રીના ઓફિસથી થાકીને ઘરે આવી હતી. આજે ઓફિસમાં લાંબી મીટિંગ ચાલી. હજી કપડાં બદલીને સોફા પર બેઠી જ હતી અને વિચારતી હતી કે ડિનરમાં કંઈક હલકુંફુલકું બનાવે, એટલામાં નિખિલે ઘરે આવતા જ કહ્યું કે આજે ડિનર કરવા બહાર જઈશું. રીના ગુસ્સે થઈ ગઈ. આખા દિવસની થાકેલી, દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી છે. હજી હમણાં જ તો કપડાં બદલ્યા અને હવે બહાર જવા ફરીથી તૈયાર થવાનું? રહેવા દો, હું ઘરે જ કંઈક સાદું બનાવી લઉં છું, તેણે નિખિલને ના પાડી દીધી. નિખિલ નારાજ થતા બોલ્યો, ‘‘હું તારા માટે જ કહેતો હતો. થાકેલી દેખાય છે. હવે કિચનમાં જઈશ. અડધા કલાકમાં બાફેલું ખાવાનું બનાવીશ અને દોઢ કલાક કિચન સાફ કરવામાં કરીશ.’’ રીના સફાઈ બાબતે પર્ટિક્યુલર છે. ખાસ તો કિચનની સફાઈ, પણ આ સફાઈ તેના ભોજન બનાવવાના સમય અને મનને મારી દે છે. કેટલાય દિવસ થઈ જાય છે પતિને કંઈક સારું બનાવીને ખવડાવી નથી શકતી. એવું નથી કે તેના હાથમાં સ્વાદ નથી. ભરપૂર સ્વાદ છે, પણ વઘારવાળું ભોજન તે એટલે અવોઈડ કરે છે કે તેલ અને ધુમાડો ઊડશે. હવે વઘાર વિના ન તો કોઈ શાક સારું બને છે ન દાળ. રીના જેવી મહિલાઓને જેમના કિચનમાં હવાના યોગ્ય આવાગમનની વ્યવસ્થા નથી અને જેમના કિચન નાના છે, તેમની તકલીફોને બજારમાં અનેક હોમ મેકર્સ કંપનીએ સમજવાની કોશિશ કરી છે.
હકીકતમાં, કોરોના મહામારી સમયે જ્યારે ચારે બાજુ લોકડાઉન લાગ્યું અને નોકરીધંધો લોકો ફ્રોમ હોમ કરવા લાગ્યા, બાળકો ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરવા લાગ્યા ત્યારે કિચનની સફાઈનો મોટો મુદ્દો ગૃહિણી સામે આવ્યો.

કિચનની ગંદકી
મોટાભાગના ઘરમાં પતિઓએ પણ કિચનમાં હાથ અજમાવ્યો. જેટલી પણ પાક કલા તેમને આવડતી હતી કોરોનાકાળમાં તે બધી કલા તેમણે પત્ની અને બાળકોને બતાવી દીધી. યૂટ્યૂબ પર નવીનવી વાનગીની રેસિપી જેાઈને કિચનમાં ખૂબ પ્રયોગ કરવામાં આવ્યા, પરંતુ ત્યાર પછી કિચનની જે હાલત થઈ તેનાથી પત્નીની કમર તૂટી ગઈ. ભોજન બનાવવા દરમિયાન કિચનનો ધુમાડો યોગ્ય રીતે ઘરની બહાર નીકળવો જરૂરી છે, પરંતુ નાના ઘરમાં અને ફ્લેટ સિસ્ટમમાં આ શક્ય નથી. આ સમસ્યાનો નિકાલ હવે માર્કેટમાં ઉપલબ્ધ કંપનીઓ સમજી છે અને મહિલાઓની સાફસફાઈની સમસ્યાનું મોટાભાગે નિરાકરણ લાવી દીધું. તમારા કિચનમાં જ રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે તમને ભરપૂર સમય આપવા અને તમારી સુવિધાનુસાર આ ઉપકરણને ડિઝાઈન કરી છે.

