આજકાલ બધા મોબાઈલ, લેપટોપ પર બેઠાંબેઠાં માત્ર એકબે ક્લિક્સથી પોતાની પસંદગીની વસ્તુ ઘરે બેઠાં મંગાવી શકે છે, પરંતુ ઓનલાઈન શોપિંગની અનેક સાઈડ ઈફેક્ટ પણ છે, કારણ કે જેા ઓનલાઈન શોપિંગમાં થોડી પણ સાવચેતી રાખવામાં ન આવે તો તમારા ખિસ્સા બિલકુલ ખાલી થઈ શકે છે. તમારા બેંક એકાઉન્ટમાં ચોરી થઈ શકે છે અને તમારા ક્રેડિટ કાર્ડની સાથે થઈ શકે છે ફ્રોડ. તેથી થોડી સાવચેતી રાખીને અને થોડી ભૂલોથી બચીને ઉઠાવો ઓનલાઈન શોપિંગનો આનંદ. આવો જાણીએ એવી કઈ કઈ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક છે, જે તમારા ખિસ્સા પર, તમારા એકાઉન્ટ પર, તમારા કાર્ડ પર કે પછી તમારી પરસેવાની કમાણી પર ભારે પડી શકે છે :

કાર્ડની ડિટેલ્સ સેવ કરવી
મોટાભાગે જ્યારે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે આપણી સુવિધા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું યોગ્ય સમજીએ છીએ. આપણું માનવું છે કે આ માધ્યમથી સરળતાથી પેમેન્ટ થશે અને સામાન પણ ઘરે બેઠાં મળશે, પરંતુ ઘણી વાર અજાણતા થઈ ગયેલી નાનકડી ભૂલ તમને ખૂબ ભારે પડી શકે છે. વાસ્તવમાં જ્યારે આપણે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પસંદ કરીએ છીએ ત્યારે ત્યાં તમામ ઈંફર્મેશન સેવ કરવાનો પણ ઓપ્શન હોય છે. આ સ્થિતિમાં અજાણતા અથવા વારંવારની ઝંઝટમાંથી બચવા જેા આપણે ડિટેલ્સને અહીં સેવ કરીએ છીએ તો સરળતાથી હેકર તમારા કાર્ડથી તમારા પૈસાની ચોરી કરી શકે છે. ત્યાં સુધી કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સથી કોઈ ફ્રોડ પણ થઈ શકે છે.
ટિપ : જ્યારે પણ ઓનલાઈન શોપિંગ માટે પેમેન્ટ કરો ત્યારે એક જ કાર્ડથી પેમેન્ટ કરવાની કોશિશ કરો. પછી ભલે ને તે ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ. તેમાં જરૂરિયાતથી વધારે પૈસા પણ ન હોવા જેાઈએ કે ન જરૂરિયાતથી વધારે તેની લિમિટ હોવી જેાઈએ. હંમેશાં ઈન્કોગ્રિટો મોડથી પેમેન્ટ કરો, કારણ કે ત્યાં ડિટેલ્સ સેવ નથી થતી.

