૫૦ વર્ષની દીક્ષા મિશ્રા જ્યારે કાળો કોટ પહેરીને નાગપુરની સેશન કોર્ટમાં વકીલાત કરે છે ત્યારે લોકો તેને જેાતા જ રહી જાય છે. તેને વકીલાતની ડિગ્રી લીધે માત્ર ૩ વર્ષ થયા છે. તેણે ખૂબ મુશ્કેલ સ્થિતિમાં અભ્યાસનું સપનું પૂરું કર્યું. જૂના દિવસોને યાદ કરતા દીક્ષા જણાવે છે, ‘‘મને શરૂઆતથી અભ્યાસ કરવાનો શોખ રહ્યો છે. બાળપણથી જ વકીલ બનવા માગતી હતી, પણ માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં મૃત્યુપથારીમાં રહેલા પપ્પાની ઈચ્છાનું માન રાખવા માટે પરિવારના સભ્યે મારા લગ્ન કરી દીધા અને મારું ભણીગણીને વકીલ બનવાનું સપનું ૧૦ લોકોના સંયુક્ત પરિવારની જવાબદારી અને બાળકના ઉછેર નીચે દબાઈને રહી ગયું. ૫ વર્ષમાં જ ૩ દીકરીની મા બની ગઈ. ૪૦ ની ઉંમરે તો હું નાની પણ બની ગઈ.’’ ‘‘પતિનો બિઝનેસ હતો. તે તેમાં વ્યસ્ત રહેતા. દીકરીઓના લગ્ન પછી જીવનમાં ખાલીપો લાગવા લાગ્યો તો મનમાં અધૂરો અભ્યાસ પૂરો કરવાની ઈચ્છા થઈ.’’ ‘‘એક દિવસ મેં મારા મનની વાત પતિ અક્ષતને જણાવી તો તે ગુસ્સે થયા કે આ ઉંમરે ભણીને શું કરીશ. આરામથી ઘરમાં રહે, જે રીતે અન્ય ભાભી રહે છે. મમ્મીપપ્પાની સેવા કર, પણ હું ન માની અને તે બોલ્યા કે તને જે ઠીક લાગે તે કર.’’ ‘‘હજી પરિવારના અન્ય સભ્યની મંજૂરી લેવાની બાકી હતી. સંયુક્ત પરિવારના ઘરમાં બધા જુનવાણી વિચારસરણીના હતા કે છોકરીનું શિક્ષણ માત્ર તેના લગ્ન માટે જ હોય છે. લગ્ન પછી એક મહિલાનું જીવન માત્ર ઘરપરિવાર માટે હોય છે, પણ મેં હાર ન માની અને એક દિવસ યોગ્ય તક મળતા મારા સાસુસસરાને કહ્યું કે પપ્પા, મારે આગળ ભણવું છું. આ સાંભળીને સાસુ કડક અવાજમાં બોલ્યા, ‘‘દાદીનાનીની ઉંમરે ભણવાની શું જરૂર છે? ભણીને શું કરીશ? સસરા પણ બોલ્યા કે વહુ, તારી વાત મને સમજતી નથી. આખરે તું કરવા શું ઈચ્છે છે? આ ઘરમાં તને કઈ વાતની કમી છે, જે આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે? ભલે તારી મરજી.’’ ‘‘પરિવારનો કોઈ પણ સભ્ય મારા આગળ ભણવાના પક્ષમાં નહોતો, પણ મારા મનમાં ઊથલપાથલ હતી. તેથી એક દિવસ નાગપુરની લો કોલેજમાં નિયમિત વિદ્યાર્થીની જેમ એડમિશન લીધું. ઘરમાં જ્યારે બધાને ખબર પડી ત્યારે થોડો વિરોધ કરીને મારી પ્રબળ ઈચ્છા જેાતા ધીરેધીરે બધા શાંત થઈ ગયા.’’ લો કરીને એડવોકેટ દીક્ષા ૩ વર્ષથી નાગપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહી છે. દીક્ષાની આપવીતી સાંભળીને લાગ્યું કે જે તમારા મનમાં કંઈક કરવાની ઈચ્છા છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમારી પ્રગતિમાં અવરોધ નહીં બને. પોતાની સફળતાની કહાણી જણાવતા દીક્ષા જણાવે છે, ‘‘મારી પાસે રૂપિયા, પૈસા, પતિ અને સાસરીનો પ્રેમ બધું હતું, જે કંઈ નહોતું તો તે હતું મારું પોતાનું અસ્તિત્વ. અભ્યાસ અધૂરો રહેવાથી ખૂબ દુખ હતું. હવે મન શાંત છે. આખરે જીવન એક વાર તો મળે છે અને આ જીવનમાં જ બધું કરવાનું છે.

