ઋતુનું ફિજિક તો પરફેક્ટ હતું, પરંતુ તેની સ્કિન એટલી ચાર્મિંગ નહોતી. તે વિચારતી કે હું તો માર્કેટમાં આવતી દરેક મોંઘી પ્રોડક્ટ મારી સ્કિન પર એપ્લાઈ કરું છું. તેમ છતાં મારી સ્કિન યંગ તથા ગ્લોઈંગ કેમ નથી દેખાતી. પછી જ્યારે તેણે આ વિશે પોતાની ફ્રેન્ડ શિખા સાથે વાત કરી ત્યારે તેણે તેને જણાવ્યું કે ઘણી વાર આપણે સ્કિનની સુંદરતાને માત્ર મોંઘી ક્રીમના ઉપયોગ સાથે જેાડતા હોઈએ છીએ, પરંતુ સ્કિન તો સુંદર બને છે તેની રોજ સારસંભાળ કરવાથી. જેા તમે પણ તમારી સ્કિનને આકર્ષક બનાવવા ઈચ્છો છો તો આ ટિપ્સ પર ખાસ ધ્યાન આપો :

સ્કિન ટાઈપ તથા ક્લીનિંગ : માત્ર જાહેરાત જેાઈને સ્કિન કેર પ્રોડક્ટ્સ ખરીદવાનો ક્રેઝ મહિલાઓમાં ખૂબ વધારે હોય છે, જ્યારે તેને ખરીદતા પહેલાં આપણે સ્કિન ટાઈપ પર અચૂક ધ્યાન આપવું જેાઈએ, કારણ કે તે સ્કિન ટાઈપને જાણ્યા વિના પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી યોગ્ય રિઝલ્ટ નથી મળી શકતું. તેથી સ્કિન ટાઈપ જાણી લેવું જરૂરી છે. જેા તમારી સ્કિન રફ હોય તો તેનો અર્થ એ થયો કે તમારી સ્કિન ડ્રાઈ છે અને આવી સ્કિન પર સુગંધિત ક્લીંઝરનો ભૂલથી પણ ઉપયોગ ન કરો, પરંતુ સોફ્ટ ક્લીંઝરનો ઉપયોગ કરો. ઓઈલી સ્કિનમાં મોટામોટા રોમછિદ્રોની સાથેસાથે સ્કિન પર ઓઈલ પણ દેખાતું હોય છે. તેના માટે ઓઈલ ફ્રી ફેસવોશનો ઉપયોગ કરો. સેન્સિટિવ સ્કિનનો પ્રોબ્લેમ એ હોય છે કે કંઈ પણ ટ્રાઈ કરતા બળતરા અને રેડનેસ દેખાવા લાગે છે. તેના માટે માઈલ્ડ ક્લીંઝર યૂઝ કરો, સ્કિનને ટુવાલથી ઘસો નહીં, નહીં તો સ્કિન રેડ થઈ શકે છે. નોર્મલ સ્કિન ક્લીયર હોય છે, જેના પર સામાન્ય રીતે દરેક પ્રકારની બ્રાન્ડેડ પ્રોડક્ટ ટ્રાઈ કરી શકો છો. એટલે કે ક્લીંઝિંગના પ્રયોગથી પરસેવો, ઓઈલ તથા ગંદકીને દૂર કરી શકાય છે.

