આપણને વર્ષોથી શીખવામાં આવ્યું છે કે ચીજવસ્તુઓને બીજાઓને આપવી સારું છે, પરંતુ વ્યક્તિગત સ્વચ્છતાની વાત આતા વસ્તુને બીજા સાથે વહેંચવી ભયજનક બની શકે છે. જ્યારે તમે તમારી અંગત ચીજવસ્તુને બીજા સાથે શેર કરવા લાગો છો ત્યારે ઘણી વાર ચર્મરોગ, ફંગસ ઈંફેક્શન જેવી બીમારીનું જેાખમ પણ ઊભું થઈ જાય છે. તેથી કેટલીક એવી ચીજવસ્તુઓ છે જેને તમારે માત્ર પોતાના ઉપયોગ માટે રિઝર્વ રાખવી જેાઈએ, જેથી ભવિષ્યમાં તમારે કોઈ પરેશાનીનો સામનો કરવો ન પડે.

સાબુ : હોસ્ટેલ અથવા ઘરમાં જેા તમે કોઈ પણનો સાબુ શેર કરો છો તો તે ખોટું છે. ફ્લોરિડા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, એકથી વધારે લોકો દ્વારા એક જ સાબુનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા ફેલાવાનું જેાખમ રહે છે. તેથી ઘરમાં અથવા બહાર દરેક માટે પોતાનો અળગ સાબુ હોવો જેાઈએ અથવા તો ઈંફેક્શનને અટકાવવા માટે લિક્વિડ શોપનો ઉપયોગ કરો.

ટુવાલ : તમારા રૂમમેટના ટુવાલનો ઉપયોગ કરવો પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. રોગ નિયંત્રણ અને ઉપચાર કેન્દ્રના જણાવ્યા મુજબ, ટુવાલ એકબીજાના વાપરવાથી લાલ આંખથી લઈને મૂત્રરોગ સુધી ઈંફેક્શન ફેલાઈ શકે છે. જેથી હવે પછી મિત્રોના ઘરે જતા પહેલાં તમારા ટુવાલને સાથે લઈ જવું સારું રહેશે.

ટૂથબ્રશ : ટૂથબ્રશને શેર કરવાથી લોહી સંબંધિત ઈંફેક્શન ફેલાવાનું જેાખમ વધારે રહે છે, ત્યાં ુધી કે તમારા પાર્ટનરનું ટૂથબ્રશ પણ વાપરવું ન જેાઈએ. ટૂથબ્રશ અસ્થાયીરૂપે લોહીમાં બેક્ટેરિયાના સ્તરને વધારે છે અને એકબીજાના ટૂથબ્રશ વાપરવાથી બેક્ટેરિયા પણ વધી જતા હોય છે.

રેઝર : તમારે એવી કોઈ પણ વસ્તુ બીજાને આપવી ન જેાઈએ, જેનાથી રક્તનું આદાનપ્રદાન થાય, રેઝર પણ તેમાંની એખ વસ્તુ છે. એક અભ્યાસ અનુસાર રેઝર એકબીજાની વાપરવાથી હેપેટાઈટિસ બી, સી અને એચઆઈવી ઈંફેક્શન થઈ શકે છે. લોહીથી ફેલાતા ઈંફેક્શન ઉપરાંત રેઝરને શેર કરવાથી તમને ફંગલ ઈંફેક્શન થઈ શકે છે. આમ કરવાથી ખાસ દાદર તથા બેક્ટેરિયલ ઈંફેક્શનનું જેાખમ રહે છે.

મેકઅપ કિટ : મેકઅપના સામાન જેમ કે મસ્કારા, લિપસ્ટિક વગેરેને પણ કોઈની સાથે શેર ન કરવા જેાઈએ, કારણ કેતે સીધા સ્કિનના સંપર્કમાં આવતા હોય છે, જેથી સ્કિન સંબંધિત રોગ ફેલાવાનું જેાખમ રહે છે. ?આપ્રકારની વસ્તુનો ઉપયોગ હંમેશાં ખાસ સ્કિન અથવા બ્રાન્ડને જેાઈને કરવામાં આવતો હોય છે, તેથી બીજા કોઈની સ્કિન પર તે અનુકૂળ રહે તેની સંભાવના ઓછી રહે છે.

નેઈલ ફાઈલર : નેઈલ ફાઈલર જેવી નાની વસ્તુને ઘણી વાર તમે તમારા મિત્રો અથવા પરિવારના લોકો સાથે શેર કરતા હોય છો, પરંતુ આમ કરવું યોગ્ય નથી. ક્યારેક-ક્યારેક બીજા કોઈએ ઉપયોગ કરેલું નેઈલ ફાઈલર ઉપયોગ કરતી વખતે તમને સામાન્ય ઈજા કરે તો તે પણ ઈંફેક્શનનું કારણ બની શકે છે.

પાણી : મિત્રતા અને પ્રેમમાં તમે ઘણી વાર એકબીજાએ પીધેલું પાણી પી લેતા હોય છો, પરંતુ શું તમે જાણો છો કે કોઈએ પીધેલું પાણી પીવાથી પીનારની લાળમાં રહેલા બેક્ટેરિયા પાણીમાં ભળીને તમારા મોંમાં પણ જઈ શકે છે. આમ થવાથી ઘણી વાર મોંનું ઈંફેક્શન થવાનું જેાખમ રહે છે. યોગ્ય વ્યક્તિગત સ્વસ્થતા એક સ્વસ્થ જીવનશૈલી માટે ખૂબ જરૂરી છે. આંગત વપરાશની ચીજવસ્તુઓને શેર કરવાથી કીટાણુઓ અને જીવાણુઓએ સ્થાળાંતરિત કરીને તેના સંપર્કમાં આવી શકો છો. તે તમારા શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે, તેથી વ્યક્તિગત સ્વચ્છતા માટે સાવચેત રહેવું જેાઈએ.

વધુ વાંચવા કિલક કરો....