ફેસ્ટિવની વાત હોય અને ઘરને સજાવવાનો ઉલ્લેખ ન કરવામાં આવે, તેવું બની જ ન શકે, કારણ કે તહેવાર માટે બહાર જઈને શોપિંગ કરવા તથા ઘરને સજાવવાથી ન માત્ર આપણો મૂડ સારો રહે છે, પરંતુ ઘર પણ સુંદર બને છે, પરંતુ આ વખતે પણ ફેસ્ટિવ પર થોડું તમારે સાચવવું પડશે અને પોતાને મહદ્ અંશે ઘર સુધી સીમિત રાખીને ઘરના નવા મેકઓવર વિશે વિચારવું પડશે, કારણ કે હજી પણ કોરોનાના કેસમાં વધઘટ ચાલુ છે સાથે અન્ય બીમારીનું જેાખમ ઊભું છે.

આ સ્થિતિમાં અમે અહીં કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેનાથી તમે પણ સુરક્ષિત રહીને ઘરે બેઠા ઘરને સુરક્ષિત બનાવીને તેને સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવી શકો છો. તો આવો જાણીએ તે માટેની કેટલીક ટિપ્સ :

પોઝિશન ચેન્જ કરો
જ્યારે પણ ઘરને ન્યૂ લુક આપવાની વાત આવે ત્યારે આપણા મનમાં ઘરના ઈન્ટીરિયરને ચેન્જ કરવાની વાત આવે છે અથવા ઘરમાં મૂકેલું ફર્નિચર બદલવાના બદલે તેની જગ્યા બદલો, કારણ કે તેનાથી ભલે ને વસ્તુ તે જ રહે, પરંતુ તેની જગ્યા બદલવાથી ઘર ફરીથી નવા જેવું લાગે છે. વર્તમાન સ્થિતિમાં આ વર્ષે તહેવાર પર ઘરેમાંથી વધારે બહાર જવું સેફ નથી રહેવાનું, તેથી ઈન્ટીરિયરનો આઈડિયા આ વખતે છોડી દેવો તમારા માટે લાભદાયી રહેશે.

તમે તમારા લિવિંગરૂમ તથા બેડરૂમનું સેટિંગ ચેન્જ કરીને ઘરને આપી શકો છો એક ન્યૂ લુક. માત્ર સેટિંગને ચેન્જ ન કરો, પરંતુ સોફાને ન્યૂ લુક આપવા માટે તેના સ્ટાઈલિશ ડિઝાઈનર ઓનલાઈન કવર ખરીદો. આજકાલ કુશંસનો પણ ખૂબ ટ્રેન્ડ છે, તે જેાતા તમે તમારા બેડ પર સ્ટાઈલિશ ચાદર સાથે નાનાનાના કુશંસ લગાવીને રૂમનો લુક ચેન્જ કરવાની સાથેસાથે તમારા બેડને પણ એક ન્યૂ લુક આપી શકો છો. માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સેટિંગ એવું કરો કે, જેથી તમારું ઘર મોટું લાગે અને સુંદર પણ.

વોલ સ્ટિકરથી સજાવો દીવાલ
જેા તમારા ઘરની દીવાલ અનેક જગ્યાએથી ગંદી થઈ ગઈ હોય અને તમે એમ વિચારી રહ્યા છો કે હાલમાં વાઈટવોશ કરાવવાની જરૂર નથી, તો ઘરની એવી જગ્યાને ઢાંકવાની સાથેસાથે દીવાલને સુંદર દર્શાવવા માટે વોલ સ્ટિકર્સનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમને ઓનલાઈન બેસ્ટ વિકલ્પ મળશે. દીવાલ માટે તમે આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહેલા મધુબની વોલ સ્ટિકર, થ્રીડી વોલ સ્ટિકર, નેચરને રિપ્રેઝન્ટ કરતા સ્ટીકર તેમજ નાનાથી લઈને મોટા વોલ પેપરથી તમે તમારા ઘરને પોતે સજાવી શકો છો. પરંતુ જ્યારે પણ તેને ખરીદો ત્યારે તેની સાઈઝ બરાબર જેાઈ લીધા પછી તેને ખરીદો. આ સ્ટિકર્સની ખાસ વાત એ છે કે તેને તમે જાતે પણ સરળતાથી લગાવી શકો છો. તે પોકેટ ફ્રેન્ડલી હોવાની સાથેસાથે તમારા ઘરને કુલ લુક આપવાનું કામ કરે છે.

