પહેલાંના જમાનામાં ઘર મોટું રહેતું હતું, જેમાં અનેક લોકો રહેતા હતા, એક મોટા રૂમને કિચન બનાવવામાં આવતું હતું, પણ સમયની સાથે કિચન અને પરિવાર નાના થતા ગયા. આ સ્થિતિમાં ઓપન કિચન એક યોગ્ય વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે. ભારતીય ઘરમાં ઓપન કિચન એક હોટ ટ્રેન્ડ છે. જે સુંદર દેખાવાની સાથેસાથે કંફર્ટેબલ પણ હોય છે.

ઓપન કિચનના ફાયદા
ઓપન કિચનનો સૌથી મોટો ફાયદો એ છે કે જે કોઈ મહિલા કિચનમાં કામ કરે છે તો તે પૂરા ઘરનું ધ્યાન રાખી શકે છે. બાળકોની ગતિવિધિ પર નજર રાખવાની સાથેસાથે ટીવી જેાઈ શકે છે. મહેમાન માટે ચા-નાસ્તો બનાવતા તેમની સાથે વાત કરી શકે છે.
ઓપન કિચનમાં કામ કરતી વખતે ગભરામણ નથી થતી.
બંધ કિચનની સરખામણીમાં ઓપન કિચન સ્વાભાવિક રીતે વધારે ચમકદાર અને કુદરતી પ્રકાશથી ભરપૂર રહે છે.
ઓપન કિચન ઘરની ડિઝાઈનને અપ્રાકૃતિક આબોહવા આપે છે.

ઓપન કિચન : સમસ્યા અને સમાધાન
સમસ્યા
ઓપન કિચનની એક સમસ્યા એ છે કે તેમાં કામ કરતી વખતે બહારથી આવતી કોઈ પણ વ્યક્તિ તે અવ્યવસ્થાને જેાઈ શકે છે, જે તમે કિચનમાં ફેલાવો છો.

સમાધાન
કિચનના વ્યવસ્થિત લુક માટે સ્ટોરેજ સિસ્ટમ પસંદ કરો.
તમે વુડનના બદલે ગ્લાસના કેબિનેટ બનાવડાવી શકો છો. તેનો લુક સારો આવશે અને તમે સરળતાથી સામાન શોધી શકો છો.
ભારતીય ભોજનમાં પૂરતા પ્રમાણમાં મસાલાનો ઉપયોગ થાય છે. વઘાર પણ કરવો પડે છે, જેથી સુગંધ દૂર સુધી ફેલાય.

સમાધાન
ઈલેક્ટ્રિક ચીમનીનો ઉપયોગ કરીને યોગ્ય વેન્ટિલેશન સેટઅપ કરાવો.
મિક્સર, પ્રેશર કુકર કે ડિશ વોશર જેવા તમામ ઉત્પાદનના અવાજ નજીકના રૂમમાં જાય છે.

સમાધાન
પ્રયત્ન કરો કે કિચન સાથે જેાડાયેલા તમામ ઉત્પાદન સારી ક્વોલિટી અને નવી ટેક્નોલોજીના હોય, જેથી ઓછો અવાજ થાય. સાથે તેના પ્રયોગ કરવાનો સમય પણ નક્કી કરો.
કેટલીક સરળ ટિપ્સ અપનાવીને કિચનના કામને સુવિધાજનક બનાવો :
કિચન માટે સ્લાઈડર વોર્ન ડોર્સ લગાવો અને આ રીતે તમારું આધુનિક કિચન તમારી ઈચ્છાનુસાર ઓપન કે ક્લોઝ થશે.
કિચન અને લિવિંગ રૂમને અલગ કરનાર કાચનું પાર્ટિશન પણ કિચનને હંમેશાં કુદરતી પ્રકાશથી ઝગમગાવશે.
તમે કિચનના એક નાના ભાગને બંધ કરાવી શકો છો. આ ભાગમાં તમે તે કામ કરી શકો છો જેનાથી વધારે અવાજ થાય છે.

કિચન અને લિવિંગ રૂમ વચ્ચે છોડનો ઉપયોગ કરીને વિભાજન રેખા દોરી શકો છો.
તમે ઓપન આધુનિક કિચન બનાવવા માંગો છો, પણ નથી ઈચ્છતા કે મહેમાન કિચનમાં ડોકિયું કરે, તો મહેમાન માટે બેઠકની વ્યવસ્થા એવી રાખો, જેથી તેમની પીઠ કિચન તરફ રહે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....