જે રીતે સમયની સાથે જીવન જીવવાથી લઈને રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુ બદલાઈ રહી છે, તે રીતે ફેશન પણ બદલાઈ ગઈ છે. હવે લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણી સ્કિનકેર, બ્યૂટિ અને ગ્રૂમિંગ નીડ્સ પણ બદલાઈ રહી છે, જે જરૂરી પણ છે. એવામાં આ ફેસ્ટિવલ સીઝન જરૂરી છે કે આપણે ડિફરન્ટ અને ન્યૂ ટ્રાય કરીએ, જેથી આપણી ખુશી પણ બેગણી થાય. તેના માટે જરૂરી છે ન્યૂ એજ કોસ્મેટિક પ્રોડક્ટથી ન્યૂ અને અમેઝિંગ લુક આપવાની. તો આવો, જાણીએ તે વિશે ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર ભારતી તનેજા પાસેથી :

ન્યૂ એજ કોસ્મેટિક પ્રોડક્ટ
મહિલાઓ અને યુવતીઓ ન્યૂ એજ કોસ્મેટિક પ્રોડક્ટ તરફ વળી રહી છે, જેથી તેમની સ્કિન વધારે અટ્રેક્ટિવ, ગ્લોઈંગ લાગવાની સાથેસાથે હેલ્ધિ બની રહે, કારણ કે આ ન્યૂ એજ કોસ્મેટિક પ્રોડક્ટ એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોવાની સાથેસાથે નેચર વસ્તુ જેમ કે વિટામિન અને એસેંશિયલ ઓઈલ વગેરેથી વધારે બનેલ હોય છે, જેથી સ્કિનને વધારેમાં વધારે ફાયદો મળી શકે. આ પ્રોડક્ટ છે લિસ્ટમાં :

એડવાંસ્ડ એન્ટિરિંકલ રેટિનોલ ફેસ ક્રીમ
આજે ફેસ પર રિંકલ્સ કોઈને ગમતા નથી. મહિલાઓ ઈચ્છે છે કે તેમની સ્કિન હંમેશાં સ્વીટ ૧૬ જેવી જળવાઈ રહે, પરંતુ ક્યારેક ખોટી બ્યૂટિ પ્રોડક્ટના લીધે, તો ક્યારેક સ્કિનની પ્રોપર કેર ન કરવાથી સ્કિન પર એજિંગ જેવી સમસ્યા થાય છે. એવામાં ન્યૂ એજ કોસ્મેટિક પ્રોડક્ટમાં એડવાંસ્ડ એન્ટિરિંકલ્સ રેટિનોલ ફેસ ક્રીમનું નામ પણ આવે છે, જે નેચરલ અને ક્લીનિકલી ટેસ્ટેડ હોવાની સાથે ફેસિયલ મસલ્સને રિલેક્સ કરવાનું કામ કરે છે. તેમાં વિટામિન ‘સી’ ની પ્રોપર્ટીઝ સ્વાભાવિક રીતે કોલેજનનું નિર્માણ કરીને તમારી ઉંમર વધારતી સ્કિન કોશિકાને હેલ્ધિ રાખવાનું કામ કરે છે, જેથી સ્કિન પર કરચલીની અસર નથી દેખાતી. વિટામિન સી યુક્ત ફેસિયલ મોઈશ્ચરાઈઝર સ્કિનમાં વિટામિનનું લેવલ જાળવી રાખવાનું કામ કરે છે. આ ફેસ ક્રીમને ફેસ પર લગાવવાથી ફેસ સોફ્ટ દેખાવાની સાથે તેની પર ફેસ્ટિવલ માટે કરેલો મેકઅપ પણ સારો લાગશે. તેની ખાસ વાત એ છે કે તે દરેક પ્રકારની સ્કિન પર સૂટ કરવાની સાથે તેને કોઈ પણ એજ ગ્રૂપના લોકો લગાવી શકે છે.

વિટામિન સી સીરમ
જ્યાં સુધી સ્કિન અંદરથી હીલ નથી થતી, ત્યાં સુધી તમે ભલે ને તેની પર ગમે ત મેકઅપ કરો, તે નિખાર અને લુક નથી આવતો, જે આવવો જેાઈએ, એવામાં વિટામિન સી સીરમ સ્કિનને સુપર હાઈડ્રેટ રાખે, જેથી સ્કિન નેચરલી ગ્લો કરવા લાગે છે. તેમાં નેચરલ ઈનગ્રીડિએંટ હોવાથી તે સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતું. તેને રોજ અને બધા પોતાની સ્કિન પર એપ્લાય કરી શકે છે. તેનું વોટરી ટેક્સ્ચર સ્કિનમાં સરળતાથી એબ્ઝોર્બ ઈઝી ટૂ ઈઝી થવું સ્કિન માટે કોઈ મેજિકથી કમ નથી.

