ભારતે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રથમ પગલું વર્ષ ૧૯૧૩ માં મૂક્યું હતું. પહેલી મૂક?અને બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ બની હતી – ‘રાજા હરિશચંદ્ર’ ભારતીય સિનેમાએ શરૂઆતથી પડદા પર ભારતીય નારીને ખૂબ ઉદાસ, કોમળ, રોકકળ કરનારી, પોતાના દુખને લઈને ઈશ્વર સામે માથું પટકનાર, ભક્તિભજનમાં ડૂબેલી, પૂજાપાઠમાં વ્યસ્ત, સાસુનો માર ખાતી, અપમાનિત થતી અને પતિની ઘરગૃહસ્થી અને બાળકોને સાચવતી મહિલા રૂપે બતાવવામાં આવી છે, જ્યારે તે દિવસોમાં પણ એવી ઘણી બધી મહિલાઓ હતી જે આઝાદીની લડાઈમાં પુરુષો કરતા પણ ૨ પગલાં આગળ વધીને કામ કરી રહી હતી.

રાણી લક્ષ્મીબાઈ, બેગમ હજરતમહલ, સાવિત્રીબાઈ ફુલે, કસ્તુરબા ગાંધી, દુર્ગાબાઈ દેશમુખ, સુચેતા કૃપલાણી, અરૂણા આશફ, સરોજિની નાયડુ તેમાં સામેલ હતા, તેમના સંઘર્ષમય જીવનને અને તેમની બહાદુરીને રંગીન પડદા પર દર્શાવવા જેાઈતા હતા, જેથી દેશ અને વીરાંગના વિશે જાણી શકે, પરંતુ તેવું ન થયું નહીં. બેગમ હજરતમહલ તો ૧૮૫૭ ની ક્રાંતિમાં ભાગ લેનારી પહેલી મહિલા હતી, જેમણે પૂરા અવધને અંગ્રેજેાથી મુક્ત કરાવી લીધું હતું, પરંતુ તેમની પર પણ આજદિન સુધી કોઈ ફિલ્મ નથી બની. રાણી લક્ષ્મીબાઈ પર પણ આઝાદીના ૭ દાયકા પછી જઈને એક ફિલ્મ બની – ‘મણિકર્ણિકા.’

મહિલાઓની સ્થિતિ દયનીય હતી
એ વાત ઠીક છે કે જ્યારે ફિલ્મો બનવાની શરૂ થઈ ત્યારે ભારતની મોટાભાગની પ્રજા ગરીબી, ભૂખમરો અને અત્યાચારનો શિકાર હતી. મહિલાઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી. સામાન્ય મહિલાઓનું જીવન રસોઈઘર, ખેતીવાડીમાં પૂરું થઈ જતું હતું. તે શાહુકાર અને જમીનદારના અત્યાચારનો શિકાર બનતી હતી. તે સમયની મોટાભાગની પારિવારિક ફિલ્મોમાં સામાન્ય મહિલાની આ જ સ્થિતિ દર્શાવવામાં આવતી હતી.

ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ થી નવી શરૂઆત
વર્ષ ૧૯૫૭ માં ‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં મહિલાની હિંમત, તેની મહેનત અને આક્રોશ દર્શાવવામાં આવ્યો હતો. ‘મધર ઈન્ડિયા’ ભારતીય સિનેમાની શરૂઆતની અને ક્લાસિક સમયગાળાની ફિલ્મ હતી. તે એ સમયે એક નવો માર્ગ બતાવનારી ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી નરગિસે એક ગરીબ મહિલા ખેડૂત રાધાનું પાત્ર ભજવ્યું હતું. રાધા પોતાના ૨ દીકરાને મોટા કરવા માટે પૂરી દુનિયા સામે લડવા તૈયાર થઈ જાય છે. આ સમયે ગામના લોકો તેને ન્યાય અને સત્યની દેવીની જેમ જુએ છે. ત્યાં સુધી કે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેતા તે પોતાના વિદ્રોહી દીકરાને ગોળી સુધ્ધા મારી દે છે. ‘મધર ઈન્ડિયા’ એ મહિલાઓની અબળા નારીની છબિને તોડીને અન્યાય અને અત્યાચારમ વિરુદ્ધના તેના વાચાળ રૂપને દર્શાવ્યું હતું. આ ફિલ્મ આજે પણ જેાનારના રુંવાડાં ઊભા કરી દે છે. જેાકે આ ફિલ્મમાં નરગિસને સફળ થતી દર્શાવવામાં આવી છે, પરંતુ અંતે એ જ દર્શાવવામાં આવ્યું છે કે મહિલાઓએ ગમે તે ભોગે વર્ણવ્યવસ્થાને મજબૂત રાખવી પડશે અને તેના માટે પોતાના દીકરાનો જીવ સુધ્ધાં લઈ લે તો મહાન છે.

