મહુઆ મેક્સ હોસ્પિટલ નોઈડાના કોરિડોરમાં પાગલની જેમ આંટા મારી રહી હતી. એટલામાં તેની મોટી નણંદ અનિલાએ આવીને કહ્યું, ‘‘મહુઆ, થોડી ધીરજ રાખ. બધું ઠીક થઈ જશે. આપણે અમિતને સમયસર હોસ્પિટલ લઈ આવ્યા છીએ.’’
મહુઆ સાંભળી રહી હતી, પરંતુ કંઈ જ તેની સમજમાં આવી રહ્યું નહોતું. મહુઆ અને તેનો નાનકડો પરિવાર છેલ્લા ૨૫ દિવસથી એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હતા કે ઈચ્છવા છતાં તેને તોડીને બહાર નીકળી શકતા નહોતા. પહેલા કોરોનાની ચપેટમાં અમિત આવી ગયો હતો અને હવે તેના લીધે તે બ્લેક ફંગસનો શિકાર બની ગયો હતો.
મહુઆ બેઠાંબેઠાં બગાસા ખાઈ રહી હતી. છેલ્લા ૨૫ દિવસથી કદાચ કોઈ રાત એવી ગઈ હશે કે તે બરાબર ઊંઘી શકી હોય. એટલામાં મોબાઈલની રિંગ વાગી, જેાયું તો યુગનો ફોન હતો. મહુઆ જાણતી હતી કે પોતે જ્યાં સુધી વાત નહીં કરી લે, ત્યાં સુધી યુગ ફોન કરતો જ રહેશે. મહુઆએ ફોન ઉઠાવતા યુગે કહ્યું, ‘‘મમ્મી, પપ્પાને કેવું છે? ગરિમા મામી કહી રહ્યા હતા કે તેઓ જલદી ઘરે આવી જશે, પછી આપણે બધા સેલિબ્રેટ કરીશું.’’
મહુઆએ પોતાના આંસુઓને છુપાવતા કહ્યું, ‘‘હા બેટા, જરૂર સેલિબ્રેટ કરીશું.’’
યુગ જે કંઈ બોલી રહ્યો હતો તે વિચારોના લીધે મહુઆની સમજમાં આવી રહ્યું નહોતું. માત્ર યુગના અવાજ પરથી મહુઆની સમજમાં એટલું તો આવી ગયું હતું કે ગરિમા તેના દીકરાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહી હતી. ગરિમા તેના નાના ભાઈ અનિકેતની પત્ની હતી.
મહુઆ મનોમન વિચારી રહી હતી કે આ જ ગરિમાને પરેશાન કરવામાં પોતે કંઈ બાકી રાખ્યું નહોતું અને આજે મુસીબતના સમયે એક ગરિમા હતી જે તેના દીકરા યુગને પોતાની પાસે રાખવા માટે તૈયાર થઈ ગઈ હતી.
તેની પોતાની સગી નાની બહેન સોમીએ સ્પષ્ટ શબ્દમાં મનાય્ કરતા કહ્યું હતું, ‘‘દીદી મારા પોતાના ૨ નાના બાળકો છે અને તમે લોકો હજી હમણાં કોરોનામાંથી બહાર આવ્યા છો. તમે યુગને તમારા ઘરે રહેવા દો. હું સારી રીતે મોનિટરિંગ કરી લઈશ.’’
મહુઆની સમજમાં આવી રહ્યું નહોતું કે પોતે ૫ વર્ષમાં યુગને ક્યાં અને કોના સહારે છોડે.
એટલામાં આવેલા ગરિમાના ફોને ડૂબતાને તણખલાનો સહારો આપી દીધો.
આ કોવિડે પોતાના લોકોના ચહેરાને ખુલ્લા પાડી દીધા હતા. જે નણંદથી તેણે હંમેશાં અંતર જાળવીને રાખ્યું હતું, તે જ નણંદ તેના મુશ્કેલીના સમયમાં દોડતી નાગપુરથી મેરઠ આવી ગઈ હતી.
એટલામાં અનિલા બોલી, ‘‘મહુઆ, તું અનિકેતના ઘરે ચાલી જા, થોડો આરામ કરી લે.’’
‘‘તારા જીજાજી અનંત નાગપુરથી આવી
રહ્યા છે.’’
‘‘પછી અમે બંને અહીંનું સંભાળી લઈશું. તું પણ હાલમાં કોવિડમાંથી બહાર આવી છે.’’
