ફેસ્ટિવ સીઝન દરમિયાન દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તે બધાથી વધારે સુંદર દેખાય. જેા તમે પણ એ જ ઈચ્છો છો તો તમારા માટે ખૂબ જરૂરી રહેશે કે તમે કેટલાક બેઝિક રૂટિનને ફોલો કરો. તેનાથી તમારી સ્કિન?અને શરીરને પ્રભાવિત કરનારી અશુદ્ધિને દૂર કરવામાં મદદ મળશે. સામાન્ય રીતે મહિલાઓ સ્કિન અને હેર કેરના નિયમો વિશે વાત કરતી હોય છે, પરંતુ કેટલીક એવી પ્રોડક્ટને તમારા રૂટિનમાં સામેલ કરતી હોય છે, જે મોંઘા કેમિકલની હોય છે, પરંતુ તેનાથી તમારી સ્કિન અને હેરને લાભ નથી મળતો, નુકસાન જરૂર થાય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે એ વાત સમજી લેવી જેાઈએ કે શરીરને લાભ અને નુકસાન પહોંચાડનાર, બંને પ્રકારના રસાયણનો કુદરતી ભંડાર આસપાસ ઉપલબ્ધ છે. જેાકે કેટલી માત્રામાં છે તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે શું ખાઓ છો અને તમારા શરીર પર શું લગાવો છો. આ કારણસર જ્યારે તમે સ્કિન અને હેર કેરની વાત કરે છો ત્યારે તમારે બેઝિક નિયમ બનાવવાની જરૂર નથી પડતી એટલે કે તમારે તમારા શરીર સાથે માત્ર કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાનો છે.

લેપટોપ અને મોબાઈલમાંથી નીકળતા કિરણો તથા પુષ્કળ માત્રામાં ફેલાયેલા આસપાસના પ્રદૂષણના સંપર્કમાં પણ આપણે આવીએ છીએ. તે આપણી સ્કિન અને હેર પર ખરાબ અસર કરે છે. આ વાતને જેાતા આપણે આપણી સ્કિન અને હેરની દેખરેખ વિશે ગમે તેટલા બેદરકાર કેમ ન હોઈએ, આપણે વધારે પ્રભાવશાળી જીવનશૈલી માટે થોડાક પ્રયાસ કરવા પડશે.

તહેવાર પહેલાં સ્કિનની દેખરેખના નિયમ
નીચે જણાવેલી વાત પર તમારે તહેવારના લગભગ ૧ અઠવાડિયા પહેલાંથી અમલ કરવો જેાઈએ. જેા તમે આ કરશો તો તહેવારના દિવસે તમારી ચમક કોઈની સામે ફિક્કી નહીં દેખાય.

એક્સફોલિએશન : તહેવાર પહેલાં ક્યારે એક્સફોલિએટ કરવું જેાઈએ? મહિલાઓની સામાન્ય ભૂલ હોય છે કે તે તહેવારના ઠીક પહેલાં પોતાની સ્કિનને એક્સફોલિએટ કરતી હોય છે ત્યારે રોમછિદ્રો ખુલ્લા રહે છે, જેનાથી મેકઅપ અને પ્રદૂષણ તેમાં ઘર કરી જાય છે અને ત્યાર પછી તે તમારા મેકઅપને પેચી લુક આપે છે. આ સ્થિતિમાં ખીલની શક્યતા વધી જાય છે. તેનું કારણ હોય છે ખુલ્લા રોમછિદ્રોથી મેકઅપનું સ્કિનમાં પ્રવેશવું.

તહેવારના ઓછામાં ઓછા ૩ દિવસ પહેલાં સ્કિનને એક્સફોલિએટ કરવી એક ઉત્તમ પગલું સાબિત થશે. તમે એક્સફોલિએટિંગ સ્ક્રબ અથવા માસ્કનો ઉપયોગ કરી શકો છો, જે હાનિકારક રસાયણોથી મુક્ત હોવા જેાઈએ અને તમારી સ્કિન પર કુદરતી અસર બતાવે. તમે સંતરાની છાલની મદદથી પણ સ્ક્રબ તૈયાર કરી શકો છો તેમજ તેમાં એલોવેરા પણ મિક્સ કરી શકો છો. યાદ રાખો કે જેા તમે તમારા ચહેરા પરથી હેર દૂર રહ્યા હોય તો એક્સફોલિએટથી ૨ દિવસ પહેલાં આ પ્રયોગ કરો. ચહેરાના હેરને દૂર કરીને તરત ટોનર અને ફેસ ઓઈલ લગાવો. આ પ્રયોગથી ખુલ્લા રોમછિદ્રો બંધ થઈ જાય છે અને તમારી સ્કિન ફરીથી જીવંત બની જાય છે. ચહેરાના હેરને દૂર કર્યા પછી તરત મેકઅપ ન કરો. આમ કરવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. મેકઅપ રોમછિદ્રોને બંધ કરી દે છે અને તેના લીધે બ્લેકહેડ્સ અને વાઈટહેડ્સ થાય છે.

