જેા પોતાનો બિઝનેસ હોય તો કામ કરવાની ઈચ્છા આપમેળે પ્રબળ બની જાય છે. આ સ્થિતિમાં પરિવાર સાથે કામનો તાલમેલ બેસાડવો સરળ બની જાય છે. ઘર પરથી ટિફિન ઓફિસમાં મોકલવાનું કામ એક એવું કામ છે, જે સરળતાથી કરી શકાય છે. આ કામમાં સ્વચ્છતા અને લોકોને સ્વાદિષ્ટ ભોજન ખવડાવવું અસલી પડકાર હોય છે.
દરરોજ ભોજન બધાને ગમે અને પાછું ન આવે તેનું હંમેશાં ધ્યાન રાખવું પડે છે. લગ્ન પછી કોઈ મોટા શહેરમાં જતા હોય તો આ કામ તમે કરી શકો છો. ૩૦૦ સ્ક્વેર ફૂટના નાનકડા ઘરમાં એક સ્વચ્છ ખૂણામાં કિચન બનાવીને ૧૦ થી ૨૦ લોકોના ટિફિનની વ્યવસ્થા કરી શકાય છે.
ભોજનમાં રોટલી, પરોઠાં, પૂરી અને દાળભાત, શાક એમ પૂરું ભોજન શાકાહારી હોઈ શકે છે. પછી ધીરેધીરે ગ્રાહકોની સંખ્યા વધવા લાગે તો તમે પોતાની આસપાસની બીજી મહિલાઓને પણ પોતાની સાથે જેાડી શકો છો, જેઓ કોઈ ખાસ ડિશ સપ્લાય કરી શકે. તેમને ભરપેટ ખાવાનું અને થોડા પૈસા તમે આપી શકો છો. ૧૦૦ કરતા વધારે લોકો માટેનું ભોજન એક એકલા ઘરમાંથી બની શકે છે. તેમાં જરૂર પડે છે ૪-૫ વ્યક્તિની, જેમાં છોકરાછોકરી બંને હોઈ શકે છે. સવારે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ભોજનાલય ચલાવો તો સારું રહેશે.

ઉત્તમ બિઝનેસ
વિનિતાને જેાઈ લો. તેના સાસરી પક્ષ તરફથી કમાણી માટે કઈ કરવાની તેને મંજૂરી નહોતી, પરંતુ પૈસાની તંગીએ તેમને રાજી કરી દીધા. તે જણાવે છે કે સાસરીના લોકો ઈચ્છતા નહોતા કે હું કોઈ વ્યવસાય કરું, પરંતુ મારે આવકનું કોઈ સાધન ઊભું કરવું હતું, કારણ કે ઘરનું ભાડું દર મહિને ચૂકવવાનું હતું જે પતિની આવકમાંથી થઈ શકતું નહોતું. હવે મારા બાળકો પણ મોટા થઈ રહ્યા હતા. તેમને સ્કૂલે મોકલવા પડતા હતા, તેથી અંતે મેં આ વ્યવસાયને પસંદ કર્યો. જેાકે હું વધારે ભણેલી નથી કે બહાર જઈને કોઈ કામ કરી શકું. મને રસોઈકામ પહેલાંથી ખૂબ ગમતું હતું અને જ્યારે લોકોને મેં બનાવેલું ખાવાનું ગમવા લાગ્યું, ત્યારે મને કંઈક નવું કરવાની અને સારું ભોજન બનાવવાની પ્રેરણા મળી. આ કામમાં મારા પતિ અરવિંદ યાદવ અને દિયર પણ મદદરૂપ બને છે. બજારમાંથી તમામ જરૂરી સામાન લાવવો અને ઓફિસમાં તૈયાર ભોજન પહોંચાડવાનું કામ પણ તેઓ જ કરે છે. મારી ગણતરી પ્રમાણે તો આ સર્વિસ દ્વારા ૫૦ હજાર રૂપિયા પ્રતિ માસ સુધીની કમાણી કરી શકાય છે. લગભગ ૧૦-૧૨ કિલોમીટરના વર્તુળ સુધીમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવી જેાઈએ.

કામ સાથે નામ પણ
આ કામમાં નીચેની વાત ખાસ ધ્યાનમાં રાખવી જેાઈએ, જેથી તમારો વ્યવસાય સતત ચાલતો રહે :
લોકોની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખવું.
સારી ક્વોલિટીના તેલ અને મસાલાનો ભોજન બનાવવામાં ઉપયોગ કરવો જેાઈએ.
સૌથી જરૂરી વાત સ્વચ્છતાનું ધ્યાન રાખવું, જેમાં કાચા શાકભાજીથી લઈને ખાવાનું બનાવતી મહિલાએ વ્યક્તિગત સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે.

વિનિતાનું માનવું છે કે તેણે યોગ્ય સમયે પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો. તેના ૨ બાળકો લક્ષ્ય યાદવ (૭ વર્ષ) અને વિવેક યાદવ (૩ વર્ષ) ના છે. તેઓ હવે સ્કૂલે જવા લાગ્યા છે. આગળ પણ તે તેમને સારું શિક્ષણ અપાવવા ઈચ્છે છે. વિનિતા ઈચ્છે છે કે આ વ્યવસાય એટલો વધે કે બીજી મહિલાઓને પણ રોજગાર અપાવી શકે. યાદ રાખો, ભલે ને શરૂઆતમાં કાયદાની ચિંતા કરવામાં ન આવે, પરંતુ જેા કામ વધે તો નવાનવા કાયદા લાગુ થાય છે. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઈન્ડિયા એક્ટ ૨૦૬’ આ વેપારમાં લાગે છે. તેના રજિસ્ટ્રેશનથી ગ્રાહક મળી જાય છે, પરંતુ ઈન્સ્પેક્ટરની માથાકૂટ શરૂ થાય છે, જે સ્વચ્છતા, ગુણવત્તા, પર્યાવરણ જેવી વાત ચેક કરવા આવે છે.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....