ઘરમાં કામ કરતી વખતે પાણીમાં લાંબા સમય સુધી હાથ રહે છે અને લાંબા સમય સુધી ડ્રાઈ થઈ જાય છે. ત્યાં સુધી કે હાથ પર કરચલી પણ દેખાવા લાગે છે. જણાવો કે હું શું કરું?
વાત લાંબા સમય સુધી પાણીમાં હાથ રહેતા હોવાની છે તો જણાવી દઈએ કે હાથ પરનું મોઈશ્ચર દૂર થતું હશે. આ સ્થિતિમાં હાથને મોઈશ્ચરાઈઝ કરવા ખૂબ જરૂરી રહે છે. તમે ઈચ્છો તો પાણીમાં કામ કરતી વખતે ગ્લવ્સનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જે જગ્યાએ તમે પાણીમાં કામ કરો ત્યાં એક મોઈશ્ચરાઈઝરની બોટલ જરૂર રાખો. જ્યારે પણ હાથને પાણીમાંથી કાઢો ત્યારે તેને સૂકવીને મોઈશ્ચરાઈઝર લગાવો. હાથ પર હળવો મસાજ કરતા રહો. તેનાથી હાથ ડ્રાય નહીં થાય અને તેની પર કરચલી પણ નહીં પડે. રાત્રે હાથ ધોઈને સૂકવીને ૧ ચમચી ગ્લિસરીનમાં ૧ ચમચી રોઝ વોટર અને ૫ ટીપા લીંબુના રસના મિક્સ કરો અને તેને હાથ પર લગાવતા મસાજ કરો. આ દ્રાવણ ખૂબ ઉત્તમ મોઈશ્ચરાઈઝરનું કામ કરશે. જેા ગ્લિસરીન ન હોય તો મધનો ઉપયોગ કરી શકાય છે. આ જ રીતે એલોવેરા જેલમાં થોડાક ટીપાં લીંબુના રસના મિક્સ કરીને તેનાથી હાથ પર મસાજ કરવાથી સ્કિનનો રંગ પણ ગોરો થશે અને હાથ પર મોઈશ્ચર પણ જળવાઈ રહેશે. તેની સાથે કરચલી પણ ઓછી થઈ જશે.

મને થોડા દિવસ પહેલાં હાથના નખમાં ફંગલ ઈંફેક્શન થઈ ગયું હતું. ત્યાર પછી મારા નેલ્સ સારી રીતે નથી વધી રહ્યા અને હંમેશાં તૂટતા રહે છે. દેખાવમાં ખૂબ ખરાબ લાગે છે. તમે જણાવો કે હું શું કરું?
જેા ફંગલ ઈંફેક્શન દૂર થઈ ગયું હોય ત્યારે તેની પર કંઈક કામ કરવાની જરૂર છે. જેા નેલ્સનો શેપ યોગ્ય ન આવતો હોય તો હળવા ગરમ ઓલિવ ઓઈલથી તેના પર દરરોજ મસાજ કરો. નેલ્સનો એક સુંદર શેપ બનાવો અને ફાઈલ કરીને રાખો. તમે ઈચ્છો તો નેલ એક્સ્ટેંશન દ્વારા એક વાર લાંબા નેલ્સ કરી લેવાથી તે સુંદર બની જશે. તેની પર ઈચ્છો તો પરમેનેન્ટ નેલપોલિશ પણ લગાવી શકો છો. જ્યારે પણ નેલ્સ વધે તો રિફિલિંગ કરાવી શકો છો. તેનાથી નેલ્સ હંમેશાં લાંબા અને સુંદર દેખાશે. કોઈ ફંક્શન હોય તો તમે તેની પર નેલ આર્ટ કરાવી શકો છો.