બાલ્કની આ રીતે સજાવો
તમે નેચર લવર છો અને તમને બાલ્કનીને છોડવાથી સજાવવાનો શોખ છે તો તમારો આ શોખ તમારી બાલ્કનીને આ તહેવાર પર સુંદર લુક આપવાનું કામ કરશે. તે માટે તમારી બાલ્કનીમાં જે પણ કૂંડા પહેલાંથી લગાવેલા છે. તેને કલર્સથી રંગીને ન્યૂ લુક આપી શકો છો, જેનાથી તમારી બાલ્કની ખીલી ઊઠશે. તે માટે તમે ઓનલાઈન વિવિધ ડિઝાઈનના કૂંડા ખરીદી શકો છો.

સૌપ્રથમ તમારા જૂના કૂંડાને સુંદર બનાવીને તેને નવા બનાવવાની કોશિશ કરો, કારણ કે તેનાથી તમારું બજેટ પણ નહીં બગડે અને તમારી ક્રિએટિવિટીથી આ તહેવાર પર તમારી બાલ્કનીને સુંદર લુક પણ મળશે. બાલ્કનીની ગ્રિલ્સને જતે રંગીને તેને ન્યૂ લુક આપી શકો છો. ત્યાં સુધી કે ઈન્ડોર પ્લાન્ટ લગાવેલા કૂંડાને જાતે સજાવીને લિવિંગરૂમની શોભા વધારી શકો છો.

નવા પડદાથી ન્યૂ લુક
કહેવાય છે કે જેા ઘરને ન્યૂ લુક આપવો હોય તો સૌપ્રથમ ઘરના પડદામાં બદલાવ લાવવો જેાઈએ, કારણ કે પડદા ઘરમાં નવા પ્રાણ ફૂંકવાનું કામ કરે છે. તે માટે તાત્કાલિક ઓનલાઈન પડદા ન ખરીદી લો, પરંતુ પહેલા સર્ચ કરો કે આજકાલ કેવા પ્રકારના પડદા ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. તે વાતને પણ જેાઈ લો કે તમારા ઘરનું ઈન્ટીરિયર અને વોલ પેઈન્ટ કેવા છે. તે પરથી નક્કી કરો કે પૂરા ઘરમાં એક જેવા પડદા સારા લાગશે કે પછી કોન્ટ્રાસ્ટ પડદા લગાવવા વધારે સારા લાગશે. તમને જણાવી દઈએ કે વધારે ભારે તથા જાડા કાપડના પડદા તમારા ઘરમાં અંધારું કરી દેશે, સાથે તેનાથી તમારું ઘર થોડું નાનું પણ દેખાવા લાગશે. વળી, આવા પડદા થોડા મોંઘા પણ હોય છે.

તમે તમારા ઘર માટે હલકા, કલરફુલ, મિક્સમેચ કરતા, અર્થ ટોન્સ, એક્સોટિક પ્રિન્ટ્સ, પેટર્ન પ્રિન્ટ્સ તથા બોલ્ડ સ્ટેટમેન્ટ કલર્સની પસંદગી કરી શકો છો, કારણ કે તે આંખોને ગમવાની સાથેસાથે ઘરને સુંદર દર્શાવે છે સાથે ખૂબ કંફર્ટ ફીલ આપે છે. જેા તમે રૂમમાં માત્ર સુંદરતાના હેતુથી પડદા લગાવી રહ્યા છો, તો તમે નેટ, લેયર્સ કે રફલવાળા પડદાની પણ પસંદગી કરી શકો છો. તેને ખરીદવા માટે તમારે માર્કેટમાં જવાની જરૂર નથી, પરંતુ ઓનલાઈન તેને સાઈઝના હિસાબે ખરીદી શકો છો, કારણ કે તેનાથી એક તો તમને ઘરે બેઠા સામાન મળશે અને બીજું તમને પસંદ ન આવતા તેને બદલવાનો ઓપ્શન તમારી પાસે રહે છે.

