તમે જાણો છો કે જે રીતે ડેલી હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી છે, તે જ રીતે સ્કિનને નરિશ કરવી પણ જરૂરી છે, જેથી સ્કિનનું મોઈશ્ચર સ્કિનમાં લોક થઈને તમને હેલ્ધિ સ્કિન આપી શકે. આમ પણ સ્કિન શરીરનો એવો પાર્ટ છે, જેને યંગ, હેલ્ધિ તથા ડાઘધબ્બા રહિત રાખવા માટે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં મોઈશ્ચરાઈઝિંગ લોશનની મહત્ત્વની ભૂમિકા હોય છે. તો આવો તેના વિશે જાણીએ :

સ્કિન લોશન કેમ જરૂરી
બદલાતી સીઝન અને સ્કિનની પ્રોપર કેર ન કરવાથી આપણી સ્કિન ડ્રાય થવા લાગે છે, તેને ઠીક કરવા માટે બોડી લોશનથી ઉત્તમ બીજું કંઈ જ નથી, કારણ કે તે સ્કિનને ઈરિટેટ કર્યા વિના સ્કિનના મોઈશ્ચરને સ્કિનમાં લોક કરવાનું કામ કરે છે. તે માટે જરૂરી છે જ્યારે પણ તમે શાવર લો ત્યારે શાવર પછી સ્કિનને લોશનથી નરિશ કરવાનું ન ભૂલો.

રફ સ્પોટ્સ દૂર કરો : ભલે ને તમારી સ્કિન નોર્મલ હોય, તેમ છતાં તમે જેાયું હશે કે તમારી કોણી અથવા ઘૂંટણની આસપાસ ડ્રાય સ્પોટ્સ દેખાવા લાગે છે, પરંતુ જે તમે આ જગ્યા પર કોકો બટરયુક્ત લોશનને એપ્લાય કરશો તો તેનાથી તમારી સ્કિન પરથી રફ સ્પોટ્સ દૂર થવાની સાથેસાથે સ્કિન સ્મૂધ તથા સોફ્ટ પણ દેખાશે.

પીડામાં રાહત અપાવે : ઘણી વાર સ્કિન પર ડ્રાયનેસ એટલી બધી વધી જાય છે કે સ્કિન પર હાર્ડ પોપડીના ફોર્મમાં તે દેખાવા લાગે છે. જેથી તેને સ્પર્શવાથી અથવા તેના નીકળી જવાથી ખૂબ પીડા અનુભવાય છે. આ સ્થિતિમાં બોડી લોશન સ્કિનને સ્મૂધ બનાવવાનું કામ કરે છે અને ડેડ સ્કિન સરળતાથી દૂર થઈ જાય છે તેમજ ધીરેધીરે સ્કિન હીલ થવા લાગે છે.

ફીલ રિલેક્સ : તમે વિચારી રહ્યા હશો કે લોશન તમને કેવી તે રિલેક્સ ફીલ કરાવવાનું કામ કરે છે. તો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમારું મન રિલેક્સ થવાનું વિચારે ત્યારે લોશનના થોડાક ટીપાં લઈને તેનાથી હાથપગ પર મસાજ કરો. વિશ્વાસ રાખો મસાજ દરમિયાન તેનાથી પેદા થનારી ગરમી તમારી બોડીને અંદર સુધી ગુડ ફીલ કરાવવાનું કામ કરશે. સાથે તેની ભીનીભીની સુગંધ તમારા પૂરા દિવસને રિફ્રેશ કરશે.

બોડી લોશનનું ખાસ હોવું જરૂરી : ભલે ને તમને માર્કેટમાં અનેક બોડીલોશન મળી જાય, પરંતુ જ્યારે તમે બોડીલોશન ખરીદો ત્યારે તેના ઈંગ્રીડિએંટ્સને બરાબર જેાઈને જ ખરીદો, જેનાથી તમારી સ્કિન પર નરિશ થઈ જાય અને આ ઈંગ્રીડિએંટ્સથી તમારી સ્કિનને કોઈ નુકસાન પણ ન પહોંચે. આવો જાણીએ લોશનમાં રહેલા ઈંગ્રીડિએંટ્સ વિશે :

વ્હીટ જર્મ ઓઈલ : તેમાં વિટામિન એ, ડી, ઈ તથા ફેટી એસિડ હોવાના લીધે તે સ્કિનમાં સરળતાથી એબ્સોર્બ થવાની સાથે તમારી સ્કિનની હેલ્થનું ધ્યાન રાખે છે. આ બધા ન્યૂટ્રિએંટ્સ તમારી સ્કિનને મોઈશ્ચર પ્રદાન કરીને ડ્રાય સ્કિનને હીલ કરવાનું કામ કરે છે. આ બધા ન્યૂટ્રિએંટ્સયુક્ત બોડી લોશન દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે છે.

હની : એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોવાથી હની તમારી સ્કિનને સ્મૂધ રાખવાની સાથે તેને યંગ પણ રાખે છે. હનીના ગુણોથી ભરપૂર બોડી લોશન સ્કિનના પોર્સને પણ ઓપન કરીને તેની પર ડાઘધબ્બા થતા અટકાવે છે. હનીયુક્ત લોશન લગાવવાથી માત્ર થોડી વારમાં તમને તમારી સ્કિન ચમકદાર એટલે કે ગ્લોઈંગ દેખાશે.

એલોવેરા : તેમાં સ્મૂધિંગ પ્રોપર્ટી હોવાથી તે સ્કિનને મુલાયમ બનાવવાનું કામ કરે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે જે લોશનમાં એલોવેરા એક્સટ્રેક્ટ હોય છે, તે સ્કિનના હાઈડ્રેશનને ઈમ્પ્રૂવ કરવાની સાથેસાથે સનબર્નથી સ્કિનને થતા ઈરિટેશનને પણ દૂર કરવામાં મદદરૂપ બને છે. તેથી મોઈશ્ચરાઈઝરમાં એલોવેરાનું હોવું જરૂરી છે.

કોકો બટર : તેમાં ખૂબ વધારે પ્રમાણમાં ફેટી એસિડ હોય છે, જે સ્કિનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે, સાથે કોકો બટરમાં રહેલી ફેટ સ્કિન પર પ્રોટેક્ટિવ લેયર બનાવીને મોઈશ્ચરને હોલ્ડ કરીને સ્કિનને ડ્રાય થતી બચાવે છે. તો પછી તમારી સ્કિનને રિફ્રેશ અને ગ્લોઈંગ બનાવી રાખવા માટે વ્હીટ જર્મ ઓઈલ, હની, એલોવેરા અને કોકો બટરયુક્ત રોજ હર્બલ બોડીલોશનનો ઉપયોગ કરી શકો છો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....