હું એક વર્કિંગ વુમન છું અને મારે દરરોજ તડકામાં ઓફિસ જવું પડે છે, જેનાથી મારી સ્કિન ખૂબ ડાર્ક થઈ રહી છે અને ટેનિંગ વધી રહ્યું છે. પ્લીઝ મને હેલ્પ કરો?
સૌથી મહત્ત્વની વાત એ છે કે સૂર્યપ્રકાશમાં સનસ્ક્રીન લગાવવું જરૂરી રહે છે, નહીં તો સૂર્યના કિરણો તમારી સ્કિનને ટેન કરે છે. જેા સનસ્ક્રીન લગાવવાની રીત યોગ્ય હોય તો સનસ્ક્રીન લગાવવું ખૂબ સરળ છે. ઘરમાંથી બહાર નીકળવાની ૧૦ મિનિટ પહેલાં સનસ્ક્રીનને ફેસ પર લગાવો. થોડો પરસેવો થશે, પરંતુ ડરશો નહીં. એક ટિશ્યૂથી અથવા કોઈ સુતરાઉ કપડાથી કે પછી રૂમાલથી ચહેરાને થપથપાવી લો. ૧૦ મિનિટ પછી આજ રીતે પાઉડર લગાવીને અથવા મેકઅપ કરીને ઘરમાંથી બહાર જઈ શકો છો. આમ કરવાથી પરસેવો ફરીથી નહીં આવે. તમે ઘરની બહાર ૨-૩ કલાકથી વધારે રહો છો તો સનસ્ક્રીન ફરીથી લગાવવું જરૂરી છે. જેા તમારા ફેસ પર ટેનિંગ થઈ ગયું હોય તો તેના માટે ૧ ચમચી એલોવેરા જેલ અને લીંબુના રસના થોડાક ટીપા મિક્સ કરીને ફેસ પર તેનાથી મસાજ કરો. અડધો કલાક પછી તેને ધોઈ લો. આમ કરવાથી ૨-૩ દિવસમાં તમારું ટેનિંગ સંપૂર્ણપણે દૂર થશે. તમે ઈચ્છો તો એક વાર પાર્લરમાં જઈને બ્લીચ કરાવી શકો છો. તેનાથી પણ ટેનિંગની સમસ્યા લગભગ દૂર થશે.

મારી ઉંમર ૨૦ વર્ષ છે. મેં એક ફેસ મિસ્ટ વિશે ખૂબ સાંભળ્યું છે. મારી સ્કિન ડ્રાઈ છે. મારા માટે કયું ફેસ મિસ્ટ સારું રહેશે? શું હું ફેસ મિસ્ટ ઘરે જ બનાવી શકું છું?
ફેસ મિસ્ટ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે. માર્કેટમાં ઘણા બધા પ્રકારના ફેસ મિસ્ટ મળે છે. ફેસ મિસ્ટને ફેસ પર સ્પ્રે કરવાથી તમે હંમેશાં ફ્રેશ ફીલ કરશો. ઈચ્છો તો ઘરે પણ દરેક સ્કિન માટે ફેસ મિસ્ટ બનાવી શકો છો. તમારી સ્કિન ડ્રાય છે તો સ્પેશિયલી ગરમીના સમયમાં રોજ જાસ્મીન અને રોઝ મિક્સ કરીને ફેસ મિસ્ટ બનાવી શકો છો. થોડા ગુલાબના પાંદડાં અને થોડા જાસ્મીનના ફૂલ લઈને બંનેને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેને ઉકાળો. જ્યારે પાણી એક ચતુર્થાંશ જેટલું રહે ત્યારે માની લો તમારું ફેસ મિસ્ટ તૈયાર થઈ ગયું છે પછી તેને ગાળી લો અને કોઈ જૂની સ્પ્રે બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકી દો. જ્યારે પણ તમને ફ્રેશ થવાની જરૂર લાગે ત્યારે આ ફેસ મિસ્ટને તમારા ફેસ પર સ્પ્રે કરો અને તેને સુકાવા દો. તેનાથી તમે ઠંડક અનુભવશો અને ચહેરા પર ફ્રેશનેસ આવી જશે.

હું જ્યારે પણ કિચનમાંથી કામ કરીને બહાર નીકળું છું ત્યારે મને સ્કિન પર ખૂબ બળતરા થાય છે. તે સમયે હું શું લગાવું, જેનાથી બળતરા ઓછી થઈ જાય અને હું ફ્રેશ ફીલ કરી શકું?
તે માટે તમે દૂધમાં થોડાક ટીપાં મધના નાખો. થોડા રોઝના પાંદડા લઈને તેને નાનાનાના ટુકડામાં કાપી લો અને તેને મધવાળા દૂધમાં મિક્સ કરો. તેમાં થોડીક ખસખસ મિક્સ કરો. હવે આ મિક્સરને બરફની ટ્રેમાં નાખી દો અને તેને જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો. જ્યારે પણ તમે ગરમી અનુભવો ત્યારે તેમાંથી એક ક્યૂબ કાઢીને તેનાથી ફેસ પર મસાજ કરો. આમ કરવાથી તમે ઠંડક અનુભવશો સાથે સ્કિન પર એક રીતે સ્ક્રબ પણ થશે. તેનાથી તમારી સ્કિન ફ્રેશ અનુભવશે અને તેનો રંગ ગોરો થશે.
– ડો. ભારતી તનેજા.

વધુ વાંચવા કિલક કરો....