આત્મવિશ્વાસ વધારો : દીક્ષા તે મહિલાઓ માટે એક ઉદાહરણ છે, જે જીવનમાં કંઈ હાંસલ ન કરવાથી પતિ, બાળક અને સાસરીના અન્ય સભ્યને દોષ આપે છે. લગ્ન પછી મોટાભાગની મહિલાઓ પોતાનો સમય પરિવારની દેખરેખમાં જ એમ વિચારીને ગુમાવી દેે છે કે હવે લગ્ન થઈ ગયા છે. શું કરવું છે મગજ ખરાબ કરીને, પણ આ પ્રકારના પૂર્વગ્રહમાંથી બહાર આવીને આત્મવિશ્વાસને જાગૃત કરી પોતાના માટે કંઈક કરવાની જરૂર હોય છે. ૨૫ વર્ષ પહેલાં લગ્ન પછીથી જ રુચિ હંમેશાં એક જ વાતે રડે છે કે તે પણ કંઈક કરવા ઈચ્છે છે, પણ પોતાના વિશે તે આજ સુધી કંઈ વિચારી ન શકી. બીજી તરફ સીમાના ઘરની સ્થિતિ એવી નહોતી કે તે ઘરની બહાર જઈને કામ કરે. બાળક મોટા થતા તેને સમય મળતા તેણે ઘરમાં જ પાપડ, વડી, અથાણાં બનાવવાનું શરૂ કર્યું. પછી નાનાનાના પેકેટ બનાવીને એક દુકાનમાં રાખવાના શરૂ કર્યા. જ્યારે માલ વેચાવા લાગ્યો ત્યારે તેણે જરૂરિયાત મુજબ તે વેપારને વિસ્તાર્યો. આજે તેનો બિઝનેસ ઘણો વિસ્તર્યો છે. શરૂઆતમાં પરિવારના લોકોને તેની સફળતા પર શંકા હતી, પરંતુ જેમજેમ તેને સફળતા મળતી ગઈ પરિવારજનો તેને સાથ આપતા ગયા. સામાન્ય રીતે ઘરમાં રહેતી મહિલાઓ ઘરેલુ કાર્ય કરીને ફ્રી સમયમાં પાડોશી સાથે નકામી વાતો કરે છે. જે આ સમયમાં તે કોઈ ઉત્પાદક કાર્ય કરે તો હાથમાં ચાર પૈસા પણ આવે અને વિચારો પણ સુધરશે. મોના અગ્રવાલ તેનું શ્રેભ ઉદાહરણ છે. ૨ બાળકની મા મોનાનો મોટાભાગનો સમય સાહેલીઓ સાથે ગપ્પાં મારવામાં જતો હતો. તેની એક સાહેલીએ જ્યારે તેનું બૂટીક શરૂ કર્યું ત્યારે મોનાને પણ જેાબ ઓફર કરી. સાહેલીનું મન રાખવા તેણે જેાબ કરી. તે જણાવે છે, ‘‘રોજ સાહેલી અને પાડોશી સાથે નકામી પંચાયત કરીને હું નકારાત્મર વિચારો મનમાં લઈને ઘરે આવતી હતી, પણ હવે હાથમાં થોડા રૂપિયા અને માનસિક શાંતિ સાથે ઘરે આવું છું.’’ વિશ્વાસ સાથે આગળ વધો : હવે અન્નુને જ જેાઈ લો. એક પ્રતિભિત બૂટીકની માલકણ છે. હંમેશાં ભજનમંડળી અને પૂજાપાઠમાં પોતાની સમૃદ્ધિ શોધતી અન્નુના ઘરની આર્થિક સ્થિતિને જેતા તેની બહેને તેને સિલાઈ શીખવાની પ્રેરણા આપી. બહેનની સલાહ માનીને તે સિલાઈ શીખવા લાગી. આજે પોતાનું બૂટીક હોવાથી તે પતિના ખભાથી ખભો મેળવીને પરિવારમાં આર્થિક સહયોગ આપી રહી છે. હંમેશાં બીજાને દોષ આપીને પોતાની નિષ્ફળતા છુપાવવાને બદલે જરૂર છે પોતાના સમયનો સદુપયોગ કરીને કંઈક નવું શીખવા-ભણવાની. સમયને નકામી વાતો, ભજનકીર્તન અને ભાષણમાં સમય બગાડ્યા વિના કોઈ ઉત્પાદક કાર્યમાં લગાવો, જેથી તમને પણ કંઈક કર્યાની માનસિક શાંતિનો અહેસાસ થાય. કેટલીય વાર શરૂઆતમાં પરિવારનો સહયોગ કેટલીક મહિલાઓને ન પણ મળે, જ્યારે તમે કોઈ કાર્ય માટે પૂરા વિશ્વાસથી આગળ વધો છો ત્યારે તમારી લગન અને મહેનત જેાઈને પરિવારના સભ્યો તમને મદદ કરવા આગળ આવે જ છે. બસ જરૂર છે હિંમતથી આગળ આવવાની અને પોતાની પર વિશ્વાસ કરવાની. હકીકતમાં, મોટાભાગની મહિલાઓ કોઈ ને કોઈ કામ કરવા ઈચ્છે છે, પણ સંકોચ, આત્મવિશ્વાસની કમી, દુનિયાની ચિંતા, સફળતા મળશે કે નહીં એમ વિચારીને આગળ વધવાથી ડરે છે, જ્યારે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર હોય છે.

