મહિલાઓ પોતાની ખૂબસૂરતીને લઈને ખૂબ સજગ રહેતી હોય છે પછી કોઈ પણ ફંક્શન હોય કે તહેવાર, કેવી રીતે પરફેક્ટ રહેવું તે વિશે તેઓ ખૂબ સારી રીતે જણતી હોય છે, પરંતુ કોરોનાના લીધે મહિલાઓ આ સમયે પાર્લર અને સલૂનમાં જઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં ઓછા ખર્ચમાં તમે પણ ઘરે બેઠા જ એક બ્યૂટિ પ્રોડક્ટનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. આવો, અહીં જણીએ બ્યૂટિશિયન શિલ્પી મિશ્રા પાસેથી કે કેવી રીતે આપણે એક જ કોસ્મેટિકનો ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ.

લિપસ્ટિક
કલરફુલ વિંગ લાઈનર : લિપસ્ટિકનો ઉપયોગ તમે મલ્ટિકલર વિંગ લાઈનર માટે કરી શકો છો. મલ્ટિકલર વિંગ લાઈનર માટે તમે લિક્વિડ મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરો. તેને વિંગ લાઈનરનો શેપ આપીને આંખ પર લગાવી શકો છો. લિપસ્ટિકનો ઉપયોગ કરાયેલ વિંગલાઈનર બોલ્ડ લુકઆપે છે.

બ્લશર : લિપસ્ટિકનો ઉપયોગ બ્લશર માટે પણ કરવામાં આવે છે. જે તમારે તમારા ગાલને નેચરલ લુક આપવો હોય તો કોઈ પણ લાઈટ શેડ લિપસ્ટિકનો ઉપયોગ કરો અને જેા તમે પાર્ટી લુક મેળવવા ઈચ્છતા હોય તો ડાર્ક શિમરી લિપસ્ટિકનો ઉપયોગ કરો.

ફાઉન્ડેશન
ફાઉન્ડેશનથી બનાવો કંસીલર : ફાઉન્ડેશનનો ઉપયોગ આપણે મેકઅપમાં બેસ આપવા માટે કરીએ છીએ, જેથી ફેસ ગોરો અને એકસમાન દેખાય, પરંતુ આપણે ફાઉન્ડેશનનો ઉપયોગ ઘણી રીતે કરી શકીએ છીએ. ફેસ પર ડાઘધબ્બા અને પિંપલ્સને છુપાવવા માટે આપણે કંસીલરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જણો છો, આપણે ફાઉન્ડેશનથી કંસીલર પણ બનાવી શકીએ છીએ? હા, ફાઉન્ડેશનથી કંસીલર બનાવવું ખૂબ સરળ છે. કંસીલર બનાવવા માટે ફાઉન્ડેશન અને ગ્રીન આઈશેડને મિક્સ કરી લો. પછી તેનો ડાર્ક સર્કલ અને પિંપલ્સને છુપાવવા માટે ઉપયોગ કરો. ગ્રીન કલરનું કંસીલર ડાઘધબ્બાને છુપાવવામાં મદદ કરે છે.

મેટ લિપસ્ટિક માટે : મેટ લિપસ્ટિક બધી મહિલાને ગમતી હોય છે, કારણ કે તે જલદી ફેલાઈ જતી નથી અને લાંબા સમય સુધી હોઠ પર જળવાઈ રહે છે. આમ તો મેટ લિપસ્ટિક બધી મહિલાઓની પાસે હોય છે, પરંતુ તમારી પાસે પોતાના મનપસંદ શેડની મેટ લિપસ્ટિક ન હોય તો તમે ફાઉન્ડેશનની મદદથી મેટ લિપસ્ટિક બનાવી શકો છો. મેટ લિપસ્ટિક માટે સૌપ્રથમ હોઠ પર ખૂબ સામાન્ય ફાઉન્ડેશન લગાવો અને ત્યાર પછી તેના પર પોતાની મનપસંદ લિપસ્ટિક લગાવો.