કુચીનાએ કામ સરળ બનાવ્યું
કુચીનાએ સૌપ્રથમ ગૃહિણીઓના દિલની વાત સમજી. દરેક ગૃહિણી ઘરના સભ્યોને અને ખાસ તો બાળકોને હંમેશાં સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવવા માંગે છે, જેના માટે તેને એક્સ્ટ્રા સમય જેાઈએ. રસોઈ ઉપકરણ નિર્માતા મર્ક્યુરિયલના પ્રબંધ નિર્દેશક નમિત બાજેરિયા જણાવે છે કે અમે કુચીના બજારમાં લાવ્યા, કારણ કે મેં મારા ઘરમાં માને કિચનમાં મહેનત કરતા અને બેચેન રહેતા જેાઈ છે. તેમના માટે ભોજન બનાવ્યા પછી વસ્તુ સાફ કરવી એક મુશ્કેલ કામ હતું. તેથી મેં વિચારી લીધું કે ભારતીય કિચનને સાફ રાખવાની કોઈ રીત મારે વિચારવી પડશે અને કુચીના મારા તે જ વિચારનું મૂર્ત રૂપ છે. તેણે ગૃહિણીઓના કેટલાય મુદ્દાને હલ કરી દીધા. તેમનો સમય બચાવ્યો અને મહેનતથી તેમને છુટકારો અપાવ્યો.

નમિત જણાવે છે કે તેણે ૧૯૯૬ માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆત તેણે ઓફિસ ઓટોમેશન સેવા ઉત્પાદનના વેચાણથી કરી, પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા ઊંચી ઉડાણ ભરી રહી હતી અને તે પોતાની કોઈ બ્રાન્ડ લઈને આવવા માંગતો હતો. પરિણામે ૨૦૦૩ માં તેણે એક ઓટોમેટિક ચીમની સાથે પોતાની બ્રાન્ડ માર્કેટમાં લોંચ કરી. નમિત જણાવે છે, ‘‘૨૦૦૩ માં જ્યારે અમે ચીમની લોંચ કરી હતી ત્યારે બજાર પશ્ચિમી દેશની જેમ સમાન સેવા આપતી બ્રાન્ડથી ભરચક હતું. મેં વિચાર્યું કે શું તે ભારતીય જરૂરિયાતોને પૂરી કરે છે? કારણ કે ભારતીય કિચનને તો ‘પ્રલય’ માનવામાં આવે છે. જે ગંદકી અને ગ્રીસથી ભરેલું હોય છે. અમે જેાયું કે આપણા દેશમાં ગૃહિણીઓ પોતાનો દૈનિક સમય ૫૦ ટકા સાફસફાઈમાં ખર્ચ કરે છે. અમે સંશોધન કર્યું અને કુચીના જેવું ઉપકરણ લઈને આવ્યા, જે ભારતીય કિચનની સફાઈ સંબંધિત જરૂરિયાત પૂરી કરવામાં સક્ષમ છે.’’ કુચીનામાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કિચન તો સ્વચ્છ થાય જ , તેલ બિંદુઓથી ભરેલી તમામ ગરમ હવા બહાર નીકળી જાય છે અને ત્યાર પછી પૂરી ચીમની જાતે સાફ થાય છે. નમિત જણાવે છે, ‘‘આધુનિક ટેક્નોલોજીવાળી કુચીના ચીમનીમાં બટન દબાવતા જ સફાઈ શરૂ થઈ જાય છે. આ આઈ ક્લીન ટેક્નોલોજીથી શક્ય થયું છે. ટૂંક સમયમાં જ ભારતના દરેક કિચનમાં આપણી આ ચીમની હશે એવી મારી કોશિશ છે.’’

નમિત જણાવે છે, ‘‘અમે રોજ પ્રયોગ કરી રહ્યા છીએ, જેથી ઉત્પાદન પ્રગતિ કરતું રહે. ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા માટે ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમે ઓટો-ક્લીન ચિમની સાથે શરૂઆત કરી, જેના માટે જરૂરી હતું કે સિસ્ટમમાં સાબુનું પાણી જેાડવામાં આવે. જે અમે કર્યું. અમે મોડ્યુલર કિચનમાં જર્મન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે જે સર્વશ્રેષ્ઠ છે. અમે ઉત્પાદનને સામાન્ય ભારતીય ગ્રાહકના ખિસ્સાને પરવડે એવું રાખ્યું છે. ધીરેધીરે, ઉત્પાદનની શૃંખલામાં પણ વધારો થઈ રહ્યો છે.’
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....