સંકોચ ન કરો : તમે જે કામ કરવા ઈચ્છો છો તે માટે સંકોચ કેવો? ઉંમર ભલે કોઈ પણ હોય તમારી પ્રગતિમાં બાધા ન બનવી જેાઈએ. પોતાના દીકરા સાથે ૧૨ મા ધોરણની પરીક્ષા આપનારી નીના જણાવે છે, ‘‘આટલા સમય પછી અધૂરું શિક્ષણ પૂરું કરવાનો વિચાર આવ્યો તો સંકોચ થયો, પણ વિચારી લીધું છે તો ડરવું કેમ? આજે હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું અને મારા નિર્ણય પર ગર્વ કરું છું.

અસફળતાથી ન ડરો : શરૂઆતમાં કોઈ પણ કાર્યની સફળતાનો દર ઓછો હોય છે, પણ જેમજેમ આપણો અનુભવ વધે છે સફળતા આપણી નજીક આવે છે. પ્રતિભાએ જ્યારે લેખનકાર્ય શરૂ કર્યું હતું ત્યારે ૧૦ માંથી ૯ રચના પાછી આવી જતી હતી, પરંતુ આજે તે જ દર ૧૦ માંથી ૨ થયો છે. સફળતા મળશે કે નહીં એ વિચાર કરીને ડરશો નહીં, પણ પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. નિષ્ફળતાથી ડરવાની અપેક્ષા આત્મમૂલ્યાંકન કરીને પોતાની કમી શોધો અને તે કમી પૂરી કરીને આગળ વધો.

સકારાત્મક રહો : તમારી અંદર નકારાત્મક વિચારોને સ્થાન ન આપો. તમે જે પણ કરવા ઈચ્છો છો કે કરવા ઈચ્છતા હતા, જેટલો પણ સમય મળે છે કરો, પરંતુ એ ન વિચારો કે હું નહીં કરી શકું. અનુજને શરૂઆતથી બાળકો ભણાવવા ગમતા હતા, પણ લગ્ન અને ત્યાર પછી બાળકોના લીધે તે પોતાના વિશે વિચારી જ ન શકી. તેની નાની દીકરીએ સ્કૂલમાં એડમિશન લીધા પછી તેણે પણ તે જ સ્કૂલમાં જેબ જેઈન કરી.

લોકોની ચિંતા ન કરો : હું અમુક કામ કરીશ તો લોકો શું કહેશે. આ ઉંમરમાં ભણીશ તો દુનિયા શું કહેશે? આ વિચારવાને બદલે તમને જે મન થાય તે કરો. લોકોનું તો કામ જ હોય છે કહેવાનું. તમે સારું કરો કે ખોટું લોકો તો વાતો કરવાના જ છે. તેથી તે કરો જેનાથી તમારું મન શાંત થાય, તમારો આત્મવિશ્વાસ વધે અને જેના માધ્યમથી તમે આર્થિક મદદ કરી શકો

અપેક્ષા ન રાખો : લગ્ન પછી એક છોકરીનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે. કેટલીય વાર મહિલાઓ જ્યારે અધૂરો અભ્યાસ શરૂ કરવા ઈચ્છે છે કે કોઈ ઉત્પાદક કાર્ય કરે છે, તો પરિવારજનો ના તો નથી પાડતા, પણ તેટલો ઉત્સાહ અને સાર્થક સહયોગ પણ નથી કરતા, કારણ કે કેટલીય વાર તે સમજી જ નથી શકતા કે તમે કયા પ્રકારના સહયોગની અપેક્ષા રાખો છો. તેથી પરિવારના દરેક સભ્યના સહયોગની અપેક્ષા રાખીને તમે સાહસ સાથે આગળ વધો.

આત્મવિશ્વાસ જાળવી રાખો : સ્વયંને ક્યારેય કમજેાર ન સમજેા. આત્મવિશ્વાસ રાખો. હું અમુક કાર્ય કરી શકીશ કે નહીં, જેવી વાતોથી આગળ જે પણ કરો પૂરા વિશ્વાસ સાથે કરો. જે તમને સ્વયં પર વિશ્વાસ ન હોય તો બીજા કેવી રીતે વિશ્વાસ કરશે. ધ્યાન રાખો જીવન આગળ વધવાનું નામ છે. જે વીતી ગયું તે વીતી ગયું, જે આજ સુધી નથી થયું તેની શરૂઆત હવે કરવામાં શું ખોટું છે. તમે જે પણ કરવા ઈચ્છો છો તે કરવામાં મોડું ન કરો. જીવન ખૂબ નાનું છે. તમારી તમામ ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા પૂરી કરો.

– પ્રતિભા અગ્નિહોત્રી

વધુ વાંચવા કિલક કરો....