ઘર એટલે સપનાનો માળો, જ્યાં તમે જિંદગીની ખુશી અને દુખને પોતાના પરિવારજનો સાથે વહેંચો છો. આ ઘરની સજાવટ એવી હોવી જેાઈએ કે જ્યારે પણ તમે ઘરમાં હાજર હોવ ત્યારે તમારી આસપાસ એક શાંતિનું વાતાવરણ અનુભવી શકો.
ભલે ને ઘર તમારું પોતાનું હોય કે પછી ભાડાનું, તમે એકલા રહેતા હોય કે પરિવાર સાથે, પરંતુ ઘર આકર્ષક અને સુવિધાજનક હોય તો દિલને એક છૂપી ખુશી અને શાંતિ મળે છે. તેથી જરૂરી છે કે ઘરની સારસંભાળ અને સજાવટ પર ધ્યાન આપો. સમયાંતરે ઘરની સજાવટમાં ફેરફાર કરો અને એક સારા ઈન્ટીરિયરનો આનંદ લો. તેમાં પણ ખાસ ફેસ્ટિવલના સમયે ઘરને આકર્ષક બનાવવા માટેના તમારા નાનાનાના પ્રયાસ તહેવારની રોનકને જરૂર વધારી દેતા હોય છે.

દીવાલોને પેઈન્ટ કરાવો
તમે દીવાલોને પેઈન્ટ કરાવશો તો તમને ખૂબ ઓછા ખર્ચમાં સુંદર બદલાવ જેાવા મળશે. પેઈન્ટ કરાવવા માટે એવા કલરને પસંદ કરો, જે તમારા વ્યક્તિત્વને દર્શાવે અને તે જુદાજુદા રૂમને અનુરૂપ પણ હોય. જેા તમારો સ્વભાવ હસમુખો અને મજાકિયો હોય તો તમે સોનેરી, પીળો અથવા ચમકદાર લીલો રંગ પસંદ કરો. આ જ રીતે જે શાંત અને સંયમિત સ્વભાવના તમે છો તો ગ્રે અથવા બ્લૂ કલરનો શેડ વધારે શોભશે.
અલગઅલગ રૂમમાં કલર પણ અલગઅલગ કરો. એટલું જ નહીં, રૂમની તમામ દીવાલો પર એકસમાન કલર કરાવવાનો ટ્રેન્ડ પણ હવે જતો રહ્યો છે. દીવાલોને અલગઅલગ શેડથી રંગીને જેાશો તો એક અલગ ડિફરન્ટ અને જીવંત લુક જેાવા મળશે.
જેા દરેક દીવાલનો રંગ અલગ કરવા ન ઈચ્છો તો ડ્રોઈંગરૂમની કોઈ એક દીવાલને બાકીની દીવાલથી અલગ કોંટ્રાસ્ટ કલરમાં પેઈન્ટ કરાવીને તમે નવા વાતાવરણનો અહેસાસ કરી શકો છો. વધારે પ્રકાશ મેળવવા અને રૂમની સુંદરતાને વધારવા માટે રૂમની એક દીવાલને ડાર્ક કલરથી પેઈન્ટ કરાવવો જેાઈએ.
તમે ઈચ્છો તો તેની પર કોઈ ડિઝાઈન બનાવીને તેને ક્રિએટિવ લુક આપી શકો છો અથવા તો રૂમની કોઈ દીવાલ પર ધ્યાન આકર્ષિત કરવા માટે પેટર્નવાળું વોલપેપર લગાવી શકો છો. વોલપેપર તમારી ઈન્ટીરિયર ડિઝાઈનને એક અલગ લુક આપી શકે છે. તેમાં વધારે ખર્ચ નથી આવતો અને દીવાલોને એક ઉત્તમ લુક મળી જશે. બજારમાં દરેક પ્રકારની ડિઝાઈન ઉપલબ્ધ છે.