ટોનિંગ : ક્યારેક-ક્યારેક ક્લીંઝિંગ પછી પણ સ્કિનમાં થોડી ઘણી ગંદકી રહી જતી હોય છે, જેને ટોનરની મદદથી દૂર કરી શકાય છે. આમ કરવા માટે કોટન બોલને ટોનરમાં પલાળીને ફેસ પર લગાવો. આ એક્સ્ટ્રા ક્લીંઝિંગ ઈફેક્ટ તમારી સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવાનું કામ કરે છે. તેથી ક્લીંઝિંગ પછી ટોનિંગ કરવું ભૂલશો નહીં. એક્સફોલિએશન દ્વારા કરો ડેડ સેલ્સ રિમૂવ શરીરમાં દરરોજ લાખો સ્કિન સેલ્સ બનતા હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ સેલ્સ સ્કિનના પડ પર બની જાય છે અને તેને દૂર કરવાની જરૂર પડે છે. એક્સફોલિએટ પ્રક્રિયા દ્વારા ડેડ સ્કિન સેલ્સને રિમૂવ કરી શકાય છે. આમ કરવાથી ખીલ, બ્લેડ હેડ્સની સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે. જેાકે તેના બેસ્ટ રિઝલ્ટ માટે આ પ્રક્રિયાને ટોનિંગ પછી અને મોઈશ્ચરાઈઝિંગ પહેલાં કરવી જેાઈએ.

પૌષ્ટિક ભોજન તથા પૂરતી ઊંઘ : તમારે ડાયટમાં ફ્રૂટ્સ, વિવિધ દાળ તથા લીલા શાકભાજીને શક્ય તેટલા વધારે સામેલ કરો. ચિકન, ઈંડાં, માછલી વગેરેનું પણ સેવન કરો. પૂરતી ઊંઘ લઈને ડલ સ્કિન, ડાર્ક સર્કલ્સ જેવી સમસ્યાથી મુક્તિ મેળવો. આ રીતે ડેઈલી સ્કિનની કેર લઈને સ્વયંને સુંદર બનાવી શકશો.

મોઈશ્ચરાઈઝિંગ : દરેક સ્કિનને સ્વસ્થ રહેવા માટે ભીનાશની જરૂર પડે છે. બદલાતી ઋતુ સાથે સ્કિનની જરૂરિયાત પણ બદલાતી રહે છે. આ સ્થિતિમાં સ્કિનને દરેક ઋતુમાં અલગઅલગ પ્રકારના મોઈશ્ચરાઈઝર દ્વારા મોઈશ્ચરાઈઝ કરવાની જરૂર પડે છે, કારણ કે રૂક્ષ સ્કિન ખંજવાળ જેવી સમસ્યાઓ પેદા કરે છે. માત્ર ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જેા તમારી સ્કિન ઓઈલી હોય તો તમે માત્ર ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. આમ કરવાથી રોમછિદ્રો બ્લોક નથી થતા અને ખીલ વગેરેની સમસ્યા પણ નથી થતી.

સનસ્ક્રીન દ્વારા એક્સ્ટ્રા કેર : સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી સ્કિનને ડેમેજ કરતા હોય છે. આ સ્થિતિમાં સનસક્રીન દ્વારા સ્કિનને પ્રોટેક્શન આપો. તેના માટે ૨૫-૩૦ એસપીએફ ધરાવતા સનસ્ક્રીન એપ્લાઈ કરો. એમ ન વિચારો કે સનસ્ક્રીનનો ઉપયોગ માત્ર ગરમીની ઋતુમાં કરવો જેાઈએ, પણ તેને શિયાળામાં પણ યૂઝ કરો, કારણ કે સ્કિનની સારસંભાળ તો દરેક ઋતુમાં જરૂરી છે.

ફીટ કેર : જેા તમારી એડીઓ ફાટેલી હોય અથવા પગના નખ સાફ ન હોય તો ગમે તેટલા સુંદર ફૂટવેર હોય, પરંતુ તે તમારા પર શોભશે નહીં. મહિનામાં ઓછામાં ઓછું ૨ વાર મેનીક્યોર અને પેડીક્યોર અવશ્ય કરાવો. જેા પાર્લર જવાનો સમય ન હોય તો ફીટ કેર કિટ ઘરે લાવીને સ્વયં પણ આ કામ કરી શકો છો. ઉપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે લીંબુ દ્વારા પગના પંજા તથા નખને સાફ કરો અને રાત્રે ઊંઘતા પહેલાં ફીટ કેર ક્રીમનો ઉપયોગ અવશ્ય કરો.

– પારુલ ભટનગર.

વધુ વાંચવા કિલક કરો....