મારા ફેસ પર વાળ ઊગી રહ્યા છે, જેથી બહાર જવાઆવવામાં મને ખૂબ સંકોચ થાય છે. કૃપા કરીને કોઈ ઉપાય જણાવો, જેનાથી તેને દૂર કરી શકાય?
ફેસ પર વાળની સમસ્યા પાછળ હોર્મોનલ બદલાવ હોઈ શકે છે. તેના માટે ડોક્ટર સાથે વાત કરીને સારવાર કરાવો. વાળને હાથથી પ્લક કરવાની કોશિશ બિલકુલ ન કરો. તમે વાળને જેટલા પ્લક કરશો, તેટલા જ બમણી ઝડપથી તે ઊગી નીકળશે. તમે ઈચ્છો તો બ્યૂટિપાર્લરમાં જઈને કટોરી વેક્સિંગ કરાવી શકો છો. તેમ છતાં જેા ફેસ પરના વાળનો કાયમી ઈલાજ ઈચ્છતા હોય તો એક્સપર્ટ દ્વારા લેસર ટ્રીટમેન્ટ કરાવો.

ક્રીમનો ઉપયોગ કરવાથી ફેસ કાળો પડી રહ્યો છે? હું શું કરું?
સૌપ્રથમ કેમિકલયુક્ત ક્રીમને ફેસ પર જરૂર કરતા વધારે લગાવવાનું બંધ કરી દો. ત્યાર પછી ઘરે બનાવેલા ફેસપેક અને સ્ક્રબની મદદથી ફેસની રોજ સફાઈ કરો. તમારી ગુમાવેલી ચમક પાછી આવી જશે.

મારા લિપ્સ પર વાઈટ સ્પોટ્સ થઈ રહ્યા છે. તેને કેવી રીતે ઠીક કરી શકાય?
લીંબુ, સંતરા જેવા ખાટા ફળના જ્યૂસને પાણી સાથે મિક્સ કરીને હોઠ પર લગાવવાથી ધબ્બાને ઓછા કરવામાં મદદ મળી રહેશે. આ જ્યૂસને તમે કોટનની મદદથી ધબ્બા પર લગાવી શકો છો. આ સરળ ઘરેલુ ઉપચારના ઉપયોગથી થોડા દિવસમાં ધબ્બા ગાયબ થવા લાગશે. તમારા આહારમાં લસણના સેવનને વધારવાથી પણ આ સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી રહેશે.

પ્રેગ્નન્સી પછી વાળ ખૂબ ખરવા લાગ્યા છે. આવું કેમ?
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું સંતુલન બગડી જાય છે, જેના લીધે વાળ ઝડપથી ખરતા હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પોતાના આહાર પર ધ્યાન આપવાથી સમસ્યાને થોડે ઘણે અંશે ઘટાડી શકાય છે.

મારા ફેસ પર મોલ છે અને મારી સ્કિન ડ્રાય છે. હું શું કરું જેનાથી મારો ફેસ ગ્લોઈંગ બની જાય અને ડાઘધબ્બાથી પણ મુક્તિ મળી જાય?
ફેસના ડાઘધબ્બાવાળા ભાગ પર લીંબુનો રસ લગાવો. તેને ૩૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યાર પછી સ્વચ્છ પાણીથી ફેસને ધોઈ લો. લીંબુનો રસ ફેસના ડાઘધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. ૨ મહિના સુધી આ પ્રક્રિયા અજમાવ્યા પછી તમને જરૂર ફરક દેખાશે.

સેન્સિટિવ સ્કિનની કાળજી માટે કોઈ ઘરેલુ ઉપાય જણાવો?
જેા તમારી સ્કિન સેન્સિટિવ હોય તો તમે કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને તમારું ચેકઅપ કરાવી લો. તમને તમારી સ્કિન વિશે જાણકારી હોવી જેાઈએ કે કયા કારણસર તમારી સ્કિન આટલી સેન્સિટિવ થઈ રહી છે. સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવ્યા પછી તમારી પાસે આ સમસ્યાના ઉકેલના ઉત્તમ સાધન ઉપલબ્ધ બનશે.
તમારી સ્કિન સેન્સિટિવ હોય તો તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તડકામાં નીકળતા પહેલાં સ્કિન પર સનસ્ક્રીન લગાવો. પુષ્કળ પાણી પીઓ અને પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો.

