધ પ્રકારના પ્રાણી પાળતા હોય છે, તેમાં પણ કૂતરા પાળનારની સંખ્યા સર્વાધિક હોય છે, જેને લઈને સમય પર આડોશપાડોશમાં વિવાદ થતા રહે છે. તેને ઉકેલવા માટે પ્રાણી પાળતા પહેલાં તેનું રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ પ્રાણીઓ માટે અલગઅલગ નોંધણી ફી તેમજ રિન્યૂઅલ ફી રાખવામાં આવી છે. જેાકે આ ફી શહેર મુજબ અલગઅલગ હોય છે.
પાલતુ કૂતરાની સાથે શહેરોમાં આજે સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે અને તેના લીધે કૂતરાના હુમલાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કૂતરા ઉપરાંત વાંદરા, બિલાડી અને ઉંદર કરડવાના કિસ્સા પણ અવારનવાર સામે આવતા રહે છે.

ડોગ બાબતે નિયમ
ડોગને લઈને આજે ઘણા બધા પ્રકારના નિયમ બની ગયા છે. નગરનિગમ પાસેથી તે માટે લાઈસન્સ લેવું પડે છે. તેને સમયાંતરે વેક્સિન અપાવવી પડે છે. ડોગની ટ્રેનિંગ એવી હોવી જેાઈએ, જેનાથી તે એવા કામ ન કરે, જેનાથી પાડોશમાં રહેનારને કોઈ મુશ્કેલી ન પડે. જેાકે કોલોનીએ પોતપોતાના નિયમો અલગ બનાવ્યા હોય છે. આ સ્થિતિમાં જેા તમારે પેટ્સ પાળવા હોય તો સૌપ્રથમ પેટ્સના નિયમોનું પાલન કરો.
તમારા પેટ્સને યોગ્ય ટ્રેનિંગ આપો અને પાડોશીઓની સહમતી પણ લો. ભયજનક અને તામસી સ્વભાવની પ્રજાતિના પેટ્સ ન પાળો. કોઈ તકલીફ હોય તો એનિમલ્સ ડોક્ટરનો સંપર્ક કરો. તેઓ પેટ્સના વ્યવહારને જેાઈને, સમજીને તેનો ઈલાજ કરે છે. સોસાયટીના લોકોના નિશાના પર આવી જવાથી બચવા માટે જરૂરી છે કે તેમની સહમતીથી કામ કરો. પરંતુ જેા કોઈ તમને કારણ વિના પરેશાન કરતું હોય તો કેટલાક કાયદા પેટ્સ પાળનાર માટે પણ હોય છે. કેટલીક સંસ્થા છે જે પ્રાણીઓના અધિકારો માટે અવાજ પણ ઉઠાવે છે. ભારત સરકારે પશુઓની સુરક્ષા માટે નિયમ બનાવ્યા છે, જે તેમના અધિકારોનું રક્ષણ કરે છે. આ કાયદાને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમના નામથી ઓળખવામાં આવે છે.

શું છે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ
પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનો ઉદ્દેશ ‘પ્રાણીઓને બિનજરૂરી પીડા પહોંચાડવા અથવા પીડા આપતા રોકવાનો’ છે, જેના માટે કાયદામાં પ્રાણીઓ પ્રત્યે બિનજરૂરી ક્રૂરતા અને પીડા પહોંચાડવા બદલ સજાની જેાગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૧૯૬૨ માં બનાવવામાં આવેલા આ કાયદાની કલમ ૪ અંતર્ગત ‘ભારતીય પશુ કલ્યાણ બોર્ડ’ ની સ્થાપના પણ કરવામાં આવી છે. ૩ મહિનાની સમયસીમામાં આ કાયદા અંતર્ગત કેસ દાખલ કરી શકાય છે. ત્યાર પછી કાયદા અંતર્ગત કોઈ પણ ગુના માટે કોઈ કેસ દાખલ કરી શકાતો નથી.
જે લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણી રાખે છે, પરંતુ જાણેઅજાણે તેમની સાથે એવો વ્યવહાર કરે છે, જે અપરાધની શ્રેણીમાં આવે છે, તો તેની સજા પણ મળી શકે છે. આ જ રીતે આસપાસ ફરતા પ્રાણીઓ સાથે પણ લોકોનો વ્યવહાર ખૂબ મહત્ત્વ ધરાવે છે. પ્રાણીઓ સાથેના ખરાબ વ્યવહાર પર કાયદા અનુસાર સજા પણ થઈ શકે છે.