મહુઆએ રડતાંરડતાં કહ્યું, ‘‘અરે દીદી, તમે પણ શું થાક્યા નથી? તમે જેા ન હોત તો મારી કેવી હાલત થઈ હોત… વિચારતા મારી સમજમાં કઈ જ આવી રહ્યું નથી. હું અહીં જ રહીશ દીદી… હું યુગનો સામનો નહીં કરી શકું.’’
‘‘તમે અને જીજાજી અનિકેતના ઘરે ચાલ્યા જાઓ. હું રાત્રે અહીં રોકાવા ઈચ્છુ છું.’’
ખૂબ મુશ્કેલથી નક્કી થયું કે અનિલા અને અનંત પહેલા અનિકેતના ઘરે જશે અને ત્યાર પછી થોડો આરામ કરીને પાછા હોસ્પિટલ આવશે.
એટલામાં નર્સ આવી અને મહુઆને કહ્યું, ‘‘મેડમ, શું ઈંજેક્શનની વ્યવસ્થા થઈ ગઈ છે?’’
મહુઆએ કહ્યું, ‘‘અમે કોશિશ કરી રહ્યા છીએ.’’
નર્સે કહ્યું, ‘‘જલદી કરજેા મેડમ ૮૫ ઈંજેક્શન મૂકવાના છે અને હાલમાં માત્ર ૧૦ ઈંજેક્શન અમારી પાસે પડ્યા છે.’’

મહુઆ કઈ જ ન બોલી માત્ર નતમસ્તકે જેાવા લાગી. એટલામાં વોર્ડમાંથી અમિતનો પીડાથી કણસવાનો અવાજ સંભળાવા લાગ્યો ત્યારે મહુઆ દોડતી અંદર ગઈ. અમિતની હાલત જેાઈને તે ડરી ગઈ. પછી રડમશ અવાજમાં કહ્યું, ‘‘ખૂબ પીડા થઈ રહી છે ને અમિત?’’
અમિતે કહ્યું, ‘‘મને મુક્તિ અપાવી દે મહુઆ… હવે સહન નથી થતું.’’
ડોક્ટરે બહાર આવતા કહ્યું, ‘‘જુઓ આ ઈંજેક્શનથી પીડા તો થશે, પરંતુ તેના સિવાય બીજેા કોઈ ઉપાય નથી અમારી પાસે.’’
મહુઆએ કહ્યું, ‘‘ડોક્ટર તેમને ઠીક તો થઈ જશે ને?’’
ડોક્ટરે કહ્યું, ‘‘જેા સમયસર ઈંજેક્શન મળી જશે તો જરૂર તેઓ ઠીક થઈ જશે.’’
મહુઆને તાવ જેવું લાગતું હતું. જ્યારથી તેને કોવિડ થયો હતો. ત્યારથી તેને હોશ રહ્યા નહોતા. સમયાંતરે તેને તાવ આવ્યા કરતો હતો. પછી બેઠાંબેઠાં મહુઆને ઊંઘ આવી ગઈ. એટલામાં અચાનક ઝાટકાથી તેની આંખ ખૂલી ગઈ. અનિલા ખાવાનું ખવડાવવા માટે મહુઆને બૂમ પાડી રહી હતી. અનિલાએ કહ્યું, ‘‘અનંત અને અનિકેત ઈંજેક્શન માટે ભાગદોડ કરી રહ્યા છે.’’
‘‘હોસ્પિટલમાં હું અને તું સંભાળી લઈશું.’’
‘‘હવે ફટાફટ ખાવાનું ખાઈને પેરાસિટામોલ લઈને થોડો સમય આરામ કરી લે.’’
મહુઆ ખૂબ કંટાળા સાથે મોંમાં કોળિયા મૂકી રહી હતી. એટલામાં અનિલાએ કહ્યું, ‘‘યુગ માટે તારે હિંમત રાખવી પડશે ને મહુઆ અને આપણે બધા અમિત માટે પૂરી કોશિશ પણ કરી રહ્યા છીએ.’’
બહાર કોરિડોરમાં ખૂબ ભયાવહ વાતાવરણ હતું. લોકો ઓક્સિજન માટે, દવાઓ માટે, બેડ માટે વિનંતી કરી રહ્યા હતા. કેટલાક લોકો રડી રહ્યા હતા. ક્યાંકથી કણસવાના, રડવાના તો ક્યાંકથી મોત થઈ ગયું હોવાના અવાજ સંભળાઈ રહ્યા હતા. મહુઆને લાગી રહ્યું હતું કે જાણે હમણાં જ તેનું મગજ ફાટી જશે.