અજાણી સાઈટ પરથી શોપિંગ
આજે માર્કેટમાં ખૂબ વધારે કોમ્પિટિશન છે, જેથી આપણને એક જ વસ્તુ અલગઅલગ સાઈટ્સ પર અલગઅલગ કિંમતમાં જેાવા મળે છે અને આપણે ઘણી વાર સમજ્યાવિચાર્યા વિના એવી સાઈટ પરથી શોપિંગ કરીએ છીએ, જે આપણને સૌથી સસ્તી કિંમતમાં સામાન આપતી હોય છે, કારણ કે અહીં વાત લાભની હોય છે. આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આખરે આટલો સસ્તો સામાન આપણને કેમ મળી રહ્યો છે અને આપણે પ્રોફિટના ચક્કરમાં તરત તે જ સાઈટ પરથી સામાન ખરીદીએ છીએ, પરંતુ તેની પાછળની રમત કંઈક જુદી જ હોય છે. આવું ઘણું ખરું ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ અજાણી સાઈટ પરથી સામાન ખરીદીએ છીએ અથવા તો કોઈ એવી સાઈટ પરથી જ્યાં સામાન હલકી ગુણવત્તાવાળો અથવા નકલી વેચવામાં આવે છે. ઈનસિક્યોર સાઈટ પરથી શોપિંગ કરવાથી તમારા કાર્ડની ડિટેલ્સને હેક સુધ્ધાં કરી શકાય છે, જેનાથી ફ્રોડને અંજામ આપવામાં આવે છે. બંને સિચ્યુએશનમાં તમનેે છેતરાયાનો અહેસાસ થાય છે અને એમ જ વિચારીને પાછળથી પસ્તાશો કે કેમ આવી સાઈટ પરથી શોપિંગ કર્યું.
ટિપ : હંમેશાં જાણીતી સાઈટ્સ પરથી શોપિંગ કરો. તેની સાથે સાઈટની રેપ્યુટેશન પણ જરૂર જુઓ. આ સાઈટ્સ પરથી ભલે ને તમને સામાન થોડો મોંઘો મળે, પરંતુ સામાનની ક્વોલિટી અને ટકાઉપણાની પૂરી ગેરન્ટી હોય છે.

પ્રોડક્ટ ઈન્ફર્મેશન વિના ઓર્ડર
ઘણી વાર આપણે ઓનલાઈન શોપિંગ સમયે એટલા વધારે એક્સાઈટેડ હોઈએ છીએ કે પ્રોડક્ટ જેાતા જ કંઈ સમજ્યાવિચાર્યા વિના ઓર્ડર કરીએ છીએ. આવું જ માહી સાથે થયું હતું. તેણે પોતાના માટે જૂતા ઓર્ડર કર્યા, પરંતુ ન તેની સાઈઝ ચેક કરી કે ન તેનો કલર જેાયો. બસ પસંદ આવી જતા તરત પેમેન્ટ પણ કરી દીધું.
પરંતુ તેને પોતાની?આ ભૂલ પર પસ્તાવો ત્યારે થયો, જ્યારે સામાન તેના ઘરે ડિલિવર થયો. તેને ન પસંદગીનો કલર મળ્યો કે ન જૂતાની સાઈઝ ઠીક હતી. પછી જ્યારે જૂતા રિટર્ન કરવા માટે સાઈટ પર નજર નાખી ત્યારે તેની પર ‘નોટ રિટર્નેબલ’ લખ્યું હતું. હવે માહી પાસે પસ્તાવા સિવાય કંઈ જ બાકી રહ્યું નહોતું.
ટિપ : ભલે કપડાં ખરીદો, જૂતા કે પછી ઓનલાઈન બીજી કોઈ પ્રોડક્ટ, ડિસ્ક્રિપ્શન ચેક જરૂર કરી લો. સાઈઝ સારી રીતે જેાઈને ઓર્ડર કરો, રિટર્ન કરી શકાય તેમ હોય તો જ ઓર્ડર કરો, કારણ કે જરૂરી નથી કે સારી દેખાતી દરેક વસ્તુ સારી હોય અને ઘરે આવતા તમને પસંદ પણ આવે.

રિવ્યૂઝને નજરઅંદાજ ન કરો
આજે તમારે કોઈ ઓનલાઈન વસ્તુ ખરીદવી હોય અને તેના વિશે લોકોનું મંતવ્ય છે તેને જાણવા માટે રિવ્યૂઝ તથા રેટિંગ બેસ્ટ વિકલ્પ છે, પરંતુ ઘણી વાર જ્યારે તમે રિવ્યૂઝ તથા રેટિંગ જેાયા વિના કોઈ પ્રોડક્ટ ખરીદો છો ત્યારે તમારે તેનું નુકસાન ભોગવવું પડે છે, કારણ કે પ્રોડક્ટ વિશે માત્ર તમે એ જ જેાયું હોય છે, જેા તમને સાઈટ પર બતાવવામાં આવ્યું હોય છે, જેને જેાઈને ભલે ને તમે સંતુષ્ટ થયા હોય, પરંતુ જ્યારે પ્રોડક્ટનો ઉપયોગ કરો ત્યારે તમને તેની વાસ્તવિકતા વિશે જાણ થતી હોય છે. તે સમયે તમે રિટર્ન નહીં મેળવી શકો, તમારી પાસે માત્ર તે સ્થિતિમાં તે પ્રોડક્ટનો ઉપયોગ કરવા સિવાય બીજેા કોઈ વિકલ્પ રહેતો નથી.
ટિપ : રિવ્યૂઝ અને રેટિંગ જરૂર જેાઈ લો, કારણ કે આમ કરવાથી તમને પ્રોડક્ટની ક્વોલિટી, લોકોના પ્રોડક્ટ વિશેના અનુભવ વગેરે વિશે જાણકારી મળશે. તેના માટે તમે ગૂગલ પર સર્ચ કરીને પણ તે પ્રોડક્ટ વિશે જાણકારી મેળવીને ખરીદવા વિશે નિર્ણય લઈ શકો છો.

