રેસ્ટોરન્ટ પૂરી ખાલી હતી. એક બાજુ ટેબલોને જેાડીને ૧૫ થી ૨૦ લોકોની બેસવાની વ્યવસ્થા કરી હતી. બપોરના ૨ વાગ્યા હતા. ૧-૧ કરીને ત્યાં મહિલાઓ આવવા લાગી. બધી સીટ ભરાઈ ગઈ. સીટ પર સજીધજીને મહિલાઓ બેઠી હતી, જેમની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષની હતી. બધી મહિલાઓ યુવાન હતી. શિક્ષિત દેખાતી હતી. આ મહિલાઓ હાઉસવાઈફ હતી. તેમની કિટીની થીમ તરીકે સ્કૂલ ડ્રેસ હતો, તેથી મહિલાઓ પોતપોતાની રીતે સ્કૂલ ગર્ર્લ બનીને આવી હતી. કેટલીય મહિલાઓની ફિટનેસ એવી હતી કે તે સ્કૂલ તો નહીં પણ કોલેજ જતી છોકરી લાગતી હતી. મહિલાઓ એકબીજાની પ્રશંસા કરી રહી હતી. ત્યાર પછી એકબીજા સાથે મોબાઈલ સેલ્ફી લેવાનું શરૂ કર્યું. સેલ્ફી લેતી વખતે સૌથી સારો ‘પાઉટ’ કોણ બનાવે છે? ‘સેલ્ફી પાઉટ’ નો ક્રેઝ મહિલાઓમાં વધારે છે. મોબાઈલથી સેલ્ફી લેતી વખતે તેઓ મોં પાતળું કરે છે, જેથી સેલ્ફી સુંદર આવે છે.

નેચરલ પાઉટ ખૂબ સુંદર દેખાય છે. જે મહિલાઓના લિપ્સ એટલા ભરેલા નથી હોતા તેઓ પાઉટ જાતે બનાવવાનું કામ કરે છે. કેટલીક મહિલાઓ સારી રીતે બનાવે છે. તેમનો ફેસ સુંદર લાગે છે. સેલ્ફી પાઉટ લઈને સોશિયલ મીડિયા ખાસ તો ઈંસ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરે છે. સેલ્ફી પછી સૌથી પ્રચલિત ટ્રેન્ડ રીલ બનાવવાનો થઈ ગયો છે. મહિલાઓ એકબીજાના નાનાનાના વીડિયો ક્લિપ મોબાઈલથી બનાવે છે જેને ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને યૂટ્યૂબના માધ્યમથી પોસ્ટ કરે છે. તે આજકાલ સૌથી પોપ્યુલર ટ્રેન્ડ બની ગયો છે. તેના માટે સારા લોકેશનની શોધ રહે છે. કિટી પાર્ટી જે હોટલમાં હોય છે ત્યાં એવી જગ્યા શોધવામાં આવે છે. ત્યાર પછી ગ્રૂપ ફોટો અલગઅલગ સ્ટાઈલમાં ક્લિક કરાય છે. કેટલીય વાર તેના માટે પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ બોલાવવામાં આવે છે.

ગોસિપ, ડાન્સ, ગેમ્સ અને નાસ્તો
ફોટોગ્રાફી પછી ડાન્સ, ગેમ્સ અને નાસ્તો કિટી પાર્ટીની પ્રિય વસ્તુ છે. તેથી દર વખતે પાર્ટી માટે નવા લોકેશનની શોધ હોય છે. કોઈ પણ કિટી પાર્ટી ગોસિપ વિના પૂરી નથી થતી. દરેક પાર્ટીમાં કોઈ ને કોઈ એવું હોય છે જેા કોઈ કારણસર પાર્ટીનો ભાગ નથી બનતું. તેની જ સૌથી વધારે ગોસિપ થાય છે. ગોસિપ પણ અંગત સંબંધો, વ્યવહાર, ઘરપરિવાર અને મિત્રને લઈને થાય છે. કેટલીય વાર સેક્સ સંબંધ પર પણ વાત થાય છે. આ રીતે ૪-૫ કલાકની કિટી પાર્ટી પૂરી થાય છે. કેટલીય મહિલાઓ એવી છે જે ૩-૪ કિટીમાં ભાગ લે છે. કિટી પાર્ટીમાં ભાગ લેવા માટે સૌપ્રથમ એટલા પૈસા રાખવાના હોય છે જેટલાની કિટી હોય છે. ૨ હજારની કિટી માટે અને પાર્ટી માટે પૈસા અલગથી આપવા પડે છે. તે પણ કિટીની રકમ જેટલી હોય છે. તે ઉપરાંત કપડાં, મેકઅપ અને સ્ટાઈલ માટે પણ ખર્ચ કરવો પડે છે. ૨ હજારની કિટી માટે થતી પાર્ટીમાં ભાગ લેવા માટે ૨ થી ૪ હજારની વચ્ચે અલગ ખર્ચ થાય છે. એવામાં કિટી દ્વારા ફંડ એકત્રિત કરવાની વાત ખોટી છે. જેા પૈસા એકત્રિત કરવાના હોત તો પૈસાની ચુકવણી ઓનલાઈન કરી શકાતી હતી, જેથી અન્ય ખર્ચા બચી જાય. કિટીમાં એ નિયમ હોય છે કે જેા તમારે પાર્ટીમાં સામેલ નથી થવું તો કિટીના ખર્ચવાળા પૈસા આપવા પડશે. એવામાં કિટી દ્વારા પૈસાની બચતવાળી વાત ખોટી લાગે છે.