નારીના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો
વર્ષ ૧૯૯૩ માં આવી જ એક નારીપ્રધાન ફિલ્મ આવી હતી ‘દામિની’. આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં એક એવી નારીના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો, જેના લગ્ન ખૂબ સંપન્ન પરિવારમાં થયા હતા. દામિની આ ફિલ્મમાં પોતાના દિયરને ઘરની નોકરાણી પર રેપ કરતા જેાઈ લે છે. પછી દામિની આ મહિલાને ન્યાય અપાવવા અને અપરાધીને સજા અપાવવાનું નક્કી કરી લે છે. દામિનીનો પૂરો પરિવાર તેની વિરુદ્ધ થઈ જાય છે. તેમ છતાં તે પોતાના નિશ્ચય પર અડગ રહે છે અને ઘર છોડી દે છે. જેાકે બળાત્કારની શિકાર બનેલી મહિલાનું હોસ્પિટલમાં મોત થઈ જાય છે, પરંતુ એક વકીલની મદદથી દામિની અંતે અપરાધીને જેલના સળિયા પાછળ પહોંચાડી દેવામાં સફળ રહે છે.

આ જ રીતે મહિલાની એક અબળા અને નિર્દોષ છબિને તોડનારી ફિલ્મ ‘બોન્ડેડ ક્વીન’ વર્ષ ૧૯૯૪ માં આવી હતી. આ ફિલ્મ મહિલા ડાકુ ફૂલનદેવીની જિંદગી પર આધારિત હતી. આ ફિલ્મમાં ફૂલનદેવીનું પાત્ર સીમા વિશ્વાસે ભજવ્યું હતું. જેાકે ફિલ્મમાં સીમા વિશ્વાસે ખૂબ બોલ્ડ સીન પણ આપ્યા હતા. પહેલી વાર દર્શકોએ એક ભારતીય મહિલાને ભરપૂર અપશબ્દો બોલતી અને બંદૂક ચલાવતા જેાઈ હતી.

લાચાર મહિલાની કહાણી
‘ધ ડર્ટી પિક્ચર’ માં વિદ્યા બાલને પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી અભિનેત્રી સિલ્ક સ્મિતાના અંગત જીવન અને તેના સંઘર્ષને ખૂબ જીવંત રીતે દર્શાવ્યો હતો. ફિલ્મી દુનિયામાં મહિલાઓની સફળતા અને નિષ્ફળતા, સમજૂતી અને દગાની કહાણી પર આધારિત આ ફિલ્મમાં વિદ્યાએ સિલ્કની ટોચ પરથી ખીણમાં પહોંચી જવાની અને ત્યાર પછી તૂટી જવાની કહાણીને પડદા પર જીવંત કરી હતી. આ ફિલ્મ નારીપ્રધાન જરૂર હતી, પરંતુ એક હતાશ, તૂટેલી નાહિંમત થઈ ગયેલી મહિલાની કહાણી હતી. અધિકાંશ નારીપ્રધાન ફિલ્મમાં નાયિકાને અંતે દુખી અથવા હતાશ દર્શાવવામાં આવતી હોય છે, પછી ભલે ને પૂરી ફિલ્મમાં તે સફળતાના ઝંડા કેમ ન લહેરાવી રહી હોય.

વિદ્યા બાલને બીજી એક ફિલ્મ ‘બોબી જાસૂસ’ માં મહિલા જાસૂસનું પાત્ર ભજવ્યું હતું. એક મહિલા માત્ર લગ્ન કરીને પતિના ઘર અને બાળકોને સંભાળવાના બદલે પોતાની જાસૂસીની આવડતનો ઉપયોગ કરીને નામ અને પૈસા કમાવા ઘરની બહાર નીકળે છે. મહિલા જાસૂસ પર કેન્દ્રિત કદાચ આ પહેલી હિંદી ફિલ્મ હતી, પરંતુ ફિલ્મની વાર્તા મજબૂત ન હોવાથી વિદ્યાની ફિલ્મ વધારે ચાલી નહોતી.

