મારી ઉંમર ૩૬ વર્ષ છે. હું એક સરકારી કાર્યાલયમાં ક્લાર્ક છું. છેલ્લા ૨-૩ વર્ષથી મને કબજિયાતની ફરિયાદ છે. જણાવો હું શું કરું?
સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી પેટનું પોલાણ દબાઈ જાય છે, જેથી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને કબજિયાતનું કારણ બની જાય છે. જે લોકો રોજ કલાકો સુધી બેસી રહેતા હોય છે. તેમનામાં આંતરડાની મૂવમેન્ટ પણ થતી નથી, જેથી આંતરડા પોતાની પૂરી ક્ષમતા સાથે કામ નથી કરી શકતા. આંતરડામાં પચેલા ભોજનની ગતિનું સામાન્ય ન હોવું કબજિયાતનું કારણ બની જાય છે. તમે તમારી જેાબને બદલી નથી શકતા, પરંતુ તમારી આદતોમાં બદલાવ જરૂર લાવી શકો છો. જંક ફૂડના બદલે સંતુલિત, પોષક અને હળવા ભોજનનું સેવન કરો. ૭-૮ કલાકની પૂરતી ઊંઘ લો. ખાવાનો અને ઊંઘવાનો સમય નિર્ધારિત કરો, કારણ કે તમે શું ખાઓ છો અને કેટલું ઊંઘો છો, તેની સાથે એ વાત પણ મહત્ત્વની છે કે તમે ક્યારે ખાઓ છો અને ક્યારે ઊંઘો છો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ૧૫૦ મિનિટ તમને મનગમતું વર્કઆઉટ કરો. સાથે બિનજરૂરી તાણથી દૂર રહો.

હું ૪૨ વર્ષીય થાઈરોઈડનો દર્દી છું. મને ઘણું ખરું કબજિયાત રહે છે. આ સમસ્યાથી કેવી રીતે મુક્તિ મળશે?
જે લોકોમાં થાઈરોઈડના હોર્મોનનું સ્તર નીચું હોય છે અથવા જેમને હાઈપોથાઈરોડિઝમ હોય છે. તેમનામાં મોટાભાગે કબજિયાતની સમસ્યા જેાવા મળે છે. હાઈપોથાઈરોડિઝમમાં મોટા આંતરડાની કાર્યપ્રણાલી ધીમી પડી જાય છે, જેથી તેનું સંકોચન પ્રભાવિત થાય છે અને ભોજનમાંથી પાણીનું અવશોષણ થવા લાગે છે, જેા મોટા આંતરડામાં પચેલા ભોજનની ધીમી ગતિનું કારણ બને છે. જ્યારે ભોજન મોટા આંતરડામાં સામાન્ય ગતિથી આગળ નથી વધતું ત્યારે મળત્યાગની આદતમાં ફેરફાર થાય છે. હાઈપોથાઈરોડિઝમથી પીડિત લોકોએ શારીરિક રીતે સક્રિય રહેવું જેાઈએ. તમારા ભોજનમાં લીલા શાકભાજી, ફળ, આખું અનાજ અને દહીં સામેલ કરવા જેાઈએ. થાઈરોઈડ હોર્મોનના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે તમારી દવા યોગ્ય સમયે લો. તાણથી દૂર રહો, કારણ કે તે પણ કબજિયાતનું એક મુખ્ય કારણ છે.

હું ૨૬ વર્ષની કોલેજ સ્ટુડન્ટ છું. મારું વજન ખૂબ વધારે છે. તેને ઘટાડવા માટે હું ડાયટિંગ કરી રહી છું, પરંતુ તેના લીધે મને હવે કબજિયાત રહેવા લાગી છે. શું કરું?
સૌપ્રથમ ડાયાબિટીસની વ્યાખ્યા ખોટી છે. તમારે વજનને ઘટાડવા માટે ક્યારેય ડાયેટિંગ નહીં, પરંતુ ડાયટ પ્લાનિંગ કરવું જેાઈએ. તમારા શરીરને સામાન્ય રીતે કામ કરવા માટે એક નિશ્ચિત પ્રમાણમાં કેલરીની જરૂર પડે છે. તમે પ્રતિદિન ૧૨૦૦ કેલરીથી ઓછું સેવન કરશો તો તમારું મેટાબોલિઝમ ધીમું પડશે, જેની સીધી અસર તમારા મળ ત્યાગવાની આદત પર થશે. આ વાતનું ધ્યાન રાખશો તો તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરશે.