એજ ડિફાઈનિંગ ક્રીમ
એજ ડિફાઈનિંગ ક્રીમ, ન્યૂ એજ કોસ્મેટિક પ્રોડક્ટની લિસ્ટમાં હાલમાં ક્રેઝમાં છે, કારણ કે તે સ્કિનના મોઈશ્ચરને રિસ્ટોર કરવાની સાથેસાથે સ્કિનને નરિશ કરે છે, સાથે સ્કિન પર થતી ફાઈન લાઈન્સ ઓછી કરીને સ્કિનને યૂથફુલ બનાવવાનું કામ કરે છે. આ સેલ્યુલર ટિશ્યૂ અને કોલેજનનું પુન: નિર્માણ કરીને સ્કિન એજિંગને ગ્લો કરવાનું કામ કરે છે.
તેની ખાસ વાત એ છે કે તે સ્કિનની ઈલાસ્ટિસિટી જાળવી રાખીને સ્કિન પર થતા ડાર્ક પેચિસ, કરચલી ઓછા કરવામાં મદદરૂપ છે. આ ક્રીમ ફ્રી રેડિકલ્સ સામે ફાઈટ કરવાની સાથે ઓક્સિડેશન ડેમેજથી સ્કિનને બચાવવાનું કામ કરે છે. તેમાં વિટામિન સી, ઈ, વિટામિન બી-૩, એસેંશિયલ ઓઈલ જેવા ઈન્ગ્રીડિએન્ટ હોવાથી આ ક્રીમ સ્કિનને ફાયદો આપે છે. એવામાં તમે તેને ડે અને નાઈટ રૂટિનમાં સામેલ કરીને ફેસ્ટિવલ માટે સ્કિનને નવા અંદાજમાં તૈયાર કરી શકો છો.

કોજિક એસિડ ફોર વાઈટનિંગ
ફેસિયલમાં આ ઈન્ગ્રીડિએંટનો ઉપયોગ સ્કિન વાઈટનિંગ માટે કરવામાં આવે છે. આ આજકાલ ટ્રેન્ડમાં છે. જેા તમારી સ્કિનને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નુકસાન પહોંચે છે, ફેસ પર ડાઘધબ્બા થઈ જાય છે કે પછી એજ સ્પોટ્સ દેખાવા લાગે છે, ત્યારે ફેસિયલમાં કોજિક એસિડનો ઉપયોગ કરીને સમસ્યાને ઠીક કરવાની સાથે સ્કિનમાં બ્રાઈટનેસ આવે છે, કારણ કે આ ઈન્ગ્રીટિએંટ લાઈટનિંગ એજન્ટ તરીકે કામ
કરે છે. કોજિક એસિડ ટેરોસાઈન નામના અમીનો એસિડને બ્લોક કરવાનું કામ કરે છે, જે મૈલાનિના ઉત્પાદનને અટકાવે છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ પ્રોપર્ટી સ્કિનને બેક્ટેરિયલ ઈંફેક્શનથી બચાવવાની સાથે સ્કિન પર થતા ડાઘધબ્બાને ઓછા કરવામાં મદદરૂપ છે. એવામાં આ ફેસ્ટિવલ સ્કિન વાઈટનિંગ માટે કોજિક એસિડયુક્ત ઈન્ગ્રીડિએંટવાળું ફેસિયલ કરવાનું ન ભૂલો, જેથી તહેવારમાં સ્કિન દમકતી રહે.

બીબી ગ્લો ટ્રીટમેન્ટ
આ એક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે, જે સ્કિનને ફાઉન્ડેશનની જેમ ઈવન ટોન આપવાનું કામ કરે છે. આ એક અત્યાધુનિક ટેક્નિક છે, જે અસમાન સ્કિનટોન, કાળા ડાઘ અને નિશાન ઓછા કરવામાં મદદરૂપ છે. આ પ્રક્રિયા ન માત્ર સ્કિન પિગમેન્ટેશનને ઓછા કરવાનું કામ કરે છે, પરંતુ સ્કિનની ઈલાસ્ટિસિટીને સુધારે છે. આ સેમી પરમેનન્ટ મેકઅપ ટ્રીટમેન્ટ છે, જે ઓછી ઈનવેસિવ અને નોનસર્જિકલ પ્રોસીજર છે. તેમાં નૈનો નીડલ્સને સ્કિન પર પેનિટ્રેટ કરવામાં આવે છે. આ સ્કિન રિજુવિનેશન અને કોલેજન ઉત્પાદન વધારવાનું કામ કરે છે. બીબી ગ્લો સીરમ સ્કિનમાં જરૂરી ન્યૂટ્રિએંટ્સને પહોંચાડીને સ્કિન ટોનને ઈમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. આ ફાઈન લાઈન્સ, બ્લેકહેડ્સ, કરચલી ઓછી કરીને સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદરૂપ છે. આ ટ્રીટમેન્ટ લીધા પછી તમારે ૧ મહિના સુધી કોઈ મેકઅપ કરવાની જરૂર નથી પડતી. સ્કિન પર ઈન્સ્ટન્ટ ગ્લો દેખાય છે. આ ટ્રીટમેન્ટ તમામ પ્રકારની સ્કિન?અને કોમ્પ્લેક્સન પર સૂટ
થાય છે.