દંડનીય અપરાધ
ભારતીય બંધારણના અનુચ્છેદ ૫૧ (૧) મુજબ, પ્રત્યેક જીવિત પ્રાણી પ્રત્યે સહાનુભૂતિ રાખવી ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પશુ (મરઘી સહિત) માત્ર કતલખાનામાં કાપવામાં આવશે. બીમાર અને ગર્ભધારણ કરી ચૂકેલા પશુને મારી શકાશે નહીં.
ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૮ અને ૪૨૯ અનુસાર કોઈ પશુને મારવું અથવા અપંગ કરવું, પછી ભલે ને તે રખડતા જ કેમ ન હોય, દંડનીય અપરાધ છે. પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ અનુસાર કોઈ પશુને રખડતા છોડી દેવા પર છોડનારને ૩ મહિનાની સજા થઈ શકે છે. વાઈલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત વાંદરાને પણ કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. આ કાયદા અંતર્ગત વાંદરા પાસે ખેલ કરાવવા અથવા તેમને કેદમાં રાખવા ગેરકાનૂની છે.
કૂતરા માટેના કાયદાને ૨ ભાગમાં વહેંચવામાં આવ્યો છે- પાલતુ અને રખડતા. કોઈ પણ વ્યક્તિ અથવા સ્થાનિક તંત્ર પશુ કલ્યાણ સંસ્થાના સહયોગથી રખડતા કૂતરાનું બર્થ કંટ્રોલ ઓપરેશન કરી શકે છે. તેમને મારવા ગેરકાનૂની છે. પ્રાણીને પૂરતું ભોજન, પાણી અને આશ્રય આપવાથી ઈન્કાર કરવો અને લાંબા સમય સુધી તેને બાંધી રાખવું દંડનીય અપરાધ છે.
આ અપરાધ માટે દંડ થવા ૩ મહિનાની સજા અથવા બંને થઈ શકે છે. પશુઓને લડવા માટે ઉશ્કેરવા, આ પ્રકારની લડાઈનું આયોજન કરવું અથવા તેમાં ભાગ લેવો સંજ્ઞેય અપરાધ છે. પીસીએ એક્ટની કલમ ૨૨(૨) અનુસાર, રીંછ, વાંદરા, વાઘ, ચિત્તા, સિંહ અને બળદને મનોરંજન માટે ટ્રેન કરવા અને તેનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે.

આ પ્રતિબંધિત છે
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ -૧૯૪૫ મુજબ પ્રાણીઓ પર કોસ્મેટિક્સનું પરીક્ષણ કરવું અને પ્રાણીઓ પર ટેસ્ટ કરી ચૂકેલા કોસ્મેટિક્સની આયાત કરવી પણ પ્રતિબંધિત છે. ‘સ્લોટર હાઉસ રૂલ્સ ૨૦૦૧’ અનુસાર દેશના કોઈ પણ ભાગમાં પશુ બલિ ગેરકાનૂની છે. જ્યારે આપણે પ્રાણીસંગ્રહાલયમાં ફરવા જઈએ છીએ ત્યારે ત્યાં પણ કેટલાક નિયમ કાયદા હોય છે. પ્રાણીસંગ્રહાલય અને તેના પરિસરમાં પ્રાણીઓને ચીડવવા, ખાવાનું આપવું અથવા પરેશાન કરવા દંડનીય અપરાધ બને છે. આવું કરનારને ૩ વર્ષની સજા, ૨૫ હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
પશુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે. પશુઓને અસુવિધામાં રાખીને, પીડા પહોંચાડીને અથવા પરેશાન કરતા કોઈ પણ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા મોટર વ્હીકલ એક્ટ અને પીસીએ એક્ટ અંતર્ગત દંડનીય અપરાધ છે. પક્ષી અથવા સાપના ઈંડાને નષ્ટ કરવા અથવા તેમની સાથે છેડછાડ કરવી કે પછી તેમના માળા હોય તે ઝાડને કાપવું અથવા કાપવાની કોશિશને શિકાર માનવામાં આવશે.
આવું કૃત્ય કરનાર દોષીને ૭ વર્ષની સજા અથવા ૨૫ હજાર રૂપિયાનો દંડ કે પછી બંને થઈ શકે છે. કોઈ પણ જંગલી જાનવરને પકડવું, ફસાવવું, ઝેર આપવું અથવા લાલચ આપવી દંડનીય અપરાધ છે. તેના દોષીને ૭ વર્ષ સુધીની સજા અથવા ૨૫ હજાર રૂપિયાનો દંડ કે પછી બંને થઈ શકે છે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....