મારો દીકરો ૧૦ વર્ષનો છે. તે શાકભાજી બિલકુલ ખાતો નથી. તેથી તેનું પેટ સાફ નથી રહેતું. શું શાકભાજી ન ખાવી તેનું કારણ છે?
આમ પણ બાળકોને શાકભાજી ખવડાવવા ખૂબ જરૂરી હોય છે, કારણ કે પોષક તત્ત્વોથી ભરપૂર શાકભાજીમાં ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે. કબજિયાત મોટા આંતરડાની સમસ્યા છે અને ફાઈબર આપણા આંતરડા માટે બ્રશનું કામ કરીને તેને સ્વચ્છ રાખે છે અને કબજિયાત થવા નથી દેતું. તમે તમારા બાળકના ડાયટ ચાર્ટમાં શાકભાજીની સાથે ફળ અને આખા અનાજને પણ સામેલ કરો. તેને પાણી અને બીજા પ્રવાહી પદાર્થ પણ પૂરતા પ્રમાણમાં આપો.

હાર્ટ પેશન્ટ માટે કબજિયાત કેટલું જેાખમી હોઈ શકે છે.
હૃદયરોગીને જેા મળત્યાગમાં દબાણ કરવું પડે તો તે તેમના માટે ઠીક નથી. આમ તો કબજિયાતના લીધે હૃદયરોગના ગંભીર બની જવાનો કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી, પરંતુ મળ ત્યાગ કરવામાં જેા વધારે પ્રેશર કરવાથી બ્લડપ્રેશર વધી શકે છે, જેનાથી હાર્ટ ફેલ્યોર, હૃદયના ધબકારા અનિયંત્રિત થવા અને કોરોનરી આર્ટરી ડિસીસનું જેાખમ વધી શકે છે. કેટલાક હાર્ટપેશન્ટમાં દવાની સાઈડ ઈફેક્ટના લીધે કબજિયાતની સમસ્યા થાય છે. ફાઈબર યુક્ત ભોજનનું વધારે સેવન કરો. પાણી અને બીજા પ્રવાહી પદાર્થ વધારે પ્રમાણમાં લો. નિયમિત રૂપે એક્સર્સાઈઝ કરો. જેા કબજિયાતની સમસ્યા ગંભીર હોય તો તમારા ડોક્ટરની સલાહ લો.

મારી ઉંમર ૫૫ વર્ષ છે અને મને બાળપણથી કબજિયાતની ફરિયાદ છે. શું તેની સારવાર કરાવવી જરૂરી છે? તેના આધુનિક ઉપચાર કયા છે?
આટલા લાંબા સમયથી ચાલી રહેલી કબજિયાતની સમસ્યાની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. કબજિયાતની સારવારમાં માત્ર દવાથી કામ નથી ચાલતું, તેના માટે તમારા આહારમાં અને જીવનશૈલીમાં બદલાવ લાવવા પડશે. કબજિયાતની સારવાર માટે આયુર્વેદિક દવા, હર્બલ દવા, એલોપેથી બધાની સમયસર જરૂર પડે છે. તમારા ભોજનમાં ફાઈબરયુક્ત ખાદ્યપદાર્થ જેમ કે આખું અનાજ, શાકભાજી અને ફળોને વધારે પ્રમાણમાં સામેલ કરો. નિયમિત એક્સર્સાઈઝ કરો. પ્રોબાયોટિક ભોજનનું સેવન પણ કરો. સમસ્યા માટે તરત કોઈ ફિઝિશિયને બતાવો, કારણ કે ઉંમર વધવાની સાથે આ સમસ્યા વધારે ગંભીર થઈ શકે છે.

વધુ વાંચવા કિલક કરો....