મારા વાળ કર્લી છે અને જ્યારે ભીના રહે છે ત્યારે સારા લાગે છે. ડ્રાય થયા પછી તે ખૂબ હાર્ડ થઈ જાય છે. હું કેવી રીતે મારા વાળને હંમેશાં માટે સ્મૂધ અને સોફ્ટ બનાવી શકું? કોઈ ઉપાય જણાવો?
વાળને મુલાયમ બનાવવા અને તેમાં ચમક લાવવા માટે ઈંડાથી ઉત્તમ બીજું કંઈ નથી. તેનો પ્રયોગ એટલો અસરકારક છે કે એક વારના ઉપયોગમાં તમને ફરક દેખાવા લાગશે. ઈંડામાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફેટી એસિડ અને લેક્ટિન હોય છે, જે વાળને રિપેર કરે છે. ઈંડામાં ઓલિવ ઓઈલને મિક્સ કરીને લગાવવાથી વધારે લાભ થશે.

હું ખૂબ વધારે દૂબળી છું. મારી ગરદન પણ ખૂબ પાતળી છે, જેથી કોઈ પણ નેકપીસ મારી પર સૂટ નથી કરતા. કૃપા કરીને જણાવો કે મારે કેવા પ્રકારના નેકપીસ અથવા એક્સેસરિઝ કેરી કરવા જેાઈએ?
જેવું તમે તમારા શરીરનું વિવરણ કર્યું છે તે જેાઈને તો લાગે છે કે તમારી ગરદન જરૂર થોડી લાંબી હશે. લાંબી ગરદન ધરાવતી મહિલા પર કોઈ પણ લંબાઈની ચેન સારી લાગતી હોય છે. લાંબું કદ ધરાવતી, પાતળી મહિલાઓ પર મધ્યમ આકારના ઘરેણાં વધારે શોભે છે. સામાન્ય રીતે ઘરેણાં કપડાના હિસાબે પહેરવામાં આવે છે, પરંતુ તેમાં ધ્યાન રાખવા જેવી વાત માત્ર એ જ હોય છે કે તમારા ટોપ, કુરતી અથવા બ્લાઉઝના ગળાની ડિઝાઈન પર પણ નેકપીસનો લુક નિર્ભર કરે છે. ડ્રેસના ગળાના આકારની માળા ન હોવી જેાઈએ. જેમ કે, ગોળ ગળાના ડ્રેસ સાથે ગોળાકાર માળા ન પહેરવી જેાઈએ, મોટા ગોળ ગળાના ડ્રેસ સાથે નાની ચેન અને વી નેકવાળા ડ્રેસ સાથે નાની ગોળ અથવા ઈંડાકાર માળા પહેરવી જેાઈએ.

મોડી રાત સુધી કામ કરવાથી આંખો નીચે ખૂબ વધારે ડાર્ક સર્કલ થઈ ગયા છે. જણાવો મુક્તિ માટે હું શું કરું?
સૌપ્રથમ જરૂરી છે કે તમે પૂરતી ઊંઘ લો. ડાર્ક સર્કલથી મુક્તિ મેળવવા માટે આંખોની નીચેની નસોને આરામ આપો. તેના માટે કોટનને ગુલાબજળમાં ભીંજવીને તેને આંખો પર સારી રીતે લગાવો અને થોડો સમય રહેવા દો. આ નેચરલ ઉપચારને અઠવાડિયામાં ૨-૩ વાર અચૂક અજમાવો.

કેટલીક ખરાબ ટેવના લીધે મારા લિપ્સ ખૂબ ડાર્ક થઈ ગયા છે. પ્લીઝ જણાવો કે હું શું કરું?
તમે તમારા લિપ્સને રોજ હાઈડ્રેટેડ અને મોઈશ્ચરાઈઝ કરો. તેની પર રોજ સનબ્લોકનો ઉપયોગ કરો, તમાકુ અને ધૂમ્રપાન ઓછું કરો, હોઠ પર વારંવાર જીભ ન ફેરવો, કોઈ પણ કોસ્મેટિક્સનો ઉપયોગ કરતા પહેલાં તેની એક્સપાયરી ડેટને ચેક કરો, વિટામિન ઈ યુક્ત લિપસ્ટિકનો ઉપયોગ કરો તેમજ લિપ્સને ક્યારેક-ક્યારેક એક્સફોલિએટ કરો, જેથી તેની ઉપરનું ડાર્ક પડ ઊતરી જાય. ઉપરાંત તમે તમારા લિપ્સ પર કેમિકલ પીલ અને લેસર ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો.

વધુ વાંચવા કિલક કરો....