સામગ્રી
* ૧૦૦ ગ્રામ નાના રીંગણ
* ૧ ડુંગળી
* ૧ નાનો ટુકડો આદું
* ૧ લીલું મરચું
* ૧ કળી લસણ
* ૮-૧૦ કાજુ
* ૧ મોટી ચમચી તેલ
* ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
* ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
* ૧ નાની ચમચી ધાણા પાઉડર
* ૧ નાની ચમચી ગરમ મસાલો
* ૧ મોટી ચમચી મલાઈ
* થોડી કોથમીર સમારેલી
* મીઠું સ્વાદ મુજબ.

રીત
પેનમાં તેલ ગરમ કરીને કાજુ ફ્રાય કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદું અને લસણ ફ્રાય કરો. હવે ટામેટા અને મસાલા તેમજ મીઠું નાખીને પકાવો. ત્યાર પછી તેની પેસ્ટ બનાવો. રીંગણને ૪ ભાગમાં કાપીને પેનમાં તેલ ગરમ કરીને ફ્રાય કરો. રીંગણને ટામેટાના મસાલામાં ૨-૩ મિનિટ પકાવો. મલાઈ મિક્સ કરો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....