હું ૩૪ વર્ષની ઘરેલુ મહિલા છું. મને છેલ્લા ઘણા મહિનાથી ખૂબ પરસેવો થઈ રહ્યો છે. વાળ પણ સતત ખરી રહ્યા છે અને વજન પણ ૯-૧૦ કિલોગ્રામ ઓછું થઈ ગયું છે. મારી સમજમાં નથી આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે?
તમારી સમસ્યા જેાઈને લાગી રહ્યું છે કે તમને થાઈરોઈડ સંબંધિત સમસ્યા છે. થાઈરોઈડ એક પતંગિયા આકારની નાનકડી ગ્લેન્ડ (ગ્રંથિ) છે, જે ગરદનના નીચેના ભાગમાં હોય છે. તેમાંથી નીકળતા હોર્મોન શરીરની મેટાબોલિક ક્રિયાઓને નિયંત્રિત કરે છે. વાળ ખરવા, કારણ વિના વજન ઘટવું, વધારે પરસેવો થવો, આ બધા હાઈપોથાઈરોડિઝમના મુખ્ય લક્ષણો છે. હાઈપોથાઈરોડિઝમમાં થાઈરોઈડ ગ્રંથિ જેટલો શરીરની સામાન્ય ગતિવિધિ માટે હોર્મોન્સનો સ્રાવ જરૂરી છે. તેના કરતા વધારે પ્રમાણમાં સ્રાવ કરવા લાગે છે, તેથી આ બધા લક્ષણો દેખાવા લાગે છે. તેથી તમે થાઈરોઈડ ફંક્શનિંગ ટેસ્ટ કરાવો.

મારા લગ્નને ૬ વર્ષ થયા છે, પરંતુ મને કોઈ સંતાન નથી. મને હાઈપોથાઈરોડિઝમ છે. ક્યાંક વંધ્યત્વનું કારણ મારી બીમારી તો નથી ને?
મહિલાઓમાં અને પુરુષોમાં વંધ્યત્વનું એક મુખ્ય કારણ થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય છે. મહિલાઓમાં થાઈરોઈડના લીધે અંડાશયની કાર્યપ્રણાલી પ્રભાવિત થતી હોય છે અથવા ઈંડાં રિલીઝ નથી થતા કે પછી તેમનું માસિક ચક્ર અનિયમિત થઈ જાય છે. કેટલીક મહિલાઓ સમય પહેલાં મેનોપોઝની શિકાર બની જાય છે. જેાકે સારવાર પછી પ્રજનનતંત્ર સંબંધિત સમસ્યાને નિયમિત જરૂર કરી શકાય છે. તમે કોઈ સારા સ્ત્રીરોગ નિષ્ણાતને બતાવો. તપાસ કરાવ્યા પછી જાણ થશે કે તમે ગર્ભધારણ કેમ નથી કરી શકતા. જેા હાઈપોથાઈરોડિઝમ આ સમસ્યાનું કારણ છે તો દવાઓ અને વિભિન્ન ઉપચાર દ્વારા તેને નિયંત્રણમાં લઈને પ્રજનનતંત્રની કાર્યપ્રણાલીમાં સુધારો કરીને સામાન્ય રીતે ગર્ભધારણને શક્ય બનાવી શકાય છે.

થાઈરોઈડ ગ્રંથિ યોગ્ય રીતે કામ કરે તે માટે કઈ વાતનું ધ્યાન રાખવું જેાઈએ, જેથી થાઈરોઈડ સંબંધિત મુશ્કેલીના જેાખમને ઓછું કરી શકાય?
જીવનશૈલી અને આહારમાં પરિવર્તનને લઈને થાઈરોઈડ સંબંધિત સમસ્યા પર નિયંત્રણ લાવી શકાય છે. શારીરિક રીતે સક્રિય રહો અને સંતુલિત ભોજન લો, જે વિટામિન એ, સી, ડી, ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય. આ બધા થાઈરોઈડ ગ્રંથિ સારી રીતેે કાર્ય કરે તે માટે જરૂરી છે. હાઈપોથાઈરોઈડથી પીડિત લોકોએ સી-ફૂડ, બ્રેડ અને આયોડિનયુક્ત મીઠાનું વધારે પ્રમાણમાં સેવન કરવું જેાઈએ, જ્યારે હાઈપરથાઈરોઈડથી પીડિત લોકોએ એવા ખાદ્ય પદાર્થો ઓછા ખાવા જેાઈએ, જેમાં આયોડિન વધારે પ્રમાણમાં હોય. જેાકે એન્ટિથાઈરોઈડ દવાઓથી થાઈરોઈડ ગ્રંથિમાંથી થતો વધારે સ્રાવ ઓછો થઈ જાય છે, પરંતુ માત્ર દવાઓથી કામ નહીં ચાલે, કારણ કે એક વાર દવાઓ બંધ કર્યા પછી સમસ્યા ફરીથી શરૂ થાય છે. તેથી તમારે આહારમાં વધારે સાવચેતી રાખવી પડશે. નિયમિત એક્સર્સાઈઝ પણ થાઈરોઈડના દર્દીઓને સામાન્ય જીવન જીવવામાં સહાયતા કરી શકે છે.