બીબી ક્રીમ : ગરમીમાં હળવા અને ઓછા મેકઅપની સલાહ આપવામાં આવે છે. આ જેતા તમે ઘર પર જ પોતાની બીબી ક્રીમ બનાવી શકો છો. બીબી ક્રીમ બનાવવા માટે ફાઉન્ડેશનની સાથે મોઈશ્ચરાઈઝર મિક્સ કરો. હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી લો, તમારી બીબી ક્રીમ તૈયાર છે. આ ક્રીમનો તમે રોજ ઉપયોગ કરી શકો છો.

આઈશેડો
આમ તો આઈશેડનો ઉપયોગ મહિલાઓ આંખને ખૂબસૂરત દર્શાવવા માટે કરતી હોય છે, પરંતુ તેનો ઉપયોગ નીચે દર્શાવેલ રીતે કરી શકાય છે.

હાઈલાઈટર : આઈશેડો પેલેટમાં ખૂબ સારા શેડ હોય છે, જેનો તમે હાઈલાઈટરની જેમ ઉપયોગ કરી શકો છો. તમને એક સુંદર લુક આપવાની સાથેસાથે ફ્રેશ પણ દર્શાવશે. હાઈલાઈટર શેડને પસંદ કરવા માટે તમે ગોલ્ડન, શિમરી બ્રાઉન, વાઈટ, પિંક જેવા શેડને પસંદ કરી શકો છો. તેને ગાલ પર લગાવો અને મેકઅપ બ્રશથી ફેલાવી દો. તમે એવા આઈશેડો પણ લઈ શકો છો, જે તમારા સ્કિનટોન સાથે મેચ કરતા હોય અથવા બે શેડનું કોમ્બિનેશન તમે બનાવી શકો છો.

બ્રો પાઉડર : જેા તમારી પાસે આઈશેડો પેલેટ હોય તો તમને મેકઅપ માટે બ્રો પાઉડર ખરીદવાની પણ જરૂર નહીં પડે. આઈબ્રોને પરફેક્ટ બનાવવા માટે તમે આઈશેડો પેલેટથી ભૂરા, કાળા અને બ્રાઉન રંગનો ઉપયોગ કરી શકો છો.

લિપસ્ટિક : તમે આઈશેડો પેલેટનો ઉપયોગ એક લિપસ્ટિક રૂપે કરી શકો છો, તેના માટે તમારો પસંદગીનો શેડ પસંદ કરો. પોતાના આઈશેડમાંથી એક મેટ લિપસ્ટિક શેડ લઈ શકો છો. તેના માટે સૌપ્રથમ પહેલા કોઈ નાના કન્ટેનરમાં થોડા લિપ બામ લો. તેમાં પોતાની પસંદના થોડા આઈશેડો શેડ્સ મિક્સ કરો. આ મિશ્રણને તમે લિપસ્ટિક રૂપે પણ તમારા હોઠ પર એપ્લાય કરી શકો છો. આ લાંબા સમય સુધી તમારા હોઠ પર જળવાઈ રહેશે.

ફેસ ઓઈલ
ફેસ પર ચમક જળવી રાખવા માટે મહિલાઓ ઘણી બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ રીતે ફેસ ઓઈલનો પણ મહિલાઓ પોતાની સ્કિનને હેલ્ધિ રાખવા માટે ઉપયોગ કરતી હોય છે. ફેસ ઓઈલનો તમે મેકઅપની સાથે ઉપયોગ કરી શકો છો.

ગ્લો માટે : ફાઉન્ડેશનમાં એક ડ્રોપ ફેસ ઓઈલ મિક્સ કરો અને ફેસ પર સારી રીતે બ્લેન્ડ કરો. આમ કરવાથી ફેસ પર ગ્લો વધશે. જેા તમારી સ્કિન ડ્રાય હશે તો તે તમારા માટે બેસ્ટ છે.

નાઈટ ક્રીમની જેમ ઉપયોગ : ફેસ ઓઈલનો તમે નાઈટ ક્રીમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. રાત્રે ફેસને ક્લીન કરી લીધા પછી ફેસ ઓઈલને ફેસ પર લગાવો, સવારે તમારો ફેસ ફ્રેશ દેખાશે.

સનસ્ક્રીન સાથે : ફેસ ઓઈલને તમે સનસ્ક્રીન સાથે મિક્સ કરીને લગાવી શકો છો. તે સ્કિનને ડેમેજ થવાથી પણ બચાવે છે.
– મોનિકા ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....