પહેલા કોરોનાની દવાઓ માટે મારામારી, પછી ઓક્સિજન માટે અને હવે ફંગલ ઈંફેક્શનની દવાઓ પણ નથી મળી રહી. વિચાર આવે છે કે આ બધા માટે કોણ છે જવાબદાર સરકાર કે આપણે?

કેટલાક લોકોનું કહેવું હતું કે લોકોએ બ્લેક કરવા દવાઓનો સંગ્રહ કરી લીધો છે, જેથી વધારે કિંમતે તેને વેચી શકાય, પરંતુ તેના માટે પણ જવાબદાર કોણ છે? શું આ સ્થિતિ એક સામાન્ય માણસની લાચારી અને બેદરકારીનું પરિણામ છે જેા બ્લેક ફંગસ હવે સિસ્ટમમાંથી નીકળીને એક સામાન્ય નાગરિક પર હાવી થઈ ગઈ છે? એટલામાં અનિલા આવી અને બોલી, ‘‘મહુઆ કાલે અનંત અને અનિકેત કદાચ ઈંજેક્શનની વ્યવસ્થા કરી દેશે… તેમની કોઈની સાથે વાત થઈ ગઈ છે.’’
‘‘કાલે મેજિસ્ટ્રેટની ઓફિસ જઈને કેટલાક કાગળ જમા કરવા પડશે અને કદાચ ત્યાર પછી આપણને વાજબી કિંમતે ઈંજેક્શન મળી જશે.’’
સાંભળીને મહુઆએ રાહતના શ્વાસ લીધા. બ્લેકમાં ૪ ઈંજેક્શનની કિંમત રૂપિયા ૨ લાખ હતી. હજી મહુઆને ૧૦ ઈંજેક્શન માટે રૂપિયા ૫ લાખ ચૂકવવાના હતા. તે વિચારવા લાગી કે બાકીના ૭૫ ઈંજેક્શનની વ્યવસ્થા કેવી રીતે થશે? તે મનોમન પોતાના ઘરેણાની કિંમત લગાવી હતી, જે લગભગ રૂપિયા ૧૦ લાખની આસપાસના હતા. જેાકે હવે તેના સિવાય તેની પાસે બીજું કંઈ જ રહ્યું નહોતું.
વિચાર્યું કે રૂપિયા ૧૦ લાખમાં બધું થશે. મહુઆ જ્યારે સવારે નહાવા માટે ભાઈભાભીના ઘરે પહોંચી ત્યારે યુગને જેાઈને તેનું મન દુખી થઈ ગયું. પછી ફટાફટ નહાઈને અનિલા માટે ચાનાસ્તો પેક કરાવીને જ્યારે મહુઆ જવાલાગી ત્યારે અનિકેતે કહ્યું, ‘‘દીદી અમે તમને હોસ્પિટલ મૂકીને, ડોક્ટર સાથે વાત કરી લીધા પછી મેજિસ્ટ્રેટની ઓફિસે જઈશું.’’
‘‘ડોક્ટર પાસેથી લખાવવું જરૂરી છે કે આ ઈંજેક્શન અમિત જીજુ માટે ખૂબ જરૂરી છે.’’
પૂરા રસ્તામાં બંને મહુઆને હિંમત આપી રહ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટર સાથે વાત કરી લીધા પછી અમિતને જેાઈને અનંત અને અનિકેત અનિલાની પાસે આવ્યા અને કહ્યું, ‘‘બસ, હવે ગમે તે થઈ જાય અમે ઈંજેક્શન લઈને જ આવીશું.’’
મહુઆએ ખૂબ દયામણા સ્વરે કહ્યું, ‘‘એક વાર અમિત ડિસ્ચાર્જ થયા પછી તરત તમારા પૈસા પરત કરી દઈશ. હાલમાં અમારું એકાઉન્ટ ખાલી થઈ ગયું છે.’’ પછી અચાનક ડૂસકાં ભરીભરીને રડવા લાગી. અનંતે મહુઆના માથા પર હાથ મૂકતા કહ્યું, ‘‘વ્યાજ સહિત પરત લઈશું, હાલમાં તું માત્ર પોતાનું ધ્યાન રાખ અને ટેન્શન ન લે. અમે બધા છીએ ચિંતા કરવા માટે.’’
