સામગ્રી
* ૧ મોટી ચમચી માખણ
* ૧ મોટી ચમચી મેંદો
* ૧ કપ દૂધ
* ૧/૨ ડુંગળી સમારેલી
* ૮-૧૦ બીન્સ
* ૧ ગાજર
* અડધું કેપ્સિકમ સમારેલું
* ૫-૬ ફ્લાવરના ટુકડા
* ૧/૨ કપ ભાત
* ૨ મોટી ચમચી ચીઝ છીણેલું
* ૧/૨ નાની ચમચી કાળાં મરી
* મીઠું સ્વાદ મુજબ.

રીત
બીન્સ, ગાજર અને ફ્લાવરના ટુકડાને સ્ટીમ કરો. પેનમાં માખણ નાખીને ડુંગળી, કેપ્સિકમ ફ્રાય કરો. તેમાં ૧ મોટી ચમચી મેંદો નાખો અને ધીરેધીરે ૧ કપ દૂધ નાખો, જેથી ગાંઠ ન પડે. હવે સ્ટીમ કરેલા શાક ઉમેરો. મીઠું, કાળાં મરી અને ભાત નાખીને મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢીને ચીઝથી સજાવો.

વધુ વાંચવા કિલક કરો....