મારા દીકરાની ઉંમર ૮ વર્ષ છે. તેની થાઈરોઈડ ગ્રંથિ સામાન્ય રીતે કામ નથી કરી રહી. મેં સાંભળ્યું છે કે આવા બાળકોનો માનસિક તથા શારીરિક વિકાસ પ્રભાવિત થાય છે. જણાવો કે હું શું કરું?
એ વાત સાચી છે કે થાઈરોઈડ સંબંધિત અનિયમિતતાની સારવાર કરાવવામાં ન આવે તો તેનાથી બાળકનું માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. તેથી સારવાર કરાવવામાં મોડું ન કરો. સમય જતા તેના લક્ષણો ગંભીર બની શકે છે અને મુશ્કેલીનું જેાખમ પણ વધી શકે છે. તેથી બાળકના ડાયટનું ખાસ ધ્યાન રાખો. બાળકના ભોજનમાં આયોડિન અને વિટામિન-એ યોગ્ય પ્રમાણમાં હોવું જેાઈએ, જેથી થાઈરોઈડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરી શકે. તેને આઉટડોર ગેમ રમવા દો. તેનાથી ન માત્ર તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું બનશે, પરંતુ થાઈરોઈડ ગ્રંથિ પણ યોગ્ય રીતે કામ કરશે.

હું ૪૨ વર્ષની નોકરિયાત મહિલા છું. છેલ્લા થોડાક દિવસોથી મને ખૂબ થાક લાગે છે. પૂરો સમય ઊંઘ આવ્યા કરે છે અને મારું વજન ખૂબ વધી ગયું છે. ઘણા બધા ઉપાય કર્યા, પરંતુ કોઈ લાભ નથી થયો. જણાવો કે હું શું કરું?
આ બધા લક્ષણો હાઈપોથાઈરોડિઝમ એટલે કે થાઈરોઈડની કાર્યપ્રણાલી ઓછી થવાથી જેાવા મળે છે. થાઈરોઈડ હોર્મોનના ઓછા સ્રાવથી શરીરની મેટાબોલિક ક્રિયા ધીમી પડી જાય છે. તેનાથી વ્યક્તિ ખૂબ થાક અનુભવે છે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતું. આમ તો તેના લીધે બીજી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે, પરંતુ આ બધાની તપાસ કરાવ્યા પછી જાણવા મળશે. જેા તપાસમાં હાઈપોથાઈરોડિઝમની જાણ થાય તો તરત સારવાર શરૂ કરી દો. સારવારમાં મોડું કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર અને બ્લડપ્રેશર વધી જાય છે. કાર્ડિયોવાસ્ક્યૂલર સંબંધિત મુશ્કેલી થાય છે, પ્રજનનક્ષમતા ઓછી થઈ જાય છે અને વિષાદની સમસ્યા થાય છે.

મને ૨ માસનો ગર્ભ છે અને મને હાઈપોથાઈરોડિઝમ છે. આ સ્થિતિમાં ગર્ભાવસ્થા દરમિયાન મારે કઈ વાતનું ધ્યાન રાખવું જેાઈએ?
ગર્ભાવસ્થા દરમિયાન હાઈપોથાઈરોડિઝમથી મા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ત્યાં સુધી કે ગર્ભમાં ઊછરી રહેલા બાળકને પણ થાઈરોઈડ સંબંધિત સમસ્યા થવાનું જેાખમ વધી જાય છે. હાઈપોથાઈરોડિઝમ સમય પહેલાં પ્રસવ અને ગર્ભપાતનું કારણ બની શકે છે. આ સ્થિતિમાં હાઈપોથાઈરોડિઝમથી પીડિત ગર્ભવતી મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર સમય પર નિયમિત યોગ્ય પ્રમાણમાં દવા લો. સંતુલિત, પોષક અને સુપાચ્ય ભોજનનું સેવન કરો. કબજિયાત ન થવા દો. રોજ ઓછામાં ઓછું અડધો કલાક ચાલવાનું રાખો, સંગીત સાંભળો અથવા બીજા કોઈ સારા શો હોય તો તેને પૂરા કરો.
– ડો. સવિતા કુમારી.

વધુ વાંચવા કિલક કરો....