પૂરો દિવસ પસાર થઈ ગયો, પરંતુ અનંત કે અનિકેતનો કોઈ ફોન ન આવ્યો. મહુઆ વિચારી રહીહતી કે તેમણે ફોન એટલા માટે નહીં કર્યો હોય, કારણ કે તેઓ ઈંજેક્શન લઈને આવી રહ્યા હશે.
લગભગ રાત્રિના ૯ વાગે ખૂબ થાકેલી સ્થિતિમાં અનિકેત ખાવાનું લઈને આવ્યો અને દિલાસો આપતા કહ્યું, ‘‘બધું પેપરવર્ક પૂરું થઈ ગયું છે, પરંતુ હાલમાં સરકાર પાસે ઈંજેક્શનનો સ્ટોક નથી. કદાચ એકૃબે દિવસમાં આવશે.’’
મહુઆએ કહ્યું, ‘‘અનિકેત એક દિવસ સુધીના ઈંજેક્શન બચ્યા છે. બ્લેકમાં મળતા હોય તો તે રીતે પણ વ્યવસ્થા કરી લે. હું અમારો ફ્લેટ વેચી નાખીશ.’’
આ સમયે અનિકેતની સમજમાં કઈ આવી રહ્યું નહોતું કે હવે પોતે શું કરે?
આમતેમ ખૂબ તપાસ કરતા એક દિવસના ઈંજેક્શનની વ્યવસ્થા થઈ ગઈ. આજે ફરીથી અનિકેત અને અનંત સરકારી હોસ્પિટલમાં ઈંજેક્શન માટે ગયા હતા. મહુઆથી અમિતની પીડા જેાઈ શકાતી નહોતી. આજે આ વાતને ૧ મહિનો થઈ ગયો હતો. હવે મહુઆ પણ માનસિક અને શારીરિક રીતે એટલી થાકી ગઈ હતી કે તેને લાગી રહ્યું હતું કે હવે આ સ્થિતિ ક્યાં સુધી રહેશે?

તે મનોમન અમિતના મોતની કામના કરતી. આ જિંદગી અને મોત વચ્ચેનો ઉંદરબિલાડીનો ખેલ તેની સહનશક્તિની બહાર હતો. મહુઆને લાગતું હતું કે આ બ્લેક ફંગસ ધીરેધીરે તેના પૂરા પરિવારને ખાઈ જશે.
એટલામાં અનંત આવ્યો અને અનિલાને કહ્યું, ‘‘મેં અમેરિકામાં મારા મામી સાથે વાત કરી છે, કંઈક જરૂર થશે. સરકાર પાસેથી આશા રાખવી આપણી ભૂલ છે.’’
મહુઆ બધું સાંભળીને નજરઅંદાજ કરી રહી હતી. અનંતે ફરીથી દબાયેલા અવાજે અનિલાને કહ્યું, ‘‘અનિકેતને પણ તાવ આવી ગયો છે અને તે આઈસોલેટેડ છે, પરંતુ હું બધું સંભાળી લઈશ.’’
અચાનક મહુઆ ઊભી થઈ અને પાગલની જેમ બૂમો પાડવા લાગી, ‘‘તમે બધા અહીંથી દૂર ચાલ્યા જાઓ… આ બ્લેક ફંગસ બીમારી નથી, પરંતુ કાળ છે, તે બધાને મારી નાખશે.’’

અનિલા જેટલી તેને શાંત કરવાનો પ્રયત્ન કરતી, તેટલી તે બમણા અવાજથી બૂમો પાડતી. એટલામાં ડોક્ટરે આવીને મહુઆને વેક્સિનનું ઈંજેક્શન લગાવ્યું. મહુઆ ઊંઘમાં પણ બડબડાટ કરતી હતી, ‘‘આ બ્લેક ફંગસ આપણી લોકશાહીની સાચી તસવીર છે, જ્યાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીની બોલબાલા છે. મારે આવી જિંદગી નથી જેાઈતી, હું રોજ મરું છું અને રોજ જીવું છું.’’
અનિલા પણ મહુઆની સ્થિતિ જેાઈને રડતી હતી અને અનંતના ચહેરા પર પણ ચિંતાની રેખા સ્પષ્ટ દેખાતી હતી. એવું પ્રતીત થઈ રહ્યું હતું કે આ બ્લેક ફંગસ દર્દીની સાથેસાથે તેના પૂરા પરિવારને પણ એક કાળા પડછાયાની જેમ ચોંટી જશે. •

વધુ વાંચવા કિલક કરો....