મિરરથી ઘરને ક્લાસી લુક આપો
ઘરને એલિગન્ટ અને મોડર્ન લુક આપવા માટે મિરર દ્વારા એક્સપરિમેન્ટ કરો. ઘરની દીવાલો પર મિરર લગાવો, તેનાથી પ્રકાશના પ્રતિબિંબ બધા રૂમમાં પ્રકાશ ફેલાવશે તેમજ રૂમને વધારે મોટો પણ દર્શાવશે, પરંતુ તેમાં વધારે જરૂરી છે એક સ્ટાઈલિશ મિરર પસંદ કરીને તેને યોગ્ય જગ્યાએ મૂકવો. તમે ઈચ્છો તો અલગઅલગ સ્ટાઈલ અને પેટર્ન ધરાવતી ફ્રેમનું કલેક્શન કરીને દીવાલ પર આર્ટવર્ક કરાવી શકો છો.
જેા લિવિંગરૂમની વોલનો કલર બ્રાઈટ અથવા ઓફબ્રાઈટ હોય તો ક્લાસી મિરર લગાવીને રૂમને વાઈબ્રન્ટ લુક આપો. રૂમને એલિગન્ટ અને મોડર્ન લુક આપવા માટે તેના સેન્ટર પોઈન્ટ પર મિરર લગાવો. આવું કરવાથી લાઈટનું રિફ્લેક્શન મિરર પર પડવાથી રૂમ વધારે બ્રાઈટ લાગશે.
આ જ રીતે બેડરૂમમાં મિરર લગાવવાથી તે સ્પેશિયલ દેખાશે અને સાથે એલિગન્ટ લુક પણ આપશે. મિરરથી બેડરૂમમાં લાઈટનું રિફ્લેક્શન વધશે અને ગ્લેમર પણ દેખાશે. બેડની બંને તરફ મૂકેલા લેમ્પ શેડની આસપાસ સ્મોલ સાઈઝના મલ્ટિપલ મિરર લગાવીને તમે બેડરૂમને સ્માર્ટ લુક આપી શકો છો. તમે ઈચ્છો તો કિચનમાં નાનાનાના એન્ટિક મિરરનું કલેક્શન કરીને સ્મોલ આર્ટવર્ક પણ લગાવી શકો છો. આ કલેક્શન દેખાવે ખૂબ અપીલિંગ અને એટ્રેક્ટિવ લાગે છે.
જેા કિચન મોટું હોય તો તે અનુસાર મિરરની ફ્રેમ, ડિઝાઈન અને સાઈઝને પસંદ કરો. આ જ રીતે બાથરૂમને સ્માર્ટ લુક આપવા માટે હેવી વેટ અને હેવી ફ્રેમ ધરાવતા મિરરનો ઉપયોગ ન કરો, પરંતુ લીન મિરરનો ઉપયોગ કરો. બાથરૂમને જે ક્લાસિક ટચ આપવા ઈચ્છતા હોય, તો ટ્રેડિશનલ ફ્રેમ અને મેટાલિક ફિનિશિંગ વાળા મિરર લગાવો.

ઘરને નવા ફર્નિચરથી સજાવો
કોઈ પણ ઘરની સજાવટમાં ફર્નિચરનું એક ખૂબ જરૂરી મહત્ત્વ હોય છે. પોતાની પસંદ અનુસાર આરામદાયક ફર્નિચરની પસંદગી કરો. તેના માટે તમે એક એવું સ્ટોરેજ પસંદ કરો, જેમાં સામાન મૂકવા માટે ખાલી બોક્સ હોય, એક મોટો બુક સેલ્વ્સ બનાવેલો હોય, સાથે નીચેના ભાગમાં તમારી નાનીમોટી વસ્તુને મૂકવા માટે કબર્ડ બનાવેલું હોય. આ પ્રકારનું સ્ટોરેજવાળું ફર્નિચર આકર્ષક લાગશે સાથે તમને ઘણું ઉપયોગી પણ થશે. થોડું ફર્નિચર એવું પણ લો, જે નવી સ્ટાઈલનું અને આકર્ષક લુક ધરાવતું હોય, જેનાથી તમારા ઘરનો લુક બદલાઈ જાય.
તમે એક એવા શોકેસ અથવા તિજેારી પણ ખરીદો, જેમાં આપવામાં આવેલા ખાલી ભાગમાં પોતાની જરૂરી વસ્તુને મૂકી શકો. વચ્ચેના ભાગમાં દરવાજેા લગાવીને તેમાં પણ પોતાનો કોઈ સામાન મૂકી શકો છો. તેમાં પુસ્તકો મૂકવા માટે પણ એક મોટો ભાગ હોય છે. ઉપરાંત તમારી આર્ટિફિશિયલ જ્વેલરી અને નાનોમોટો સામાન મૂકવા માટે નીચેની તરફ એક નાનકડી પેટી જેવું બનેલું હોય. આવું ફર્નિચર ઓછા ખર્ચમાં ડબલ લાભનું કામ કરે છે.

શિમરી ટચ
આજકાલ લોકો શિમરી ફર્નિચરનો ઉપયોગ કરવા લાગ્યા છે. તમે તમારા કોફી ટેબલ અને એન્ડ ટેબલમાં બ્રાસ શિકારનો ઉપયોગ કરી શકો છો. પ્લાંર્ટ્સનું પણ બ્રાસ સ્ટેન્ડ હોઈ શકે છે અને વિંટેજ ક્રિસ્ટલ ઝૂમર પણ એક સારું એડિશન રહેશે. તમે ક્રિસ્ટલ પેન્ડેન્ટ લાઈટ અને ટેબલ લેમ્પનો ઉપયોગ કરી શકો છો. કુશન અથવા રગ્સ પર પણ શિમર ટેસલ્સને સામેલ કરો. સીકવન્સ કુશન કવરથી તમારા લિવિંગરૂમને સજાવો. ગોલ્ડન કલરવાળા ડિનર પીસને પણ તમારા ટેબલ પર સજાવો. આજકાલ ટ્રેન્ડમાં આ પ્રકારની કટલરી ખૂબ ચલણમાં છે.