સેન્ટર ટેબલને રોજ પેટલ્સથી સજવો
ઘરમાં લિવિંગરૂમ એક એવી જગ્યા હોય છે, જ્યાં લોકોનું ધ્યાન સૌથી વધારે જવાની સાથેસાથે તે જગ્યા ઘરની સુંદરતા વધારવાનું કામ કરે છે. તે જેાતા તમારે માત્ર તમારા સોફા પર ધ્યાન નથી આપવાનું, પરંતુ સેન્ટર ટેબલ પણ તમારે સજાવવાની જરૂર પડશે, જેથી તમારો રૂમ પોઝિટિવ વાઈબ્સ આપવાની સાથેસાથે ખીલી ઊઠે. આ વાત માટે તમે તમારા સેન્ટર ટેબલને રોઝ પેટલ્સથી સજાવી શકો છો. ટેબલના સેન્ટરમાં કાચનું નાનકડું ફ્લાવર પોટ લગાવીને તેની આસપાસ ગુલાબના પાંદડાથી તેને સજાવી શકો છો અથવા ટેબલ પર એક સુંદર વુડનની ટોપલી મૂકીને તેમાં કલરફુલ આર્ટિફિશિયલ ફ્લાવર મૂકીને તેમાં કેન્ડલ લેમ્પ અથવા દીવો મૂકી શકો છો. આમ કરવાથી તમારું સેન્ટર ટેબલ ફ્રેશ ફીલ આપવાની સાથેસાથે તમને તહેવાર માટે રેડી પણ કરશે. જેા તમે તમારા લિવિંગ રૂમમાં શોકેસ મૂકેલું હશે તો તેમાં નાનાનાના શોપીસ, નાનાનાના ટેડીબિયર અથવા જેા શોકેસ ઓપન હોય તો તેની પર વોટરફોલ શોપીસ પણ લગાવી શકો છો. તમે આ રીતે રૂમને સજાવશો તો તમારી પોતાની નજર પણ તમારા ઘર પરથી હટશે નહીં.

લાઈટિંગ પણ ખાસ હોવી જેાઈએ
તહેવાર પર ઘરની અંદર અથવા બહારનું ખાસ મહત્ત્વ હોય છે. તે માટે લોકો ઘણા દિવસ પહેલાંથી તૈયારી શરૂ કરી દે છે. તો પછી તમે પણ પાછળ ન રહો, પરંતુ આ તહેવાર પર તમારા ઘરને ઓછા બજેટમાં બેસ્ટ લાઈટિંગ વિકલ્પ સાથે સજાવો. તે માટે તમે સોલર પાવર સ્ટ્રિંગ લાઈટ્સ લગાવી શકો છો. તે માટે વીજળીની પણ જરૂર પડતી નથી, પરંતુ તે ઈન્ટરનલ બેટરીથી ઓપરેટ થાય છે. આ લાઈટ્સ બહારની સજાવટ જેમ કે ગાર્ડન, પ્લાન્ટ્સને સજવવા માટે સારી રહે છે. ઉપરાંત મલ્ટિ કલર એલઈડી લાઈટ્સથી તમે તમારા ઘરની સુંદરતા વધારી શકો છો. તમે લેસર લાઈટ પ્રોજેક્ટથી લાઈટિંગ કરી શકો છો. ત્યાં સુધી કે તમે લાઈટ ફેસ્ટિવલ પર ગ્લો સ્ટિક્સથી ઘરમાં લાઈટ કરી શકો છો. તે જેાકે વનટાઈમ હોય છે. તેને પ્રગટાવતા આ કલરફુલ સ્ટિક્સ આપમેળે પ્રગટવાની શરૂ થઈ જાય છે.

અલગ અંદાજમાં સજાવો મેન ગેટ
જ્યારે તહેવાર પર કોઈ ઘરે આવે છે ત્યારે તેની પહેલી નજર તમારા ઘરના દરવાજા પર પડે છે અને તેની સજાવટ ઘરમાં પોઝિટિવિટી લાવવાનું પણ કામ કરે છે.
આ સ્થિતિમાં જ્યારે વાત આવે ઘરનો મેન ગેટ સજાવવાની તમે વિવિધ પ્રકારની વસ્તુ બનાવીને તેનાથી દરવાજેા સજાવી શકો છો. તમે લો બજેટમાં પણ સુંદર ઝાલર ખરીદીને તેનાથી તમારા મેન ગેટને સુંદર બનાવી શકો છો. સાથે મેન ગેટના કોર્નર પર સુંદર ફ્લાવર પોટ પર લાઈટિંગ કરીને અથવા તેને રિબનથી સજવીને પણ ડેકોરેટ કરી શકો છો. આમ કરવાથી તમારું ઘર અંદરથી તેમજ બહારથી એમ બંને જગ્યાએ સુંદર દેખાશે.
– પારુલ ભટનાગર

વધુ વાંચવા કિલક કરો....