સમયનું નુકસાન
કિટી પાર્ટીમાં ૩-૪ કલાકનો સમય લાગે છે. તેની સાથે ટ્રાવેલિંગ અને તૈયારી કરવામાં સમય અલગથી થાય છે. જે મહિલાઓ ૩-૪ કિટી દર મહિને કરે છે તે પૂરો મહિનો તેની તૈયારી કરે છે. તેથી જે સમય મહિલાઓને કોઈ ઉત્પાદક કામમાં વાપરવો જેાઈએ તેને કિટી પાર્ટીમાં વેડફવો પૈસાની સાથેસાથે સમયની પણ બરબાદી થાય છે. આ સમયનો ઉપયોગ તે કોઈ ઉત્પાદક કામમાં લગાવી શકે છે, જેથી ન માત્ર તેમનું ભલું થશે, પરંતુ ઘરપરિવાર અને સમાજનું પણ ભલું થશે. કિટી કરતી મહિલાઓનું કહેવું છે કે તેના દ્વારા તે પોતાના જેવી મહિલાઓ સાથે મુલાકાત કરે છે, જેથી તેમને ખુશી મળે છે. મહિલાઓ સમાજનો એક મોટો ભાગ રહી છે, પરંતુ તેમાંથી કેટલીક મહિલાઓ જે સારું કામ કરી શકે છે તે કિટીમાં અનુત્પાદક કામ કરીને પોતાનો સમય બગાડે છે. પોતાની વિચારસરણીના ઘેરાવાને ઓછો કરવા લાગી છે. આ મહિલાઓ શિક્ષિત હોય છે. તેમના ઘરપરિવારના લોકો તેમને સહયોગ કરે છે. માતાપિતાએ દીકરાની જેમ ભણાવવાનું કામ કર્યું છે, તેમ છતાં તે દીકરાની જેમ નોકરી-ધંધો કરવાને બદલે કિટી પાર્ટી કરવા લાગે છે. તેથી મહિલાઓ જ્યાં સુધી પુરુષોના ખભાથી ખભો મિલાવીને કામ નહીં કરે તો દેશ અને સમાજની સાથેસાથે ઘરપરિવારનું ભલું નહીં થાય.

સ્કૂલકોલેજની ફી બેકાર
એક છોકરીને જેા સારું શિક્ષણ આપવામાં આવે છે, પ્રોફેશનલ ડિગ્રી લે છે તો ૮ થી ૧૦ લાખ રૂપિયા ઓછામાં ઓછા તેના શિક્ષણ પર ખર્ચ થાય છે. આટલા અભ્યાસ પછી તેમના લગ્ન થઈ જાય છે, ત્યાર પછી તેઓ સાસરીમાં જઈને પહેલાં ઘરમાં કેદ થઈ જાય છે. તેના કેટલાક વર્ષ પછી કંઈક કરવા લાયક નથી રહેતું. પછી સમય પસાર કરવા માટે કિટી પાર્ટી કરવા લાગે છે. જે અભ્યાસ પછી લગ્ન અને લગ્ન પછી કિટી જેવા કામ કરવા હતા તો કોઈ પણ સામાન્ય સ્કૂલમાંથી અભ્યાસ કરાવવો જેાઈએ, જેના ૨ થી ૩ લાખ જ થાય. મહિલાઓનો વિકાસ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તેઓ ભણીગણીને આત્મનિર્ભર નથી બનતી. તેના માટે માતાપિતાની માનસિકતા, મહેનત અને ખર્ચ કરવાની સાથેસાથે છોકરીઓને જાતે પોતાના સમયની કિંમત ઓળખવી પડશે. ૨૫ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધી ૨૦ વર્ષ એવા હોય છે, જેમાં મહિલાઓ મહેનત કરી શકે છે. આવા સમયમાં મહેનત કરીને સ્વયંને આત્મનિર્ભર બનાવી શકો છો. અભ્યાસથી જે હાંસલ કર્યું છે તેને જેા દેશ, સમાજ અને ઘરના વિકાસમાં નહીં લગાવો તો કોઈનું ભલું નહીં થાય. જેા દેશની અડધી વસ્તી અનુત્પાદક કામ કરશે તે દેશ વિકાસ નથી કરી શકતો. શિક્ષિત યુવતીઓએ એ જવાબદારી લેવી પડશે કે તે સ્વયં આત્મનિર્ભર બને. ઘરપરિવાર દેશ સમાજને મજબૂત બનાવે. જેા તેઓ પોતાનો અભ્યાસ કર્યા પછી ફ્રી છે, સમય પસાર કરવા માટે કિટી પાર્ટીનો ભાગ બની રહી છે તો કોઈનું કોઈ ભલું નથી થવાનું. અભ્યાસ પર ખર્ચ કરેલા પૈસા બેકાર જશે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....