ભલે ને અહીં વાત હોય સ્કૂલકોલેજના બાળકોનું લંચ પેક કરવાની કે હસબન્ડનું ટિફિન તૈયાર કરવાની અથવા પિકનિક કે ટ્રાવેલિંગમાં ભોજન પેક કરવાની, હંમેશાં આપણા મગજમાં સૌપ્રથમ નામ એલ્યુમિનિયમ ફોઈલનું આવે છે, કારણ કે તે ભોજનને લાંબા સમય સુધી ગરમ રાખવાની સાથે તેને ફ્રેશ રાખવાનું કામ કરે છે. તેથી ટિફિનમાં ભોજન પેક કરવા માટે દરેક મા અથવા દરેક ઘરની પ્રથમ પસંદ બને છે. તમને ફોઈલ દરેક ઘરના કિચનમાં જેાવા મળશે. આવો, જાણીએ એલ્યુમિનિયમ ફોઈલમાં ભોજન પેક કરતી વખતે આપણે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું :

કેવી રીતે વર્ક કરે છે
જેમ કે તેના નામ પરથી જ ખબર પડે છે કે એલ્યુમિનિયમ ફોઈલ એલ્યુમિનિયમમાંથી બને છે, જેમાં પરાવર્તક ગુણ હોવાથી તેની અંદર ઓક્સિજન, મોઈશ્ચર અને બેક્ટેરિયા પહોંચી નથી શકતા, જેથી ભોજનને લાંબા સમય સુધી ગરમ, ફ્રેશ અને તેની અરોમાને જાળવી રાખવામાં મદદ મળે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં એક બાજુ મેટ ફિનિશવાળી સાઈડ હોય છે અને બીજી બાજુ શાઈનવાળી, જેને જેતા જ આપણે સમજી જઈએ છીએ કે મેટ ફિનિશવાળી સાઈડને અંદરની બાજુ રાખવી અને શાઈનવાળીને બહારની બાજુ, જેથી ભોજનની હીટ રિફ્લેક્ટ થઈને લોક થાય અને લાઈટ તેની પર પણ પડે, તે રિફ્લેક્ટ થઈને બહાર રહે અને ભોજનને અંદરથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. તેથી તેમાં ભોજન લાંબા સમય સુધી ફ્રેશ અને ગરમ રહે છે.

તેના ફાયદા શું છે
લોંગલાસ્ટિંગ : તેની લોંગલાસ્ટિંગ પ્રોપર્ટી તેને ખાસ બનાવે છે, કારણ કે તેમાં બેક્ટેરિયા અને મોઈશ્ચર એન્ટર નથી કરતા, જેથી ભોજન સુરક્ષિત અને લાંબા સમય સુધી ફૂડની ક્વોલિટી અને ફ્રેશનેસ સમાન રહે છે. તેથી ટિફિન પેક કરવામાં એલ્યુમિનિયમ ફોઈલ દરેક ઘરની પસંદ બને છે.
સોફ્ટ : તેની ભોજનને સોફ્ટ રાખવાની પ્રોપર્ટી લાંબા સમય સુધી ભોજનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. તેથી મોટાભાગના ઘરમાં એલ્યુમિનિયમ ફોઈલ વિના ભોજન પેક કરવાની કલ્પના પણ ન કરી શકાય.
પોકેટ ફ્રેન્ડલી : આ અન્ય પ્રકારના પેકેજિંગની રીતથી સસ્તું છે, સાથે તેને કેરી કરવું ખૂબ સરળ છે. તેમાં ભોજન પેક કર્યું અને તમે સરળતાથી તેને કેરી કરીને ગમે ત્યાં લઈ જઈ શકો છો.

જ્યારે ફોઈલનો ઉપયોગ કરો
તમે ભોજન પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, તો આ ન તમારા ભોજનને ગરમ અને ફ્રેશ રાખશે, સાથે તેના લીધે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલાં આ વાત જાણવી ખૂબ જરૂરી છે.
આજે દરેકની લાઈફસ્ટાઈલ બિઝી થઈ ગઈ છે. આ સ્થિતિમાં તમે હંમેશાં દોડધામ અને હંમેશાં ઉતાવળમાં રહો છો, જેથી કેટલીય વાર તમે ટિફિન પેક કરતી વખતે ફોઈલમાં ગરમગરમ ભોજન પેક કરી દો છો, પણ શું તમે જાણો છો કે ફોઈલ પેપરમાં ક્યારેય ગરમ ભોજન પેક ન કરો, કારણ કે તેનાથી એલ્યુમિનિયમ ફોઈલ મેલ્ટ થઈને ભોજનમાં ભળી જાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી, તેથી ભોજન ઠંડું કરીને જ પેક કરો.
બજારમાં તમને અનેક એલ્યુમિનિયમ ફોઈલ પેપર મળશે, પરંતુ હંમેશાં ફૂડ સ્ટોરેજ માટે સારી ક્વોલિટીના ફોઈલ પેપરનો ઉપયોગ કરવો જેાઈએ.
એલ્યુમિનિયમ ફોઈલમાં વિટામિન-સી થી ભરપૂર એસિડિક વસ્તુ રાખવાથી બચો, કારણ કે તે એલ્યુમિનિયમ સાથે રિએક્ટ કરીને ઓક્સિડાઈઝ થાય છે. તેથી વસ્તુ જલદી બગડવાની સાથે હેલ્થ માટે બિલકુલ યોગ્ય નથી, તેથી આ વસ્તુને ફોઈલમાં રાખવાથી બચો અને યોગ્ય રીતે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી ભોજનને ફ્રેશ અને ગરમ રાખો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....