બ્યૂટિ પાર્લરની કેમિકલવાળી ટ્રીટમેન્ટ માત્ર સ્કિનનો બાહ્ય નિખાર આપી શકે છે અને ક્યારેક-ક્યારેક કેમિકલ સ્કિનને નુકસાન પણ પહોંચાડી શકે છે, જ્યારે નેચરલ સારવાર સ્કિનને અંદરથી નિખારીને તેને મુલાયમ અને યુવાન બનાવે છે. ખીલીખીલી અને નેચરલ ગ્લોવાળી સ્કિન માટે ઘરે બનેલા ફ્રૂટ ફેસ પેક અજમાવો.

કેળામાંથી બનાવો પેક : કેળાં એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર ફળ છે. તેમાંથી બનેલો ફેસ પેક સ્કિનની શુષ્કતાને દૂર કરીને તેને મુલાયમ બનાવે છે. તેનો પેક બનાવવા માટે ૧ કેળું મસળો. તે પછી તેમાં મધ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને ફેસ પર લગાવો. ૧૦ મિનિટ લગાવીને રાખ્યા પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

પપૈયામાંથી બનાવો પેક : પપૈયું એક એન્ટિઓક્સિડેન્ટ, ફ્લાવોનોઈડ્સ અને મિનરલ્સથી ભરપૂર ફળ છે. તે નેચરલ એન્ટિએજિંગ છે. પપૈયાનો પેક બનાવવા માટે તેનો ગર કાઢીને તેમાં મધ, લીંબુનો રસ અને મુલતાની માટી મિક્સ કરીને ફેસ પર લગાવો. આ પેક આપણી સ્કિનને ભેજયુક્ત બનાવે છે, તેની સાથે ડેડ સ્કિન દૂર કરીને સ્કિનની અંદરના પડને સ્મૂધ બનાવશે.

સ્ટ્રોબેરીથી બનાવો પેક : તેનાથી બનેલો પેક સ્કિન સૂર્યના સંપર્કમાં આવવાથી ઊભી થયેલ સમસ્યાને દૂર કરે છે. તેનો પેક બનાવવા માટે તેનો રસ કાઢીને તેમાં યોગર્ટ નાખીને ફેસ પર લગાવો. આ પેક સ્કિનને કુદરતી નિખાર આપે છે.

તરબૂચમાંથી બનાવો પેક : તરબૂચ પાણીથી ભરપૂર ફળ હોવાથી સ્કિનને અંદરથી ભેજયુક્ત બનાવીને શુષ્કતા દૂર કરે છે. તેનો પેક બનાવવા માટે તેનો રસ કાઢીને તેમાં યોગર્ટ અને મિલ્ક પાઉડર મિક્સ કરીને ફેસ પર લગાવો. ૧૫ મિનિટ સ્કિન પર લગાવી રાખ્યા પછી ફેસને ઠંડા પાણીથી ધોઈ લો.

સંતરાથી બનાવો પેક : સંતરા વિટામિન સી થી ભરપૂર હોવાથી સ્કિનને હાઈડ્રેટ કરે છે, સાથે સ્કિનને ઊંડાઈ સુધી સાફ પણ કરે છે. તેનો પેક બનાવવા માટે તેનો રસ કાઢીને તેમાં યોગર્ટ અને ગુલાબજળ મિક્સ કરીને ફેસ પર લગાવીને ૨૦ મિનિટ પછી ફેસ ધોઈ લો.

– લીના ખત્રી.

વધુ વાંચવા કિલક કરો....