કોપર પેપટાઈડ ફેસિયલ
આ ટ્રીટમેન્ટમાં સ્કિન પર સીરમની સાથે થ્રેડ અપ્લાય કરવામાં આવે છે અને તેની ઉપર અલ્ટ્રાસોનિક મશીનથી કોપર પેપટાઈડના થ્રેડ્સને સ્કિનમાં પેનિટ્રેટ કરવામાં આવે છે, જેથી ફેસ અપલિફ્ટ થાય છે. તે સ્કિનની ફર્મનેસને ઈમ્પ્રૂવ કરવા અને સ્કિનને સ્મૂધ બનાવવાની સાથે કોલેજનનું ઉત્પાદન વધારે છે, જેથી કરચલી, ફાઈન લાઈન્સ ઓછા થવાની સાથે સ્કિનની ઈલાસ્ટિસિટી પણ ઈમ્પ્રૂવ થાય છે. સ્કિનને હાઈડ્રેટ કરીને તેની પર યૂથફુલ ગ્લો આપવાનું કામ કરે છે, હકીકતમાં તેમાં એન્ટિઓક્સિડેન્ટ્સ પ્રોપર્ટી હોય છે, જે ફ્રી રેડિકલ્સથી સ્કિનને બચાવવાની સાથે કોલેજન અને સ્કિનની ઈલાસ્ટિસિટીને વધારવામાં મદદ કરે છે. આ ફેસિયલને લેવા માત્રથી સ્કિન પ્રોબ્લેમ દૂર થઈને સ્કિન ફૂલોની જેમ ખીલી ઊઠે છે. પછી ફેસ્ટિવલ હોય કે નોર્મલ ડે દરેકને આવી જ સ્કિન જેાઈએ છે.

ટ્રેન્ડી નેલઆર્ટ
ફેસ્ટિવલની વાત હોય, ન્યૂ ડ્રેસ સાથે લેટેસ્ટ મેકઅપ હોય અને હાથને સજાવવામાં ન આવે. એવું શક્ય જ નથી. આ ફેસ્ટિવલ પર લેટેસ્ટ નેલઆર્ટ ટેક્નિકનો ઉપયોગ કરો.
આજકાલ ટ્રેડિંગમાં છે ડોટેડ ડિઝાઈન, મેટ લુક શાઈન ડિઝાઈન, રોઝ ગોલ્ડ ગ્લિટર નેલ્સ, પ્લે વિથ ટૂ કલર્સ ઓન નેલ્સ, ગ્લિટરી ડિઝાઈન. તેનાથી નેલ્સ સુંદર લાગવાની સાથેસાથે પૂરા ફેસ્ટિવલ દરમિયાન આ નેલ આર્ટને એન્જેય કરી શકો છો અને જેા તમે ફેસ્ટિવલ પર નેલઆર્ટ નહીં, પણ બદલીબદલીને નેલપેઈન્ટ લગાવવા માંગો છો તો જણાવી દઉં કે ૨૦૨૨થી ટ્રેન્ડમાં છે, ઈલેક્ટ્રિક બ્લૂ, ચેરી, જ્વેલ ટોન્સ, શેડ્સ ઓફ પિંક જેવા શેડ, જેને તમે ડ્રેસ સાથે મેચ કરીને ફેસ્ટિવલનો ચામ વધારી શકો છો.

લિપસ્ટિક વધારે ફેસનો ચાર્મ
ગમે તેટલો મેકઅપ કરી લો અથવા કેટલીય ફેસ પર ગ્લો લાવવા માટે ફેસ ટ્રીટમેન્ટ લો, જેા લિપ્સ પર મેચિંગ લિપસ્ટિક ન લગાવવામાં આવે તો મહેનત બેકાર જવાની સાથે ફેસ ફિક્કો દેખાય છે. એવામાં આ ફેસ્ટિવલ પર ટ્રેન્ડી લિપસ્ટિક એપ્લાય કરવાનું ન ભૂલો. તેના માટે ચેરી રેડ, ડાર્ક પિંક, ન્યૂડ પિંક, ન્યૂડ બ્રાઉન, કોરલ, પર્પલ, કૂલ ટોંડ પિંક, પલ્મ, ચોકલેટ બ્રાઉન, બ્રાઈટ ઓરેન્જ જેવા શેડ અપ્લાય કરીને સ્વયંને ટ્રેન્ડી બતાવવાની સાથેસાથે બ્યૂટિફુલ લુક મેળવી શકો છો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....