ઓફરની લાલચ
ઓફર ભલે ને ઓફલાઈન મળે કે ઓનલાઈન, તે દરેકને એટ્રેક્ટ કરવાનું કામ કરે છે, પરંતુ ઘણી વાર આપણે આ ઓફરના ફંડાને સમજી નથી શકતા અને તેની જાળમાં ફસાઈને પોતાના પોકેટ પર વધારે બોજ નાખવાનું કામ કરીએ છીએ. આવું જ કંઈક થોડા દિવસ પહેલાં સ્નેહા સાથે થયું હતું. તેને ઓનલાઈન કુરતી ખરીદવી હતી, જેની કિંમત લગભગ ૬૦૦ની આસપાસ હતી. કુરતી તેને જેાઈને પસંદ પણ આવી હતી અને ઓર્ડર કરી રહી હતી ત્યારે તેને બીજી એક ઓફર દેખાઈ, જેમાં લખ્યું હતું કે જેા તમે આ ટોપ સાથે બીજા ૨ ટોપ ખરીદશો તો તમને આ ટોપ ૪૫૦ માં જ પડશે. તેને લાગ્યું કે ૧૫૦ નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને ત્યાર પછી તેણે કંઈ જ સમજ્યાવિચાર્યા વિના ૨ ટોપ ખરીદી લીધા, જ્યારે હકીકત એ હતી કે તમને ભલે ને ૧૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હોય, પરંતુ તેના ચક્કરમાં તમે બીજા ૨ ટોપ ખરીદીને તમારા બજેટને બગાડવાનું કામ કર્યું છે.
ટિપ : પહેલા કોઈ પણ ઓફરને સારી રીતે સમજેા. ત્યાર પછી તમને તેમાં લાભ દેખાય તો ખરીદો.

શોપિંગ કોસ્ટને ઈગ્નોર ન કરો
ઘણી વાર તમારી સાથે એવું થયું હશે કે તમે પ્રોડક્ટને ખરીદવા માટે કાર્ટમાં એડ તો કર્યું જ હશે અને જેવું ચેકઆઉટ કર્યું કે તરત પ્રોડક્ટની કિંમત વધી ગઈ હશે. આ સ્થિતિમાં ઘણી વાર તમારું ધ્યાન નહીં જવાના લીધે તમે શિપિંગ કોસ્ટ પે કરી દો છો અથવા ખરીદવાનું મન બનાવી લેવાથી તે પ્રોડક્ટ માટે એક્સ્ટ્રા શિપિંગ ચાર્જ આપો છો, જેનું સીધું નુકસાન ગ્રાહકને થાય છે.
ટિપ : જ્યારે પણ શોપિંગ કરો ત્યારે શિપિંગ ચાર્જને જરૂર ચેક કરો. કોઈ સાઈટ તમારા પાસેથી શિપિંગ ચાર્જ લઈ રહી હોય, તો બીજી કોઈ ભરોસાપાત્ર સાઈટને ચેક કરો. શક્ય છે કે ત્યાં તમને શિપિંગ ચાર્જ વિના પ્રોડક્ટ મળી જાય. જેાકે આ વાત માટે ઉતાવળ ન કરો, પરંતુ સર્ચ કર્યા પછી કોઈ પણ પ્રોડક્ટ ખરીદવાનો નિર્ણય કરવો જેાઈએ.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....