ઉપેક્ષિત રહી મહિલાઓ
જેાકે બોલીવુડમાં બનેલી મહિલાઓના સંઘર્ષ પર આધારિત ફિલ્મો ગણતરીની જ છે. અબળા નારીનો અંચળો ઉતારીને, રૂઢિવાદી પરંપરાને ફગાવીને અને સામાજિક બંધન તોડીને જાત મહેનતે કરેલી મહિલાઓની કેટલીક કહાણી જે તાજેતરના દાયકામાં પડદા પર આવી, તેને ખૂબ પસંદ કરવામાં આવી અને મહિલાઓ માટે આ ફિલ્મો ખૂબ પ્રેરણાદાયી પણ રહી છે. આ કડીમાં મહિલા રેસલર પર આધારિત ફિલ્મ ‘દંગલ’ માં ૨ ખેલાડી અને તેમના પિતાના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો. આ ફિલ્મ ગીતા ફોગાટ અને તેની બહેન બબીતા ફોગાટના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં ગીતા અને બબીતા ફોગાટનું પાત્ર એક્સ્ટ્રેસ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાએ ભજવ્યું હતું. જ્યારે આમિર ખાન તેમના પિતા અને ગુરુ રૂપે પડદા પર દેખાયા હતા.

અડચણોને પાર કરવાની કહાણી
ફિલ્મ ‘શેરની’ ૧૮ જૂન, ૨૦૨૧ ના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી. વિદ્યા બાલન તેમાં લીડ રોલમાં હતી. અમિત મસુરકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માનવપશુ સંઘર્ષ પર આધારિત હતી. તેમાં વિદ્યાએ એક ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા ભજવી હતી, જેની સામે એક નરભક્ષી વાઘણને પકડવાનો પડકાર હોય છે. આ નરભક્ષી વાઘણો આસપાસના ગામડાના ઘણા બધા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેમ છતાં વિદ્યા તેને મારી નાખવાના પક્ષમાં નહોતી, પરંતુ તેને જીવિત પકડી લેવાની તરફેણમાં હતી અને ત્યાર પછી તેના માટે એક પ્લાન બનાવે છે. તે કહે છે કે કોઈ પણ પ્રાણી નરભક્ષી હોતું નથી, તે વાસ્તવમાં ભૂખ્યું હોય છે. એક વન અધિકારી હોવાથી તેનું માનવું હોય છે કે કોઈ પણ પ્રાણી નરભક્ષી નથી હોતું, પરંતુ જ્યારે તેનાથી ભૂખ સહન નથી થતી ત્યારે તે પોતાનું પેટ ભરવા માટે મનુષ્યો પર પણ હુમલો કરતું હોય છે. જેા પ્રાણીઓ પાસેથી તેમના રહેઠાણ એવા જંગલોને છીનવવામાં ન આવે તો પ્રાણીઓ પણ સુરક્ષિત રહી શકે અને મનુષ્યો પણ. આ ફિલ્મમાં વિદ્યાએ એક મહિલા વન અધિકારીની ભૂમિકાને ખૂબ ઉત્તમ રીતે ભજવી હતી. તે શિકારીઓ, ગામની રાજનીતિ, ખાતાકીય રાજનીતિ તેમજ પુરુષપ્રધાન માનસિકતાની સામે સતત લડી રહી હતી. ફિલ્મમાં તે અંતર્મુખી હોય છે, પરંતુ કમજેાર નથી હોતી. તે થોડી ઘણી જંગલની વાઘણ જેવી હોય છે. વાઘણને પોતાના રસ્તાની જાણકારી હોય છે, પરંતુ ફિલ્મમાં મનુષ્યો દ્વારા નિર્મિત અડચણો દર્શાવવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાની સામે પણ સામાજિક અડચણો હોય છે. શું વાઘણ આ બધી અડચણોને પાર કરી શકે છે? આ પ્રશ્નની આજુબાજુ ફિલ્મની પૂરી કહાણીને બનાવવામાં આવી છે.

સપનાં પૂરા કરવાની કહાણી
કંગના રાણાવત દ્વારા અભિનીત ફિલ્મ ‘થલાઈવી’ તામિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતાના જીવન પર બનેલી હતી, જેમાં તેમના સંઘર્ષને કંગનાએ ખૂબ સુંદર રીતે પડદા પર જીવંત રીતે દર્શાવ્યો હતો. આ ફિલ્મ દર્શાવીને આ દિવંગત મજબૂત મહિલા નેતાના જીવનના તમામ ઉતારચઢાવથી માહિતગાર કરાવે છે અને રાજનીતિમાં એક મહિલાએ કરેલા સંઘર્ષને દર્શાવે છે.