કલાત્મક વસ્તુ લગાવો
તમારા ઘરની દીવાલોને કલાકૃતિના સેટ, ચિત્રો, પેઈન્ટિંગ, કોઈ સમારંભના પોસ્ટર, પોતાની મનપસંદ તસવીર અને બીજી કોઈ સજાવટની વસ્તુથી સજાવવાથી તેની શોભામાં ચાર ચાંદ લાગી જશે. દીવાલોને સજાવવા માટે તમે તમારા ફર્નિચર સાથે મેચ કરતા કલર અને થીમ્સની પસંદગી કરો.
તમે તમારા જીવનની સૌથી ખાસ યાદોની એક મોટી તસવીરને ફ્રેમ કરાવો અને તેની બેઠકની મુખ્ય દીવાલ પર લગાવો અથવા પોતાની યાદોની નાનીનાની તસવીરોને પણ ફ્રેમ કરાવીને વ્યવસ્થિત રીતે દીવાલ પર સજાવો. જ્યારે લોકો તમારા ઘરે આવશે ત્યારે તેઓ તમારી સોનેરી યાદોની તસવીરો જેાઈને ખુશ થશે અને તમે પણ ઈચ્છા થાય ત્યારે તમારા ઘરમાં બેસીને આ તસવીરો જેાઈને જૂની યાદો તાજી કરી શકો છો.

ઘરને રોશનીથી સજાવો
ઘરની લાઈટ્સ અને શેડ્સમાં થોડા બદલાવ લાવો અને થોડી ડેકોરેટિવ લાઈટ્સ બજારમાંથી લઈ આવો. તમે તમારા ઘરમાં ખાસ જગ્યાએ નાની અને આકર્ષક લાઈટ અથવા લેમ્પ લટકાવી શકો છો. જેની ચમકતી રોશનીથી તમારું ઘર ચમકવા લાગશે, પરંતુ જેા તમે એક જ રૂમમાં ઘણી બધી લાઈટ્સ લગાવી રહ્યા છો તો તેના લેમ્પની સાઈઝ, શેપ અને કલર અલગઅલગ પ્રકારના રાખો.

નવા પડદા લગાવો
સુંદર પડદા લગાવીને ઘરને સજાવવું એક જૂની પરંતુ સરળ રીત છે. તેને લગાવવા માટે તમારે બસ થોડો સમય કાર્પેન્ટરનું કામ કરવું પડશે. ઘરમાં રહેલા ફર્નિચર સાથે મેચિંગ પડદા રૂમને સુંદર લુક આપશે. જેાકે પડદા એવા પસંદ કરો જેમાં ખૂબ સારા કલર અને પેટર્ન બનેલી હોય. આમ કરવાથી તમારો રૂમ ચમકવા લાગશે. આકર્ષક પડદા કોઈ પણ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. માત્ર પડદા બદલીને અને તે પ્રમાણે દીવાન સેટ બિછાવીને પણ ઘરને સુંદર બનાવી શકાય છે.
આજકાલ કોટન ઉપરાંત નેટ, સિલ્ક, ટિશ્યૂ, બ્રાસ, ક્રશ વગેરેના પડદા પસંદ કરવામાં આવી રહ્યા છે. નેટના પડદા સૌથી લેટેસ્ટ છે. આ બધા પડદા ૨૦૦ થી ૫૦૦ ની રેંજમાં મળી જાય છે. જે રૂમમાં ઓછા પ્રકાશની જરૂર હોય ત્યાં ૧૦ ઘેરા કલરના પડદા લગાવો, જેનાથી રોશની ઓછી થશે, જે તમે રૂમને મોટો દર્શાવવા ઈચ્છતા હોય તો લાઈટ કલરના પડદા લગાવો.

કુદરત સાથે જેાડાઓ
આપણે થોડો સમય કુદરતને જેાઈએ તો તે ખૂબ ગમતી હોય છે. જરા વિચારો કુદરતનો થોડો ભાગ જે ઘરમાં આવી જાય તો તમારું ઘર કેટલું સુંદર લાગશે, પરંતુ તેના માટે તમારે ઘરની છત અથવા વરંડામાં ગાર્ડન બનાવવો પડશે. તમારા ઘરની બારીઓ પર નાના છોડવા લગાવી શકો છો. તમે ઘરની અંદર પણ થોડા ઈન્ડોર પ્લાન્ટ્સ લગાવી શકો છો.
આમ કરવાથી તમારું ઘર દેખાવમાં ખૂબ સુંદર દેખાશે. આ જ રીતે ટેબલ પર નાનાનાના રંગબેરંગી પ્લાસ્ટિકના ફૂલ પણ મૂકી શકો છો અથવા ફૂલની સુગંધને રાખી શકો છો. તેની સાથે તમે ઘરના કોઈ ખૂણામાં ખાલી કાચના ગ્લાસમાં રેતી ભરીને ઘરની કોઈ શાંત જગ્યાએ મૂકી
શકો છો.
કુલ મળીને એક ઉત્તમ ઈન્ટીરિયર ડેકોરેશન માટે સૌથી વધારે જરૂરી છે એ વાત પર ધ્યાન આપવું કે ઘરની શક્ય તેટલી વધારે જગ્યાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે અને બધો સામાન વ્યવસ્થિત રીતે કેવી રીતે મૂકી શકાય.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....