તહેવારમાં મેકઅપને પરફેક્ટ રાખવો સરળ નથી હોતો. અહીં તમને કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમને ઘરે યોગ્ય મેકઅપ લુક મેળવવામાં મદદ કરશે. ટોનર, પ્રાઈમર, ફાઉન્ડેશન, કંસીલર, હાઈલાઈટર, લિપસ્ટિક, કાજલ, આઈલાઈનર અને બ્લશ (વૈકલ્પિક) જેવી બેઝિક મેકઅપ પ્રોડક્ટની જરૂર પડે છે. તમે બીજી કેટલીક મેકઅપ આઈટમ જેમ કે કલર કેરેક્ટર, બ્રોંઝર, આઈશેડો, ફેસ પાઉડર વગેરે રાખવાનું વિચારી શકો છો, પરંતુ તે જરૂરી નથી. તેના વિના કોઈ પણ મહિલા સરળતાથી કુદરતી અને પરફેક્ટ લુક પ્રાપ્ત કરી શકો છો.

આવો, હવે આપણે કેટલાક મુખ્ય મુદ્દાને અને તેનાથી બચવાની રીત વિશે વાત કરીએ, જેનો સામનો ઘણી વાર કરવો પડે છે :

કેકી અને પેચી મેકઅપ
કેટલાક મેકઅપ ઈન્ફ્લ્યુએંસર્સ હંમેશાં કહેતા હોય છે કે મેકઅપનો અર્થ થોડું કેકી હોવું છે અને તે સ્કિન પર હંમેશાં દેખાશે, પરંતુ આ વાત સાચી નથી. તમે હંમેશાં સૌપ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત સુનિશ્ચિત કરી શકો છો કે મેકઅપ લગાવતા પહેલાં તમારી સ્કિનના છિદ્રો છુપાવવા અને ટાઈટ કરવામાં આવે. અહીં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમારે સ્કિનના ડાઘધબ્બા, ડાર્ક સર્કલ વગેરેને ઓળખવા અને સ્કિનને હેલ્પરૂપ થવાનું છે. જેાકે તમારે ડાઘધબ્બા અને ડાર્ક સર્કલને માત્ર એક મર્યાદા સુધી ઢાંકવાના છે, જ્યાં સુધી તે તમારી સ્કિન સાથે બ્લેંડ ન થાય. મહિલાઓ એમ વિચારીને વધારે ફાઉન્ડેશન અને કંસીલર લગાવી લેતી હોય છે કે તેનાથી તેમની ખામીઓ, ડાર્ક સર્કલ વગેરે ઢંકાઈ જાય.

જેાકે આ એક અપ્રાકૃતિક અને કેકી લુક આપે છે. મેકઅપ કરતા પહેલાં સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ સુનિશ્ચિત કરી લો કે તમે મેકઅપ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં ટોનર, મોઈશ્ચરાઈઝર અને પ્રાઈમર લગાવી લીધા છે કે નહીં. આ પ્રક્રિયા તમારી સ્કિનને સ્મૂધ કેનવાસમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. ત્યાર પછી તમે સરળતાથી પોતાનો મેકઅપ લગાવી શકો છો. અહીં બીજી એક મહત્ત્વની વાત એ છે કે જે દિવસે તમે એક્સફોલિએટ કરો તે દિવસે મેકઅપ ન કરો. આમ કરવાથી મેકઅપ તમારા રોમછિદ્રોમાં પ્રવેશ કરશે અને તેને બંધ કરશે. તે ૨ રીતે હાનિકારક હોય છે- પહેલું તે સ્કિનને નુકસાન પહોંચાડે છે અને બીજું એ કે તે તમારા મેકઅપને તૂટેલો દર્શાવે છે તેમજ પેચી લુક આપે છે.

ફાઉન્ડેશન લગાવવાનું શરૂ કરો ત્યારે એ ભાગને છુપાવો જેમાં ડાઘધબ્બા અને ડાર્ક સર્કલ હોય. જ્યારે તમે ફાઉન્ડેશન સતત લગાવી રહ્યા છો ત્યારે બ્યૂટિ બ્લેંડરનો ઉપયોગ કરીને તેને ૨-૩ મિનિટથી વધારે સમય સુધી બ્લેંડ કરો. ફાઉન્ડેશન હંમેશાં તમારી સ્કિનના રંગનું લગાવો ન કે હળવું અથવા ઘેરા રંગનું. આઉટિંગ અથવા કોઈ વાર તહેવાર દરમિયાન મેકઅપ કરવાનો હેતુ તમારી સ્કિનને સુંદર દર્શાવવાનો છે ન કે તેને સામાન્ય કે ઘેરી.

ફાઉન્ડેશન ખૂબ વધારે ન લગાવો. તેના ૨-૩ પંપનો ઉપયોગ કરો, ખૂબ વધારે નહીં. જેા તમને લાગતું હોય કે ડાઘ હજી પણ દેખાઈ રહ્યા છે તો તેને કંસીલરથી છુપાવવાનો પ્રયાસ કરો. જેા તમને લાગતું હોય કે ફાઉન્ડેશનનું થીક પડ લગાવવાથી ખામી ઢંકાઈ જશે તો એવું થઈ શકે છે, પરંતુ ૧ અથવા ૨ કલાક પછી તમારા મૂળ મેકઅપને તે ખૂબ કેકી બનાવી દેશે. તેમાં પણ જ્યારે તમે નૃત્ય કરતા હોય કે પછી ઉત્સવનો આનંદ માણ્તા હોય અથવા પરસેવો થયો હોય.

પેચી કંસીલર
મોટાભાગે મેકઅપના થોડા કલાક પછી આંખની નીચેની જગ્યા પેચી થઈ જાય છે, રેખાઓ દેખાવા લાગે છે અને અચાનક સફેદી દેખાવા લાગે છે. તેનાથી બચવાની એક સરળ રીત એ છે કે કંસીલરને નીચેની પાંપણ અને આંખની નીચેથી વચ્ચે થોડો ગેપ આપીને લગાવો. એક વાર આ રીતે કંસીલર લગાવ્યા પછી બ્લેંડ કરો છો, ત્યારે તે સંપૂર્ણ રીતે બ્લેંડ થઈ જાય છે, જેથી આંખોની નીચેની જગ્યાને કેકી અથવા પેચી થવાથી બચાવી શકાય છે. ઉપરાંત વોટરપ્રૂફ કંસીલર અને ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. જે પાણી અથવા પરસેવાથી પ્રભાવિત ન થાય. તમારી આંખની નીચે સંપૂર્ણ રીતે મેકઅપ થયા પછી, જે જગ્યાએ વધારે પરસેવો થતો હોય ત્યાં ફેસ પાઉડર પણ લગાવો.

આઈશેડો અને આઉટફિટ
મોટાભાગે મહિલાઓ સૂક્ષ્મરૂપે ડિઝાઈન કરેલા આઉટફિટ સાથે સ્મોકી આઈ મેકઅપ કરતી હોય છે, જે ઓવરઓલ લુકની અપીલને નાબૂદ કરતી હોય છે. સાથે ઘણી વાર આઈશેડો આઉટફિટ સાથે મેચ નથી કરતો, જેથી તમારો લુક બ્લંડર થઈ જાય છે. આ તમામ સમસ્યાથી બચવા માટે મેકઅપ કલર પેલેટ ગાઈડની તપાસ કરો અને એવો આઈ મેકઅપ કરો, જે તમારા આઉટફિટના રંગને કોમ્પ્લિમેન્ટ કરે.
– દામિની ચતુર્વેદી.

વધુ વાંચવા કિલક કરો....