જેા સ્કિન ઓઈલી હોય
જેા તમારી સ્કિન ઓઈલી હોય તો ફેસ પર તેલ લગાવતી વખતે સાવચેતી રાખો, કારણ કે તેનાથી સ્કિનમાં તેલની માત્રા વધી શકે છે. એક્સફોલિએટ કર્યા પછી ટોનર અને કુદરતી એલોવેરા જેલનો ઉપયોગ કરો. સફાઈ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો જરૂર છે, પરંતુ યાદ રાખો કે તમારી સ્કિનને દિવસમાં ઓછામાં ઓછી ૨ વાર મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. જેા તમારી સ્કિન ઓઈલી હોય તો પણ મોઈશ્ચરાઈઝિંગ જરૂરી છે. સ્કિનને નિખારવા માટે નોનઓઈલી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. તહેવાર પૂરા થયા પછી પણ આ નિયમોનું પાલન જરૂર કરો.

તહેવાર પહેલાં અમલમાં મૂકવા જેવી ટિપ્સ.
• તહેવારના ૨ દિવસ પહેલાં તમારી સ્કિન પરથી ટેનિંગ દૂર કરવા માટે ડીટેન માસ્ક લગાવો.
• તહેવારના એક દિવસ પહેલાં તમારી સ્કિનને મેકઅપ મુક્ત રાખો, જેથી તમે સ્કિન કેર ટ્રીટમેન્ટ જેમ કે ફેસિયલ, સ્ક્રબ, માસ્ક વગેરે પછી સ્કિનને ફરીથી ભરવા અને જીવંત બનાવવા માટે સમય ફાળવી શકો.
• તમારી આંખની અંદરના ભાગ અને હોઠની સારસંભાળને ન ભૂલો. તમારા શરીરને હાઈડ્રેટ રાખવા માટે ખૂબ પાણી પીઓ અને આંખની નીચે કાકડી અને હોઠ પર બીટ લગાવવાથી ખૂબ ચમક મળે છે.
• તહેવાર પહેલાંની રાત્રે પૂરતી ઊંઘ લો, જેથી તહેવારના દિવસે તમારી સ્કિન તેની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં દેખાઈ શકે.
• તમારા ફેસ પર સારી ક્વોલિટીના મેકઅપનો ઉપયોગ કરો, કારણ કે અસંવેદનશીલ મેકઅપ પ્રોડક્ટ તમારી સ્કિનને ખૂબ ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે.

તહેવાર પહેલાં હેરકેર : વાળ ક્યારે ધોવા છે અથવા હેર માસ્ક ક્યારે લગાવવો છે વગેરે જેટલું જ જરૂરી છે સ્કિન કેર અને હેરકેર પણ. તેથી તમારા હેરના સ્વાસ્થ્યની ઉપેક્ષા ન કરો, કારણ કે તે તમારા લુકમાં ચારચાંદ લગાવે છે. તહેવારના ઓછામાં ઓછા ૪ કલાક પહેલાં તમારા હેરને ધોવા મહત્ત્વપૂર્ણ છે. આમ કરવાથી તમારા હેરને સરળતાથી કોરા થવામાં અને સ્ટાઈલમાં મદદ મળી રહે છે.

હેરના સારા સ્વાસ્થ્ય માટે કેટલીક વસ્તુ જે અનિવાર્ય રીતે તમારા હેર પર હોવી જેાઈએ, તે અહીં જણાવેલ છે :

• કંડિશનિંગ માટે તમે એલોવેરા, ઈંડાનો સફેદ ભાગ અને ચોખાનું પાણી લગાવી શકો છો. ત્રણેમાંથી કોઈ એકને પસંદ કરો. ઉપરાંત તમારા હેર પર નિયમિત રીતે તેલ લગાવવાનું પણ યાદ રાખો, જેા તમારા હેરને મજબૂતાઈ પ્રદાન કરવાની સાથે તેને સફેદ કે ગ્રે થતા અટકાવશે.
• હેર માસ્ક માટે : જેા તમારા હેર ખૂબ વધારે ક્ષતિગ્રસ્ત હોય તો તમે હેર માસ્ક લગાવી શકો છો. જેાકે અમે કેમિકલ યુક્ત હેર માસ્કની ભલામણ નથી કરતા. હેરને ફરીથી ગ્રેસ અને શાઈન આપવા માટે તમે દહીંને તમારા હેરમાં લગાવી શકો છો.
– દામિની ચતુર્વેદી.

વધુ વાંચવા કિલક કરો....