આ જ રીતે ફિલ્મ ‘સાઈના’ બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલના જીવન પર આધારિત છે, જે વર્ષ ૨૦૨૧ માં આવી હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર પરિણીતિ ચોપરાએ ભજવ્યું હતું. સાઈના નેહવાલ પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત થનાર તેમજ વર્લ્ડ રેંકિંગમાં ટોચ સુધી પહોંચનારી પહેલી મહિલા ખેલાડી છે. એસિડ એટેકની પીડિત મહિલાઓની જિંદગી પર બનેલી ફિલ્મ ‘છપાક’ વર્ષ ૨૦૨૦ માં આવી હતી, જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે એસિડ એટેક વિક્ટિમ લક્ષ્મીના સંઘર્ષને પડદા પર દર્શાવ્યો હતો. ૧૫ વર્ષની લક્ષ્મીના ચહેરા અને શરીર પર એક યુવકે તેજાબ ફેંક્યો હતો, જ્યારે તેણે આ યુવક સાથે લગ્ન કરવા ઈન્કાર કર્યો હતો. આ ઘટના પછી હોસ્પિટલમાં લક્ષ્મી લાંબા સમય સુધી મૃત્યુ સામે લડાઈ લડતી રહી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી બળી ગયેલા ભયાવહ ચહેરા સાથે જીવનનો જંગ અને અદાલતમાંથી ન્યાય મેળવવાની લડાઈને દીપિકાએ પડદા પર ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરી હતી. આ કહાણી એક એવી મહિલાની કહાણી હતી. જેની હિંમત અને અદાલતમાં લાંબી કાનૂની લડાઈ લડવાનું પરિણામ એ આવ્યું કે બજારમાં ખુલ્લામાં એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.

વર્ષ ૨૦૨૦ માં લેફ્ટનન્ટ ગુંજન સક્સેના પર ફિલ્મ બની હતી – ‘ગુંજન સક્સેના’. ગુંજન વાયુસેના ઓફિસર અને પૂર્વ હેલિકોપ્ટર પાઈલટ હતા. ગુંજનને ‘કારગિલ ગર્લ’ ના નામથી ઓળખવામાં આવે છે. ગુંજન સક્સેના વર્ષ ૧૯૯૪ માં ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયા હતા અને વર્ષ ૧૯૯૯ ના કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર એકમાત્ર મહિલા હતા. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે ગુંજન સક્સેનાનું પાત્ર ભજવ્યું હતું.

ફિલ્મો જેના પરથી પ્રેરણા મળે છે
૫ વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા બોક્સર એમ.સી. મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મ ‘મેરી કોમ’ માં તેનું પાત્ર પ્રિયંકા ચોપરાએ ભજવ્યું હતું. આ ફિલ્મ દ્વારા રમતગમતના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહેલી મહિલાઓની સફળતાને સુંદર રીતે દર્શાવવામાં આવી હતી. રમતજગતનું ખૂબ જાણીતું નામ એવી મેરી કોમને ઘણા બધા પ્રતિભિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ‘પદ્મભૂષણ’, ‘અર્જુન એવોર્ડ’, ‘પદ્મશ્રી’ અને ‘ખેલરત્ન’ સામેલ છે. ગત એક શતાબ્દીમાં મહિલાઓના સંઘર્ષે સમાજને તેમના પ્રત્યેની માનસિકતાને બદલવા માટે વિવશ કરી દીધો છે. મહિલાઓના દઢ મનોબળે ઘણા બધા ક્ષેત્રમાં પોતાના ઝંડા લહેરાવ્યા છે, પરંતુ તેમની સફળતા છાપાના અંદરના પાના પર થોડી લાઈનના સમાચાર બનીને સમેટાઈ જાય છે, પરંતુ તેમની સફળતાને જે રંગીન પડદા પર પણ ફિલ્મરૂપે પ્રદર્શિત કરવામાં આવતી રહેશે તો તે જેાઈને ઘણી બધી મહિલાઓને પ્રેરણા જરૂર મળશે.

આજે મહિલાઓ જ્યારે પરિવાર સાથે ફિલ્મ જેાવા થિયેટર જાય છે ત્યારે તેમની સામે રોકકળવાળી પારિવારિક ફિલ્મ અથવા પુરુષપ્રધાન મારધાડવાળી એક્શન ફિલ્મ વધારે હોય છે. જેાકે ક્યારેક-ક્યારેક બનતી નારીપ્રધાન ફિલ્મમાંની કેટલીક જરૂર ચાલે છે, પરંતુ તેમાંની મોટાભાગની ઓછા બજેટ, ઓછા પ્રચાર અને કમજેાર કહાણીના લીધે પિટાઈ જાય છે. મહિલાઓના સંઘર્ષને પડદા પર ન બતાવીને મોટાભાગની ફિલ્મમાં તેમને રોમેન્ટિક અને પારિવારિક દશ્ય સુધી સીમિત રાખવાનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે આપણા બોલીવુડમાં મહિલા ફિલ્મ રાઈટર, પ્રોડ્યુસર અને નિર્દેશક ન બરાબર છે. પુરુષ લેખક નિર્દેશક પ્રોડ્યુસર પુરુષપ્રધાન અને પિતૃસારને મજબૂતાઈ આપનારી ફિલ્મ બનાવતા હોય છે અને આવી ફિલ્મમાં મહિલાઓ અબળા બની રહે છે.
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....