વિંટરમાં શિશુની સ્કિન ડ્રાય થઈ જાય છે, એવામાં તેમની સ્કિનને મુલાયમ રાખવા માટે તેલથી માલિશ કરી શકો છો. ડ્રાયનેસની સાથે આ ઈંફેક્શનથી પણ બચાવે છે. શિશુની માલિશ માટે ઓલિવ ઓઈલ પણ સારું માનવામાં આવે છે. તેનાથી શિશુની સ્કિન સોફ્ટ થાય છે. મોટાભાગે જેાવા મળે છે કે જન્મ પછી શિશુની તેલ માલિશને લઈને આસપાસની તમામ મહિલાઓ વ્યસ્ત થઈ જાય છે, કારણ કે તેમને લાગે છે કે પરંપરાગત રીતે કરવામાં આવેલી તેલમાલિશથી શિશુનાં હાડકાં મજબૂત થશે, ગ્રોથ જલદી થશે અને તે જલદીથી ચાલતા શીખશે, પરંતુ આ ગાળા દરમિયાન કેટલીક એવી ઘટના ઘટે છે, જેમાં તેલ માલિશ કરતી વખતે શિશુને ઈજા પહોંચી શકે છે.
યોગ્ય માલિશ શિશુને આરામ આપે છે, પરંતુ કેવી રીતે, યોગ્ય માલિશ શું છે? આ વિશે નવી મુંબઈની ‘સ્પર્શ ચાઈલ્ડ કેર ક્લિનિક’ ના બાળ રોગ નિષ્ણાત ડો. શિલ્પા આરોસ્કર જણાવે છે કે ન્યૂ બોર્ન બેબીને માલિશ કરવી એક કલ્ચરલ ટ્રેડિશન છે, જ્યારે તેનો કોઈ સાયન્ટિફિક લાભ આજ સુધી જેાવા નથી મળ્યો. જેમ કે હાડકાં અથવા મસલ્સનું મજબૂત થવું અથવા જલદી ગ્રોથ થવો. તે માત્ર બેબીને આરામ પહોંચાડે છે અને તેને સારી ઊંઘ લેવામાં સહાયક થાય છે. આ વાત શિશુની માલિશ કરતા પહેલાં ન્યૂ મોમ્સે જાણવી જરૂરી છે :
શિશુને માલિશ ફીડ કરાવ્યા પછી તરત અથવા જ્યારે શિશુ ઊંઘમાં હોય ત્યારે ન કરો, જ્યારે શિશુ જાગતું હોય ત્યારે માલિશ કરો, જેથી તેને સારો અનુભવ થાય.
કોકોનટ ઓઈલ અને વિટામિન ઓઈલ માલિશ કરવા માટે સૌથી સારા ઓઈલ માનવામાં આવે છે. સરસવના તેલ કે અન્ય કોઈ તેલના માલિશથી બચવું જેાઈએ, કારણ કે તેનાથી શિશુની સ્કિનનાં રોમછિદ્રો બંધ થવાનું જેાખમ હોય છે, જેથી શિશુને રેસિઝ થઈ જાય છે.
મોટાભાગની મહિલાઓ શિશુને માલિશ કરવા મેડ સર્વન્ટ રાખે છે, જેના વધારે પ્રેશરથી માલિશ કરવાથી શિશુને ફ્રેક્ચર, સોજેા અથવા લોહી જામવાનું જેાખમ રહે છે.
માલિશ કરતી વખતે ક્યારેય કાન, નાક એરિયામાં તેલનો ઉપયોગ ન કરો.
શિશુની માલિશ મા, દાદી, નાનીના હાથથી થવી સારી માનવામાં આવે છે, જેમાં પ્રેમ અને ટચ થેરપિ હોવાથી શિશુના સ્વાસ્થ્ય અને ગ્રોથમાં સુધારો જલદી થાય છે અને આ વાત વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થઈ છે.
‘ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ઈન્ફેંટ માલિશ’ મુજબ માલિશથી શિશુના શરીરનું બ્લડ સર્ક્યુલેશન અને પાચનક્રિયા સુચારુ રહે છે, તેને ગેસ, કબજિયાત વગેરે સમસ્યાથી રાહત મળે છે.
દિવસમાં એક વાર માલિશ કરવી શિશુ માટે શ્રેષ્ઠ મનાય છે.
૧ વર્ષની ઉંમર પછી શિશુને માલિશ કરવાથી તેમાં કોઈ ખાસ ફરક નથી પડતો, કારણ કે આ સમયે શિશુ પ્લેફુલ થઈ જાય છે અને તેને માલિશથી વધારે લાભ નથી થતો. ન્યૂ મોમ્સે સમજવું જરૂરી છે કે તેલમાલિશ એક ઈન્ડિયન ટ્રેડિશન છે, જેને દિવસમાં એક વાર ગમે ત્યારે કરી શકો છો.
માલિશ કરતી વખતે હાથ અને આંગળીઓનો આરામથી ઉપયોગ કરવો જેાઈએ. ધીરેથી શિશુના પગને હથેળી પર રાખો અને આંગળીથી જંાઘથી લઈને પગ સુધી લાવતા માલિશ કરો. આ રીતે થોડી વાર માલિશ કરો.
સ્ટ્રેચિંગ માલિશ ફાયદાકારક રહે છે. પગને થોડો સ્ટ્રેચ કરો, બંને તળિયાને એકસાથે મિલાવો અને પછી જમીનથી સ્પર્શ કરો. આ પ્રક્રિયાથી શિશુની માંસપેશીઓને આરામ મળશે.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....